SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ એ બરાબર સ્પષ્ટ થઈ “જશે કે આ બન્ને દેશનું ભારત વિરૂદ્ધનું સંયુકત કાવતરું હતું. આમ હોવાથી આપણી નીતિ કેવળ યુદ્ધ વિરોધની હોઈ શકતી નથી. એમ છતાં પણ અહિંસક શાન્તિ-સૈનિકના નાતે આપણે સીધા યુદ્ધ પ્રયાસામાં સામેલ પણ થઈ શકતા નથી. એક બીજી બાબત પણ સ્પષ્ટ છે કે વિદેશી આક્રમણન અહિંસક પ્રતિકાર કેવી રીતે કરવામાં આવે તેનું કોઈ સ્પષ્ટ દર્શન આપણી સામે નથી. આ અવસ્થામાં આપણી. નીતિ નીચે મુજ બની રહેશે: સુર વા (ક) દેશની જનતાનું નીતિ-ૌર્ય ટકી રહે તેનો પ્રયત્ન કરવા. (ખ) દેશમાં અશાન્તિ ન થાય તેની સાવધાની રાખવી, (ગ) સીમા-ક્ષેત્રામાં સેવાકાર્ય; જેથી, (૧) ત્યાંની જનતાના નીતિધૈર્ય ટકી રહે, (૨) અહિંસક પ્રતિકારની શકિત સંગઠિત બને. (૩) વૈરભાવ ન વધે, જેથી સમાધાની થતાં ભાતૃભાવ વધાવામાં અનુકુળતા રહે. (ઘ) ગ્રામદાન આદિ કાર્યક્રમ દ્વારા અહિંસક સંરક્ષણના કાર્યક્રમની બુનિયાદ રાખવામાં આવે. સમાધાન માટે તૈયાર રહેવું વિશ્વના ઈતિહાસના અનુભવ છે કે યુદ્ધ વડે કોઈ પણ સમસ્યાનું સમાધાન થતું નથી. અને ભારત-પાકિસ્તાન વચ્ચેનો ઝગડો તો બે ભાઈઓ વચ્ચેનો કૌટુંબિક ઝગડો છે. આમ હોવાથી દરેક સમજદાર આદમી પણ એમ જ ઈચ્છવાના કે જલ્દિી પ્રત્યક્ષ યુદ્ધ-વિરામ થાય અને પછીની વાટાઘાટનું પરિણામ ન્યાયમુકત સમાધાનમાં આવે. આ વિષયમાં આટલું ધ્યાનમાં રાખવામાં આવે કે – (ક) કમજોર થયા પહેલાં સમાધાન કરવું બન્ને પક્ષના માટે ઈચ્છવાયોગ્ય છે. કારણ કે કોઈ પણ પક્ષની કમજોરીના કારણે તેના ઉપર બળજબરીથી સમાધાનની શર્તો લાદવા જતાં નવા સંઘર્ષનાં બી વાવવામાં આવે છે. (ખ) યુદ્ધ-વિરામની સાથે કદાચ આજ ને આજ આપણે સમસ્યાનાં ઉકેલની કોઈ શર્તને જોડીએ નહિ, પણ યુદ્ધ-વિરામ થવાથી ભવિષ્યમાં સમસ્યાના ઉભયસંમત ઉકેલના માર્ગ ખુલી શકે છે. (ગ) વિશ્વના અધિકાંશ, વિચારકો સંધિના પક્ષમાં છે, જે પક્ષ રામાધાન માટે અધિક સક્રિયતા દેખાડશે, તે પક્ષ અન્ય રાષ્ટ્રોનું અધિક સમર્થન પામશે. (ઘ) સમાધાન કરવાના ઉત્સાહમાં મૂળ તત્વો સાથે બાંધછેડ કરવી ન ઘટે, કારણ કે યુદ્ધ-વિરામના તાત્કાલિક લાભમાં ભવિષ્યમાં મોટા યુદ્ધનાં બી વાવવાનું પણ જોખમ રહેલું છે. (ત્યાર બાદ ‘શાન્તિસેના શું કરશે?” તથા ‘શાન્તિ સેના સમિતિ. સર્વોદય મંડળ, જિલ્લાસંગઠ્ઠન તથા શાન્તિકેન્દ્ર શું કરે' એ મથાળા નીચે તે તે સંસ્થાએના વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને વિગતવાર સૂચનાઓ આ પુસ્તિકામાં કરવામાં આવી છે, જે અહિં આપવાની જરૂર નથી. અન્તમાં નીચે મુજબ ઉપસંહાર કરવામાં આવ્યો છે. . ઉપસંહાર આજની પરિસ્થિતિમાં આપણા શાન્તિ-સૈનિકો ઉપર એક વિશેષ જવાબદારી આવી છે. આપણે આ યુદ્ધના વાતાવરણને બદલીને સ્થાયી અને ન્યાયસંગત શાન્તિ પેદા કરવી છે. આજે જ્યારે ચારે બાજુ સેનાવાદના રૂવાબ વધી રહ્યો છે ત્યારે તેને વિરોધ ન કરતાં, દેશની સામાન્ય નાગરિકોની શકિત જગાડવી છે, જે શકિત અહિંસક શકિત જ હોઈ શકે છે. આપણી મર્યાદિત શકિતઓ આજની પરિસ્થિતિમાં પેદા થનારા હરેક પ્રકારના કાર્યક્રમમાં લાગુ ન કરતાં, શાન્તિરક્ષા અને શાન્તિ-નિર્માણની પ્રવૃત્તિઓમાં આપણી શકિત કેન્દ્રિત કરવી ઘટે. ભાવી પ્રજા આપણા માટે ભલે એમ કહે કે આપણે આપણા પ્રયાસામાં અસલ રહ્યા, પણ કોઈ આપણા માટે એમ ન કહે કે આપણે પ્રયાસ પણ નહોતો કર્યો. નારાયણ દેસાઈ અખિલ ભારત શાંતિ-સેના મંડળ રાધાકૃષ્ણ સર્વસેવાસંઘ તા. ૧૬-૧૦ પ્રકીર્ણ નોંધ ભારત - પાકિસ્તાન સંઘર્ષ અંગે સર્વ સેવા સંઘ અને શાંતિસેના નીતિ મંડળની જે પુસ્તિકાનો ઉપર અનુવાદ આપવામાં આવ્યો છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ—પરિસ્થિતિ અંગે સર્વ સેવા સંઘ અને શાંતિસેના મંડળની નીતિ શું હશે તે અંગેનું નિરૂપણ કરતાં જણાવવામાં આવ્યું છે કે “એ સ્પષ્ટ છે કે આ યુદ્ધ પાકિ સ્તાન તરફ્થી ભારત ઉપર લાદવામાં આવ્યું છે. ... આમ હોવાથી આપણી નીતિ કેવળ યુદ્ધવિરોધની હોઈ શકતી નથી. એમ છતાં પણ અહિંસક શાંતિ–સૈનિકના નાતે આપણે સીધા યુદ્ધપ્રયાસોમાં શરીક પણ—સામેલ પણથઈ શકતા નથી. એક બીજી બાબત પણ સ્પષ્ટ છે કે વિદેશી આક્રમણનો અહિંસક પ્રતીકાર કેવી રીતે કરવામાં આવે તેનું કોઈ સ્પષ્ટ દર્શન આપણી પાસે નથી.” આમ જણાવીને દેશની જનતામાં નીતિધૈર્ય ટકી રહે, દેશમાં અશાંતિ ન થાય અને સીમા ક્ષેત્રમાં વસતી જનતાની પણ ધૃતિ જળવાઈ રહે એવાં કેટલાંક કાર્યા હાથ ધરવાના શાંતિ-સૈનિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ નીતિનિરૂપણમાં એક બાજુએથી વર્તમાન યુદ્ધનો વિરોધ નહિ કરવાનું સૂચવવામાં આવ્યું છે અને બીજી બાજુએ અહિંસાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સીધા યુદ્ધપ્રયાસોમાં ભાગ નહિ લેવાનું કહેવામાં આવ્યું છે. આ કાંઈક પરસ્પરવિરોધી વાત જેવું લાગે છે, વળી શાંતિસૈનિક માટે સીધા યુદ્ધપ્રયાસામાં ભાગ લેવાના પ્રશ્ન જ ઉપ સ્થિત થતા નથી. એમ છતાં તેમના અંગે આવું કઢંગું વિધાન કરવાની જરૂર શું હતી તે સમજાતું નથી. આ રીતે આ નીતિનિરૂપણ એક પ્રકારની સંભ્રાન્ત વિચારણા ઉપર આધારિત હોય એમ જણાય છે, વસ્તુત: પાકિસતાનનું ભારત ઉપરનું આક્રમણ ભારત માટે એક મેટું સામુદાયિક અનિષ્ટ પેદા થયું છે અને તેના મુકાબલા ભારતના પ્રજાજનોએ કરવા જ જોઈએ. એ વિષે બે મત છે જ નહિ. હવે આ મુકાબલા એટલે કે સામુદાયિક પ્રતીકાર બે રીતના કલ્પી શકાય : અહિંસક અને હિંસક. અહિંસક એવા સામુદાયિક પ્રતીકાર આપણને સૂઝતા નથી એટલે કે આપણા પૂરતા શકય નથી. તો પછી આજના સામુદાયિક હિંસક પ્રતીકારમાં આપણે પોતપોતાની યોગ્યતા અને શકયતા પૂરતો સાથ આપવા જોઈએ એ એક જ વિકલ્પ આપણને પ્રાપ્ત થાય છે. સશસ્ત્ર–સૈનિકના નાતે આ યુદ્ધમાં ભાગ લેતા જવાને સીધા યુદ્ધ - પ્રયાસમાં સાથ આપે. શાંતિ સૈનિકના નાતે અથવા તો એક સામાન્ય નાગરિકના નાતે આ યુદ્ધમાં ભાગ લેતાં ભાઈ બહેનો પ્રસ્તુત પ્રતીકારને લગતી અને એમ છતાં સીધા યુદ્ધ પ્રયાસ સાથે સંબંધ નિહ ધરાવતી એવી સંરક્ષણાત્મક તથા ધૃતિરક્ષાલક્ષી અનેક પ્રવૃત્તિઓમાં સાથ આપે. આજના સર્વ સ્વીકૃત હિંસક પ્રતીકારની બાબતમાં અહિંસા શબ્દને અપ્રસ્તુત રીતે સંડોવીને પ્રજામાનસમાં સંભ્રમ કે વિભ્રમ પેદા કરવા તે યોગ્ય નથી, એક બીજી બાબત: ઉપર જણાવેલ નીતિ યુદ્ધ અવિરોધની એટલે કે કેવળ નકારાત્મક છે, યારે તેમનામાંના જ એક શ્રી યુપ્રકાશ નારાયણ જે એટલા જ અહિંસાવાદી અને યુદ્ધ-વિરોધી છે તેમણે પેાતાના તા. ૧૯-૮-’૬૫ના નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “ અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં ભારત સરકારનું કર્તવ્ય સ્પષ્ટ છે કે પાકિસ્તાન તરફથી ઊભા થયેલ આ ખતરાને પેાતાની પૂરેપૂરી શક્તિ સાથે ખાળવાનો પ્રયત્ન કરવા. આ ઉદ્દેશની પૂર્તિ માટે અત્યાર સુધીમાં જે પગલાં ભરવામાં આવ્યા છે તેનું હું પૂર્ણ સમર્થન કરૂં છું.” અને એ જ વિચાર અને વલણનું તેમના ૧૭-૯-’૬૫ ના નિવે દનમાં પુન: સમર્થન કરવામાં આવ્યું છે. જયપ્રકાશજીના આ સ્પષ્ટ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy