________________
તા. ૧-૧૦-૬૫
પ્રભુ જીવન
અને આ પ્રેરણાએ તેમના જીવનને ભારે વેગ આપ્યો અને પર્યુષણ વ્યાખ્યાનમાળાની સમાલાચના
અથાક
સામાજિક પ્રતિષ્ઠા વધતી ગઈ, પરિણામે તેમના શિરે નવી જવાબદારીઓ—સામાજિક તેમ જ રાજકીય—આવતી ગઈ. પરિશ્રમ, ઊંડી લાકનિષ્ઠા, શિસ્તબદ્ધ જીવન, શીલસંપન્ન ચારિત્ર્ય અને સિદ્ધહસ્ત કુશળતા વડે તેમણે રાજકારણના ક્ષેત્રમાં—કાગ્રેસી વર્તુળમાં શિખરસ્થાન પ્રાપ્ત કર્યું. તેમની આજીવન સાધના અને સિદ્ધિ કોઈ ભવ્ય કૌટુંબિક પરંપરાની અનુકૂળતાનું કે અસાધારણ બુદ્ધિપ્રતિભાનું પરિણામ નહોતું, પણ તે પાછળ તેમનું શાણપણ અને હૈયાઉકલત, પરિશ્રમ અને પુરૂષાર્થ, સાદાઈ અને સેવાભાવ રહેલાં હતાં.
આ વર્ષની વ્યાખ્યાનમાળાના આરંભ સામવાર તા. ૨૩મી ઑગસ્ટને દિવસે થયો તેની પહેલાં પંદરેક દિવસ ઉપર પાકિસ્તાની ઘૂસણખોરોએ કાશ્મીરના પ્રદેશમાં મોટા પાયા ઉપર હિંસક પ્રવૃત્તિ સાથે આક્રમણ શરૂ કર્યું હતું. આ આક્રમણથી કાશ્મીર પ્રદેશનું સંરક્ષણ કરવા માટે ભારત સરકારને હિંસક પ્રતીકાર કરવા સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. પર્યુષણ વ્યાખ્યાનમાળા સોમવાર તા. ૩૦ મી ઓગસ્ટને દિવસે સમાપ્ત થઈ. તેને બીજે દિવસે પાસ્તિાને મોટી સજાવટ સાથે પશ્ચિમ પંજાબમાં છાંબ વિસ્તારમાં ભારત ઉપર
તેમના જવાથી દેશને એક કુશળ રાજકારણી પુરુષની ખેટ પડી છે, ગુજરાતે એક સમર્થ સૂત્રધાર ગુમાવ્યો છે, પણ ભાવનગર તો નધણિયાતું બની ગયું છે. અન્ય ક્ષેત્રે તેમની ખોટ સમય જતાં પુરાશે; ભાવનગરને તો તેમની પડેલી ખોટ કદિ પણ પુરાવાની નથી.
બળવન્તરાય અને સરોજબહેન સાથે ગયાં એટલે એકની પાછળ અન્યને આશ્વાસન આપવા જેવું રહ્યું નથી. પણ એ કુટુંબના ત્રીજા અવશેષ તેમના પુત્ર ભાઈ પ્રભાકરે તો માતાપિતા એક સાથે ગુમાવ્યા છે. તેમનું દુ:ખ અસહ્ય છે. તેઓ અપણી ઊંડી સહાનુભૂતિના અધિકારી બને છે. તેમને આ આપત્તિને પહોંચી વળવા યોગ્ય ધૈર્ય પ્રાપ્ત થાઓ એવી આપણી પ્રાર્થના હા! લગ્ન તેમ જ મૃત્યુ ઉભયથી જોડાયલા બળવન્તરાય અને સરોજબેનનું સ્મરણ આપણ સર્વને અને પછીની પેઢીઓને કંઈ કાળ સુધી પ્રેરણાદાયી બને!'. પરમાનંદ
બે શાક – પ્રસ્તાવ
શ્રી મુંબઈ જૈન ધ્રુવક સંઘની તા. ૨૭–૯ ૬૫ના રોજ મળેલી કાર્યવાહક સમિતિએ નીચે મુજબના બે શો-પ્રસ્તાવ પસાર કર્યા છે :–
સ્વ. શ્રી બળવન્તરાય મહેતા અને સૌ. સરાજબહેન અગે
સપ્ટેંબર માસની ૧૯ મી તારીખે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતા અને તેમના પત્ની સૌ. સરોજબહેનનું હવાઈ વિમાનમાં મીઠાપુર બાજુ જતાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાના પરિણામે અવસાન નિપજ્યું તે અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભા ઊંડા શેક ને આઘાતની લાગણી પ્રદર્શિત કરે છે. શ્રી બળવંતરાય મહેતા કાગ્રેસના એક અગ્રગણ્ય નેતા હતા. તેમણે પાતનું આખું જીવન દેશની સેવાને સમર્પિત કર્યું હતું. આઝાદી પ્રાપ્ત થયા પહેલાં દેશી રાજ્યની પ્રજાના અવારનવાર ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ પાછળ તેમણે ' પાતાની સર્વ શક્તિઓનાં યોગ આપ્યો હતા. તેા ભારતની બંધારણસભાના સભ્ય, લાકસભાના સભ્ય અને કૉંગ્રેસના એક વખતેના મહામંત્રી હતા. ભારતભરમાં સ્થપાયેલ પંચાયતી રાજ્યના તેઓ નિર્માતા હતા. સ્વરાજ્ય મળ્યા બાદ ભારતના નવઘડતરની અનેક પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયલા હતા. હરિજન પ્રવૃત્તિ અને સ્ત્રીશિક્ષણ પ્રવૃત્તિમાં પણ તેમણે મહત્ત્વના ફાળા આપ્યો હતા. આમ જીવનની છેલ્લી ક્ષણ સુધી રાષ્ટ્રના કાર્યમાં તેમનું જીવન સંલગ્ન બન્યું હતું અને તેમણે આખરે એક શહીદનું મૃત્યુ પ્રાપ્ત કર્યું હતું. આ રીતે જેમનું જીવન અને મૃત્યુ ઉભય ધન્ય બનેલ છે એવા શ્રી બળવંતરાય અને તેમના જીવન તેમ જ મૃત્યુના સહચરી બનેલાં સૌ. સરોજબહેનને આ સભા અંતરની અંજલિ અર્પણ કરે છે અને તેમના પુત્ર ભાઈ પ્રભાકર અને અન્ય કુટુંબીજના પ્રત્યે આ સભા ઊંડી સહાનુભૂતિની લાગણી પ્રદર્શિત કરે છે.
સ્વ. નાનચંદભાઇ શામજી અંગે
શ્રી નાનચંદભાઈ શામજીના તા. ૨૦ મી ઓગસ્ટના રોજ ૯૦ વર્ષની પરિપકવ ઉંમરે નિપજેલ અવસાનથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભા ઊંડા શેકની લાગણી અનુભવે છે. તેઓ મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના થઈ, લગભગ એ સમયથી સંઘના સભ્ય હતા અને વર્ષો સુધી સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય હતા અને એ રીતે સંઘની કાર્યવાહીમાં તેમને ખૂબ ફાળો રહ્યો હતા. તેઓ સમાજના એક ઉપયોગી કાર્યકર્તા હતા અને હંમેશા નવા વિચારના પુરસ્કર્તા રહ્યા હતા. તેમના અવસાનથી સંઘને એક વર્ષોજૂના કાર્યકર અને સાથીની ખેટ પડી છે. તેમના આત્માને આ સભા શાશ્વત શાંતિ ઈચ્છે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
૧૧
પ્રચંડ લશ્કરી આક્રમણ કર્યું. આના પણ ભારતે હિંસક પ્રતિકારકર્યો છે. એ સિવાય ભારત પાસે આ આસુરી આક્રમણને નાથવાના કોઈ બીજો માર્ગ નહોતો, ગઈ ૨૩મી સપ્ટેંબરે યુદ્ધવિરામ બન્ને પક્ષ તરફથી સ્વીકારવામાં આવ્યો છે. એમ છતાં વાતાવરણમાં અશાન્તિ અને યુદ્ધવિરામ અંગે અસ્થિરતા ભરી છે.
આપણા દેશની આ અત્યારની પરિસ્થિતિનો ઉલ્લેખ કરવા પાછળનો મૂળ હેતુ એક બે મુદ્દાઓ તરફ લક્ષ દોરવાના છે. પહેલા મુદ્દો એ છે કે, કોઈ પણ માનવ–વ્યકિત તેમજ માનવ–સમાજ કેવળ સ્વતંત્ર (Self-dependent) નથી. તે પોતાનું જીવન—વિધાન કેવળ સ્વાતંત્ર રીતે અન્યનિરપેક્ષ રીતે કરવા ધારે તે પણ કરી ન શકે એ વાસ્તવિક સત્ય છે. આગળના સમયમાં પણ કોઈ પણ દેશ કે પ્રજા પોતાના મનમાન્યા માર્ગે જીવનવિધાન કરી શકે એવી સ્વતંત્ર ન્હાતી. આજે વિજ્ઞાનના યુગમાં તે એવી સ્વતંત્રતા અસંભવિત જેવી બની ગઈ છે. અમેરિકા જેવી દરેક રીતે સ્વયં - પર્યાપ્ત (self-sufficient) કહી શકાય તેવી પ્રજાને પણ મહિનાઓ થયાં વિયેટ–નામમાં ભયંકર યુદ્ધ પ્રવૃત્તિમાં સંડોવાવું પડયું છે એ આ વાતનું ઉદાહરણ છે. આપણી સંસ્કૃતિ અધ્યાત્મ- પ્રધાન છે; આપણી પ્રજાએ માનવતાને પોષે અને વિકસાવે એવાં જીવનનાં મૂલ્યો સ્વીકાર્યાં છે; ‘ન વેરથી વેર શમે કદાપ, અવેરથી વેર શમે સદાય': એવી ભાવના સમગ્રપણે આપણે સેવી છે. છતાં આપણા દેશ જેમ કોઈ સંદર્ભ ( Context ) વિના, સંબંધ વિના, કેવળ શૂન્ય (Vacuum )માં નથી રહેતા – એમ રહેવું અસંભવિત છે, તેમ આપણાં જીવન— મૂલ્યો અને જીવન-ભાવનાઓ ગમે તેટલાં ઉદાત્ત અને અધ્યાત્મિક હોય તેનું પણ અસ્તિત્ત્વ વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં જ શક્ય છે, તેના વિનિયોગ દ્વારા જ એમની ચરિતાર્થતા છે, એમની ઉપયોગિતા પણ વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં જ છે.
આ મુદ્દો વ્યાખ્યાનમાળાના આરંભના વ્યાખ્યાનમાં શ્રી ઢેબરભાઈના વિષયનિરૂપણમાં સ્પષ્ટ થયો હતો. શ્રી ઢેબરભાઈના વિષય હતા, ‘અહિંસાક્ષેત્રે અન્ય—નિરપેક્ષ કર્યું ત્વ—વિચારણા,’ અન્યાયના પ્રતિકાર કરવા એ સૌના ધર્મ છે. એ પ્રતીકાર અહિંસા દ્વારા કરી શકાય તેમ ન હોય તે હિંસા દ્વારા પણ કરાવા જોઈએ. આજે પાકિસ્તાની આક્રમણનો પ્રતીકાર આપણે શસ્ત્ર દ્વારા કરીએ છીએ તે આપણી આજની સ્થિતિમાં યોગ્ય જ છે એમ શ્રી ઢેબરભાઈએ કહ્યું હતું. તેમનું પ્રધાન વકતવ્ય એમ હતું કે, માનવીની ઉત્ક્રાંતિ પ્રધાનપણે અહિંસા દ્વારા જ થતી આવી છે. આજે પણ દેશદેશના માનવમાં સમર્પણની—બલિદાનની ભાવના વ્યકત થાય છે. ગાંધીજીના અનુયાયી માર્ટિન લ્યુથર કીંગ અહિંસા દ્વારા અન્યાયનો પ્રતીકાર કરી રહ્યા છે. સાધ્ય શુદ્ધિની સાથેસાથે સાધનશુદ્ધિ પણ આવશ્યક છે. સામાર્થ્યશાળી વ્યકિત સમાજને દોરી શકે - ગાંધીજીની પેઠે. આજે તો સ્પષ્ટ દેખાય છે કે, માનવનું અન્તિમ ભાવિ અહિંસાના આશ્રય વિના શકય નથી.
પણ સનાતન જીવનમૂલ્યો અને યુગ–જીવનમૂલ્યોના પરસ્પર સંબંધનું પ્રેરક નિરૂપણ શ્રી મનુભાઈ પંચાળી (દર્શક)નાં બે વ્યાખ્યાનોમાં મળ્યું હતું. બંને વ્યાખ્યાનોના વિષય એક જ હતા. “ભારતીય