SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૯૫ પ્રભુ બનીને રાજ્યનું તેમ જ યુદ્ધનું સંચાલન કર્યું છે. રાષ્ટ્રના મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીએ કલ્પનામાં ન આવે એવા યશસ્વી અને એજસ્વી ભાગ ભજવ્યો છે. ચાલુ કટોકટી દરમિયાન તેમણે એક પછી એક ચડિયાતાં નિવેદનો કર્યાં છે. આ નિવેદનામાં પૂરી સચોટતા હતી, જરૂરી સંયમ હતા, આવશ્યક નિશ્ચયાત્મકતા હતી. તેમની સમગ્ર કામગીરીઓ દુનિયાભરમાં ભારતની શાન ખૂબ વધારી છે. સૈનિક દળાએ પણ વીરતા, સામર્થ્ય અને યુદ્ધકુશળતાનું અપૂર્વ દર્શન કરાવ્યું છે. પાકિસ્તાને આ યુદ્ધ નેતરીને આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે તેની જે કાંઈ પ્રતિષ્ઠા હતી તેમાં ઘણા ઘટાડો કર્યો છે. તેણે ફેલાવેલાં બે ઠાણાં તા કોઈ અજબ પ્રકારનાં હતાં. એકતા એ કે કાશ્મીરમાં દાખલ થયેલા સર્જી અને સુઆયોજિત ઘુસણખોરો અંગે પાસ્તિાને એમ જ જણાવ્યા કર્યું કે આ ઘુસણખોરો આઝાદ કાશ્મીરના સ્વયંપ્રેરિત Freedom—fighters—સ્વાતંત્ર્યને સૈનિકો છે, જેમની સાથે પાકિસ્તાનને કોઈ સંબંધ નથી. આ જૂઠાણુ. જનરલ નિમ્માના રીપોર્ટ ઉપરથી અને સેક્રેટરી જનરલ યુ થાનના નિવેદન ઉપરથી ખુલ્લું પડી ગયું છે. બીજું જૂઠાણુ ભારતની ઉત્તર સરહદ ઉપરથી ચીને આપેલી યુદ્ધધમકીને લગતું છે. આ અંગે પાકિસ્તાને એમ જણાવ્યા કર્યું કે ચીનની આ ધમકી સાથે પાશ્તિાનને જરા પણ સંબંધ નથી. પાકિસ્તાને ચીન સાથે કેળવેલા સંબંધનો અને વર્તમાન યુદ્ધની શરૂઆત થઈ તેના થૅડા દિવસ પહેલાં ચીનના વિદેશ પ્રધાને કરાંચી આવીને અયુબખાન તથા ભૂતા સાથે કરેલી વાટાઘાટને વિચાર કરતાં આ જૂઠાણું જરા પણ ટકી શકે તેમ છે જ નહિ. પાકિસ્તાને સંયાગાના દબાણને વંશ થઈને શસ્ત્રવિરામનો સ્વીકાર કર્યો ન હોત તે ચીને ભારત ઉપર જરૂર હુમલા કર્યા જ હોત એમાં કોઈ શક નથી. હવે આમ જ્યારે યુદ્ધ નોતરીને પાકિસ્તાન ભારત પાસેથી કાશ્મીર મેળવવામાં નિષ્ફળ નિવડયું છે ત્યારે આતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનાઈટેડ સ્ટેટ્સ અને પશ્ચિમના દેશએ કાશ્મીરના પ્રશ્ન અંગે ભારત ઉપર દબાણ ઊભું કરવાની અને પાકિસ્તાન માંગે છે તે તેને અપાવવાની ભારે મેલી રમત શરૂ કરી છે. આ યુદ્ધની શરૂઆત પાકિસ્તાનના બ્રુસણખોરી આક્રમણથી થઈ છે એ હકીકતના કોઈ - પણ ઈનકાર કરી શકે તેમ નથી. એમ છતાં આ યુદ્ધ માટે ભારત અને પાકિસ્તાન બન્ને સરખા જવાબદાર હોય એવું વલણ જ આ બધા દેશ દાખવી રહ્યા છે. પાકિસ્તાનને કોઈ જરા પણ દોષ દેવાને તૈયાર નથી. સચ્ચાઈ સાથે કોઈને સંબંધ નથી કે સગપણ નથી. આજે આપણી એ કમનસીબીની પણ નોંધ લેવી ઘટે છે કે આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે આજે આપણુ કોઈ મિત્ર દેખાતું નથી. બ્રીટને તે યુદ્ધની શરૂઆતથી જ પાશ્તિા-તરફી વલણ ધારણ કર્યું છે. રશીઓની આપણા પ્રત્યે સહાનુભૂતિ છે, છતાં તે તટસ્થ પણ છે. યુનાઈટેડ સ્ટેટ્સની ખબર પડતી નથી. સામ્યવાદી દેશે સામે વાપરવા મળેલી અસામગ્રી પાશ્તિાને આપણી સામે વાપરી એમ છતાં આ સંબંધમાં યુનાઈટેડ સ્ટેટ્સે એક ઉદ્ગાર સરખા પણ કાઢ્યા નથી, એટલું જ નહિ પણ, યુનોમાંના તેના પ્રતિનિધિ ગોલ્ડબર્ગ આજે કાશ્મીરની બાબતમાં પાકિસ્તાનતરફી વિચારો દર્શાવી રહેલ છે. કાશ્મીરના પ્રશ્ન અંગે આપણુ વલણ આ દેશના ગળે આપણે ઉતારી શક્યા નથી, શકતા નથી અને એને લીધે આન્તરારાષ્ટ્રીય અભિપ્રાયના ઝેક રશિયાને બાદ કરતાં બીજી બાજુએ ઢળતા રહ્યો છે. આ આજની વાસ્તવિકતા છે. કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ કાનૂની દષ્ટિએ તેમ જ બંધારણની દષ્ટિએ અફર અને અવિવાદાસ્પદ છે અને આજના યાગામાં પ્લેબીસાઈટ–કાશ્મીરના લોકમત લેવાની વાતનો સ્વીકાર અશકય તેમ જ વ્યવહારૂ છે . અને એમ કરવા જતાં એક ગુંચ ઉકેલવા જતાં અનેક ગુંચા ઊભી થાય એવી આજની પરિસ્થિતિ છે. પરિણામે જેના તત્કાળ કોઈ ઉકેલ ન દેખાય એવી એક વિષમ પરિસ્થિતિનો આપણે આજે સામને કરવાના હોય અને એ રીતે લાંબા વખત માટેની અશાન્તિ અને ઠંડા કે ગરમ યુદ્ધની પરિસ્થિતિ ભારતના લલાટે લખાયલી હોય એમ લાગે છે. al જીવન આ અંગે આપણે વધારે સજાગ બનવું પડશે, વધારે ભાગ આપવા પડશે, પ્રજાના સ્વત્વને હાનિ ન પહોંચે એ અંગે પુરી તકેદારી રાખવી પડશે. ૧૦૯ શસ્ત્રવિરામને લગતા યુનાની સીક્યોરીટી કાઉન્સીલે કરેલા ઠરાવને પ્રથમ તબક્કો છે બન્ને બાજુના શસ્રવિરામને પૂરો અમલી બનાવવાનો, અને બીજો તબકકો છે ઓગસ્ટની પાંચમી તારીખે પ્રત્યેક પક્ષનાં લશ્કરી દળે! જ્યાં હતાં ત્યાં તે દળાને પાછાં ખસેડવાનો. પ્રથમ તબક્કાનું પાશ્તિાન પક્ષે પૂરા આકારમાં પાલન થતું દેખાતું નથી અને પાસ્તિાનના હાથે વિરામના જ્યાં ત્યાંઅલબત્ત નાના પાયા ઉપર—ભંગ થઈ રહેલા જોવામાં આવે છે અને બીજા તબક્કા અંગે પેાતાનાં લશ્કરો હાલ જ્યાં છે ત્યાંથી જરા પણ ખસેડશે નહિ એવી પાકિસ્તાને જાહેરાત કરી છે અને તેના પ્રત્યુત્તરરૂપે ભારતને પણ એ જ પ્રકારની જાહેરાત કરવી પડી છે. આ ગુંચ કેમ ઉકેલાશે તે હાલ તુરત પનામાં આવતું નથી. એટલે કાશ્મીરના પ્રશ્નનું પરસ્પર વાટાઘાટો વડે નિરાકરણ કરવાનો ત્રીજો તબક્કો કયારે આવશે તે અત્યારે તે દેખાતું જ નથી, આવી જટિલ પરિસ્થિતિ અદ્યતન શસ્ત્રવિરામ અંગે પ્રવર્તે છે. ભાવી આપણને કર્યાં લઈ જાય છે તે જોવાનું છે. પાકિસ્તાનનું નિર્માણ કોમી ભેદભાવના પાયા ઉપર થયેલું છે અને જ્યાં સુધી પાકિસ્તાન એક અલગ દેશ તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી બન્ને દેશ વચ્ચેની અથડામણના અન્ત આવી શકશે જ નહિ એમ સ્વીકારીને ભારત અને પાશ્તિાનના ખુન : જોડાણની કોઈ યોજના વિચારવી ઘટે છે. આવી સૂચના મુક એક મિત્ર તરફથી વહેતી થઈ છે. આ સૂચનાને વિશેષ વિચાર કરતાં પહેલાં એક હકીકત એ ધ્યાનમાં લેવાની રહે છે કે ભાગલા પૂર્વેનું અખંડ હિન્દુસ્તાન અને આ નવા પાયલા અનુસંધિત હિન્દુ સ્તાનમાં એક મોટો ફરક એ હોવાનોકે, આગળના હિન્દુસ્તાનમાં મુસલમાનો ચોતરફ પથરાયલા હતા, જ્યારે નવા સંધાતા હિન્દુસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાનના વિભાગ એ તા કેવળ મુસલમાનોને અડ્ડો બનેલા રહેવાના. આના પરિણામે આખા ભારત ઉપર મુસલમાનાનું વર્ચસ પહેલાના પ્રમાણમાં ઘણું વધારે હેવાનું, જે સ્થિતિ દેશની સુલેહશાન્તિની દૃષ્ટિએ ખતરનાક નીવડે એવા સંભવ ગણાય. બીજું આવું જોડાણ કલ્પનામાં જેટલું રોચક લાગે છે તેટલું વાસ્તવિકતાની દૃષ્ટિએ શક્ય લાગતું નથી. એક વખત આવડા મોટા દેશના કોમી ધોરણે ભાગલા થયા પછી તેને પાછા સાંધવાનું ભાગ્યે જ શક્ય બને છે, એમ છતાં ધારો કે આવું જોડાણ ઊભું થઈ શ તા પણ ધર્મના પાયા ઉપર ઊભા થયેલા વેરઝેર તા આ ઉપખંડમાં ચાલુ રહેવાના જ અને પરિણામે સૂચિત જોડાણ અસ્તિત્વમાં આવે તે પણ ત્યાં આન્તરવિગ્રહ જેવી સ્થિતિ પેદા થયા વિના રહેવાની જ નહિ, એટલે પાયાનો પ્રશ્ન તે આ ધાર્મિક વેરઝેરને નાબુદ કેમ કરવા એ જ માત્ર રહે છે. ધાં સુધી આપણે એટલે કે ભારતવાસીઓ અને પાકિસ્તાનવાસીઓ આ ધર્મ એટલે કે મજહબ અથવા તે સંપ્રદાયને મહત્વ આપતા અટકીએ નહિ, તે વૃત્તિથી આપણે હિન્દુ અને મુસલમાનો ઊઠીએ નહિ ત્યાં સુધી આ આખીય સમસ્યાના આખરી ઉકેલ શકય બનવાનો છે જ નહિ. એ દિવસ ન આવે ત્યાં સુધી આપણા નસીબે—દેશના નસીબે—આમ અથડાતા પછડાતા જ જીવન વીતાવવાનું એટલે કે આક્રમણ સામે વધારે બળવાન પ્રતિઆક્રમણ કરીને જ સામુદાયિક જીવનને રાષ્ટ્રના અસ્તિત્વને ટકાવી રાખવાનું લખેલું છે એમ કહેવામાં જરા પણ અત્યુકિત નથી, આ છે આજની પરિસ્થિતિનું વિશ્લેષણ. આ વિશ્લેષણ કાંઈક નિરાશા ઉપજાવે તેવું છે, એમ છતાં પણ તે આજની વાસ્તવિકતાને યથાસ્વરૂપે રજુ કરે છે. આ વાસ્તવિકતા વિષે આપણે પૂરાં સભાન બનીએ તા જ તેની ગુંચાને ઉકેલવાનો કોઈ વ્યવહારૂ માર્ગ આપણને હાથ લાગે. રાત્રીના ગઢ અંધકારમાંથી જેમ ઉષાના ઉદય થાય છે એ મુજબ આજની ગાઢ તિમિરભરી પરિસ્થિતિમાંથીમુકિતને સુલેહશાન્તિને સહઅસ્તિત્વને સુગમ બનાવે તેવા પ્રકાશ આપણને જરૂર ' લાધશે એવી આશા અને શ્રદ્ધા આપણે સેવીએ ! પરમાનંદ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy