________________
પ્રભુ
તે
ચમત્કારોને નકારીને, બુદ્ધિવાદી દ્રષ્ટિએ ઈશુ ખ્રિસ્તના ઉપદેશ તથા આચરણનું સમર્થન કરતું પુસ્તક લખ્યું. આવું કડક લખાણ સમયના રૂઢિચુસ્તorthodoxલોકોને શે ગમે બધી જ ધાર્મિક સંસ્થાઓની જેમ પેરીસ મિશનરી સંસ્થા પણ orthodox—રૂઢિચુસ્ત—હતી. આથી આલ્બર્ટને દહેશત હતી કે આ લોકો એમના જેવા બુદ્ધિવાદી માનસ ધરાવધારને સ્વીકારશે નહિ, પરંતુ તેઓ એમ પણ કહે છે કે ‘મારે આ લોકોની પરીક્ષા કરવી છે. ઈશુ ખ્રિસ્તના પ્રેમની વાતા કરવાવાળી અને તેમના સંદેશ દુનિયાને પહોંચાડવાના ઈજારા લેનારી વ્યકિતઓ, મારા જેવાને કે જે માનવસેવા કરવા માટે જ જાય છે, તેને જવા દે છે કે નહિ? ’
૧૦:
ત્યારપછીનાં તેમનાં સાત વર્ષ, ડૉક્ટર થવામાં ગયા. ડોક્ટર થયા પછી તેમણે તે મિશનરી સંસ્થાને પોતાની કોંગા જવાની તૈયારી બતાવી. મિશનના સેક્રેટરીએ તેમને જણાવ્યું કે તમારી આ ઑફર માંગણી આવકારદાયક છે, પણ અમારી સમિતિના કેટલાંક સભ્યો તમારા ધાર્મિક વિચારો સાથે સહમત થતા નથી, આથી તમે અમારી સમિતિ સમક્ષ આવે અને તેના સભ્યો સાથે વિચારવિનિમય કરી, તેમને સંતોષ થાય એવું કંઈક કરો. આલ્બર્ટે આ પ્રકારની કોઈ પણ પરીક્ષામાં બેસવાની સવિનય ના પાડી, પરંતુ તેને બદલે સમિતિના સભ્યોને વ્યકિતગત રીતે મળવાની અને સમજાવવાની તેમણે તૈયારી દર્શાવી. અને એ પ્રમાણે તેઓ તેમને મળ્યા. એક બે સભ્યોને આથી સંતાષ થયા. બેત્રણ જણને ન થયા. પણ આલ્બર્ટે તેમને જણાવ્યું કે “હું આફ્રિકાના જંગલમાં એક ડૅાકટર તરીકે મારી સેવા આપવા જાઉં છું; મિશનરી તરીકે નહિ. હું ઉપદેશ આપવા માટે નથી જતા, માત્ર માનવસેવા કરવા માટે જ જાઉં છું. અને મારા વર્તન દ્વારા હું બતાવી આપીશ કે ખરો ખ્રિસ્ત કોણ છે? ખરો ખ્રિસ્તી ધર્મ
1,
શું છે?
આમ ૧૯૧૩ના એપ્રિલ માસમાં ૭૦ પેટીઓ ભરીને સ્ટીમરમાં બેસી તેઓ આફ્રિકા જવા નીકળ્યા. ૧૯૧૨ માં તેમણે હેલન બ્રેસ્લા નામના તેમના એક મદદનીશ સ્ત્રીમિત્ર સાથે લગ્ન કર્યા હતા. તેમનાં પત્ની પણ તેમને મદદ કરવા માટે નર્સ બન્યાં હતાં. તેઓ બંને આફ્રિકામાં કોંગા પહોંચ્યા.
ત્યાં જઈને તેમણે જોયું કે ત્યાં હાસ્પિટલ જેવું કંઈ જ હતું નહિ. હતા માત્ર ભાંગેલ તૂટેલ ઝૂંપડાં અને અપાર અજ્ઞાન તથા ગરીબી, તેમણે એક ઝૂંપડું બાંધ્યું. એને માટે ભારે લાકડા પણ તેમને જાતે જ ઉપાડવા પડતા. સુથારી કામથી માંડીને બધું જ કામ તેમને હાથે કરવું પડતું. એક નાનું ઝૂંપડું બાંધીને તેમાં તેમણે પોતાના દવાખાનાની શરૂઆત કરી. અને થોડા જ વખતમાં તેમના ઝૂંપડાની બહાર સેંકડો લોકોની કતાર લાગવા માંડી.
૧૯૧૫ માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. તેઓ ફ્રેન્ચ કોંગામાં રહેતા હતા. પણ તેઓ જર્મનીમાં જન્મેલા એટલે જર્મન તરીકે તેમને પકડવામાં આવ્યા. વિચારક આલ્બર્ટ સ્વાઈત્ઝર માનવસંસ્કૃતિ વિષેના ચિંતનમાં ડૂબી ગયા. જ્યાં માનવસેવા કરવાની તક પણ ઝૂંટવી લેવામાં આવે છે તે આ સંસ્કૃતિ કેવી? અને આ ચિતનને પરિણાંમે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે સંસ્કૃતિનું આજે પતન થયું છે તેનું કારણ એ જ છે કે આજે જીવન માટે, ચેતનશકિત માટે જે આદર અને માન જોઈએ તે માણસમાં રહ્યા નથી. માણસને માણસને મારી નાખતાં સ્હેજે ય આંચકો લાગતો નથી. તેમણે સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ કર્યો. ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. દિવસે તેમનું દવાખાનું ચાલતું અને મોડી રાત સુધી તેઓ અભ્યાસ કરતા. આ અભ્યાસને પરિણામે તેમણે Philosophy of Civilisation ઉપર ચાર ગ્રન્થો લખ્યા. આ ઉપરાંત બીજાં પુસ્તકો પણ તેમણે લખ્યાં. તેમણે જણાવ્યું કે “આ દુનિયાનું જો કોઈ રીતે કલ્યાણ થવાનું હોય તે તે એક જ રીતે થવાનું છે-માનવહૃદયમાં જે સાચી ધર્મભાવના છે, જે સાચે પ્રેમ છે, જે સાચી માનવતાની નિશાની છે, એ જ્યાં સુધી ઉપર નહીં આવે ત્યાં સુધી દુનિયાને ઉદ્ધાર થવાના નથી. આ સિદ્ધાંતને તેમણે Reverence for life કહ્યો, જીવન પ્રત્યેના સમાદત અભિસાર કહ્યો. આલ્બર્ટ સ્વાઈત્ઝરની જીવનવિભાવના પરંપરાગત વિચારણાથી મુકત છે.
વળી જીવન વિષે વિચારણા કરતાં તેઓ પ્રકૃતિના – સમગ્ર પ્રકૃતિના – વિચાર કરવા લાગ્યા. તેમણે પશુ- પક્ષી અને વૃક્ષ - લતા
જીવન
તા. ૧-૧૦-૬૫
આમાં પણ રહેલા જીવનતત્ત્વનો સ્વીકાર કર્યો. આ સમયે તેમની સમક્ષ એક કોયડો ઊભા થયા - ‘ આ દુનિયામાં આટલું દુ:ખ, આટલું અનિષ્ટ’ શા માટે છે?’ વળી તેમણે જોયું કે માણસને બચાવવા ડૉકટર તરીકે તેમને બેકટેરિયાને –– જીવાણુને મારી નાખવા પડે છે. આમ એક જીવને બચાવવા બીજા જીવને હણવા પડે છે. એટલે કે દરેકને જીવવું છે અને બીજાને ભાગે જ જીવી શકાય છે. ‘Life at the cost of other lives. ’ – જીવો જીવસ્ય જીવનમ્ – એ આ પ્રકૃતિના નિયમ છે. પણ મોટાને બચાવવા નાના જીવની હત્યા કરવી એ પણ શું તત્ત્વત : બુદ્ધિસાંગત છે ખરૂ ? ચેતનશકિત વચ્ચે ઊંચનીચ ભેદ હોઈ કેમ શકે? તેઓ જણાવે છે કે “જીવન એ ઉત્તમ આશ્ચર્ય છે ને તેથી તેના મહિમા કરવા જોઈએ. મેટા જીવાની જેમ જ ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવન પણ સમાદર કરવા જોઈએ.” અનિવાર્યપણે જે હિંસા કરવી પડે છે તે કરતાં પ્રત્યેક ક્ષણે જાગૃત રહી, મનમાં તેની પ્રત્યે પ્રેમ, કરુણા, આદર ધરીને તે કાર્ય કરવું જોઈએ. આ જૈન પરિભાષા છે. ઝૂંપડું બાંધવા માટે જરૂરિયાતથી વધું પાંદડાડાળખાં પણ ન તોડવાની વિચારણા સુધી તે પહોંચે છે.
૧૯૧૫ માં તેઓ પકડાયા અને ૧૯૧૯ માં છૂટયા. છૂટીને તેઓ યુરોપ આવ્યા. ૧૯૧૯થી ૧૯૨૩ સુધી તેઓ યુરોપના બધાયે દેશામાં ઘૂમી વળ્યા. કાલેજમાં ભાષણો આપીને હાસ્પિટલ માટે ફંડ એકઠું કર્યું. જો કે ઑર્ગનવાદક સ્વાઈત્ઝરના organ playingને શાખ એટલા પ્રબળ હતા કે જૂનામાં જૂના ર્ગનની ખબર પડે કે તરત જ તેઓ, તે જ્યાં હોય ત્યાં – સ્વીટ્ઝરલે ન્ડમાં કે નાવે માં
—ાડવા પહોંચી જતા.
૧૯૨૪ માં તેઓ આફ્રિકા પાછા આવ્યા.
હાસ્પિટલનું નામનિશાન રહ્યું ન હતું. જાતમહેનતથી હૅા-િ ટલ ફરીથી બાંધી. ૧૯૧૩ માં સ્વાઈત્ઝર પ્રથમ આફ્રિકા ગયા ત્યારથી આજ સુધી કોંગાના જંગલમાં માનવસેવાનું પેાતાનું કાર્ય અવિરતપણે તેમણે ચાલુ રાખ્યું છે. તેમની ખ્યાતિ વધી તેમ બહુ.રની મદદ આવતી રહી અને હોસ્પિટલનો વિકાસ થતા રહ્યો. હાલ કેટલાય સમયથી અવારનવાર યુરોપની મુલાકાત લઈને તેઓ ધર્મ અને માનવતા ઉપર પ્રવચનો આપે છે. યુરોપની લગભગ બધી યુનિવસિટીઓએ તેમને માનદ પદવીઓ આપી છે. ૧૯૫૨ માં ના બેલ શાંતિ પારિતોષિક ( Noble Peace Prize ) એમને આપવામાં આવ્યું હતું. જે મોટી રકમ મળી તે તેમણે હૅાસ્પિટલના લાભાથે વાપરી નાખી હતી.
લગભગ ૫૦ વર્ષથી હબસીઓમાં રહી માનવતાની જ્યોત સ્વાઈત્ઝરે જીવતી રાખી છે. હબસીઓનું અજ્ઞાન, અંધશ્રાદ્ધા, વહેમ, સ્વચ્છતા અને ભીષણ ગરીબાઈને કારણે તેમણે પારાવાર હાડમારીઓ વેઠી છે અને એ રીતે તેમણે સેવાયજ્ઞ સતત ચાલુ રાખ્યો છે. સ્વાઈટ્સર કહે છે કે ગેરી પ્રજાએ કાળી પ્રજા ઉપર કરેલ પાપાનું તેઓ પ્રાયશ્ચિત કરી રહ્યા છે. ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના સમર્થ વિદ્નાન તરીકે યુરોપના કોઈ પણ મહાન વિદ્યાલયમાં તેઓ અગ્રસ્થાને હોત. પણ આફ્રિકાના જંગલમાં હબસીઓ વચ્ચે પોતાનું સમસ્ત જીવન સ્મર્પણ કરી ઈશુ ખ્રિસ્તના પ્રેમના સંદેશ સાર્થક કરવાનું તેમણે પસંદ કર્યું છે.
સ્વાઈત્ઝર જ્ઞાનયોગી છે. બાઈબલ અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો નહિ પણ દુનિયાના ધર્મના તેમણે અભ્યાસ કર્યો છે. ભારતીય તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ (Indian Philosophy and Culture) ઉપર તેમણે એક ગ્રન્થ લખ્યો છે, જેમાં વેદથી માંડી ગાંધીજી સુધીની વિચારધારાનું તલસ્પર્શી અધ્યયન અને સમાલોચના તેમણે કરેલ છે. જર્મન ફીલસુફ કેન્ટના તેઓ ઉંડા અભ્યાસી છે. મહાન જર્મન કવિ ગેટે ઉપરના તેમનાં વ્યાખ્યાનો સર્વશ્રેષ્ઠ જણાય છે. જર્મન સંગીતજ્ઞ ‘બાખ’ ઉપર તેમણે ચાર ગ્રન્થા લખ્યા છે, પોતાની જંગલ હાસ્પીટલમાં દિવસે કામ કરે અને રાત્રે પેાતાના અભ્યાસ અને લેખન કરે—આવી તેમની જીવનચર્યા છે.
પણ કર્મયોગ વિનાનો જ્ઞાનયોગ તેમને અધુરો લાગ્યો છે. દુનિયામાં અપાર દુ:ખ છે. તેને કાંઈક પણ ઓછું કરવા માણસે અવિરત પુરૂષાર્થી રહેવું જોઈએ એમ તેઓ માને છે. આપણે જેને નિવૃત્તિધર્મ કહીએ જેને સ્વાઈત્ઝર Life Negation કહે છેતે તેમને માન્ય નથી. સ્વાઈટઝર નિષ્કામ પ્રવૃત્તિ-જેને તેઓ Life-Affirmation કહે છે તેના પ્રબળ હિમાયતી છે. ચીમનલાલ ચકુભાઈ શાહ
અપૂર્ણ