________________
.... “તા, ૧૬-૯-૧૧
પ્રધ્યુંકે જીવન
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા
જણાવતાં આનંદ થાય છે કે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયલી તા. ૨૩-૮-૬૫ થી તા. ૩૦-૮-૬૫ સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા, તા. ૧૬-૮-૬૫ના ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ, સાંગોપાંગ પાર પડી છે, સિવાય કે છેલ્લા દિવસનું—આચાર્યશ્રી રજનીશજીનું—છેલ્લું વ્યાખ્યાન, તેમની તબિયત એકાએક નાદુરસ્ત થવાના લીધે રદ કરવું પડેલું. આ આઠે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાએ પૂરા અર્થમાં શોભાવ્યું હતું. આઠે દિવસની સભાઓનું પ્રારંભથી અન્ત સુધી તેમણે સંચાલન કર્યું હતું અને વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનોની સમયના અવકાશ મુજબ જરૂરી ટીકાટીપ્પણ આલાચના કરી હતી. પહેલા પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ બ્લૅવાટસ્કી લાજમાં અને છેલ્લા ત્રણ દિવસની સભાઓ ભારતીય વિદ્યાભવનમાં સભાગારમાં ભરવામાં આવી હતી. દરેક સભામાં ધારણા મુજબ શ્રોતાઓની બહુ સારી સંખ્યામાં હાજરી રહી હતી. ભારતીય વિદ્યાંભવનની છેલ્લી સભામાં શ્રોતા ભાઈ-બહેનોની ભીડથી આખું થીએટર ખીચાખીચ ભરાઈ ગયું હતું, એટલું જ નહિ પણ, ઘણા ભાઈ–બહેનોને જગ્યા ન મળવાનાં કારણે નિરાશ થઈને પાછા ફરવું પડયું હતું.
આ વખતની વ્યાખ્યાનમાળાના કુલ ૧૩ વ્યાખ્યાતાઓમાં ૮ વ્યાખ્યાતા મુંબઈ બહારના હતા. તેમાંના સ્વામી રામકૃષ્ણ મીશન ઢસાથે જોડાયેલા સ્વામી રંગનાથાનંદ અને પ્રવ્રાજિકા આત્મપ્રાણા જેમના પ્રબુદ્ધ જીવનના ગતાંમાં પરિચય આપવામાં આવ્યા હતા તે બે વ્યાખ્યાતાઓ અમારા નિયંત્રણને માન આપીને ખાસ ક્લકત્તાથી આવ્યા હતા. સ્વામી પ્રવણતીર્થ માઉન્ટ આબુ ખાતે રહે છે. શ્રી વસન્તરાવ નારગાળકર કૈનાત-દહાણુથી, આચાર્ય યશવન્ત શુકલ તથા શ્રી ઉમાશંકર જોષી અમદાવાદથી, શ્રી મનુભાઈ પંચાળી સણોસરાથી તથા આચાર્ય રજનીશજી જબલપુરથી આવ્યા હતા. આજ સુધીની વ્યાખ્યાનમાળાએમાં, વ્યાખ્યાતાઓ અને વ્યાખ્યાન વિષયો ઉભય દષ્ટિએ, આ વખતની વ્યાખ્યાનમાળા ગુણવત્તામાં સારા પ્રમાણમાં ચડિયાતી નીવડી હતી અને આ રીતે આ વ્યાખ્યાનમાળાએ ધાર્યા કરતાં વધારે સફળતા પ્રાપ્ત કરી હતી..
આ વખતે પંડિત દેવેન્દ્રવિજયના સંગીતમય ભજનાના પહેલીવાર લાભ મળ્યો હતો. તા. ૨૭ મી ઓગસ્ટ રવિવારની સભાનાં બે વ્યાખ્યાન પૂરો થયા બાદ તેમણે નિયત કાર્યક્રમ મુજબ ભજના સંભળાવ્યા હતા, પણ છેલ્લા દિવસે આચાર્ય રજનીશજીનું વ્યાખ્યાન એકા એક રદ થવાના કોણે તે દિવસની સભાના એક ક્લાકનો ગાળા શી રીતે પૂરવે એ અમારા માટે મુંઝવણના વિષય બનેલા. એકાએક કોઈ નવા વ્યાખ્યાતાને બોલાવવા અને તેમની પાસે વ્યાખ્યાન અપાવવું અને તે આવા સૌથી વધારે મહત્વના દિવસની સભામાં - એ સહજ શક્ય નહોતું. આ મુંઝવણ પંડિત દેવેન્દ્રવિજ્ઞે અમારી વિનતિના સહજ સ્વીકાર સાથે પોતાના સાજ સાથે ઉપસ્થિત થઈને અને એકાદ ક્લાકથી વધારે સમયના સંગીતમય ભજનનો કાર્યક્રમ રજુ કરીને દૂર કરી હતી. તેમણે પેાતાની ભજનકળા દ્વારા સભાગૃહમાં ખીચાખીચ ભરેલી શોતામંડળીને સ્થગિત કરી દીધી હતી, ખરેખર મુગ્ધ બનાવી હતી.
આમ શ્રી ઝાલાસાહેબે આઠે દિવસની સભાઓના પ્રમુખ તરીકે પાર વિનાના સમયનો ભાગ આપીને, ભિન્ન ભિન્ન વ્યાખ્યાતાઓએ પોતપોતાના વિષયનું અભ્યાસ અ.ને ચિન્તનથી ભરેલું વિવરણ રજુ કરીને તેમ પં. દેવન્દ્રવિજ્યે મધુરાં ભજનની રસલહાણ પીરસીને આ વ્યાખ્યાનમાળાને સફળ બનાવવામાં જે મહત્ત્વનો ફાળો આપ્યો છે તે માટે તે સર્વને અમારા સંઘ તરફથી અદ્ભુ અન્ત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે.
આ વ્યાખ્યાનમાળાના અવસરને ધ્યાનમાં લઈને અમે સંઘની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓને ટેકવવા માટે ગ઼. ૧૫૦૦૦ની માગણી કરી હતી તેના જવાબ રૂપે આજ સુધીમાં રૂ. ૧૨૦૦૦. નોંધાયા છે. લક્ષ્યાંકના બાકીના ભાગ ભરાઈ જશે એવી આશા છે. આ દાતાઓનો પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ.
‘પ્રબુદ્ધ જીવન’ના આગામી અંકમાં આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની શ્રી ગૌરીપ્રસાદ ઝાલાએ લખી મેાલેલી વિસ્તૃત સમાલોચના પ્રગટ કરવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
૧૭૩
સંઘ તરફથી ચાજાયલુ સ્નેહસ મેલન
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના આઠે દિવસની સભાઓનું પ્રમુખસ્થાન સ્વીકારવા બદલ પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા પ્રત્યે સંઘની કૃતજ્ઞતા વ્યકત કરવા માટે તેમ જ આ વખતની વ્યાખ્યાનમાળાના મુંબઈમાં સુલભ એવા પાખ્યાતાઓનું તથા સંગીતજ્ઞોનું બહુમાન કરવા માટે તા. ૨૯-૮-૬૫ રવિવારનાં રોજ સાંજના ૪ વાગ્યે રીજ રોડ ઉપરના માનવમંદિર રોડ ઉપર આવેલા
‘માનવમંદિર’સંસ્થાના સભાગૃહમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પરિમિત આકારનું એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગ ઉપર મુંબઈમાં વસતા - આગળનાં વર્ષોની પર્યુષણ વ્યાખ્યાનમાળાના - વ્યાખ્યાતાઓને તેમ જ સંઘના ફાળામાં સંગીત રકમ ભરીને મદદ કરનાર દાતાઓને નિમંત્રણ આપવામાં આવ્યાં હતાં. આ સ્નેહસંમેલનમાં લગભગ સવાસો ભાઈ બહેનો ઉપસ્થિત થયાં હતાં. પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ અને પર્યુષણ વ્યાંખ્યાનમાળાના આયોજક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ ઉપસ્થિત ભાઈ-બહેનને ઉચિત શબ્દોમાં આવકાર આપ્યા હતા. ત્યાર બાદ માનવમંદિર સંસ્થા તરફથી અડઘાએક કલાકના સંગીતના કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. પછી નવાદિત કવિ શ્રી ગજાનન ભટ્ટ ‘અહિંસા’ ઉપર પેાતાનું રચેલું એક કાવ્ય સંભળાવ્યું હતું. પછી પં. દેવેન્દ્ર વિજ્યના નાનાભાઈ શ્રી કનુભાઈ દવેએ એક યુવાન-યુવતી લગ્નગ્રંથીથી જોડાયાં ત્યારથી માંડીને તેમને ત્યાં પુત્રના જન્મ થયા ત્યાં સુધીની જીવન અવસ્થાને રજુ કરતું શબ્દની ચમત્કૃતિથી ભરેલું સ્વરચિત કાવ્ય સંભળાવ્યું હતું. ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આ સ્નેહસંમેલનના હેતુ, પર્યુષણ વ્યાખ્યાનમાળાની ઉત્તરોત્તર વિક્સતી જતી પ્રવૃત્તિ, સંઘની ઈતર પ્રવૃત્તિઓ વગેરે બાબત અંગે સંક્ષેપમાં વિવરણ કરીને “આ એક સંઘના વિસ્તૃત બનતા જતા કુટુંબના મેળાછે.” એમ જણાવીને શ્રી ઝાલાસાહેબનું પુષ્પહારથી સન્માન કર્યું હતું. ઝાલાસાહેબે આભાર માનતાં જણાવ્યું કે, આમ ચાર ચાર વર્ષથી પર્યુષણ વ્યાખ્યાન માળાના પ્રમુખ તરીકે ભાગ લેતાં લેતાં હવે તો હું તમારા બની ગયો છું અને તેથી હવે મને જાણે કે તમારાથી અલગ ગણીને, મારૂ તમે સન્માન કરી એ બÀબર નથી, જરૂરી નથી એમ જણાવીને પ્રસંગોચિત વિવરણ કર્યું હતું. પછી આ માનવમંદિર સંસ્થાના પ્રમુખ સંચાલક ખં. દેવેન્દ્રવિજ્યના પિતાશ્રી કીર્તનાચાર્ય વિજયશંકર મહારાજ--જેમની આજે ૯૦ વર્ષની ઉમ્મર છે અને જેમણે આખી જિંદગી એક ભજનિક તરીકે વ્યતીત કરી છે તેવા વયોવૃદ્ધ બુઝર્ગ વડિલનું પુષ્પહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું. પછી માનવમંદિર સંસ્થા સાથે નિકટ સંબંધ ધરાવતા શ્રી જમનાદાસ નારણજી અઢીંગાએ માનવમંદિર સંસ્થાના પરિચય આપતાં જે મુખ્ય વિગતા રજુ કરી તે નીચે મુજબ હતી:
“આ સંસ્થાના મુખ્ય નિર્માતા પં. દેવેન્દ્રવિજ્ય છે. . તેમને ભજનકીર્તનન વંશપર પરાથી વારસે મળ્યા છે. ! તેમણે દેશપરદેશમાં ભજનકીર્તન નિમિત્તે ખૂબ પ્રવાસ કર્યો છે અને આજે પણ તેમના પ્રવાસે ચાલુ જ હોય છે. પેાતાની ભજન પ્રવૃતિદ્રારા અનેક લોકોને માંસ મદિરાના વ્યસનથી તેમણે મુકત કર્યા છે. વળી આ ભજન કીર્તનની પ્રવૃત્તિના પુરસ્કાર રૂપે તેમને જે કાંઈ મળ્યું છે તે આ માનવમંદિરને તેમણે સમર્પિત કર્યું. છે. આ મહાન કાર્યમાં તેમના નાનાભાઈ શ્રી કનુભાઈ દવેના તેમને ખૂબ સાથ અને સહકાર રહ્યો છે. આ માનવમંદિરની સ્થાપના ઈ. સ. ૧૯૫૬ ની સાલમાં કરવામાં આવી છે, જેની છત્રછાયા નીચે આજે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં સૌથી વધારે ધ્યાન ખેંચે એવી પ્રવૃત્તિ ૧૯૬૩ની સાલમાં શરૂ કરવામાં આવેલ સૌ,