________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૫
રાચતી સંસ્થાઓ ખડી કરી દે છે. “હમ ભી નહિ”ની મૂળવૃત્તિનું આ મેટા પાયા પરનું રૂપાંતર છે. સમગ્ર રાજ્ય કે દેશની જરૂરિયાતને બદલે પેાતાના મતદાર મહેૉલ્લાની માવજત કરવાનું આ બીજું સ્વરૂપ છે. પરિણામે ગામડાં ગામડાં રહે છે, બિચારા-ભાપડા રહે છે, મુંબઈ ન્યુ યોર્ક અને લંડન બનવાના સ્વપ્નાં સેવે છે.
શિક્ષણ ક્લા છે. શિક્ષકમાં આવડત ઉપરાંત વૃત્તિ - રસોઈએ. આ વૃત્તિ ક્યારેક જન્મજાત હોય છે, પણ શિક્ષક જન્મથી જ શિક્ષક હાય છે એમ કહેવું એ આજના શિક્ષણપ્રસારના જમાનામાં વધુપડતું છે. શિક્ષકોને પણ ઘડવા પડશે. જન્મથી દેશદાઝવાળા જ સૈનિક થઈ શકે એમ માનવું યુદ્ધના ભય સેવતા દેશને જેમ પાલવે નહિ એવું શિક્ષણના સૈનિકોનું લેખાવું જોઈએ. શિક્ષકોમાં શિક્ષણ - જ્ઞાન પ્રત્યેના અનુરાગ કેળવવા પડશે. કેળવણીથી કેળવવા પડશે. આ માટે વધુને વધુ સંખ્યામાં આ ક્ષેત્રે સાચા લોકો આકર્ષાય એવા સંજોગો ખડા કરવા પડશે. એમને તાલીમ આપવી પડશે. શિક્ષક સારા એવા સમય વર્ગમાં એક્લા હોય છે. એની પસંદગીમાં
ક્યાશ રહી હશે તો બાળકોને થતું નુક્સાન કાયમી સ્વરૂપનું નીવડશે. પગે ચાલવા કરતાં આપણે જેમ ખોટવાઈ જતી મેાટરની પસંદગી ન કરીએ તેમ સારા શિક્ષકોના અભાવે “જે આવશે તે ચાલશે એવી વૃત્તિથી આપણે ગમે તેવા શિક્ષકોથી શાળાઓ ચલાવીશું તે નુકસાન સમાજને જ છે.
આજનાં આ વ્યાખ્યાનો યોજાયા છે મુંબઈ જૈન યુવક સંઘના આશ્ચયૅ. જૈન ધર્મ અનેકાન્તવાદમાં માને છે. સત્યનું પ્રત્યેક દર્શન સત્યના કેવળ એક પાસાનું દર્શન હાઈ શકે, પરન્તુ સત્ય સત્યના આંશિક સિદ્ધાંતાથી વધુ વિશાળ અને સનાતન છે. સત્યની શરૂઆત ‘સ્વ ’ થી થાય છે, પણ પરિપૂર્ણ થાય છે તે સર્વનું બને છે ત્યારે. આ માન્યતાને અપનાવીને જૈન ધર્મ બીજાના મતને કેવળ સહી ન લઈને એને સમજવાના પણ પ્રયત્ન કરે છે. લહ પેદા થાય છે પોતાના જ મત તે ખરો અને અન્યના મતને ખોટો ઠેરવનારાઓ દ્વારા. ઇતિહાસના સર્વ ધર્મયુદ્ધોમાં દરેક પક્ષ સત્ય અને ઈશ્વર પેાતાની પડખે છે તેમ માનતા. મૂળભૂત મૂલ્યોથી આપણે વિમૂળ થઈએ છીએ ત્યારે પ્રજા નાદાર થાય છે. જાગૃતિ અને જતન વિના મૂલ્યો સચવાતાં નથી. દેશ આખાને નીતિનાં સાચાં મૂલ્યો આપનાર અને તે પ્રમાણે જીવન જીવીને ખપી જનારને ગયે આજે ૧૬-૧૬ વર્ષ થઈ ગયાં. એક મોટી શિલા ઉખડી જાય ત્યારે નીચે દટાઈ રહેલાં અળશિયાંએ અને નાનાં નાનાં જીવજંતુઓ અને સાપેાલિયાઓ આમતેમ દોડવા લાગે તેમ આજે આપણને સમાજમાં વરતાય છે. દેશને ભૌતિક અને આર્થિક રીતે આબાદ કરવામાં જવાહરે જાત ઓગાળી નાંખી, પણ ગાંધીજીની નીતિમાની ખોટ કોઈએ ન પૂરી. હજીએ
આપણે જાણીશું નહિ - નવી પેઢીના માનવીને આચાર શીખવીશું નહિ તે અનેક નંદાજી આવશે ને જશે, પણ આપણે ઉંચે આવી નહિ શકીએ. નવી પેઢીના ઉછેર તરફ લક્ષ આપવાનું કાર્ય આજે જ કરવાનું છે. આચારથી વિમુખ થયેલા આચાર્યો દ્વારા તે નહિ થઈશકે. કોક સદાચારી શિક્ષકના લાખ પ્રયત્નો છતાં પણ નહિ થઈ શકે. આ માટે સમાજના એકે એક સ્તરે સાચાં મૂલ્યો અપનાવવાં પડશે. વિનોબા ભાવેએ કહ્યું છે, “ વિચારનો પ્રત્યક્ષ જીવન સાથેના સંબંધ
તૂટી જાય તો વિચાર, નિષ્પ્રાણ બને છે અને જીવન વિચારશૂન્ય થાય
વિચારનો મેળ ખાતા નથી. આનો ઈલાજ એ કે એક તરફથી શાળા ધરમાં દાખલ થવી જોઈએ અને બીજી તરફથી ઘર શાળામાં દાખલ થવું જોઈએ. સમાજશાસ્ત્ર શાલીન કુટુંબો તૈયાર કરવા જોઈએ અને શિક્ષણશાસ્ત્ર કૌટુંબિક શાળાઓ સ્થાપવી જોઈએ. અપૂર્ણ
ઉષા મલજી
(બહેન ઉષા મલજી મુંબઈનાં એક જાણીતા સ્રીાર્યકર છે. તેમના વ્યવસાય અધ્યાપનનો છે. તે ઉપરાંત ગુજરાતી નાટકોનું તેમ જ મનોરંજક કાર્યક્રમોનું આયોજન એ એમના એક શેખના વિષય છે. ગત વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા બાદ તેમણે ઉપર જણાવેલ વિષયની નોંધ મારી ઉપર ઘણા સમય પહેલાં મેકલેલી, પણ મારા દુર્લક્ષના કારણે તે નોંધ આજ સુધી એમને એમ પડી રહેલી. આ માટે સૌ. ઉષાબહેનની ક્ષમા માગીને તે નોંધને પહેલા હતા નીચે રજુ કરૂ છું. બીજો હફતા આવતા અંક્માં પ્રગટ કરવામાં આવશે. તંત્રી)
પ્રકી નોંધ
૧૦૧
વિગ્સ લેાકસેવક સ્વ. લાલાકાકા
તા. ૩૦-૮-૬૫ સામવારના રોજ અમદાવાદ ખાતે શ્રી ભોગીલાલ ધીરજરામ લાલાનું ૮૮ વર્ષની ઉમ્મરે થોડા સમયની માંદગી ભાગવ્યા બાદ તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. આ રીતે વર્ષાજુના એક પીઢ સામાનિષ્ટ કાગ્રેસી કાર્યકરની ઉજજવળ જીવનકારકીર્દી ના અન્ત આવ્યો છે. તેઓ પરિચિત વર્તુલામાં ‘લાલાકાકા’ના નામથી ઓળખાતા હતા.
તેમના જન્મ તા. ૭-૧૨-૧૮૭૭માં અમદાવાદ ખાતે થયો હતો. તેમના પિતા સરકારી મેજીસ્ટ્રેટ હતા. તેમનું ઉચ્ચ શિક્ષણ વડોદરામાં પૂરું થયું હતું. ૧૯૦૧માં તેમણે વકીલાત શરૂ કરી હતી. ૧૯૨૧માં વકીલાત છોડવાનો નિર્ણય કરીને તેઓ ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા હતા. ત્યારથી કોંગ્રેસ સાથેના તેમના ઉત્તરોપાર વધતા જતા સંબંધની શરૂઆત થઈ હતી. ૧૯૩૩-૩૪ની સાલ દરમિયાન બારડોલીના ખેડૂતોના પ્રશ્નના કારણે તેઓ સરદાર પટેલના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. ૧૯૩૫થી અમદાવાદ સુધરાઈમાં તેઓ બે વખત ચૂંટાઈ આવ્યા હતા અને સુધરાઈના ઉપપ્રમુખપદે રહ્યા હતા. ૧૯૪૨માં ‘ભારત છાડા’ના આંદોલન દરમિયાન તેઓ પકડાયા હતા અને બે વર્ષના તેમણે જેલવાસ ભોગવ્યો હતો. આમ કોંગ્રેસી રાજકારણમાં તેઓ વધારે ને વધારે સંકળાતા રહ્યા હતા. આમ છતાં પણ સામાજિક ક્ષેત્રે પણ તેઓ એક સક્રિય કાર્યકર રહ્યા હતા.
૧૯૪૫ની સાલમાં તેઓ મુંબઈની ધારાસભામાં ચૂંટાયા. ત્યાર પછી ૧૯૫૬ની સાલમાં મુંબઈની વિધાન પરિષદના પ્રમુખ તરીકે તેઓ નિમાયા અને ૧૯૬૦માં ગુજરાત રાજ્ય જુદું થતાં તે જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા. વિધાન પરિષદની એમની કારકીર્દી દરમિયાન મુંબઈ ગણોતધારો પસાર કરાવવામાં તેમણે બહુ મહત્ત્વાનો ભાગ ભજવ્યો હતો.
તેઓ જીંદગીના અન્ય સુધી અનેકના માર્ગદર્શક રહ્યા હતા. રાજ્યપ્રધાનાથી માંડીને ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા અનેક સામાજિક કાર્યો તેમની સલાહ લેવા દોડી આવતા. તેમને સોંપાયેલી અનેક જટિલ લવાદીઓમાં તેમણે બંને પક્ષોને સંતોષ થાય એવા ઉકેલા શોધી આપ્યા હતા. એક જંગી જાહેર સભામાં સરદાર પટેલે તેમને ‘લાલાકાકા’ના વ્હાલસાયા નામથી નવાજેલા ત્યારથી તેઓ ગુજરાતમાં એ નામે જ જાણીતા રહ્યા હતા.
તેમના વિષે તા. ૩૧-૮-૬૫ ના જન્મભૂમિના અગ્રલેખમાં યોચિત જણાવવામાં આવ્યું છે કે, “ ૮૮ વર્ષની પરિપકવ વયે શ્રી ભોગીલાલ-લાલાકાકાનું અવસાન થયું તેનો શેક કરવાનું કોઈ કારણ ન હાય. એ ઘટનાથી એક ઉત્તમ કોટિના લોકસેવકની જે ખાટ પડે છે તે યે સમાજે પૂરવી રહી. પરંતુ ગાંધીજીએ જે સંસારી સંન્યાસીઓની જમાત પેાતાની આસપાસ એકઠી કરી હતી તેના રહેલા અવશેષોમાંથી એક્ની વિદાય જાહેર જીવનમાં નૈતિક આધ્યાત્મિક—મૂલ્યોનો આગ્રહ સેવનાર સહુ કોઈને જરૂર સાલશે એમાં કોઈ
શક નથી.
“ભગવાં વસ્ત્રો ધારણ કરીને લાકસેવામાં નિરત રહેવું પ્રમાણમાં આસાન હોય છે. એ વાત પર ટકી રહેવામાં લોકો પણ સહાયભૂત થતા હાય છે. પરંતુ સંસારી વેશે અને વૃત્તિએ રહેવું, રાગદ્વે પમય જીવનના એક એક ક્ષેત્રમાં ઓતપ્રોત થવું, અને છતાં અંગત સપાટીએ સંન્યાસીની માફક ' જીવવું, તેન ત્યકતૅન ભુંજીથા : ”
એ ઉપનિષદવાકયને અંગત અને જાહેર જીવનમાં રાજ - બ - રાજ અને ક્ષણે ક્ષણે ચરિતાર્થ કરવું એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરૂ કામ છે. સ્વ. લાલાકાકાના ચરિત્ર અને ચારિત્ર્ય વિશે જે માહિતી મળે છે તે એમ બતાવી આપે છેકે, ૮૮ વર્ષના અતિ.લાંબા અને મૂલ્યપરિવર્તનવાળા કાળમાં તેઓ એ તલવારની ધાર ઉપર સફળ રીતે ચાલી રહ્યા હતા.
“પેાતાના અને પરનાં નાણાંના બહોળા વહીવટ કરવામાં ઉદારતા અને કરકસરનું મિશ્રણ સપ્રમાણ અને સ્વચ્છ રહેવું, રાજકીય જીવનમાં સ્થાનના તો મેહ નહિ, પણ પાતાંના નેતા—સરદારશ્રીની આજ્ઞા થાય એટલે જેલમાં પણ જવાનો મોહ ન હોવા, જે ગુજરાતના જાહેર –રાજકીય—જીવનમાં અર્ધી સદી ઉપરાંતના સમયમાં યશસ્વી સેવા આપી, તે જ ગુજરાતનું અલગ રાજય થતાં જાહેર જીવનમાંથી