SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. 70.-B-4268 વાર્ષિક લવાજમ ।"૪ प्रजुद्ध भवन શ્રી સુબઇ જૈન યુવક સઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા પ્રબુદ્ધ જૈન'તુ નસંસ્કરણુ વર્ષ ૨૭ : અક ૧૦ મુંબઇ, સપ્ટેમ્બર ૧૯, ૧૯૯૫, ગુરૂવાર આફ્રિકા માટે શિલિગ ૮ તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા બાપુ (‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી મીનુ દેસાઈએ રચેલું આ કાવ્ય સૌથી પહેલાં ૧૯૪૮ના મે માસમાં એક સચિત્ર પુસ્તિકા રૂપે પ્રગટ થયું હતું. ત્યાર બાદ એ કાવ્યની ઉત્તરોત્તર ચાર આવૃત્તિઓ આજ સુધીમાં પ્રગટ થઈ ચૂકી છે. આ હકીકત તે કાવ્યની અત્યન્ત લોકપ્રિયતા સૂચવે છે. બાપુજીના જન્મજ્યન્તીના અવસર ઉપર થી મીનુભાઈની અનુમતિપૂર્વક એ કાવ્ય અહિં નીચે પ્રગટ કરતાં હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું. આ કાવ્યમાં પ્રસાદ છે, પ્રતિભા છે, કાવ્ય રચનાર કવિના દિલના ઉલ્લાસ અને ભકિતભાવ અનુભવાય છે. મંત્રી) (૧) ક્રોધ કામ ને માહ મત્સરમાં અંધ હતી આવની આખી : તે જ મહીં ઈંધણ હોમીને સભર ધૂણી ધીકતી રાખી. (2) સંત મહંત થકી પણ અદકો વિશ્વ તણા ઉદ્ધાર ગયો : ધરતી પર એક વધુ ફિરસ્તો બુદ્ધ ઈશુ અવતાર થયો. (૩) દેશ દેશ ને ખંડ ખંડથી ભામભામ આંસુ સારે : મિટ્ટી મિટ્ટીથી ‘બાપુ, બાપુ”ના સૂર ચડે તારે તારે. (૪) પયગંબરની મરુભૂમિ પર આજ મહાસૂનકાર થયો : ધરતી પર એક વધુ ક્રિસ્ત બુદ્ધ ઈશુ અવતાર થયો. (u) બાજ પાપના - વધતે વધતે નાશ નાશ રણકાર થયો : શાંતિ, શાંતિના મંત્ર ભરેલા ભવ્ય કંઈ ચમકારો. ૨ (૬) પ્રેમલ જ્યાતનું તેજ ભરીને નવ તપના સંચાર થયો : ધરતી પર એક વધુ ફિસ્તો ન બુદ્ધ ઈશુ અવતાર થયો. (-) . ઝેર વેર ને સાથ સ્વાર્થની કેક હાળી પેઢાઈ હતી : ઠામ ઠામ જયાં ડગ ભરીએ ત્યાં માનવતા ચડાઈ હતી. (<) ત્રિપુરારિના તાંડવ કાળે પ્રેમ, પ્રેમ ભણકાર થયો : ધરતી પર એક વધુ ક્રિસ્તો બુદ્ધ ઈશુ અવતાર થયા. int 63 (૯) હિંસામાં ઝબકોળાયલ જગ માનવતાનું પાપ ખપ્પર ખૂનરેજીનું છલક્યું ના કંઈ જાણે માપ હતું. (૧૦) ચોગરદમ જ્યાં નજર ધરા બસ કાળી રાત અંધાર થયો : ધરતી પર એક વધુ ફિરસ્ત “ બુદ્ધ ઈશુ અવતાર થ્યો, (૧૧) યુગ યુગના સતના સૂર્યોદય તણું, તું જ પ્રતીક થયો : નિશા તણા અંધાર ભયાનક પ્રભાતમાં પલટાઈ ગયા. (૧૨) આત્મ શુદ્ધિનાં તેજે તપતો જય જય જય જયકાર થયો : ધરતી પર એક વધુ ફિરસ્તો બુદ્ધ ઈશુ અવતાર થયો. (૧૩) તીર અને તલવારો સામે બાબ સત્ય ટૅકને ઢાલ કરી : અને બંદૂકો જામે ત્યાં પણ તપની માળ ધરી. (૧૪) મુઠ્ઠીમાં ચાંપી દઈને મૃત્યુંજય પદ પામી ગયો : ધરતી પર એક વધુ ફિરસ્ત મોત બુદ્ધ ઈશુ અવતાર થયા. (૧૫) અંધારે અટવાયેલ અવની પ્રકાશ તો રોળાઈ ગયો : અદ્ભુત અહિંસાના રસ પ્યાલા .... તો યે ધરતીએ ઢોળાઈ ગયો. (૧૬) પ્રેમલ ઘાટ પરથી જયાતિમય ચમકાર થયો : ધરતી પર એક વધુ ક્રિસ્ત બુદ્ધ ઈશુ અવતાર થયો. (૧૭) મંગલ મંદિર ખાલો દયામય !' એકલ ર. ઊરથી ઝંકાર થયો એના નામ ગુર્જને ખુણે ખુણે ભણકાર થયા, (૧૮) સૂર સત્યના સુણી સંતનો સ્વયં દેવ બિદાર થયો : ધરતી પર એક વધુ ફિરસ્તો બુદ્ધ ઈશુ અવતાર થયો. (૧૯) નિદ્રાડ જનતામાં તે તો ચેતનના સંચાર ધર્યો : બળવંતી અહિંસાની ફ કે મૃત્યુને પડકાર કર્યાં. (૨૦) માત બિચારું હારી ગયું ને તારો ય જયકાર થયો ધરતી પર એક વધુ ક્રિસ્તો બુદ્ધ ઈશુ અવતાર થયો. (૨૧) પાપ સંમુખે પુણ્ય ધરીને પ્રભુ માનવના સમાર્ગ ગ્રહ્યો પ્રાર્થનામાં આતમની ભેટ ધરીનું ભવ્ય થયું. (૨૨) શહીદી સાથે સંતના જગમાં જય જયકાર થયો ધરતી પર એક વધુ ફિરસ્તો અમર બુદ્ધ ઈશુ અવતાર થયો. (૨૩) વિપુલ સ્નેહના જગ પયગંબર ! આજ સુની તૈયા ધરતી તું ધન્વંતરિ થયો જ સાચે માનવતા ઊગરી મરતી. (૨૪) વિશ્વપ્રેમનું ગીત વહાવી વિરાટને અજવાળી ગયો : ધરતી પર એક વધુ રિસ્તો બુદ્ધ ઈશુ અવતાર થયો. . મીનુ દેસાઇ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy