SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૫ મતાવલંબીઓ વચ્ચે ‘dilogues - ચર્ચા વાર્તાલાપ - ગોઠવી રહ્યા છે. પૂનામાં વસંત વ્યાખ્યાનમાળા અને તમારી પર્યુષણ વ્યાખ્યાનમાળા જેવી વર્ષોથી એકસરખી ચાલી આવતી અને ઉદાત્ત ધોરણને વળગી રહેલી વ્યાખ્યાનમાળાને ભારતભરમાં જોટો મળે તેમ નથી. તે પાછળ પણ આ સમન્વયની દ્રષ્ટિ જ પ્રધાનપણે રહેલી છે. આ કામ સ્વતંત્ર રીતે વિચારનારા અને સંપ્રદાય—અભિનિવેશથી મુકત એવા માનવીઓનું છે. ધર્માચાર્યો અને ધર્મપુરોહિતો આ કાર્યમાં અમુક હદ સુધી જ ઉપયોગી થઈ શકે તેમ છે. તેમના વિશે વધારે આશા રાખવી નકામી છે.” આમ તેમનું વિવેચન પૂરું થતાં તેમને આજે આપણા દેશને વ્યગ્ર કરી રહેલા ભાષાના પ્રશ્ન અંગે કાંઈક કહેવા વિનંતી કરવામાં આવી. તેમણે આ વિનંતીને જવાબ આપતાં જણાવ્યું કે, “તેને લગતી “ફોર્મ્યુલા'ની આજે પાર્લામેન્ટરી બોર્ડમાં અને અન્યત્ર ચર્ચા ચાલી રહી છે, પણ મને તેમાં હવે કોઈ રસ રહ્યો નથી. ગમે તેવી ‘ફેલા –રાઈથી નપૂર્વકનો ઠરાવ–નક્કી કરવામાં આવે અને તેમાં અંગ્રેજીના ઉપયોગ સામે અમુક મર્યાદા અને હિંદીના સ્વીકાર અંગે અમુક નિયમ સૂચવવામાં આવે, પણ મને હવે પ્રતીતિ થઈ ચુકી છે કે આ રાજ્યતંત્ર છે ત્યાં સુધી અંગ્રેજી કોઈ કાળે જવાનું નથી, કારણ કે આજના કારભારીઓ અંતરથી માની બેઠા છે કે આપણે અંગ્રેજી વિના ચાલે તેમ નથી – પછી તે દક્ષિણના હોય કે ઉત્તરના હોય. એટલે મેં હમણા છાપવા મોકલેલા એક લેખમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે, “Resist not English, but rebuild Hindi.” – “અંગ્રેજીને સામને કરવાનું છોડી ઘો; હિંદીનું સ્થાન પાકું કરો.” કે આજે આપણે ત્યાં ૩૦૦ જાતિઓ છે. તેમાંથી રાજ્યકારભારની ખરી સત્તા માત્ર ૧૨ જાતિના ઉપલા થરના હાથમાં છે. આ કેવળ અનૈસર્ગિક અને ખતરનાક પરિસ્થિતિ છે. આમાંથી બચવું હોય તો પંચાયત રાજ્ય સર્વોદયવાળાએ–ગાંધીવાળાએ હાથમાં લેવું જોઈએ અને એ રીતે સત્તાનું વ્યાપક વિતરણ કરવું જોઈએ. ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનભાઈએ બે પ્રશ્નો પૂક્યા : (૧) ભારતે અણુબૉમ્બ બનાવવો કે નહિ? (૨) પાકિસ્તાન સાથેના આપણા સંબંધો બગડતા જ રહ્યા છે. આપણે નમતું મૂકીને પણ પાકિસ્તાન સાથે પતાવી લેવું જોઈએ એમ કેટલાક વિચારે છે. આ વિષે આપ શું ધારે છે? પહેલા પ્રશ્નને તેમણે નીચે મુજબ ઉત્તર આપ્યો: અહિંસા અને અણુબૉમ્બ ' યુદ્ધ કંઈ રમત વાત નથી. રાષ્ટ્ર માટે જયારે જીવન - મરણને સવાલ ઉત્પન્ન થાય ત્યારે જ સજજન લોકો પોતાના રાષ્ટ્રને યુદ્ધમાં ઉતારે છે. જ્યારે લોકોને લોકસંખ્યા વધવાથી અને મહત્ત્વાકાંક્ષા વધવાથી વધારે જમીન, નવા નવા બજારો અને જોહુકમી માટે નવી આશ્રિત પ્રજાઓ જરૂરની જણાય છે ત્યારે પણ યુદ્ધની તૈયારી થાય છે અને લોકો યુદ્ધો શરૂ કરે છે અથવા યુદ્ધમાં ખેંચાઈ જાય છે. આજકાલ સામ્યવાદ જેવા રાજનૈતિક અને આર્થિક સિદ્ધાંતના પ્રચાર અર્થે પણ રાષ્ટ્રો યુદ્ધમાં ઊતરે છે. એમાં પણ અંતે સામર્થ્યની હુંસાતુસી હોય છે. એમ ન હોત તો સામ્યવાદી ચીન સામ્યવાદી રશિયા સામે આટલો મોરચે ન માંડત. ટૂંકામાં આબરૂભેર જીવવા માટે અથવા પિતાનું સામર્થ્ય વધારવા માટે યુદ્ધ છેડાય છે. " , - ભારત સ્વતંત્ર થયા પછી ભારતની સ્વતંત્રતા, અખંડતા અને એની આબરૂ અથવા પ્રતિષ્ઠા જાળવવાની જવાબદારી ભારત સરકારને માથે આવી છે. અંગ્રેજોની ધૂંસરી ફેંકી દઈ આપણે સ્વતંત્ર થયા તે ગાંધીજીની પ્રેરણા અને નેતૃત્વ તળે સ્વતંત્ર થયા એ વાત સાચી છે. ગાંધીજીની માન્યતા હતી કે જો આખી પ્રજા સત્યાગ્રહમાં માને અને એને માટે તૈયાર જરૂરી કેળવણી લે તો ફેજ રાખ્યા વગર ભારત પિતાનું રાજ્ય ચલાવી શકે અને બહારથી આક્રમણ થાય તો રાષ્ટ્રની સ્વતંત્રતા ટકાવી શકે. સવાલ ફકત ‘જો’ અને ‘’ને છે. જો પ્રજા સત્યાગ્રહને જીવન સિદ્ધાંત તરીકે સ્વીકારે અને જો એ પ્રમાણેનું પોતાનું જીવન ઘડવાને તૈયાર હોય તે ફેજ વગર ચલાવી શકાય. આ જાતની તૈયારી ભારતે સ્વરાજય મળતાં પહેલાં પણ ન કરી, સ્વરાજ્ય મળ્યા પછી પણ ન કરી. ઉલટું સ્વરાજ્ય મેળવતાં દેશના ભાગલા કબૂલ રાખી પાકિસ્તાનને અલગ રાજ્ય થવા દીધું અને પાકિસ્તાન જેટલું માગે તેટલું એને ન દઈ એને વૈમનસ્ય બાંધવાની તક આપી. આપણે દુનિયાના બધા દેશે સાથે પક્ષપાત રહિત દોસ્તી રાખવાની નીતિ જાહેર કરી. પરતંત્ર દેશને સ્વતંત્ર થવા માટે નૈતિક પ્રેત્સાહન આપીશું એમ પણ જાહેર કર્યું. આખી દુનિયામાં રશિયા અને અમેરિકા જેવા જે મોટા પક્ષ પડયા છે એમાં કોઈ પણ પક્ષમાં સામેલ ન થવાની તટસ્થ નીતિ પણ આપણે સ્વીકારી. આ બધું ઠીક જ છે. ખાસ કરીને કોઈ પણ લશ્કરી પક્ષ સાથે ભળી જવાની આપણી ના એ આપણી ઉત્તમમાં ઉત્તમ નીતિ છે. આપણે માન્યું કે આપણે કોઈનું બૂરું ચાહતા નથી તે આપણી સાથે કોઈ દુશ્મની કરે નહિ. પણ દુનિયાને વહેવાર એટલે સહેલે નથી હોતો. જ્યાં સરહદ છે ત્યાં સંઘર્ષને અવકાશ હોય જ છે. ચીને આપણી ગફલતને લાભ લઈ આપણી ભૂમિમાંથી રસ્તાઓ બનાવ્યા અને એ ભૂમિ પોતાની જ છે એવો દાવો રજૂ કર્યોમોટી તૈયારી કરી, જાણે મહાયુદ્ધ શરૂ કર્યું, અને જોઈતે પ્રદેશ તાબામાં આવતાંવેંત યુદ્ધ બંધ કર્યું. આપણે એ યુદ્ધ આગળ ચલાવી ન શકયા. ફકત ચીન સાથે વાટાઘાટ કરી ચીનના વિજયને મંજૂરી ન આપી એટલું જ. ચીન ફરી કયારે આક્રમણ કરશે એ કહેવાય નહિ, એટલે આપણે યુદ્ધની તૈયારી પૂરેપૂરી કરવી જ રહી. ચીન પણ જાણે છે કે હિન્દુસ્તાનને જે ભાગ લૂંટી લીધા છે તે પચાવવો હોય તો હિન્દુસ્તાનની સરહદ પર હંમેશાં તૈયારી રાખવી જોઈએ અને ચીન એ તૈયારી વધારતું રહે એ પણ સ્વાભાવિક છે. અને ચીને અમેરિકા અને રશિયાની પેઠે પોતે પણ એટમબોમ્બમાં સજજ થવાની જરૂર માની અને એ પ્રમાણે બે બંમ્બ ફેડી પોતાની તૈયારી જાહેર પણ કરી છે. આવી સ્થિતિમાં ભારત પણ પોતે બૉમ્બ તૈયાર કરે કે ન કરે એ કટોકટીને સવાલ છે. 'સ્વતંત્ર થતાં વેંત ભારતે અણુ બૉમ્બ સામે પોતાનો વિરોધ જાહેર કર્યો. યુદ્ધમાં અણુ બોમ્બ વપરાય જ નહિ એ જાતને જોરથી પ્રચાર કર્યો. અને જવાહરલાલજીએ તે ભારતવતી એવી પણ ઘોષણા કરી કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારત એટમ બોમ્બ બનાવશે નહિ. આપણે અણુશકિતના પ્રયોગ ચલાવીએ છીએ. માનવ કલ્યાણને અર્થે અણુશકિત વપરાય એ આપણે ઈચ્છીએ છીએ. અણુશકિતના વિકાસના આપણા સર્વોપરી વિજ્ઞ શ્રી ભાભાએ એમ પણ જાહેર કર્યું કે જો ધારીએ તો ચીનની પેઠે આપણે પણ ઍટમ બેંમ્બ તૈયાર કરી શકીએ એમ છે. પણ આપણા નિર્ધાર છે કે આપણે એંટમ બૉમ્બ તૈયાર ન જ કરીએ. આપણા આ નિર્ધારને અર્થ શો છે તે આપણે જરા સમજી લેવું જોઈએ. જો ચીન ભારત પર ફરી વાર ચઢાઈ કરે અને આપણી ફરજો દેશનું રક્ષણ કરવા ચીની ફોજ સામે લડતી હોય તેવે વખતે નાહકનું યુદ્ધ લંબાવવાનું ટાળવાને કારણે ચીની સરકાર આપણી સામે અણુબમ્બ વાપરે તે આપણું રક્ષણ શી રીતે થાય? છે જેમની પાસે ઍટમ બૉમ્બ નથી અને જેઓ ઍટમ બૉમ્બ તૈયાર કરવામાં માનતા નથી એમની સામે ઍટમ બૉમ્બ ન જ વ૫
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy