________________
પ્રભુનૢ જીવન
ભૂતપૂર્વ અસ્પૃશ્યો
( હેરલ્ડ ઈસાકસ કૃત ‘ઈન્ડીઆઝ એકસ-અનટચેબલ્સ' નામક પુસ્તકના અવલોકનના ઈકોનોમિક વીકલી' પરથી ટૂંકાવીને ‘મિલાપ’માં પ્રગટ કરવામાં આવેલા લેખ સાભાર ઉદ્ભુત. )
ભારતની સ્વાધીનતાનાં પ્રારંભિક વરસા દરમિયાન તેના ભણેલા ભૂતપૂર્વ અસ્પૃશ્યોની હાલતમાં શા ફેરફાર થયા છે તે જાણવા આ ચાપડીના અભ્યાસી લેખક ૧૯૬૩ની શરૂઆતમાં આ દેશની મુલાકાતે આવેલા. ‘ભૂતપૂર્વ' અસ્પૃશ્ય શબ્દ લેખક વાપરે છે. કારણ, તેઓ કહે છે કે, ભારતે હકીકતમાં ભલે નહિ પણ કાયદાની પોથીમાં તો અસ્પૃશ્યતા નાબૂદ કરેલી છે.
લેખકનો હેતુ સીધા સાદા હતા: ભૂતપૂર્વ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, અમલદારો, ધંધાદારીઓ અને રાજકારણીઓમાંથી પચાસેક એવી વ્યકિતઓની મુલાકાત લેવી કે જે તાજેતરનાં વરસે દરમિયાન મળેલી શિક્ષણની તકોને પરિણામે ભારતીય સમાજમાં આગળ વધી શકી હોય.
આ મુલાકાતોમાંથી લેખકને એ જાણવા મળ્યું કે ચાહે તેટલું શિક્ષણ મેળવવા છતાંયે આ ભૂતપૂર્વ અસ્પૃશ્યો ભૂતકાળમાં હતા તેવા ને તેવા જ અસ્પૃશ્ય રહ્યા છે. પેાતાની આ દશા વિશે ભૂતપૂર્વ અસ્પૃશ્ય શી લાગણી અનુભવે છે?
જે સમાજના તેએ એક અંગ છે અને નથી—તેને વિશે તેમનાં મનમાં શી આશંકાઓ ભરેલી છે? એ સમાજમાં એમના માથે શાં શાં વીતકો વીતે છે?
મને યાદ છે ત્યાં સુધી, ભારતનાં રોજિંદાં છાપામાં, કે ગંભીર અઠવાડિકોમાં સુદ્ધાં, આ સવાલને લગતો એક પણ લેખ મેં વાંચેલા નથી. અમેરિકન હબસીઓની સમસ્યા વિશે, વીએટનામની લડાઈ વિશે, જર્મન પ્રશ્ન અંગે અને એશિયા-આફ્રિકાની વિવિધ શાહીવાદવિરોધી ચળવળો બાબત ભારતીય વર્તમાનપત્ર ઠીક ઠીક માહિતગાર હોય છે. પણ પોતાની જ પ્રજાના સાડાછ કરોડ જેટલા લોકોને જે એક સવાલમાં રસ છે તેને વિશેનું આ અખબારોનું મૌન થિજાવી નાખે તેવું રહ્યું છે.
આ શું અસ્પૃશ્યોને નજર બહાર, ને તેથી મગજ બહાર, રાખવાનું કોઈ યોજનાપૂર્વકનું કાવતરું છે? મને એમ નથી લાગતું, અને મોટા ભાગના ભારતવાસીઓ તો એવા સૂચનમાત્રથી છળી ઊઠશે તો પછી આ મૌન શીદને? એની પાછળ શું એવી માન્યતા રહેલી છે કે જેમ ગરીબો તેમ અસ્પૃશ્યો પણ આ દુનિયામાં કાયમ રહેવાના જ છે ને તેથી તેમની પાછળ નાહક મગજમારી ન કરવી?
ખેર, આ સવાલ પૂછવાનું માન એક અમેરિકને મેળવ્યું છે. અને તેમને જે જવાબ સાંપડયો છે તે આપણી દરેક નિશાળમાં મૂકવા જેવો છે.
નક્કર પગલાં ભરવાને બદલે શબ્દો અને પ્રતીકો યોજવાની લગભગ તમામ ભારતવાસીઓની અજોડ ખાસિયત, અસ્પૃશ્યો તરફના સવર્ણોના વલણને પણ લાગુ પડે છે. હરિજન-મંદિરપ્રવેશના ધારા જુદાં જુદાં રાજ્યોએ પસાર કર્યા ત્યારે અસ્પૃશ્યોના ઉદ્ધારની દિશામાં એ એક ભારે મોટી આગેકૂચ ગણાતી હતી. મુંબઈ પ્રાંતમાં એ ખરડો ખેર-સરકારે પસાર કરાવ્યા ત્યારે શ્રી આંબેડકરે ગર્જના કરેલી હજીયે સાભરે છે: ‘તમારાં મંદિરોની કોને પડી છે? હું તે તમારી પાસેથી માણસાઈભરેલા વર્તાવ માગું છું.' અને એ માણસાઈભર્યો વર્તાવ અસ્પૃશ્યોને હજી સાંપડવા બાકી છે.
મોટી કરુણતા એ છે કે શ્રી આંબેડકરના અવસાન બાદ એવા એક પણ અસ્પૃશ્ય નેતા આગળ નથી આવ્યો કે જેણે અસ્પૃશ્યતાના સવાલને સતત સળગતા રાખવાનું પેાતાનું કર્તવ્ય માનેલું હોય. હા, અસ્પૃશ્ય આગેવાના નીકળ્યા છે ખરા. ઊંચાં આસના તેમને સોંપડયાં છે ખરાં. પણ ભારતના અસ્પૃશ્યોમાં માર્ટિન લ્યૂથર કિંગ કર્યાં છે, કે જે એ હબસી આગેવાનની માફક એક જ ધ્યેયને વરેલા હોય ?
ભારતના નેતાઓ એમ તો નહિ માનતા હાય ને કે અસ્પૃશ્યતા એ કાંઈ ખરેખર બહુ મોટો સવાલ નથી અને તેના ઉકેલ માટે હમણાં રાહ જોઈ શકાય તેમ છે? - કે વધારે અગત્યના સવાલ તો
તા. ૧૯-૬૫
વધુ અનાજ કેમ ઉગાડવું, વધુ ઉઘોગા કેમ ઊભા કરવા અને રોજગારીની વધુ તકો કેમ ખડી કરવી તેછે?
એક બાબતની તો કશી શંકા જ નથી કે અસ્પૃશ્યતાના સવાલને ભારતમાં જાણે કે સર્વસંમતિથી છેવાડે મૂકવામાં આવ્યો છે. અસ્પૃશ્યોને પેાતાને પણ એ પરિસ્થિતિ કોઠે પડી ગઈ છે. વી"કૃત જાતિઆના કમિશ્નરના ૧૯૬૧-૬૨ ના હેવાલમાંથી આંકડા આપતાં લેખક જણાવે છે કે અસ્પૃશ્યતા-નાબૂદી ધારા હેઠળ એ વરસે આખા દેશમાંથી માત્ર ૨,૮૯૮ ફરિયાદો પોલીસ પાસે નોંધાવવામાં આવેલી, જેમાંથી પૂરી ત્રીજા ભાગનીનેાયે અદાલતમાંથી ફેસલો થયો નહોતો અને કેટલીક તો છ-સાત વરસ પછીયે હજી લટકતી ઊભી હતી,
લેખક કહે છે: ‘અસ્પૃશ્યતા નાબૂદ થઈ રહી છે કે નાતજાતનું મહત્ત્વ અગાઉ ભારતમાં હતું તેના કરતાં હવે ઓછું છે, એવું માનનાર એક પણ ભૂતપૂર્વ અસ્પૃશ્ય મને ભેટયો નહિ ... ભૂતપૂર્વ અચ્છુશ્યોના રોજિંદા જીવનને ડગલે ને પગલે આભડછેટનો અનુભવ હજીયે તેમની રાહ જોતા ખડો હોય છે. હું જેટલા ભૂતપૂર્વ અસ્પૃશ્યોને મળ્યા તેમાંના દરેકે દરેકને, પચીસ વરસની અંદરના જુવાનોને કે પચાસ વટાવી ચૂકેલા વૃદ્ધોને, અંગત રીતે અસ્પૃશ્યતાનો અનુભવ થઈ ચૂકેલા હતા - તેનાં પર પરાગત સ્વરૂપોમાં કે પછી નવા જમનાના કેટલાંક આધુનિક સ્વરૂપામાં, ગામડામાં કે શહેરમાં. કેટલાક ફેરફાર થયા છે ખરા, તેમ છતાંયે, ગામડામાં કે શહેરમાં. પોતાનું સ્થાન શું છે તેનું સતત ભાન અનુભવ્યા વિના એવા લોકો માટે જીવવું હજીયે
અશક્ય છે.’
અસ્પૃશ્યોના દિલમાં જે કડવાશ અને જે સળગતો ધિક્કાર છે તે સમજવાનું સવર્ણ હિન્દુ માટે શકય છે ખરું? અરે, પહેલાં પ્રથમ તો, મોટા ભાગના સવર્ણો કેટલા અસ્પૃશ્યોને અંગત રીતે ઓળખતા હોય છે? પોતાના સવર્ણ મિત્રાનો અનુભવ તારવીને લેખક કહે છે કે કોઈ ઝાડુવાળા કે ભંગી તેમની નજરે ચડી જાય તે સિવાય એ લોકોના અસ્પૃશ્યો સાથે કોઈ જ જાતનો સંપર્ક નથી હોતો.
અસ્પૃશ્યતાનું અસ્તિત્ત્વ અને તેને નાબૂદ કરવાની જરૂરિયાતએ બન્ને બાબતો સાથે પેાતાને જાણે કશું સંબંધ જ નથી, એવું મોટા ભાગના ભારતવાસીઓ માને છે. પાતાની આસપાસ ચામેર તેઓ અસ્પૃશ્યતા નિહાળે છે, પણ ભારતવાસીઓ તે વિશે સભાન નથી. ઝીણી ઝીણી કેટલીયે વાતમાં તેઓ આભડછેટ પાળતા હોય છે, પણ પોતે શું કરે છે તેને તેમને ખ્યાલ નથી હોતા.
ગમગીનીભરેલા આ પુસ્તકનાં પાનાંમાં ઉજાસપૂરતા કોઈક આવા કિસ્સા પણ વાંચવા મળે છે તે માટે આપણે લેખકના ઘણા આભારી બનીએ છીએ. એક જુવાન હિરજન કહે છે:
“મને કોઈ પૂછે કે, “તમે કેવા છે?” ત્યારે હું કહું છું કે હું આ દેશનો, ભારતના વતની છું. હું ભારતવાસી છું. તે પછીયે એ પોતાની વાત મૂકે નહિ તો હું કહું કે, “તમે કોણ છે ? - વસતી ગણતરી ખાતામાંથી આવા છે ?” એટલે પછી એને મનમાં થતું હશે કે, આ માળા ભણેલા ઢેડો લાગે છે. એ લોકો એવું માને તો મને તેની કશી શરમ નથી. મારી કોમનું મને અભિમાન છે. એ એક પ્રમાણિક ને ખમીરવંતી કોમ છે. પણ હું પોતે તો ખરેખર ભારતવાસી હોવાના જ અનુભવ કરું છું.'
જે દેશમાં લગભગ દરેક જણ પોતાની જાતને બંગાળી, પંજાબી કે ગુજરાતી, હિંદુ, શીખ કે લિંગાયત ગણાવતો હોય ત્યાં કોઈ માનવીને એમ કહેતા સાંભળવા કે, ‘હું તો ભારતવાસી હોવાનો જ અનુભવ કરું છું.’ એ જાણે હવાના તાજગીભરેલા હિલોળા લાગે છે, અને એના અંતરમાં આ જે ભાવના રહેલી છે તે કોઈ સવર્ણ હિન્દુ, કોઈ ઝનૂની બ્રાહ્મણ કે ગામડાના કોઈ જ નાના સિતમગર એ અસ્પૃશ્યની પાસેથી ઝૂંટવી લઈ શકે તેમ નથી,
અનુવાદક: શ્રી મહેન્દ્ર મેઘાણી