SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તા: ૧૧-૮૬૫ સ્વામીઓમાં તેઓ અગ્રસ્થાને છે. તે કેળવણીકાર તો છે જ, પણ એ ઉપરાંત સફળ નવલકથાકાર, સાહિત્યકાર, અને વિવેચક છે. સ્વતંત્ર તેમનું ચિંતન છે અને ગાંધી વિચારના તેઓ પ્રખર અભ્યાસી છે. આપણા ગુજરાતના તેગ્મા એક વ્યકિત – વિશેષ છે. આવી વ્યકિતનું ગામ બહુમાન થાય એ સર્વ પ્રકારે આનંદજનક ઘટના છે, સ્વામી રંગનાથાનંદ પુખ્ત જીવન આ આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યો છે. તેમાં જણ વેલા વ્યાખ્યાતાઓમાંથી બે વ્યાખ્યાતાઓ : સ્વામી રંગનાથાનંદ અને પ્રવ્રાજિકા આત્મપ્રાણા આપણી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે પહેલી જ વાર આવતા હાવાથી તેમ જ આપણામાંના ઘણા તેમના વિશિષ્ટ વ્યકિતત્વથી અપરિચિત હાવાથી તેમના પરિચય અહિં આપવા જરૂરી લાગે છે. આ બન્ને વ્યકિતઓ રામકૃષ્ણ મીશન સાથે જોડાયલી છે, અને હાલ બન્ને કલકત્તા ખાતે આવેલી રામકૃષ્ણ મીશન સાથે જોડાયલી સંસ્થાઓમાં રહે છે. બન્ને સંન્યાસી છે. તેમાંથી સ્વામીજીના વિગતવાર પરિચય નીચે મુજબ છે : સ્વામી રંગનાથાનંદનો જન્મ ઈ. સ. ૧૯૦૮ના ડિસેમ્બર માસની ૧૫મી તારીખે કેરલ દેશમાં આવેલા કોઈ એક ગામડામાં થયા હતા. તેઓ ૧૯૨૬ની સાલમાં રામકૃષ્ણ મીશનની માઈસારમાં આવેલી શાખામાં જોડાયા હતા. રામકૃષ્ણ મઠના બીજા પ્રમુખ અને શ્રી રામકૃષ્ણના શિષ્ય સ્વ. સ્વામી શિવાનંદની પાસે તેમણે ૧૯૩૩ની સાલમાં સંન્યાસની દીક્ષા ગ્રહણ કરી હતી, અને સંન્યાસી તરીકેનાં પહેલાં નવ વર્ષ તેમણે રામકૃષ્ણ મઠની માઈસારની શાખાઓમાં ગાળ્યાં હતાં અને આશ્રમમાં ભણતા વિદ્યાર્થીઓના નિયામક તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ બર્મા— રંગુનની રામકૃષ્ણ મીશન સાસાયટીના મંત્રી તરીકે તેમણે ૧૯૩૯ના જુલાઈ માસથી ૧૯૪૨ના ફેબ્રુઆરી માસ સુધી કામ કર્યું હતું. અને ત્યાર બાદ ૧૯૪૮ના ઑગસ્ટ માસ સુધી તેમણે કરાંચી શાખાના પ્રમુખ તરીકે સેવા બજાવી હતી. કરાંચીના તેમના નિવાસ દરમિયાન બંગાળના દુષ્કાળગ્રસ્ત લોકોને રાહત આપવા માટે કરાંચીથી ૪૦૦૦૦ મણ ચાખા મેાકલવાની તેમણે વ્યવસ્થા કરી હતી અને કેરલ, બિહાર તથા પશ્ચિમ બંગાળના લોકોને વૈદ્યકીય રાહત મળે તે માટે મોટા પ્રમાણમાં આર્થિક મદદ પણ તે તે પ્રાંતના કાર્યકર્તાઓને પહોંચાડી હતી. ૧૯૪૯ના ઓકટોબરથી ૧૯૬૨ના એપ્રિલ સુધી તેમણે નવી દિલ્હીની શાખાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. અહીંના તેમના લાંબા નિવાસ દરમિયાન લોકોની તેમણે અનેકવિધ સેવાએ કરી હતી અને સાંસ્કૃતિક તેમ જ અધ્યાત્મિક વિક્રયા ઉપર પ્રવચનવો ચલાવ્યા હતા. તેમના ત્યાંના નિવાસ દરમિયાન સાડા ત્રણ લાખના ખર્ચે જેવું બેલુર મઠમાં છે તેને મળતું એક અતિ ભવ્ય મંદિર તેમણે બંધાવ્યું હતું અને તેમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને તે મંદિરનું ઉદ્ઘાટન ૧૯૫૭ની સાલમાં રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનના હાથે કરવામાં આવ્યું હતું. દિલ્હીના તેમના ચિરનિવાસ દરમિયાન આ તેમનું સૌથી મહત્ત્વનું કાર્ય હતું. તેઓ બેલુર મઠના બોર્ડ ઓફ ટ્રસ્ટના તેમ જ રામકૃષ્ણ મીશનની ગવર્નીંગ બોડીના એક સભ્ય છે. તદુપરાન્ત યુનેસ્કો સાથે જોડાયેલા ‘ઈન્ડિયન નેશનલ કમિશન ફોર કોઓપરેશન'ના, મઘનિષેધને લગતી ભારતની નેશનલ કમિટીના, તથા નવી દિલ્હીમાં આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરના તેઓ સભ્ય છે. અંગ્રેજી ઉપરાંત મલયાલમ, બંગાળી, હિન્દી, કન્નડ તથા તામીલ—આટલી ભાષાઓ તેઓ જાણે છે. તેમણે છેલ્લા બાર વર્ષ દરમિયાન ભારતભરમાં તેમ જ સીલાન તથા બર્મામાં અનેક પ્રવચનપ્રવાસા ખેંડયા છે. એશિયાના દક્ષિણપૂર્વ દેશમાં પણ પ્રવચન નિમિત્તિ તે સારા પ્રમાણમાં ફરી આવ્યા છે, તેમ જ યુરોપના ઘણા દેશોમાં પણ તેઓ તે જ હેતુથી વિચર્યા છે. તેમનાં પ્રવચનના એક વિપુલ સંગ્રહ અદ્ભુત આશ્રામ તરફથી પ્રગટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજાં પણ તેમનાં 8) ge લખેલાં અનેક પુસ્તકો દા. ત. “The Christ We Adore' 'Bhagwan Buddha and our Heritage', The Ramakrishna Mission, Its Ideals and Activities', 'Swami Vivekanand: His Life and Mission," "The Essence of Indian Culture' વગેરે પ્રગટ થયાં છે. ૧૯૬૨ના એપ્રિલ માસથી તેઓ કલકત્તાના રામકૃષ્ણ મીશન ઈન્સ્ટીટયુટના મંત્રી તરીકેની જવાબદારી વહન કરે છે અને ધાર્મિક, સાંસ્કૃતિક, તથા આધ્યાત્મિક એવી સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું તેઓ સંચાલન કરી રહ્યા છે. તેઓ હવે કોઈ એક વ્યકિત નથી રહ્યા; તેઓ સ્વત : એક સંસ્થારૂપ બન્યા છે. રામકૃષ્ણ મીશનના તેઓ સૌથી વધારે પ્રભાવશાળી સંન્યાસી છે અને તેમનું વકતૃત્વ અજોડ અને અદ્ભુત લેખાય છે. અનેક ઉજળા પાસા ધરાવતા તેમના સમર્થ વ્યકિતત્વનો આ ટુંકો સાર છે. તેમનું વ્યાખ્યાન અંગ્રેજીમાં હશે. પ્રવ્રાજિકા આત્મપ્રાણા પ્રવ્રાજિકા આત્મપ્રાણાના પૂર્વાશ્રમનું નામ કુમારી કલ્પલતા મુનશી છે. તેઓ આપણા સર્વના અત્યંત અદરપાત્ર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનાં પુત્રી થાય. તેમનો જન્મ ૧૯૨૨ના નવેમ્બર માસમાં થયા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ૧૯૪૨ ની ‘કીટ ઈન્ડિયા ’ની લડતમાં તેમણે ભાગ લીધેલા અને છ માસના જેલવાસ ભોગવેલો. અનુક્રમે તેઓ બી. એ. થયા, એમ. એ. થયા અને ૧૯૫૨ની સાલમાં તેમણે પી એચ. ડી. ની પદવી પ્રાપ્ત કરી અને તે દરમિયાન બે વર્ષ ભવન્સ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપિકા તરીકે કામ કર્યું હતું. આમ એક વિદ્યાર્થી તરીકેની તેમની કારકીર્દિ એક્સરખી ઉજળી હતી. તેઓ મુંબઈમાં હતા એ દરમિયાન મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાન માળામાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઉપર વ્યાખ્યાન આપવા માટે આવેલાં એનું આજે પણ મને પાકું સ્મરણ છે. આમ ઐશ્વર્યભર્યું ભૌતિક જીવન તેમની સામે હતું. ભાગવૈભવમાં તેઓ ઉછર્યા હતાં. સામાન્ય દષ્ટિએ વિચારતાં તેમને કોઈ બાબતની કમીના નહોતી. એમ છતાં સંસાર વિષે તેમનામાં વિરકિત પેદા થઈ; રામકૃષ્ણ પરમહંસના જીવનથી તેઓ અત્યંત પ્રભાવિત બન્યાં અને રામકૃષ્ણ મીશનવાળા તેમનો સ્વીકાર કરે તો તે આશ્રમમાં જોડાવું અને સંન્યાસિની બનવું એવા તેમના દિલમાં મનોરથ પેદા થયા અને આ મનોરથ આ વિચાર તેમણે રામકૃષ્ણ મીશનના સંચાલક મંડળ સમક્ષ રજુ કર્યો. ૧૯૫૨થી તેઓ શ્રી રામકૃષ્ણ સંઘમાં એક dedicated worker—એક સર્માર્પત કાર્યકર-તરીકે જોડાયલાં હતા. એ સમય સુધી રામકૃષ્ણ મીશનમાં સંન્યાસિની માટે કોઈ જોગવાઈ નહાતી. કુમારી કલ્પલતાબહેનની તેમ જ બીજી કેટલીક બહેનેાની અરજી ધ્યાનમાં લઈને તેમજ સ્વામી વિવેકાનંદે આ અંગે આપેલા માર્ગદર્શનને અનુસરીને રામકૃષ્ણ મીશનના સંચાલક મંડળે સંન્યાસિનીઓ માટે મઠ ઉભા કરવાના નિર્ણય કર્યો અને સ્વામી વિવૅકાનંદના આદર્શો અને યોજના પ્રમાણે શ્રી-શારદામણિના જન્મશતાબ્દિના વર્ષમાં એટલે કે ૧૯૫૪ માં સ્ત્રીઓ માટેના મઠની સ્થાપના કરવામાં આવી. આ મઠમાં પલતાબહેનને પ્રવેશ મળ્યા. આમ પ્રવેશ મળ્યા બાદ સન્યાસિની પદની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે નક્કી કરવામાં આવેલ ઉમેદવારી માટેના લગભગ પાંચ છ વર્ષના ગાળા probation period – પૂરો થતાં ૧૯૬૦ની સાલમાં તેમણે સંન્યાસની દીક્ષા ગ્રહણ કરી અને ત્યારથી હવે તેઓ પ્રભ્રાજિકા આત્મપ્રાણાના નામથી ગાળખાવા લાગ્યા છે. આજે તેમની ઉમ્મર ૪૩ વર્ષની છે અન સીસ્ટર નિવેદિતા સ્કૂલમાં તેઓ અધ્યાપનનું કાર્ય કરે છે. તેમણે સીસ્ટર નિવેદિતાનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર લખ્યું છે અને પશ્ચિમ બંગાળની સરકારે તેમને ૧૯૬૧ના રવીન્દ્રનાથ ટાગાર મેમેોરિયલ એવાર્ડ તરીકે રૂા. ૫૦૦૦નું પારિતોષિક આપીને, તે પુસ્તકની યોગ્ય કદર કરી છે. આ છે તેમની આજ સુધીની જીવનકારકીર્દિને ટૂંક સાર પરમાનંદ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy