SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ યુદ્ધ અન પ્રકી નોંધ ✩ સર્વોદયવાદી શ્રી જયપ્રકાશ નારાયણને હાર્દિક અભિનંદન સર્વોદયવાદી નેતા શ્રી જયપ્રકાશ નારાયણને તેમની જાહેર સેવાઓ માટે આ વર્ષનું રેમોન મેગસાયસે (Ramon Magsaysay) પારિતોષિક જે આશરે રૂા ૫૦૦૦ નું હાય છે તે આપવાના તેને લગતા એવાર્ડ ફાઉન્ડેશને નિર્ણય કર્યો છે. આવી તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાતથી આપણા ભારતવાસી સૌ કોઈને આનંદ થાય એ સ્વાભાવિક છે. આવું જ પારિતોષિક ગયા વર્ષે કે તે આગળના વર્ષે પૂજ્ય વિનોબાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પારિતાષિક શ્રી જયપ્રકાશ નારાયણની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થઈ રહેલી કદરનું ઘોતક છે. આ માટે આપણા સર્વના તેમને હાર્દિક અભિનંદન ઘટે છે. આવું પારિતોષિક અમુક વ્યકિતને શા માટે આપવામાં આવે છે તેનાં કારણા દર્શાવતા એક પ્રશસ્તી લેખ–અંગ્રેજીમાં તેને Citation કહેવામાં આવે છે તે-આવા પારિતોષિક સાથે જોડવામાં આવે છે અને છાપાઓમાં પ્રગટ કરવામાં આવે છે. શ્રી જયપ્રકાશ નારાયણને લગતા એવાર્ડ ફાઉંડેશનના પ્રશસ્તી લેખમાં જણાવવામાં આવ્યું છે કે “આધુનિક ભારતના સંદર્ભમાં લોકોના દિલમાં રહેલા ઉચ્ચ ભાવાને વિધાયક રીતે અને મુકતપણે વ્યકત કરવા માટે તેમને આ પારિતોષિક આપવાનો નિર્ણય ભરવામાં આવ્યો છે. સ્વતંત્રતા, રાષ્ટ્રવાદ કે સમાજવાદ જેવાં શબ્દરૂપે સ્વત; માનવીના પાયાની જરૂરિયાતોને યથાસ્વરૂપે રજૂ કરતાં નથી એમ સ્પષ્ટ રૂપે સમજવાની તેમ જ જાહેરમાં કહેવાની શ્રી જયપ્રકાશ નારાયણે હિંમત દાખવી છે. જ્યારથી અમલદારશાહી, અતિશયતાભર્યું કેન્દ્રીકરણ અને મૂળ હેતુની વિકૃત રજૂઆતના ઓઠા નીચે અથવા તે અન્ય પ્રકારે આ શબ્દરૂપાએ લોકો ઉપર સત્તાધીશોનો કાબૂ ટકાવવા માટે જુલ્મી વૃત્તિના સાથ લેવા માંડયા છે ત્યારથી આ શબ્દરૂપાની કીંમત ઘટી ગઈ છે. આને બદલે શ્રી જયપ્રકાશ નારાયણ વ્યકિતનો, તેની સ્વતંત્રતા માટેની ઝંખનાના અને તેની અપેક્ષાઓને પહોંચી વળવાની જરૂરિયાતના સૌથી પ્રથમ વિચાર કરે છે. ઍવાર્ડ ફાઉન્ડેશન વિશેષમાં જણાવે છે કે “ પંચાયત રાજ્ય મારફત, ભારતના ગ્રામવાસીજનો તેમના દૈનિક જીવન સાથે સંબંધ ધરાવતા નિર્ણયો ઉપર અર્થપૂર્ણ નિયંત્રણ કરવાની સ્થિતિને પુન: પ્રાપ્ત કરે એવું લક્ષ જયપ્રકાશજી ધરાવે છે. સર્વોદયનું આંદોલન તેમનું મુખ્ય સાધન છે. તેના પ્રમુખ તરીકે તેમણે ગ્રામીણ પ્રદેશોમાં આ ક્રાંતિકારી વિચારોનો ફેલાવો કરવા માટે ૧૦,૦૦૦ સ્વયંસેવકો એકઠા કર્યા છે. આ સ્વયંસેવકો ભૂદાન દ્વારા ગ્રામવાસી જનતામાં આ વિચારોને પ્રચાર કરે છે અને તેમને સંગનાિત કરે છે.” પ્રસ્તુત પ્રશસ્તીલેખ મહાત્મા ગાંધીના અહિંસાને લગતા વિચારને નવી પ્રસ્તુતતા અર્પણ કરવાનો યશ શ્રી જયપ્રકાશ નારાયણને આપે છે. તેમણે કાશ્મીરના પ્રશ્ન અંગે તેમ જ સત્તાધીશે અને નાગાલેન્ડના બળવાખોરો સાથે વાટાઘાટો ચલાવવા અંગે નવી મૈત્રી ભરી સમજુતિની ભૂમિકા ઊભી કરી છે. એ બાબતની આ પ્રશસ્તીલેખમાં ખાસ નોંધ લેવામાં આવી છે. આ પ્રશસ્તીલેખમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે “ચીની સામ્યવાદી તંત્રે ટીબેટવાસીઓ ઉપર પોતાનું શાસન બળજોરીથી લાઘ તેના પ્રતિકાર કરતા ટીબેટવાસીઓનો જયપ્રકાશ નારાયણે પક્ષ લીધા હતા અને પોતાના દેશવાસીઓને આ બાબત અંગે સચેત કરનાર જયપ્રકાશજી પ્રથમ હતા.” વિશેષમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે “ જો કે જયપ્રકાશજી સમાજવાદી પક્ષના ઘડવૈયા હતા અને સ્વતંત્ર બનેલી ભારતની પ્રજાની આગળ પડતી આગેવાનીના તેમને વારસા મળ્યા હતા, એમ છતાં પણ તેમણે આજથી દશ વર્ષ પહેલાં ‘Dialectical Materialism' ~ તાર્કિક ભૌતિકવાદના અને સત્તાના રાજકારણનો એ હેતુ માટે ત્યાગ તા. ૧૬૮-૬૫ કર્યો છે કે જેના સામનો કરવાને બીજા અનેક આગેવાનો તૈયાર નહોતા તેવી ભારતની કટોકટ્ટૈની સમસ્યાઓ અંગે પોતાના દેશવાસીઓને સાચું માર્ગદર્શન આપવાની કડવી, વધારે કઠણ અને કશા પણ વળતર વિનાની ફરજ પાતે મુકતપણે બજાવી શકે.” આ ઉપર તા. ૭-૮-૬૫ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની તંત્રીનોંધમાં યથાચિત જણાવવામાં આવ્યું છે કે, “જાહેર સેવાઓ માટે આ રેમન મેગસાયસે એવાર્ડ મેળવનાર શ્રી જયપ્રકાશ નારાયણ ઉચ્ચ કોટિના અનેક ગુણા ધરાવે છે. એના પ્રશસ્તી લેખમાં—સાઈટેશનમાં—જણાવવામાં આવ્યું છે તે મુજબ લોકોના અંત:કરણમાં રહેલા ઉંચ્ચ વિચારો અને ભાવનાઓને વિધાયક રીતે અભિવ્યકત કરવાના તેમના ગુણ એટલે કે સાદી ભાષામાં કહીએ તો તેમની ઉચ્ચ કોટિની નૈતિક હિંમત આ ગુણામાં મુખ્ય છે. શ્રી જયપ્રકાશ નારાયણે નાના કે મેટા, રાજકીય, આર્થિક કે સામાજિક સંઘર્ષો અને વિવાદો વચ્ચે જ પોતાનું જીવન વીતાવ્યું છે. જો તેમણે ચાલુ પરંપરા સાથે વધારે પ્રમાણમાં મેળ બેસાડીને અને ઓછા સિદ્ધાંતવાદી બનીને ચાલવાનું પસંદ કર્યું હાત તા તેઓ ઠીક પ્રમાણમાં લોકપ્રિય બની શકયા હોત, પણ તેઓ હંમેશાં આવા પ્રલાભનોથી પર બનીને ચાલતા હોવાનું માલુમ પડયું છે. શ્રી જયપ્રકાશ નારાયણનું આ રીતે સન્માન કરીને મેગસાયસે ફાઉન્ડેશને એવી એક જાહેર જીવનને વરેલી વ્યકિતની પસંદગી કરી છે કે જે આજના લોકશાસિત સમાજમાં ચાલુ અભિપ્રાયથી જુદાં પડવાની—જુદા રાહે ચાલવાની—વૃત્તિને પૂરી હિંમત અને નીડરતાપૂર્વક અપનાવી રહેલ છે. “ શ્રી જયપ્રકાશ નારાયણના અનુભવ ઉપરથી માલુમ પડે છે તે મુજબ, જાહેર રીતે પ્રગટપણે અલગ મત રજૂ કરનાર વ્યકિતને કોઈ સાથ આપતું નથી, એમ છતાં પણ આડકતરી રીતે અને ધીમે ધીમે તેવી વ્યકિતની લોકો ઉપર અસર પડયા વિના રહેતી જ નથી. આજ સુધીનાં વર્ષો દરમિયાન દેશ સામે ઊભા થયેલા લગભગ બધા મુદ્દાઓ ઉપર શ્રી જયપ્રકાશ નારાયણ હંમેશાં લઘુમતીમાં રહ્યા છે. ખાસ કરીને . કાશ્મીર અને નાગા લોકોના સવાલો અંગેની તેમની વિચારણા વિવાદાસ્પદ બની છે. તેમનાં ટીકાકારો કહી શકે તેમ છેકે તેમના ઉકેલા વધારે પડતા આદર્શવાદી હાવાના કારણે અવ્યવહારુ જેવા હોય છે. આ કદાચ ખરૂ હોય, આમ છતાં પણ તેઓ એકલા પંડે જે પ્રકારના વિરોધ દાખવીને વહેતા પુર સામે ઝુઝી રહ્યા છે તે સિવાય તેમ જ અન્યની ત્રુટીઓ સામે તૂટી પડવામાં તેમને જે મઝા આવે છે તે સિવાય ભારતનું રાજકારણ જરૂર poorer – વધારે મંદતા દાખવતું—બન્યું હોત.” આ નોંધમાં શ્રી જયપ્રકાશ નારાયણ અંગે વિશેષ ઉમેરવા જેવું રહેતું નથી. તેમના અમુક અભિપ્રાયા કે વલણેા સાથે આપણે મળતા ન થઈએ, પણ તેમની integrity—સત્યનિષ્ઠા-અને નિડરતા માટે આપણા દિલમાં ઊંડા આદર સિવાય બીજો કોઈ ભાવ સંભવે નહિ. રણજિતરામ પારિતોષિક માટે શ્રી મનુભાઈ પંચોળીની પસંદગી આ વર્ષના રણજિતરાય પારિતોષિક માટે શ્રી મનુભાઈની પસં.દગી કરવામાં આવી છે, આ પસંદગી યથાચિત છે અને આ માટે શ્રી મનુભાઈ પંચાળીને ધન્યવાદ ઘટે છે. ચુ. નાનાભાઈના અવસાન બાદ સણાસરાતી લાકભારતીના રાંચાલનની સમગ્ર જવાબદારી તેમના માથે આવી છે અને એ જવાબદારીનું તે કુશળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. જેને આજે આપણી ઉચ્ચ શિક્ષણ કહીએ છીએ તેવા ઉચ્ચ શિક્ષણનો લાભ તેમને મળ્યા નથી, એમ છતાં તેમની જે ઊંડી સૂઝ છે તે વડે તેમ જ વર્ષોની જ્ઞાનોપાસના વડે આજના સંસ્કાર
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy