SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ HEGD. No. F-4266 વાર્ષિક લવાજમ શ. ૪. " બુદ્ધ જીવન પ્ર ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૮ ભુંબઇ, આગસ્ટ ૧૬, ૧૯૯૫, સેામવાર આફ્રિકા માટે શિલિંગ ૮ મ તંત્રી : પરમાનંદકુંવરજી કાપડિયા 66 Quo Vadis?””—“તુ કયાં જઈ રહ્યો છે?” (અઠવાડિયા બાદ શરૂ થનાર પર્યુષણપર્વ અન્તર્મુખતાનું, આન્તર નિરીક્ષણનું પર્વ છે. તે પર્વના આશય માનવીને ચિત્તશુદ્ધિ તરફ, જીવનશુદ્ધિ તરફ લઈ જવાના છે, પાતે કર્યાં જઈ રહ્યો છે, શું કરી રહ્યો છે તે વિષે તેને ભાન બનાવવાના છે. આવી જે પૂર્વ પાછળ ભાવના રહેલી છે તેવા પર્યુષણ પર્વના સંદર્ભમાં ૧૯૬૫ના એપ્રિલ માસના ‘રીડર્સ ડાઈજેસ્ટ'માં પ્રગટ થયેલ અંગ્રેજી લેખના અનુવાદનું પ્રબુદ્ધ જીવનના આ અંકમાં થઈ રહેલું પ્રકાશન અત્યન્ત સમયૅાચિત લાગે છે. તે લેખની ભૂમિકા ખ્રિસ્તીધર્મ સાથે સંબંધ ધરાવે છે, એમ છતાં તે લેખમાં રજુ થયેલા પ્રશ્ન દરેક ધર્મના અનુયાયી માટે એટલાજ પ્રસ્તુત છે, વિશેષત: જૈન ધર્મના અનુયાયી માટે. આશા રાખીએ કે આ લેખના દરેક જૈન-જૈનેતર વાચક પોતાની જાતને આ પ્રશ્ન પૂછે અને તે પ્રશ્નના ચિન્ત-ન દ્રાગ પોતાના સમગ્ર જીવનનું સંશાધન કરવા તરફ વળે. પરમાનંદ) અમે અમારા ઈટાલિયન મિત્ર સાથે રોમમાં હતા. અમારા મિત્ર! અમારા આ વસવાટને ઉત્સવ જેવા આનંદદાયક બનાવવા ઈચ્છતા હતા. ટીવાલી અને હેડ્રીઅન્સ વિલા’નાં પર્યટનો, પેલે ડારી અને કેંસીના બેારધીઝની અગાસીમાંની પાર્ટીઓ વગેરૅથી અમારા દિવસા મેાજમજામાં વ્યતીત થતા હતા. વાયા વૅનેના રંગ અને રોમાંચથી ધબકતું હતું. ક્ લાના પમરાટથી ભરપૂર દુકાનો, ફેશનેબલ ટોળાંઓથી ભરેલી કાફે અને ધીમા સરઘસાકારે સરકતી મેટરોમાં મારો સમય પસાર થઈ જતા હતા. આવા જ એક રળિયામણા મધ્યાહ્ન, આલ્બાનાની નજીકના બગીચામાં નિરાંતભર્યું ભાજન કરીને, એક્લા ઘેર પાછા ફરતાં હું ભૂલા પડી ગયા. અચાનક મેં જોયું કે હું જે વૈભવમાં ઉછર્યા હતા અને જેનાથી હું ટેવાયા હતા તેનાથી તદ્દન ઊલટા એવા ગરીબ, ધૂળિયા અનેં અળખામણા લાગતા વિસ્તારમાં હું આવી પહોંચ્યા હતા. ધૂંધવાતા મને હું આગળ ચાલ્યા. નિર્જન શેરીને સામે નાકે એક રાખોડી પત્થરનું નાનું ચૅારસ મકાન હતું. પ્રથમ નજરે તે કોઈ ઑફિસની શાખા હાય એવું લાગ્યું. હું કયાં છું તે જાણવાની આશાએ ગાડીમાંથી બહાર આવ્યો. નજીક જઈ, મકાનના બારણાંને સ્હેજ ધક્કો મારી ઉઘાડવું અને હું અંદર ગયા. અંદરના ઝાંખા અને શાંત વાતાવરણથી પ્રભાવિત બનતાં મને માલુમ પડયું કે હું એક પુરાણા ગિાઘરમાં આવી ચડયા હતા. શ્રી મુંબઇ જૈન યુવક સĐનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૫ પૈસા માઁ રામના વિખ્યાત ગિરજાઘરો—જેવાં કે સેન્ટ પીટર્સ અને લટરન જોયાં હતાં તથા સેન્ટ પેાલની ને સેટ ક્લેમન્ટની બેસીલીકા વગેરે જોઈ હતી. પરંતુ આ નાનકડું ગિરજાઘર એ બધાથી તદ્ન નિરાળું જ હતું. તે સાદું અને નિર્જન હોવા છતાં ભૂતકાળના વિચિત્ર પુણ્યમય સંસ્મરણોથી ભરપૂર હતું. ભીતરના ધૂંધળા પ્રકાશથી મારી આંખો ટેવાઈ કે તુરત જ મારી નજર ભાંગેલ પત્થરની જમીનમાં જડેલી ધાતુની તકતી પર પડી. વર્ષોના વહેવા સાથે લગભગ ભૂંસાઈ જવા આવેલ કાંસા ઉપરના લખાણની લિપિ ઊક્લવા મે પ્રયત્ન કર્યાં, અને મેં જોયું કે નસીબ મને ક્યાં ઘસડી લાવ્યું હતું. આ ‘કવા વાડીસ’ (તું ક્યાં જઈ રહ્યો છે?) નું નાનકડું ગિરજાઘર હતું. દંતકથા પ્રમાણે અહીં, બરાબર આજ સ્થળે, નીરોની ) ધમકીઓથી ત્રાસીને ભાગેલ ધર્મપ્રચારક પીટરને ઈશ્વરના સાક્ષાત્કાર થયા હતા. એ બન્ને વચ્ચે જે વાર્તાલાપ થયા અને જેના પરિણામે તે નિર્વાસિત પીટરમાં નવી ધૃતિ અને શ્રદ્ધાને જન્મ થયા હતા તે વાર્તાલાપના પ્રારંભમાં આ શબ્દો ઉચ્ચારાયા હતા“કો વાડીસ”- “તું ક્યાં જઈ રહ્યો છે?” કોઈક અગમ્ય ખેંચાણ હેઠળ હું મારી સઘળી તંગ બનેલી અને ઉદીપિત થયેલી ઈંદ્રિયા સહિત એ નીચા લાકડાના મેજ પર બેસી ગયો. ક્ષણ ઉપર ક્ષણ પસાર થવા લાગી. સમયનું કોઈ ભાન જ ન રહ્યું. શાંતિ મારા કાનોમાં પડઘો પાડી રહી. અને પછી ગિરજાઘરની દીવાલા ઉપરના રૅખાંકનોમાંથી તે ગૂઢ પવિત્ર સ્થળની ચિત્તને ભરી દેતી શાંતિને ચીરીને અનેક સદીઓને વીંધીને આવતા હોય તેવા ધીમા છતાં ઠપકો આપતા એક પડકાર મને સ્પર્શી રહ્યો: “કો વાઢીસ ? ” : “તું ક્યાં જઈ રહ્યો છે?' શું આ એ જ પ્રશ્ન નથી જે આજે મારે અને મારી જેવા દરેક માનવીએ પોતાની જાતને પૂછવા જોઈએ ? ભેગાપભાગથી ભરેલા ભૂતકાળના અનેક અઠવાડિયાઓનાં સ્મરણે મને એકાએક ડંખવા લાગ્યાં. દુન્યવી વ્યવહારોમાં મશગુલ બનેલા એવા મને, અને મારી જેવા અનેકને, આકસ્મિક દુ:ખની જેમ વીંધી નાખતી ખાલીપણાની અને અસંતોષની લાગણીએ અને કાતીલ સભાનતાએ ઘેરી લીધા. અમે આત્માના સામ્રાજ્યની-‘Kingdom of rhe Spirit 'ની અવગણના કરી હતી, અમે આત્માને ભૂલી ગયા હતા. ફકત બાંકોરામાંથી ચળાઈને આવતા પ્રકાશનાં કિરણે। દ્વારા પ્રકાશિત બનેલ આ ગંભીર એકાંતમાં મે માનવજાત પર તાળાઈ રહેલ વિનાશક ભયને નિહાળ્યો. આધુનિક દુનિયાના પ્રારંભથી આજસુધી લોકો પોતાના અસ્તિત્વના હેતુ અંગે કેવળ ઉદાસીન અને ઉપેક્ષિત બની બેઠા છે. તેઓ દુન્યવી માનસન્માન અને ભૌતિક ઐશ્વર્ય મેળવવા ઝંખી રહ્યા છે. હું કેટલું કરી શકું તેમ છું- એ નાદ હવે રહ્યો નથી. તેના સ્થાને ‘હું કેટલું મેળવી શકું તેમ છું?” એ જ એક નાદ સહુ કોઈને ઘેરી રહ્યો છે. વ્યકિતગત નીતિનું ધારણ ખૂબ જ નીચે ઊતરી ગયું છે દૈનિક પત્રામાં પ્રગટ થતા રોજબરોજના બનાવે અને હૈયું કોરી
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy