________________
તા. ૧-૪-૧૫
પ્રભુ જીવન
ડર મુજબ ભાણાં આવ્યાં. બપોરે મોડાં જમેલાં, સાંજે ચાપાણી કરેલાં એટલે ભોજન વિષે રૂચિ ઓછી હતી. જેમને ખાવું હતું તેમણે રુચિ મુજબ ખાઈ લીધું. ત્યાર બાદ અમારી મંડળી જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈ ગઈ. કોઈ સાથીઓ પાનાં ખેલવા લાગ્યાં, કોઈ મિત્રો અંતકડી. રમવા લાગ્યાં, કેટલાંક પરસ્પર વાતોમાં લીન બની ગયાં. પરમાનંદભાઈ જેવા કોઈ કોઈ ચંદ્રજ્યોત્સનાવડે પુલકિત-પ્રભાવિત બનેલા સાગરને નિહાળ્યા કરવામાં મશગુલ બનેલા માલુમ પડતા હતા.
અમારી મંડળીમાં અનેક યુગલો હતાં. તેમાંનું એક દર્શનીય યુગલ શ્રી સુબોધભાઈ તથા નીરૂબહેન એમની આજે લગ્નતિથી હતી. અમે તેમને અત્તરનાં અભિનંદન આપ્યાં. પિતાની લગ્નતિથિ આમ આજે અરબ્બી સમુદ્ર ઉપર સરી રહેલી સ્ટીમર સરસ્વતીમાં ઊજવાઈ રહી છે એ વિચારે તે બન્ને પણ ખૂબ પ્રફુલ્લ દેખાતાં હતાં. અમારી વિનંતીથી નીરૂ-બહેને ગીતો ગાયાં. વાતાવરણ સાત્વિક અને સંગીતમય બની ગયું. સૌ કોઈ આનંદમાં મસ્ત દેખાતું હતું.
હજુ અમે સૌરાષ્ટ્રની બાજુએથી જ પસાર થઈ રહ્યા હતા અને દક્ષિણ દિશા તરફ ગતિ કરી રહ્યા હતા. દૂર દૂરના કિનારા ઉપર અવારનવાર દીવાદાંડી ની અસિથર જ્યોત નજરે પડતી હતી અને વસવાટ સુચવતી કોઈ ગામ કે શહેરની દીપમાળાઓ પણ દેખાતી હતી. વેરાવળ દીપ વટાવીને અમે દક્ષિણ તરફ આગળ વધી રહ્યા હતા. કદિ કદિ ઉત્તરાભિમુખ સ્ટીમરો અમારી બાજુમાંથી પસાર થતી હતી અને દષ્યની એકરૂપતાને આંતરતી હતી.
રાંદ્ર મધ્યાાશ તરફ જઈ રહ્યો હતો અને વિશાળ સાગરપટ ઉપર તેનું સામ્રાજ્ય જમાવી રહ્યો હતો. આમ સતત થઈ રહેલી અમારી આનંદપૂર્ણ અનુભૂતિ ઉપર નિદ્રાદેવીનું આક્રમણ શરૂ થયું મને નથી જ સુવું અને નિહાળ્યા જ કરવું છે એવી અમારામાંના કેટલાકની અડગ પ્રતિજ્ઞા નિદ્રાના આક્રમણ સામે લાંબા સમય ટકી ન શકી. અમારામાંના સૌ કોઈ આખરે નિદ્રાધીન થયાએમ છતાં સ્ટીમરના અવાજના કારણે અથવા કોઈ મોટું ઝાલું આવવાના કારણે દિ કદિ આંખ ઉઘડી જતી, રજતમય બનેલી જળસૃષ્ટિને પિતામાં સમાવી લેતી, કાન સાથે દરિયાની ધીરગંભીર ગર્જનાઓ અથડાતી અને પાછી નિદ્રાનું શરણ સ્વીકારીને આંખો બીડાઈ જતી.
બુધવાર તા. ૧૭–૨–૬૫ આમ જોતજોતામાં રાત્રી વ્યતીત થઈ ગઈ અને આકાશમાં ઉષાને ઉદય થયો. પૂર્વમાં અરુણોદયની લાલિમાં પ્રગટી અને સૂર્યોદય સમીપ આવીને ઊભે રહ્યો.
દૈનંદિન જીવનમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સતત બનતી રહેતી ઘટના છે અને એમ છતાં તેની ભવ્યતા સદા નિત્યનૂતન છે. આમાં પણ મહાસાગરના શ્વેત પટ ઉપર સૂર્યને ઉદય પામતે જેવો અને અસ્ત પામતે નીરખો એ ઈ અનેરો આનંદ વિષય બને છે.
છ-માંડવી તરફથી જતાં અમે આ આનંદ અનુભવ્યો હતો. આજે પણ એ જ આનંદનું પુનરાવર્તન થઈ રહ્યું હતું. જેને જેને આ બાબતને રસ હતો તે બધાં વહેલાં ઊઠી ચૂક્યા હતા અને પ્રકાશમાં ઉદયમાન થઈ રહેલા સૂર્યને નિહાળી રહ્યા હતા, આવકારી રહ્યા હતા, અત્તરની અંજલિ કાપી રહ્યા હતા. સૂર્યબિબ ધીમે ધીમે પૂર્વ ક્ષિતિજની ઉપર આવ્યું અને તીરછાં કિરણો ચેતરફ ફેંકવા લાગ્યું. સમય જતાં રમેં સૌમ્ય રૂપ છોડીને રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને નરી આંખે તેને નિહાળવાનું લગભગ અશક્ય બન્યું. સમુદ્રપટ, ઉપર સર્વત્ર પ્રકાશ ફેલાઈ ગયો અને શિશિર - વસન્તને સંધિકાળ દાખવતો-નહિ ઠંડો નહિ ગરમ રો-તડકો અમારી ટીમરના ખૂણે ખૂણાને પ્રકાશિત કરી રહ્યો. સૌરએ નિત્યકર્મ પતાવ્યું ચા-નારતે. પણ થઈ ગયો એટલામાં પૂર્વ દિશાએ નજીક આવી રહેલા મુંબઈની ઝાંખી થવા લાગી. નવ વાગ્યા લગભગ મુંબઈને પશ્ચિમ કિનારો સ્પષ્ટ દેખાવા લાગ્યો. વરસેવા, જૂહુ પસાર થતું લાગ્યું. વાંદરાની અને પછી વાલકેશ્વરની ટેક્સી નજરે પડી, ચપાટી-મરીનડાઈવનાં મકાનોની હારમાળા તથા કોલાબાની દીવાદાંડી દષ્ટિગોચર થવા લાગી. ‘મુંબઈ ૨માવ્યું, મુંબઈ આવ્યું એમ બોલતાં સૌ કોઈ પોતપોતાને સરસામાન તૈયાર કરવા લાગ્યા, લાંબા પથરાયેલા બીતરા સંકેલવા લાગ્યા. કોલાબાની દીવાદાંડીની બાજુએ થઈને અમારી સ્ટીમર પૂર્વ તરફ એપોલો બંદરની દિશાએ વળી. ૧૧ વાગ્યા લગભગ પ્રિન્સેસ ડોક નજીક પહોંચ્યા એટલે નાની બહેન માટી બહેનને પિયર તેડવા રાવે રોમ રમેક પાઈલટ લંચ અમારી ટીમર સરસ્વતીને તેડવા રકાવી રાને તેની સાથે રજજુ-રમેનુમાંધાન કરીને, જેની ઉપરનો પુલ ઊંચે ઊઠાવી લેવામાં આવ્યો હતો એવા પ્રવેશદ્વાર મારફત સરસ્વતીને
ગોદીની અંદર લઈ જવામાં આવી એટલામાં બીજી પાઈલટ લંચ આવી અને સ્ટીમરના બીજા છેડા સાથે જોડાઈ ગઈ અને એ બન્ને ઊંચે સરસ્વતીને ગાદીના બાંધેલા કિનારા તરફ સરકાવવા લાગી અને ઘડિ આ બાજુએ ઘડિ બીજી બાજએ એમ કરતાં કરતાં સ્ટીમર સરસ્વતી કિનારાને અડકીને ઊભી રહી અને પોતાનું લંગર નીચે નાંખીને રિથર બની ગઈ. ત્યાર બાદ સ્ટીમર સાથે કિનારા ઉપરની સીડીઓ જોડવામાં આવી અને ઉતારૂઓને ઊતરવા માટે માર્ગ ખુલ્લે કરવામાં આવ્યો. અમે બંધાયે એમેકની રજા લીધી; સામાન સાથે સીડી ઉતરીને કિનારા ઉપર આવ્યા અને ટેક્સી–ગાડી જે કંઈ વાહન મળ્યું તેમાં ગોઠવાઈને પોતપોતાના ઘર તરફ વિદાય થયા.
અન્તિમ નિવેદન આમ અમારા બાર દિવસને કચ્છને પ્રવાસ સફળ રીતે પૂરો થયો. પ્રવાસનાં મધુર મરણો અમારા દિલમાં ચિરકાળ માટે અંકાઈ ગયાં. પ્રવાસની ઘટ્ટ છાયા નીચે મુંબઈ આવ્યા બાદ જુદા જુદા પ્રવાસીએને ઘેર પ્રવાસ મંડળીનાં નાનાં મોટાં ચાર સ્નેહસંમેલન પણ થઈ ગયાં. કોઈ પણ પ્રવાસ આનંદથી સભર બને છે ત્યારે આવા રહસંમેલન અનિવાર્ય બની જાય છે અને કુદરતી રીતે જ પ્રવાસીમિત્રોનાં દિલમાંથી નિમંત્રણ નીકળે છે અને પુનઃમિલનને પરમાનંદ અનુભવાય છે.
અમારા પ્રવાસની કથા અહીં પૂરી થાય છે. આ પ્રવાસનું વર્ણન કેમ લખાયું તે વિશે થોડુંક જણાવીને હવે આ લખાણ પુરું કરીશ.
પ્રવાસ દરમ્યાન જ્યાં જ્યાં અમે ગયાં, રોકાયાં, ત્યાં ત્યાં ઉપયોગી વિગતોની નેધ હું કરતો જ રહ્યો. પ્રવાસનું વર્ણન હું લખવાને છું એવી કલ્પના પણ વિગતે નોંધતી વખતે ન હતી. કેમેરાવાળા કેમેરાથી જેમ ફોટા પાડયા કરે એમ વધુ ને વધુ નોંધ લેતા જ્યારે મને નાદ લાગે. કેમેરાવાળા મુંબઈ આવી નેગેટીવના પ્રિન્ટ કઢાવે–તેને એન્લાર્જ પણ કરાવે, તેમ મેં પણ આનંધને મુંબઈ આવીને તુરત જ બેચાર દિવસમાં ફરીવાર લખી, વિરjત કરી. બેચાર દિવસ તે કોઈ કામમાં ચેન જ ન પડે. પ્રવાસની નોંધ-મરણ-સતાવ્યા જ કરે અને તેને કાગળ ઉપર, મનને સંતોષ થાય તે રીતે ટપકાવું નહિ ત્યાં સુધી આ બેચેની મને છેડે જ નહિ. આથી કલમને અવિરત ચાલુ રાખી અને પ્રવાસવર્ણન ડાયરીનાં રૂપમાં સરખી રીતે લખી નાખ્યું. આ લખાણનું જરૂરી સંપાદન કરવાનું- editing)-કરવાનું કામ મેં પરમાનંદભાઈને સોંપ્યું. તેમણે મારા લખાણને મઠા; એટલું જ નહિ પણ નારાયણ સરોવર, કોટેશ્વર, ભદ્રેશ્વર, કંડલા બંદર તથા ફ્રી ટ્રેડ ઝોન વિગેરે મહત્ત્વનાં સથળેની જરૂરી માહિતી તેમણે ઉમેરીકલ્પનાના રંગ પણ પૂર્યા. એટલે પરમાનંદભાઈ મારા લખાણ માટે ફકત પ્રેરણા જ નહિ - રાંયુકત સર્જક પણ રહ્યા. આમ સુકી ધરતીનાં મીઠાં સમરણની લેખમાળાને સહપરિશ્રમનું પરિણામ પણ કહી શકાય. હું લેખક નથી, આમ છતાં ય લેખકોની દુનિયામાં મને દાખલ કરવા બદલ પરમાનંદભાઈને હું જેટલો આભાર માનું એટલે પાછા છે. પ્રવાસવર્ણન દ્વારા મારી સાથે જોડાયેલા પ્રબુદ્ધ જીવન’ના વાચકોની હું રાજ રજા માગું છું. આ મારું વર્ણન તેમના માટે રસપ્રદ નિવડયું છે એમ હું જાણીશ તે મારા પરિશ્રમ જજેમને પુરે બદલે મળી ગયો છે એમ સમજીને કૃતકૃત્યતા અનુભવીશ. ચીમનલાસ જેઠાલાલ શાહ
પરક નેંધ “સુકી ધરતીનાં મીઠાં સ્મરણ” એ મથાળા નીચે નવ હફતાથી પ્રગટ થઈ રહેલી અને અનેકને માટે રસપ્રદ નીવડેલી લેખમાળાની ‘પૂર્વ આયોજન’ એ શિર્ષક નીચે મારી લખેલી નોંધ વડે શરૂઆત થઈ હતી. તે ઉચિત છે કે, એ લેખમાળા મારી પૂરક નોંધ સાથે જ પૂરી થાય.
આ પ્રવાસ અંગે પ્રવાસ મંડળીના નેતા તરીકે મારે ખાસ આભાર માનવાને છે આ લેખમાળાના લેખક અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના એક મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહને. તેમણે અમે સર્વ પ્રવાસીઓની સગવડ સચવાય અને નિયત કાર્યક્રમ મુજબ પ્રવાસ સમયસર ચાલતું રહે તે માટે પાર વિનાની ચિત્તા સેવી છે અને જહેમત ઉઠાવી છે. ઘણી વાર અમને તેમણે કાચી ઊંઘે ઉઠાડયા છે અને ભોજન પુરું થયું ન થયું અને બસ તરફ તગયા છે. નબળાને મદદ કરી છે અને સબળા પાસેથી કામ લીધું છે. વળી આવા પ્રવાસમાં કોઈ અને કોઈને મનદુ:ખ થવાના પ્રસંગ ઊભા થાય ત્યારે ત્યાંરે મનદુ:ખ થતાં તેમણે કુશળતાપૂર્વક અટકાવ્યાં છે યા શમાવ્યા છે. પ્રવાસમંડળીના નેતા તરીકે મારા ભાગે તે સન્માન ઝીલવાનું, હારતેરા પહેરવાનું, મારી પોતાની સ્તુતિના શબ્દો ગંભીર મોઢું રાખીને સાંભળવાનું અને પૂરી નમ્રતા