________________
૬૮
પ્રભુ
જોડાયલા રહેવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે તે કોંગ્રેસ, માત્ર આ દેશમાં જ નહિ પણ આખી દુનિયાનાં, એક અને અજોડ સંસ્થા છે કે જેના આદર્શ માટે મને આદર અને પ્રેમ છે. બીજી કોઈ સંસ્થા આવા આદર્શો અને સિદ્ધાન્તા ધરાવતી હોય એમ મને લાગતું નથી. આને લીધે જ કોંગ્રેસ બળવાન બની છે અને તેની બળવત્તા ટકી રહી છે અને જનતાના મોટા ભાગના વિશ્વાસ તેણે સંપાદન કર્યો છે.
પણ આજે આપણે જે રીતે વર્તી રહ્યા છીએ તે રીતે જ વર્તવાનું જો આપણે ચાલુ રાખીએ અને આપણી તાકાતનો અવરોધ કરે એવા ભયના વાતાવરણને ચાલુ રહેવા દઈએ, તે મને ભય રહે છે કે, કૈંગ્રેસને ભૂતકાળનો ભવ્ય વારસો હોવા છતાં, તેના એટલે કે કૉંગ્રેસને બહુ દુ:ખદ અત આવવાનો છે. જો માત્ર કોંગ્રેસનો જ અન્ત આવે અને દેશ જીવતા રહે તે મને તેનું કોઈ દુ:ખ નહિ હાય. કારણ કે, આખરે તે દેશનું ખરું મહત્ત્વ છે; માત્ર કોઈ એક સંસ્થાનું નહિ, પણ જ્યારે કોઈ એક સંસ્થા દેશની પ્રગતિનું સાધન બને, અને મારી જેવા માણસને એવી પ્રતીતિ થાય.આ બાબત અંગે મતભેદો હોવા સંભવ છે કે જો આ પ્રકારનું સ્થાન ધરાવતી કાગ્રેસ લોકો ઉપરના પાતાને કાબુ ગુમાવી બેસે અને લાકો તે અંગેના પોતાનો વિશ્વાસ ગુમાવી બેસે તે પરિણામે દેશ જ નુકસાન પામે અને દેશની જ ધાત શરૂ થાય. આમ હોવાથી, કોંગ્રેસ સાથે જોડાયેલા એવા આપણી જેવાની કૉંગ્રેસ પ્રત્યે તેમ જ દેશ પ્રત્યે – મારી દષ્ટિએ કાગ્રેસ પ્રત્યેની ફરજ એ જ દેશ પ્રત્યેની ફરજ છે—એમ જૉવાની ફરજ છે કે કેંગ્રેસ અંગે હંમેશા માત્ર સાચા માર્ગો - ઉપાયો - પદ્ધતિ - જ અખત્યાર કરવામાં આવે.
પ્રસ્તુત પ્રસ્તાવ અંગે જણાવવાનું કે મારા મનની ઘણી મોટી મુંઝવણ અને અકળામણ સાથે આ ઠરાવના હું વિરોધ કરી રહ્યો છું. કૉંગ્રેસની કારોબારી સાથેના મારા સંબંધ દરમિયાન જીવનમાં અનેક પ્રસંગ આવ્યા છે કે જ્યારે કારોબારીમાં લેવામાં આવતા એક યા બીજા નિર્ણયના મે ખાનગી વિરાધ કર્યો છે, પણ શિસ્તની ખાતર જાહેરમાં તે અંગે મેં મૌન સેવ્યું છે અથવા તે અનુમતિ આપી છે. અહિં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ ઠરાવના વિરોધ કરવા પાછળ મારામાં બળવાની કોઈ વૃત્તિ નથી અથવા તો કાગ્રેસ સંસ્થાથી અલગ બનીને ચાલવાના મારો કોઈ ઈરાદો નથી.
મને ઘણીવાર ચેતવવામાં આવ્યો છે કે મારે ઉતાવળિયા બનવું ન જોઈએ અને મારું જે સ્થાન અને મહત્ત્વ છે તેને આ રીતે મારે જોખમાવવું—વેડફી નાખવુંન જોઈએ. કેટલાક લોકો મને હઠીલા ગણે છે. આ બાબતમાં, સંભવ છે કે, હું કદાચ વધારે પડતો આગ્રહી હઠીલા—હાઉ પણ ખરો, પણ મારા અન્તરના અવાજને હું દબાવી શકતા નથી. કારણ કે જો હું એમ કરું તો તેથી મેં મારી જાતને ભારે નુક્સાન કર્યું લેખાશે.
જો હું મારા વિષે એમ જણાવું કે કૉંગ્રેસની કારોબારીના હું એક અગ્રગણ્ય સભ્ય છું, પણ એવા અગ્રગણ્ય સભ્ય છું કે જે આજની પરિસ્થિતિમાં ઘણી ઓછી લાગવગ ધરાવે છે, તે એમ કહેવામાં મે કાંઈ અનુચિત કહ્યું છે એમ આપમાંના કોઈ નહિ માને. ઊલટું જે કાંઈ બની રહ્યું છે તેના મારે સ્વીકાર કરવા જ ઘટે, આજે ચાલી રહેલી કેટલીક બાબતે ઉપર હું મારું વજન પાડી શકતા નથી એ હકીકત છે. આમ છતાં અમુક ભ્રમણાઓના ભ્રાન્તિરાના–ઉચ્છેદ કરવા તે અંગે સ્પષ્ટ પ્રકાશ પાડવા એ જ માત્ર મારી એક અભિલાષા છે.
જીવન
તા. ૧-૮-૬૫
મને યાદ આવે છે કે જ્યારે હૈદ્રાબાદના ઠરાવ રજુ કરવામાં આવેલા ત્યારે તે ઠરાવના મેં જ જાતે વિરોધ કર્યો હતો, કારણ કે આવા પ્રતિબંધ મૂક્વાની જરૂર છે એમ મને તે વખતે લાગતું નહોતું. માર એ વખતે એવા ખ્યાલ હતા કે કેંગ્રેસીઓએ જે રીતે વર્તવું જોઈએ એ રીતે તેઓ સ્વેચ્છાપૂર્વક વર્તશે જ. તે વખતે હું આદર્શવાદી હતા. પણ ત્યાર બાદ હું કાંઈક વ્યવહારવાદી બન્યો છું.
હૈદ્રાબાદ ખાતેના ઠરાવ પૂરી ગંભીર વિચારણા બાદ પસાર કરવામાં આવ્યો હતો અને તે ઠરાવ છેલ્લાં સાત વર્ષથી કાયમ રહ્યો છે. આ બાબતની ચર્ચામાં હું કોઈ વ્યક્તિને સંડોવવા માગત નથી, કારણ કે તો પછી મારી સામે એમ કહેવામાં આવે કે હું લોકોની લાગણીઓને ઉશ્કેરવા માગું છું અને એવા મારા કોઈ ઈરાદો નથી. હું મારા સાથી પ્રતિનિધિાની વિચારણા અને તેમના અન્ત:કરણને ઉદ્દેશીને જ વિનંતિ કરવા માંગું છું. જે કાંઈ પેાતાને લાગે તે તેમણે પોતે અહિં સ્પષ્ટપણે રજૂ કરવાનું છે. અંગત મૈત્રીના કારણે મને ટેકો આપવાનું કોઈને પણ કહેવાની હું ઈચ્છા ધરાવતો નથી. જો હું સાચો છું એમ લાગે તો જ તેઓ મને ટુંકો આપે.
ન
કોઈ પણ સંસ્થાની કાર્યવાહી અંગે નિયમા એટલા માટે - વામાં આવે છે કે આપણે પ્રલોભનથી બચતા રહીએ. આવી સંસ્થામાં જે અગ્રસ્થાને હોય તે દરેક માનવી કાંઈ Bossદાદાબની શકતો નથી. પણ એવા લોકો પણ છે જેના દાદા બની બેઠા છે. કૉંગ્રેસમાં આજે કોઈ દાદા બની બેઠેલા નથી એમ કહેવાના કોઈ અર્થ નથી. મા પ્રકારની શક્યતા ધ્યાનમાં લઈને તે ઈંદ્રાબાદના ઠરાવ કાગ્રેસની કારોબારીએ તેમ જ અખિલ હિંદ મહાસભા સમિતિએ સર્વાનુમતે પસાર કર્યો હતો. આ ઠરાવ અંગે અપવાદ કરવા જેવું આજ સુધીના ગાળામાં કાંઈ પણ બન્યું હોય એમ મને લાગતું નથી. જૉ છાપાની દુનિયામાં ચાલતો પ્રચાર સાચા હોય તે શ્રી કામરાજ કેંગ્રેસના પ્રમુખ તરીકે હવે પછી પણ ચાલુ રહે એ માટે આ બધું કરવામાં આવે છે. કોઈ પણ વ્યકિત-પછી તે ગમે તેટલી માટી હોય તેના માટે અપવાદ કરવા એ, મારા અભિપ્રાય પ્રમાણે, લાશાહીના ઈનકાર કરવા બરોબર છે. આમ છતાં પણ અપવાદ જ કરવા હોય તે તે અપવાદ શ્રી ડી. સંજીવયા માટે કરવા ઘટે છે, કારણ કે કેંગ્રેસના ખુલ્લા અધિવેશનને પ્રમુખ તરીકે સંબોધવાની તેમને કોઈ તક જ મળી નથી.
આજે આ ઠરાવથી. કાગ્રેસની કારોબારીને આપવામાં આવતી સત્તામાં મને ભારે જોખમ દેખાય છે, કારણ કે તેનું પરિણામ સંસ્થાને નબળી પાડવામાં આવે એવા સંભવ છે. કોંગ્રેસ કોઈ પણ રીતે નબળી પડે તેના કરતાં તેનું મૃત્યુ થાય એ હું વધારે પસંદ કર્યું.
નાટલા વિવરણ બાદ હું આપને અનુરોધ કરું છું કે જે કાંઈ આપને મે કહ્યું છે તે સાથે આપ સંમત થતા હો તે આ ઠરાવને નામંજૂર કરવા એ આપની ફરજ બને છે.
મેરારજી ૨. દેસાઈ
સંઘ-સમાચાર
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
ચાલુ ગસ્ટ માસની તા. ૨૩મી સામવારથી તા. ૩૦મી સામવાર સુધી–એ મુજબ આઠ દિવસ માટે આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. આમાં પહેલા પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ ક્લેવાન્સ્કી લાજમાં ભરવામાં આવશે અને છેલ્લા ત્રણ દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. આ આઠે દિવસની સભાઓ હંમેશાં સવારના સાડા આઠ વાગ્યે શરૂ કરવામાં આવશે અને તેમાં બબ્બે વ્યાખ્યાનો રજુ કરવામાં આવશે. આ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ પ્રબુદ્ધ જીવન ’ના આવતા અંકમાં વિગતવાર પ્રગટ કરવામાં આવશે.
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રાજકારણ
ઉપર જણાવેલ વિષય ઉપર ચાલુ ઑગસ્ટ માસની ૭મી તારીખ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી, મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ-૩) શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર જાહેર વ્યાખ્યાન આપશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ‘સાધના પથ’
આજ સુધીમાં આચાર્ય રજનીશજીનાં બે પુસ્તકો ‘ સાધનાપથ' અને ‘ક્રાંતિબીજ' હિંદી ભાષામાં પ્રગટ થઈ ચૂક્યાં હતાં. આમાંથી સાધનાપના શ્રી દુર્લભજી કે. ખેતાણીએ કરેલા અનુ વાદ જીવન જાગૃત્તિ કેન્દ્ર તરફથી તાજેતરમાં પ્રગટ કરવામાં આવેલ છે અને તની કિંમત રૂા. ૨ રાખવામાં આવી છે. આ ત્રણે પુસ્તકો મેળવવાનું ઠેકાણુ નીચે મુજબ છે:–
શ્રી રમણલાલ સી. શાહ, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨