________________
તા. ૧-૪-૬૫
પ્રભુદ્ધ જીવન
શ્રી મારારજીભાઇની ખુલ૬ ઘાષણા
બેંગલાર ખાતે તાજેતરમાં તા. ૨૫-૭-૬૫ રવિવારના રોજ મળેલી અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠકમાં સંરક્ષણ પ્રધાન શ્રી યશવન્તરાવ બી. ચવ્હાણે, કોંગ્રેસ પ્રમુખ અને મંત્રીઓની, તેમના અધિકારને લગતી મુદત પૂરી થયા બાદ, ફરીવાર નિમણૂ'ક કરવા ઉપર પ્રતિબંધ મૂકતા ૧૯૫૮ માં હૈદ્રાબાદ ખાતે કરવામાં આવેલા ઠરાવના અમલમાં જરૂર જણાય ત્યારે -when necessaryઅપવાદ કરવાની કાગ્રેસની કારોબારીને સત્તા આપતા ઠરાવ રજુ કર્યો હતો, અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શ્રી પી. સી. સેને તેને ટેકો આપ્યા હતા. શ્રી ઢેબરભાઈ, તથા શ્રી એસ. કે. પાટીલન પણ આ સુધારેલા ઠરાવને ટેકો હતા. આ ઠરાવને શ્રી મોરારજીભાઈએ સખત વિરોધ કર્યો હતા અને તેમના વિરોધે આ બેઠકમાં ભારે ગરમી પેદા કરી હતી. પ્રસ્તુત વિરોધ કરતાં શ્રી મેારારજીભાઈએ એક યાદગાર પ્રવચન કર્યું હતું. આમ છતાં એ ઠરાવ ‘જરૂર જણાય ત્યારે એ શબ્દોના સ્થાને ‘ખાસ સંયોગા વચ્ચે' —in special circumstances’—એ પ્રકારના મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીએ સુચવેલા સુધારાના સ્વીકાર સાથે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આ ચર્ચા દરમિયાન જેમના ટેકાની શ્રી મેરારજીભાઈએ ગણતરી કરી હશે તે શ્રી જગજીવનરામે, એરિસ્સાના શ્રી બીજુંપટનાયકે, અને બિહારના શ્રી એસ. એન. મિશ્રો ખુલ્લી ચર્ચા વખતે ફેરવી તોળ્યું હતું. વળી મહાઅમાત્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ ઉપર જણાવેલ સુધારો સુચવતી વખતે આ ઠરાવને મતગણતરી ઉપર ન લઈ જવાનો શ્રી મેરારજીભાઈને દબાણપૂર્વક આગ્રહ કર્યો હતા. આ બધા પ્રતિકુળ સંયોગા લક્ષમાં લઈને, આ ઠરાવ જ્યારે જાહેર બેઠક સમક્ષ મંજુરી માટે રજુ કરવામાં આવ્યા ત્યારે શ્રી મેારારજીભાઈએ મત ગણતરીની માગણી ન કરતાં મૌન અખત્યાર કર્યું હતું.
એ સુવિદિત હતું કે કોંગ્રેસના ઘણા ખરા મેવડીએ આગામી કોંગ્રેસ અધિવેશન માટે શ્રી કામરાજને પ્રમુખ તરીકે ચાલુ રાખવા માગતા હતા અને તે કારણે જ કોંગ્રેસની કારોબારી સમિતિ તરફથી ૧૯૫૮ના હૈદ્રાબાદના ઠરાવમાં ઉપર જણાવેલા સુધારા ઉમેરીને તેને ઠરાવના આકારમાં રજુ કરવામાં આવ્યા હતા. ૧૯૫૮ની પરિસ્થિતિના સંદર્ભમાં આજની પરિસ્થિતિ અંગે જેને જેવા ખ્યાલ હતા તે મુજબ તેના તરફથી આ સુધારાનું સમર્થન કે વિરોધ કરવામાં આવેલ હતાં. આમ છતાં આ પ્રશ્ન થી મારારજીભાઈને મન પાયાના પ્રશ્ન બની ગયા હતા અને તેને અન્તરના અવાજ સાથે તેમણે સાંકળી દીધા હતા. આ કારણે તેમનું આ પ્રશ્ન અંગેનું સંવેદન ઘણું જ તીવ્ર બ હતું અને તે સંવેદનને તેમણે જે ોરદાર ભાષામાં અને જે સચૂંટ રીતે વ્યકત કર્યું હતું અને સંસ્થાના શિસ્તના ગમે તેવા પ્રશ્ન હોય તે પણ, તે અંગેના અન્ત:કરણના અવાજને તે કોઈ સંયોગેામાં અવગણી ન જ શકાય એવી તેમણે બુલંદ ઘોષણા કરી હતી જે સાંભળીને ઉપસ્થિત સમસ્ત સભાજનો અત્યન્ત પ્રભાવિત બન્યાં હતાં, શ્રી મેરારજીભાઈના પ્રભાવશાળી વ્યકિતત્વના આ વકતવ્યમાં જે આદર્શલક્ષી રણકાર સંભળાય છે તે રણકાર ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને શ્રાવણગોચર થાય એ હેતુથી, તેમનું તે વકતવ્ય ૨૬-૭-૬૫ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં અંગ્રેજીમાં જે રીતે પ્રગટ થયું છે તેના આધારે ગુજરાતીમાં સંકલિત કરીને નીચે આપવામાં આવે છે. તત્કાલ અત્યન્ત તંગ બનેલા વાતાવરણ વચ્ચે શ્રી મેરારજીભાઈએ નીચે મુજબ જણાવ્યું હતું. પરમાનંદ અંતરના અવાજને કદિ પણ દબાવી ન શકાય!
કાગ્રેસ સાથેના મારા ૩૫ વર્ષના સંબંધમાં આ પહેલા જ પ્રસંગ છે કે જ્યારે કૉંગ્રેસ કારોબારીના ઠરાવના વિરોધ કરવાનું કોઈ ‘અસાધારણ’ આચરણ હું આચરી રહ્યો છું. હું આમ વર્તી રહ્યો છું,
૧૭
✩
કારણ કે મને લાગે છે કે આ ઠરાવને પસાર કરીને આપણે દેશને અને કૉંગ્રેસને મોટામાં મોટું નુકસાન કરીશું. મારા મિત્રા અને સાથીએની સલાહની સામે થઈને હું આ ઠરાવને વિરોધ કરી રહ્યો છું. આમ છતાં આ પ્રમાણે હું વર્તી રહ્યો છું, કારણ કે જો હું એમ ન કરું તા મારા અન્ત:કરણના અવાજને મેં ગુંગળાવી દીધા જેવું કર્યું ગણાય.
આ ઠરાવના વિરોધ હું કોઈ રમુજમાં કે હળવા દિલથી કરતા નથી. કારણ કે હું એ અતિઆવશ્યક અને મહત્ત્વનું માનું છું કે, કૉંગ્રેસની કારોબારીમાં કશું ઘર્ષણ હાવું ન જોઈએ અને કૉંગ્રેસની કારોબારીએ એક અવાજથી જ બાલવું જોઈએ. પણ માણસની જિંદગીમાં એવી પણ ઘડ કદિ આવે છે કે જ્યારે અંદરના અવાજને દબાવવાનું આપણા માટે મુશ્કેલ બને છે.
મારા જીવનમાં આ ત્રીજી કટોકટી છે. પહેલી કટોકટી ત્યારે હતી કે જ્યારે મેં સરકારી નોકરીનું રાજીનામું આપ્યું હતું. કારણ કે એ નોકરીમાં ચાલુ રહેવું એ મારા અન્ત:કરણ વિરુદ્ધનું વર્તન મને લાગ્યું હતું. બીજી કટોકટી ત્યારે હતી કે જ્યારે અમદાવાદમાં તે શહેરના શહેરીઓના હિસક અત્યાચારો સામે મે' ઉપવાસ કર્યા હતા—એ ખ્યાલથી કે તત્કાલીન વ્યાપક બનેલી હિંસા કોઈ પણ રીતે અંકુશમાં આવે. અને મારા જીવનની ત્રીજી કટોકટી હું આ પ્રસંગને ગણું છું કે જ્યારે, જે કારોબારીને હું સભ્ય છું તે જ કારોબારી મારફત અહીં રજૂ કરવામાં આવેલા ઠરાવના અન્ત:કરણના દબાણને વઘુ થઈને વિરોધ કરવાની ધર્મમય ફરજ મારે બજાવવી પડે છે.
આમ કરવામાં મને કોઈ આનંદ આવતો નથી. ઊલટું આમ કરવું તે મને ધર્મ ભાસે છે. મારી જિંદગીના જે કોઈ વર્ષો બાકી હોય તે વર્ષો દરમિયાન જે હું કોંગ્રેસને અને રાષ્ટ્રને ઉપયોગી રીતે સેવા આપવા માંગતા હોઉં તે મને અત્યન્ત જરૂરી લાગે છે કે કૉંગ્રેસની સમગ્ર - કાર્યવાહીમાં નિર્મળ કાર્યપદ્ધતિ અપનાવવામાં આવે અને આપણા અન્તકરણને આપણે કદિ પણ દબાવીને—‹ધીને—ન ચાલીએ.
આજે મને ચોતરફ ભયનું વાતાવરણ નજરે પડે છે. એવા મારા ઘણા મિત્રો અને સાથીઓ મને માલુમ પડયા છે કે જે કેટલાક નિર્ણયો અને કાર્યો અંગે ઊંડી નાપસંદગી ધરાવતા હોવા છતાં, તે સામે પેાતાના અવાજ ઊઠાવતા તેએા અચકાતા હોય છે, ભય અનુભવતા હોય છે. સત્તાધીશા સામે ઊભા રહેવાની અને પેાતાને લાગે તે સ્પષ્ટપણે કહી નાખવાની જ્યારે પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે તેમ કરતાં તેઓ ભયાન્વિત બનતા હોય છે. જ્યારે તેમને હું પૂછું છું કે “પાછળ રહીને તમે બાલા છે અને કારણ વિના મલીન વાતાવરણ પેદા કરી છે. તેના બદલે તમને જે લાગે છે તે તમે જાહેરમાં કહેતા કેમ નથી?” ત્યારે તેઓ જવાબ આપે છે કે, “અમે શું કરીએ? એમ બોલવા જઈએ તે અમને ટિકિટ મળી શકતી નથી.”
અલબત્ત સર્વ કોઈમાં નું પ્રદર્શલક્ષી બળ અને હીંમત હોય એવી અપેક્ષા હું રાખતે નથી. દરેક સર્વ કાંઈ આપી દે અને સર્વ કાંઈ જતું કરે એવી પણ મારી કોઈ અપેક્ષા નથી. પણ જે એક્કસ પ્રસંગોએ આપણે અત:કરણના અવાજને દબાવીને ચાલીએ તે મને લાગે છે કે આપણે આપણી જાતને ગુમાવી બેસીએ. જ્યારથી રાજકીય ગણતરીઓ આગળ આવી છે ત્યારથી પેાતાની ફરજની પોતાના ધર્મની—વિસ્મૃતિ થવા લાગી છે, ઉપેક્ષા થવા લાગી છે. આપણા સમાજમાં અને ખાસ કરીને રાજકીય સંસ્થાઓમાં—આવું આચરણ આજે સર્વસામાન્ય બનતું જતું નજરે પડે છે.
આપણી કાગ્રેસ કે જેની સાથે આજ સુધીના જીવન પર્યન્ત
L