________________
તા. ૧-૮-૬૫
પ્રબુદ્ધ જીવન
અને કોઈ રાગ દ્વેષ વિના માત્ર તર્કની કસોટીએ પોતાના પ્રતિપક્ષીના મત અને દલીલેાની પરીક્ષા અને ખંડન કરે છે, જયારે બીજા પ્રકારમાં વૈતણ્વિક વિજિગીષુ હોય છે. આ વીતરાગ દ્વૈતણ્ડિક જેને આપણે પ્રામાણિ—honest—sceptic કહીએ છીએ એ કોટિના હોવા જોઈએ, જે પ્રામાણિકપણે કોઈ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વીકારી શકતો નથી (તાત્પર્ય પરિશુદ્ધિ ૧.૨. ૧; ન્યાય—પરિશુદ્ધિ, જી- ૧૬૬)
છલ, જાતિ, નિગ્રહસ્થાન : વાદીને મુંઝવવા માટે છલ, જાતિ, નિગ્રહસ્થાનનો પ્રયોગ કરવામાં આવે છે એ આપણે જોઈ ગયા. છલ એટલે વાદીના વચનનું તેને અભિપ્રેત હોય તેના કરતાં જૂદો જ અર્થ કરી તેનું ખંડન કરવું. તેના ત્રણ પ્રકાર છે–વાક છલ, સામાન્ય છલ, ઉપચારછલ. વાક્છલમાં શબ્દના બીજો અર્થ કરવામાં આવે છે; ‘નવકંબલ’ના દાખલા જાણીતે છે. વકતાએ ‘નવ’ નવા એ અર્થમાં શબ્દ વાપર્યો છે, જયારે પ્રતિવાદી તેને નવ સંખ્યાના અર્થમાં લે છે અને વિરોધ કરે છે. સામાન્ય છલ એટલે અત્યંત સામાન્યના અર્થમાં વપરાયેલ શબ્દમાં વિચિત્ર અર્થની કલ્પના કરવી. કોઈ એમ કહે કે ‘આ બ્રાહ્મણ વિદ્રાન અને ચારિત્ર્યવાન છે' અને બીજો કહે કે બ્રાહ્મણને તે વિદ્યા અને ચારિત્ર્ય સ્વાભાવિક છે.' આના વિરોધ આ રીતે કરી શકાય : જો બ્રાહ્મણમાં વિદ્યા અને ચારિત્ર્ય સ્વાભાવિક હોય તેા ગ્રાત્યમાં પણ હોવાં જોઈએ. (ગ્રાત્ય એટલે એવા બ્રાહ્મણ જે બ્રાહ્મણ માટે જરૂરી મનાતી ધાર્મિક ક્રિયા, સંસ્કાર વગેરેમાંથી પસાર ન થયો હોય) અહીં વકતાના એવા કોઈ ઈરાદો નહોતા કે બ્રાહ્મણત્વ અને વિદ્રતા કે ચારિત્ર્યશીલતાના સંબંધ બતાવવા, તેને માત્ર તે બ્રાહ્મણની પ્રશંસા કરવી હતી. જેમ કોઈ ખેતરનાં વખાણ કરતાં કહે કે 'અહીં તે બી વાવવાની પણ જરૂર નહીં.' આનો અર્થ એ નહીં કે એ એમ કહેવા માગે છે કે બી વાવ્યા સિવાય ધાન્ય ઊગે છે. ત્રીજો પ્રકાર ઉપચાર-છલનો છે જેમાં ગૌણ કે ઔપચારિક અર્થમાંsecondary meeningમાં– વપરાયેલ શબ્દને મુખ્ય અર્થમાં લઈ પ્રતિવાદી વચનનું ખંડન કરે છે. દા. ત. ઘાડિયાં રહે છે’ને પ્રતિષેધ એવી રીતે કરી શકાય કે ‘ ઘાડિયાં કેવી રીતે રહે?'
જાતિ એટલે અસદુર—એરિસ્ટોટલ જેને sophistical refutation કહે છે તે. જાતિમાં મુખ્યત્વે સાધર્મ્ડ કે વૈધર્માને આધારે વાદીની દલીલનું ખંડન કરવામાં આવે છે. સાધ્ય અને લિંગ વચ્ચે કોઈ નિયત કે સ્વાભાવિક સંબંધ હોવા જોઈએ. તેને બદલે કોઈ પદાર્થમાં બે ધર્મી સાથે હોય કે ન હોય અને એમાંના એક ધર્મ આ પદાર્થમાં હોય તે બીજા ધર્મ વિષે અનુમાન કરવું અને તે રીતે વાદીએ જે સિદ્ધ કર્યું હોય તેનું ખંડન કરવું એ જાતિ. દા. ત. કોઈ એમ કહે કે ‘શબ્દ અનિત્ય છે, ઉત્પત્તિમાન છે તેથી, ઘટની જેમ.' અને આની સામે જાતિ પ્રયોજાય કે શબ્દ નિત્ય છે, અમૂર્ત છે તેથી, આકાશની જેમ,' અહીં માત્ર સાધર્મને આધારે દલીલ કરી છે. ખરી રીતે તે નિત્યત્વ અને અમૂર્તત્વને કોઈ સંબંધ નથી. બધા અમૂર્ત પદાર્થો નિત્ય નથી હોતા, દા. ત. બુદ્ધિ. વૈધર્મને આધારે પણ જાતિ પ્રયોજી શકાય– જો ઘટ સાથે સાધર્મને કારણે શબ્દ અનિત્ય હોવા જોઈએ તે અમૂર્તતાને લીધે ઘટથી વૈધર્મને કારણે તે નિત્ય મનાવા જોઈએ.' ન્યાયસૂત્રમાં જાતિના ૨૪ પ્રકાર વર્ણવ્યા છે અને તેનાં ઉદાહરણ આપ્યાં છે. ન્યાયસૂત્ર અને અન્ય પ્રાચીન ગ્રંથામાં જે જાતિ પ્રકારની દલીલો વ્યવહારમાં સામાન્ય રીતે પ્રયોજાય છે તેનો સંગ્રહ કર્યો હોય તેમ લાગે છે. આ બધામાં જાત્યુત્તર વ્યાપ્તિમૂલક નથી, તેથી સમર્શવચન નથી અને મૂળ વચનનો પ્રતિષેધ કરી શકે નહીં. પણ જો વાદી મૂંઝાઈ જાય અને પ્રતિવાદીની જાતિની આ ખામી પકડી ન પાડે તે તે પેાતાની દલીલ ભૂલભરેલી હતી એમ સ્વીકારી લે, અને આ રીતે કયારેક તેને હરાવી પણ શકાય. તેથી જ તો વિષમ સંજોગામાં જાતિના પ્રયોગ કરવાની અનુમતિ આપી છે—કદાચ પરાજ્ય નિવારી શકાય તે આશયથી.
અપૂર્ણ
ડૉ. એસ્તેર 'સાલામન
૬૫
ધર્મ એટલે શુ ?
(ગતાંકથી ચાલુ)
ભગવાન બુદ્ધ એક વાર એક રેશમી રૂમાલ લઈને પેાતાના ભિક્ષુશિષ્યા વચ્ચે જઈને બેઠા. એમણે રેશમી રૂમાલમાં એક ગાંઠ બાંધી અને શિષ્યોને પૂછ્યું કે “આ રૂમાલ એના એ છે કે બદલાઈ ગયા છે ?” શિષ્યાએ કહ્યું કે “એક અર્થમાં એ બદલાયલા છે અને બીજા અર્થમાં તે તેના તે જ છે. પહેલાંમાં ગાંઠ નહેાતી અને હવે ગાંઠ છે તેટલા ફરક પડયો છે.” ભગવાને કહ્યું કે. “ભિક્ષુઓ, પહેલાં જેઓમાં કડીઓ નહોતી તેમાં જ્યારે કડીઓ નિર્માણ થઈ કે તેઓ બદલાઈ ગયા. ચિત્ર પર ડાઘ પડયો કે તે બદલાઈ ગયું.” ત્યાર બાદ ભગવાને પેલા રૂમાલમાં છ ગાંઠો બાંધી અને ભિક્ષુઓને કહ્યું કે ‘આ ગાંઠોને ખાલવી કેવી રીતે?' કેટલાક શિષ્યાએ રૂમાલ હાથમાં લઈને બેઉ છેડેથી ખૂબ ખેંચ્યો. આથી ગાંઠો વધારે મજબૂત થઈ ગઈ. ભગવાન હસ્યા અને કહ્યું કે 'ગાંઠોને જો ખેાલવી હાય તે જેવી રીતે તેને બાંધી તેનાથી વિપરીત વું જોઈએ. કેવી રીતે બાંધી તેનો ખ્યાલ કરીને તેનાથી ઊંધી ક્રિયા કરી તે ગાંઠો ખૂલી જશે.' આ કેટલું સરળ કામ છે? પણ આપણે તો ખોલવાના ભ્રમમાં ગાંઠને વધારે મજબૂત જ બનાવતા હોઈએ છીએ. કેટલાક પેાતાના ધાર્મિકપણાની ધૂનમાં ને ધૂનમાં આવી ગાંઠોને મજબૂત બનાવતા હોય છે.
એક સંન્યાસીને એક રાજાએ કહ્યું કે, ‘સ્વામીજી, મેં હજારો લોકોને અન્નવસ્ત્ર પૂર્યા છે. કેટલાંયે મંદિરો બંધાવ્યાં છે. મને શા ફાયદા થયા? સંન્યાસીએ કહ્યું કે, “રૂમાલાને ગાંઠો પાડવા અને ખેંચવા જેવું થયું. વધારે ને વધારે ગાંઠો પડતી જશે. દાન આપ્યાં, તપ કર્યું, ઉપવાસ કર્યા અથવા છેાડયા તેથી શા લાભ? એનું સતત ધ્યાન રહે તેથી જ ગાંઠો પડતી જાય છે. કારણ કે તેમાં મનની ખેખેંચતાણ રહે છે, સ્વાભાવિકતા નથી હોતી,
આપણને આશ્ચર્ય લાગશે કે અત્યંત વિન્રમ અને વિનીત મનુષ્યમાં પણ અહંકાર હોય છે – પેાતાની વિનમ્રતાનો. જેણે બધું છાડયું છે, ત્યાગ્યું છે તેમનામાં પણ આ ઘટના ઘટિત થતી હોય છે. તેનામાં પોતાના ત્યાગનો અહંભાવ હોય છે. જો કે તેમની ગાંઠો સૂક્ષ્મ હોય છે. ગાંઠોમાં જેટલી સુક્ષ્મતા તેટલી તેની નિર્જગ મુશ્કેલ બને છે. ગાંઠો જેટલી મેરી હોય તેટલું તેને ખોલવાનું સરળ બને છે. એટલા માટે જ સામાન્ય ગૃહસ્થી લાકોની ગાંઠો જલ્દી ખૂલી જાય છે, પણ ત્યાગી અને સંન્યાસીઓની ગાંઠો સૂક્ષ્મ હોવાથી બહુ જ ઊંડી બૅસી ગયેલી રહે છે અને તેથી તેને ખોલવાનું મુશ્કેલ બને છે. ગાંઠ કેવી રીતે બંધાઈ જાય છે તે જો સમજાય તો તેની ખોલવાની ક્રિયા પણ આપે!આપ સમજાશે.
સંસારમાં કોઈ રસ્તો એવા નથી કે જે એક જ . તરફ જતા હોય. આ ભવન પર આપણે જે રસ્તેથી આવ્યા તે જ રરસ્તેથી પાછા પણ જઈ શકાય છે. મેક્ષ આગળ ચાલવાથી નહિં મળે, પણ જ્યાંથી આવ્યા ત્યાં પાછા જવાથી મળશે.
કોઈ એક સંન્યાસી એક નદી કિનારે આવ્યો. ત્યાં પાણી ભરવા આવેલી એક ગામડિયણ છોકરીએ સંન્યાસીને ભાવથી ભાજન કરાવ્યું. ભાજન થઈ રહ્યા બાદ છેકરીએ ભોજનપાત્રને નદીમાં ફેંકી દીધું. પેલું પાત્ર તો ઉપરવાસ તરફ જવા લાગ્યું." આ જોઈને તે સંન્યાસી નાચી ઊઠયા અને બાલ્યું. કે, “બસ, આજ મને સત્ય મળી ગયું. હવે હું તરી ગયા. હવે પેલા પાત્રની માફક ઉદ્ગમ સ્થળ કે જ્યાંથી ચૈતનાની ધારા વહે છે તે તરફ પાછા વળીશ અને ઉદ્ગમ સ્થળ ઉપર પહોંચી જઈશ. આમ કરવાને બદલે હું આગળ વધીશ તો તેટલા એનાથી દૂર થતા જઈશ.' આ ઉદ્ગમ સ્રોત પર જવા માટે તે મનની ગંગામાં ચેતનારૂપી પાત્રને પાછળની બાજ તરફ હઠાવવું પડશે—જયાંથી વાસના વિકાર આદિ આવે છે તે બિંદુ પર પહોંચવું પડશે. જે રીતે કડીઓ બનાવી તે જ રીતે તેના પરથી પાછા વળી શકાય છે.
*આમ વહેતા પ્રવાહમાં નાખેલું પાત્ર ઉપરવાસ જાય એવું વિધાન વાચકોને વિચિત્ર જેવું લાગશે, પણ આ બાબત રજનીશજીને પૂછતાં તેમણે એમ ખુલાસા કર્યો કે જોરથી વહેતા વિશાળ જળપ્રવાહને બારીકીથી જોતાં માલૂમ પડશે કે જ્યારે પ્રવાહની વચ્ચેના ભાગ જોરથી નીચાણમાં વહી રહેલા હોય છે ત્યારે કોર ઉપરનું પાણી ઉપરવાસ જતું દેખાય છે અને તે કાર ઉપરના પાણીમાં કોઈ પદાર્થ નાખવામાં આવે તો તે પદાર્થ પણ થોડો સમય ઉપરવાસ જતા ભાસે છે.