________________
૪
પ્રબુદ્ધ જીવન
નહિ, જ્ઞાનના સંરક્ષણ માટે જ ન છૂટકે કરવા. આ પરથી કથાના ક્ષેત્રમાં જે ઊંચી કક્ષા ભારતીયોએ પ્રાપ્ત કરી હતી તે સ્પષ્ટ થાય છે. વ્યવહારમાં આ આદર્શનાં ભિન્ન ભિન્ન સ્વરૂપ નજરે પડે છે અને સત્યાન્વેષણ અને વિજિગીષા—વિજયની ઈચ્છા—એ બન્ને પ્રયોજન મિશ્રિત સ્વરૂપે જોવા મળે છે. વાદ, જલ્પ, વિતા વચ્ચેના ભેદ શાસ્ત્રીય છે. વ્યવહારમાં આ પ્રકારો સ્પષ્ટપણે હતા એમ કહેવું મુશ્કેલ છે. ‘આપણે જલ્પ કે વિતણ્ણા કરીએ' એમ કહીને કોઈ ચર્ચાની શરૂઆત ભાગ્યે જ કરે. ચર્ચાની શરૂઆત ત વાદ સ્વરૂપે જ થાય અને આગળ જતાં તેમાં વાદ, જલ્પ કે વિતકુડાનાં લક્ષણો દાખલ થાય. જાણી જોઈને છલ, જાતિ વગેરેના પ્રયોગ કરવામાં આવે છે કે નહિ તે પ્રમાણે દાર્શનિક ગ્રંથમાં કોઈ અગત્યના મુદ્દાની ચર્ચા પરથી આનો ખ્યાલ આવી શકે છે. જે કથાઓ વાસ્તવમાં થતી તેને આધારે નૈયાયિકોએ કથાની શાસ્ત્રીય ચર્ચા કરી અને તેના વિભાગો પાડયા અને આ શાસ્ત્રીય જ્ઞાનને આધારે પછી લોકો કથાના પ્રકારના કે છલ, જાતિ, નિગ્રહસ્થાનનો નિર્દેશ કરવા લાગ્યા.
બૌદ્ધ નૈયાયિક ધર્મીત અપ્રમાણિક દલીલને થામાં અનુમતિ આપતા નથી અને પ્રતિપક્ષ વિનાનો પક્ષ સંભવે નહિ, તેથી જલ્પ કે વિતણ્ડા જેવા પ્રકારો તેમને માન્ય નથી. અપ્રમાણિક યુકિત દ્વારા કદી કોઈને હરાવી શકાતું નથી અને જ્ઞાનનું સંરક્ષણ સંભવતું નથી. ધર્મકીતિનો મત વધારે ન્યાયપુર:સર છે અને નૈતિક છે, જ્યારે નૈયાયિકોએ લૌકિક વ્યવહારને આધારે વિભાગ પાડયા છે. દિ ્·નાગ અને ધર્મીત પહેલાંના બૌદ્ધ નૈયાયિકોએ ન્યાયસૂત્રની જેમજ નીતિ અને નિગ્રહસ્થાનનું વિવેચન કર્યું છે. . તેથી તેમને ન્યાયસૂત્ર જેવું વર્ગીકરણ માન્ય હશે એમ લાગે છે. અકલંક પહેલાંના જૈન તાર્કિકોને ધર્મ અને દાર્શનિક સિદ્ધાન્તનું સંરક્ષણ થઈ શકનું હોય તો છલ, જાતિ, નિગ્રહસ્થાનના પ્રયોગ સામે વાંધો નહીં હોય. સિદ્ધસેને પોતાના વાદપનિષદ્, વાદ અને ન્યાય દ્વાત્રિંશિકાએમાં વાદી-પ્રતિવાદી કેવી યુકિતઓ દ્વારા જય પ્રાપ્ત કરે છે તેની મશ્કરી કરી છે. હરિભદ્રસૂરીએ પેાતના વાદ અને યમ અટ્ટકોમાં ત્રણ પ્રકારના વાદનું વર્ણન કર્યું છે શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ. સજનનો કોઈ ગર્વિષ્ઠ, ક્રૂર, અધાર્મિક અને અજ્ઞાની પ્રતિ વાદી સાથેના વાદ તે શુષ્કવાદ અનુદાત્ત, અનુદાર, એકાંતવાદી અને લૌકિક લાભ ઈચ્છતા પ્રતિવાદી સાથેના છલ, જાતિના પ્રયોગથી ભરપુર એવા વાદ તે વિવાદ. કોઈ જ્ઞાની જેને કોઈ મતના દુરાગ્રહ નથી તેવા માણસ સાથેના વાદ તે ધર્મવાદ. આ વર્ગીકરણ ન્યાયસૂત્રના વર્ગીકરણને મળતું છે, એમ જણાય છે કે સૌ પ્રથમ અકલંકે એમ બતાવ્યું કે તત્ત્વની સ્થાપના કરવા માટે પ્રમાણિક સાધનાના જ ઉપયોગ કરવા જોઈએ. અપ્રમાણિક દલીલાને કથામાં સ્થાન જ ન હોય તો વાદ અને જલ્પના ભેદના કોઈ અર્થ રહેતા નથી અને વિતા સાચા વાદ નથી, વાદાભાસ છે. અકલંક પછીના જૈન ચિંતકોએ અકલંકનું અનુસરણ કર્યું છે. માત્ર યશોવિજયજી જરૂર પડે ત્યાં સંજોગે જોતાં તરકીબો કરવાની અનુમતિ આપે છે. (વાદ દ્વાત્રિશિકા ૮.૬). હેમચન્દ્રાચાર્ય વાદ અને જલ્પને ભેદ કરવાનું કોઈ કારણ જોતા નથી. શ્રુતિ નિગ્રહસ્થાનની વાદની સાથે કાંઈ અસંગતિ નથી. ચાબુક વગેરેના ઉપયોગ પ્રતિપક્ષીને વાદમાં હરાવવા માટે ન થઈ શકે, પણ નિગ્રહસ્થાન વગેરેનો ઉપયોગ અનુપપન્ન નથી. બીજો જે ભેદ બતાવ્યો છે કે વાદ સત્ય નિર્ણયની ઈચ્છાથી પ્રેરિત હોય છે, જ્યારે જલ્પ પાછળ ખ્યાતિ કે ધન કે એવા કોઈ લાભ મેળવવાનો ઈરાદો હોય છે, પણ આ બરાબર નથી. વાદમાં પણ સત્યની સ્થાપનાની સાથે સાથે વિજયી વાદીને ધન, પ્રતિષ્ઠા વગેરે તો મળે જ છે. આમ આ બાબતોની પ્રેરણા દરેક વાદમાં રહેવાની, કારણ કે માનવ માટે આ પ્રકારની
તા. ૧-૮-૬૫
ઈચ્છાએ અને અભિલાષાઓ સ્વાભાવિક છે. સામાન્ય સંજોગામાં કોઈ સારો માણસ અપ્રમાણિક દલીલ કે તરકીબથી પ્રતિપક્ષીને હરાવવાની કે ધન વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે નહીં. વાદમાં કયારેક જાતિ એટલે અસદુત્તર છતાં સાચા તરીકે ખપી જવાની જેની શકયતા હોય તેવા ઉત્તર આપવાની જરૂર ઊભી થાય છે, અથવા તેવી દલીલને અજાણતાં ઉપયોગ થઈ જાય તેટલા માત્રથી વાદના એક નવા પ્રકાર સ્વીકારવાની જરૂર નથી. આમ છતાં પણ વાદિ દેવસૂરિએ વાદના બે પ્રકાર માન્યા છે-- તત્ત્વનિણિનીષુવાદ અને વિજિગીષુવાદ. જૈન નૈયાયિકો વાદમાં વિજિગીષાનું તત્ત્વ સ્વીકારે છે—વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ વિજય એટલે સત્યની સ્થાપના. આમ શાસ્ત્રીય રીતે તે તેમની કલ્પના ન્યાયમતથી અલગ પડતી નથી. છલ, જાતિ, નિગ્રહસ્થાનના વ્યવહારમાં ઉપયોગ થાય છે તેટલા પૂરતી તૈયાયિકોએ તેમની નોંધ લીધી છે, પણ આપણે જોયું તેમ ધર્મકીતિ, અકલંક, વિઘાનન્દ તેવા પ્રયોગને અનુમતિ આપતા નથી. વાદ અને જલ્પ વચ્ચેનો ભેદ ઘસાઈ જવાનું એક કારણ એ હોઈ શકે કે પાછળથી વાદમાં વિજય પ્રાપ્ત કરીને રાજ્યમાં પ્રતિષ્ઠિત સ્થાન કે પોતાના સંપ્રદાયને માટેરાજકીય સ્વીકૃતિ મેળવવાનું અનિવાર્ય બની ગયું અને વિજિગીષા બધા જ વાદોની પાછળ રહેતી. અને તેમ હોવા છતાં એ અભિપ્રેત હતું કે પ્રત્યેક વાદી બની શકે તેટલી પ્રમાણિક રીતે પ્રતિવાદીને હરાવવાનો પ્રયત્ન કરે, વિતણ્ડા વિષે થોડીક સ્પષ્ટતા કરવી જરૂરી લાગે છે. વિતામાં કોઈ મતની સ્થાપના નથી હોતી, માત્ર પ્રતિ પક્ષીના મતનું ખંડન હોય છે. વૈણ્ડિકને કોઈ મત સ્થાપવાના હોતા નથી. આની મશ્કરી કરવામાં આવી છે. વૈણ્ડિક જો કોઇ મત હાવાનું કબૂલ કરે કે કોઈ મત કે પક્ષ કે વાત સ્વીકારે તે તે દૈતણિક મટી જાય અને જો તેમ ન કરે તે તે લૌકિક કે પરીક્ષક કશું જ રહે નહીં અને તેનાં વચના મિથ્યા પ્રલાપરૂપ બની જાય. બીજી બાજુએ આપણે જોઈએ છીએ કે માધ્યમિકો, જયરાશિ જેવા તાર્કિકો અને શ્રીહર્ષ વગેરે કેવલાદ્ તીઓએ વિતણ્ડાની પદ્ધતિ સ્વીકારી કોઈ મતની ાપના કર્યા વિના પ્રતિપક્ષીનું ખંડન કર્યું છે. તે શું આ બધા કેવળ હાસ્યપાત્ર હતા? કહેવું પડે છે કે વાત્સ્યાયન, ઉદ્યોત, વાચસ્પતિ વગેરે બધા જ નૈયાયિક વૈતણ્વિકનું સાચું મૂલ્ય આંકી શક્યા નથી. બુદ્ધના સમયના સંય બેલકુદ્યુતને પણ ચૈતટિક કહી શકાય. તેમની દલીલ એ હતી કે સામાન્ય રીતે પ્રમેયની સિદ્ધિ પ્રમાણથી કરવામાં આવે છે ( મેયસિદ્ધિ: પ્રમાદ્રિ ), પણ જે પ્રમાણનું લક્ષણ આપણે બરાબર જે આપી શકતા ન હોઈએ તે આપણી પ્રમાણની કલ્પના પાયા વિનાની છે અને તેથી પ્રમેયાની સિદ્ધિ સંભવે નહીં. આમ કોઈ પણ વસ્તુ”નું સાચું જ્ઞાન થાય છે એમ કહેવું મુશ્કેલ છે. બર્બીજાની અપેક્ષાએ વસ્તુઓ જાણી શકાય, સ્વતંત્રપણે નહીં, તેથી વસ્તુઓ નિ:સ્વભાવ છે એમ માધ્યમિક બૌદ્ધોએ દલીલ કરી. જયરાશિએ પ્રમાણેનાં લક્ષણમાં ઈતરેતરાા વગેરે દોષો બતાવ્યા અને એ રીતે બતાવ્યું કે કોઈ પ્રમાણમાં જ્ઞાન આપવાની યોગ્યતા નથી, અને સાચું જ્ઞાન સંભવતું નથી. કોઈ લક્ષણ કે ક્લ્પના જો વિચારસહ ન હોય, તર્ક આગળ ટકી શકતી ન હોય તે તેમાં સત્ય માની શકાય નહીં. Critical Philosophers Sceptical thinkers
કહી શકાય એ કોટિના આ ચિંતકો છે, માત્ર કલહકારી દોષદર્શી નથી. પણ ભાગ્યે જ કોઈ નૈયાયિક આવા વૈતણ્વિકનું સાચું મૂલ્ય આંક્યું છે માત્ર ઉદયનાચાર્યે એક સનાતનીના મત ટાંક્યો છે, જે પ્રમાણે વિતણ્ડા બે પ્રકારની હોઈ શકે : વાદ કોટિની અને જલ્પ કોટિની. વેઇંટનાની ન્યાયપરિશુદ્ધિમાં પણ આવા એક મત ટાંકી તેનું ખંડન કર્યું છે—જે પ્રમાણે વિતડા બે પ્રકારની હોઈ શકે—એમાં વાદી વીતરાગ હોય છે