________________
REGD. No. B-1266
વાર્ષિક લવાજમ ગ઼, ૪
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નસકણુ વર્ષ ૨૭ : અ કણ
મુંબઇ, ઓગસ્ટ ૧, ૧૯૯૫, રવિવાર
આફ્રિકા માટે શિલિગ ૮
તંત્રી : પરમાનંદું કુંવરજી કાપડિયા
ભારતીચાની તાર્કિકતા -૨
(ડા. એસ્તેર સલામનના આ લેખનો પહેલો હપ્તો તા. ૧-૭- પના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યો છે. તેમાં પાનું ૪, પહેલું કાલમ, ત્રીજા પારિગ્રાફમાં ‘આર્ષ અઘ’ છપાયેલ છે તેના સ્થાને ‘આર્ય અદ્ર’ (આર્દ્રક) એમ વાંચવું. પાનું ૪૩ પહેલા કોલમમાં ૨૦મી લીંટીની શરૂઆતમાં ‘ઉપાયહાધ્ય’ એમ છપાયું છે તેને સ્થાને ‘ઉપાયદય’ એમ વાંચવું. આ નામના બૌદ્ધ ન્યાયનો એક ગ્રંથ છે. તંત્રી)
不
શ્રી મુબઇ જૈન યુવક સૌંનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
ન્યાયસૂત્રમાં કથાના ત્રણ પ્રકાર બતાવ્યા છે: વાદ, જલ્પ, વિતણ્ડા. વાદમાં વાદી અને પ્રતિવાદી પક્ષ અને પ્રતિપક્ષની રજુઆત કરે છે અને પ્રમાણ અને તર્કથી તેનું સમર્થન કરે અને એકબીજાના મતનું ખંડન કરવા પ્રયત્ન કરે છે. એક જ વસ્તુ અંગે બે મત હોય અને તે સામસામા મૂકવામાં આવે તો તે પક્ષ અને પ્રતિપક્ષ બને છે; દા. ત. ‘આત્મા નિત્ય છે. ' અને ‘આત્મા નિત્ય નથી; ” પણ ‘આત્મા નિત્ય છે’ અને ‘બુદ્ધિ અનિત્ય છે’ એ પક્ષ અને પ્રતિપક્ષ નથી. જલ્પમાં પણ આ જ પ્રક્રિયા હોય છે. વાદથી એનો ભેદ એ છે કે વાદમાં તત્ત્વબુભુત્સા એટલે કે સાચી હકીકત જાણવાની ઈચ્છા પ્રેરક હોય છે અને જય, કે પરાજયની ચિન્તા કર્યા વિના પ્રામાણિકપણે વાદી અને પ્રતિવાદી એકબીજાનું ખંડન કરી પોતાના મતના સમર્થાનમાં દલીલો રજુ કરે છે, જ્યારે જલ્પમાં નજર મુખ્યત્વે વિજય સામે હોય છે અને પ્રતિવાદીને મૂંઝવવા માટે અને તે રીતે વિજયની શકયતા ઊભી કરવા માટે વાદી છલ, જાતિ (અસત્તર), નિગ્રહસ્થાન (દાય આપી વાદીને હરાવવા) અને મહાવિદ્યા પ્રકારના જટિલ ન્યાય-વાકયોનો ઉપયોગ કરે છે અને આ રીતે પ્રતિવાદીના મતનું ખંડન અને પેાતાના મતનું સ્થાપન કરવાના પ્રયત્ન કરે છે. વિતણ્ડામાં પણ વિજય પ્રત્યે જ નજર હોય છે, પણ જલ્પથી તેનો ભેદ એ છે કે, જલ્પમાં પ્રતિપક્ષની સ્થાપના હોય છે, જ્યારે વિતણ્ડામાં પ્રતિપક્ષ રજુ કર્યા વિના વાદીનું ખંડન કરવામાં આવે છે. જલ્પ અને વિતણ્ડામાં છલ, જાતિ (અસદુત્તર) અને નિગ્રહસ્થાનનો છૂટથી ઉપયોગ થાય છે, જ્યારે વાદમાં જાણી જોઈને છલ અને જાતિના ઉપયોગ થતો નથી. કયારેક ચર્ચાના આવેશમાં થઈ જાય તો ભલે. અને નિગ્રહસ્થાન—દોષ બતાવી કોઈ વાદીને રોકવા કે હરાવવા—તેને પણ પ્રયોગ જો તેના દ્વારા સત્યાન્વેષણમાં મદદ મળતી હાય તા જ કરવામાં આવે છે. દા. ત. વાદીની દલીલમાં વિરુદ્ધ હેત્વાભાસ એટલે કે એવા હેતુ જે વડે પેાતાને અનિષ્ટ વસ્તુ જ સિદ્ધ થાય—હોય તો તે બતાવવા જ જોઈએ. નહીં તો એ જે સિદ્ધ કરવા માગતા હોય તેનાથી વિપરીત સિદ્ધ થઈ જાય અને તો પછી મતભેદનું કારણ રહે નહીં, એ જ રીતે પોતાના સિદ્ધાન્તથી અસંગત વાત કરી હોય તો તેનું ધ્યાન દોરવું જોઈએ. આમ અપરિાદ્ધાન્ત નામનું નિગ્રહસ્થાન પ્રયોજાય છે. ટૂંકમાં જે નિગ્રહસ્થાન બતાવવાથી સત્યાન્વેષણ સરળ બને અને પ્રતિપક્ષીને સત્યની ખાતરી થાય તેવું હોય તેવાં નિગ્રહસ્થાન પ્રયોજાય છે. તેણે કોઈ દલીલ સમજવામાં વાર લગાડી કે ઉત્તર તરત ન આપ્યો કે
ન્યાયવાય (Syllogism) રજુ કરવામાં થોડું ઊલટસૂલટ કરી નાખ્યું કે તેનાથી કશું અર્થહીન બાલાઈ ગયું કે પુનરુકિત થઈ વગેરે, તે વાતે વાતે તેના તરફ તેનું ધ્યાન દોરવાની જરૂર નહી, જ્યારે જંલ્પ અને વિતામાં નાનામાં નાની ભૂલ કે અશકિત શોધ્યા જકરવાની વૃત્તિ હોય છે, જેથી બીજો માણસ મૂંઝાઈ જાય અને દલીલ કરવામાં પાછા પડી જાય. પ્રતિવાદીની દલીલમાં નિરનુયાયાનુયોગ—એટલે તેણે દોષ ન હોય ત્યાં દોષ બતાવવાનો પ્રયત્ન કર્યો હોય અને વાદી જો પુરવાર કરી શકે કે પોતાની દલીલમાં એ દોષ નથી જ અને હેત્વાભાસ–એ બે નિગ્રહસ્થાન પ્રયોજાતાં કથા—ચર્ચાના અન્ત આવી જાય છે, કારણ કે એકની દલીલ ખોટી ઠરે છે અને બીજાના મતનું સ્થાપન થઈ જાય છે. વાદમાં સત્યાન્વેષણની વૃત્તિ હોય છે, જ્યારે જલ્પ અને વિતામાં બીજાને હરાવી વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રધાન હોય છે. વાદ માટે ભાગે ગુરુ-શિષ્ય કે શિષ્યો કે એક જ શાસ્ત્રના સત્યાન્વેષી અભ્યાસી કે મિત્ર એટલે કે હિતેચ્છુઓ વચ્ચે અને કયારેક બે સંપ્રદાયના સત્યાન્વેષી અનુયાયીઓ વચ્ચે પણ સંભવે છે, જ્યારે ૫ અને વિતણ્ડામાં વિજય દ્વારા પોતાનું અને પોતાના સંપ્રદાયનું મહત્ત્વ સ્થાપવાના જ ઈરાદો હોય છે. વાદ દ્રારા આપણે જોયું તેમ જ્ઞાનપ્રાપ્તિ અને પ્રાપ્ત જ્ઞાનનું પરિશોધન અને પરિપાક થાય છે. હવે એવું ક્યારેક બને કે પ્રતિપક્ષી જ્ઞાની હોય છતાં અસહિષ્ણુ હોય અને કોઈ પેાતાની સામે વિરુદ્ધ પક્ષની તરફેણમાં દલીલ કરે એનાથી અકળાતો હોય તો જિજ્ઞાસુએ પેાતાનો પક્ષ રજુ કરવાનો આગ્રહ રાખવા નહિ અને તેની પાસેથી જે જ્ઞાન મળે તેના વિચાર અને પરીક્ષા કરી પોતાના જ્ઞાનનું પરિશોધન કરી લેવું એમ ન્યાયસૂત્રકાર કહે છે.
ન્યાયસૂત્રકારે અમુક સંજોગામાં છલ, જાતિ, નિગ્રહસ્થાનની અનુમતિ આપી છે. જ્યારે કોઈ ગુરુને એમ લાગે કે કોઈ પ્રતિવાદીની દલીલોની અસર પોતાના કુમળી બુદ્ધિના વિદ્યાર્થીઓ ઉપર વિપરીત થશે અને છતાં જો તે પ્રતિવાદીને હરાવવા મુશ્કેલ હાય કે તાત્કાલિક કોઈ દલીલ મળે નહીં તો છલ જાતિ વગેરે પણ પ્રયોગ કરવા, પણ જવલ્લે જ–પોતાનો સિદ્ધાન્ત ભયમાં હોય કે શિષ્યા ઉપર વિપરીત અસર થવાની શકયતા હોય અથવા પ્રતિપક્ષી અત્યન્ત ગર્વિષ્ઠ, જ્ઞાન પ્રત્યે ઉદાસીન કે કેવળ ધન, કીતિ કે સત્તા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે જ. પણ ન્યાયસૂત્રકારે ખાસ સૂચન કર્યું છે કે જલ્પ અને વિતણ્ડાના પ્રયોગ કયારેય અર્થલાભ કે ખ્યાતિ વગેરે સ્થૂળ લૌકિક લાભા માટે 'સ્વેચ્છાએ કરવા