SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રબુદ્ધ જીવન કૌશલ્ય એને તોડવામાં પણ સમર્થ બની શકે, પુરુષાર્થ કર.” તેનામાં એકદમ હિંમતનો સંચાર થયો અને થોડીવારમાં જ તે બંધનમુકત થઈ ગયા. આ દષ્ટાંતકથા આપણને સૌને લાગુ પડે છે. આપણાં હાથપગ અને દિમાગ આપણી જ બનાવેલી કડીઓથી બાંધેલા છે. જગતમાં કોઈ બીજાના કેદી નથી. આપણે આપણાં જ કેદી છીએ. એટલા માટે બીજાને દોષ ન દો કે તેઓ મારા દુ:ખનું કારણ છે. જે બીજા જ આપણા દુ:ખનું કારણ હોય તો તેને દુ:ખમુકત થવાની કોઈ આશા નથી. પણ જો હું પોતે જ મારા દુ:ખનું કારણ હોઉં તો પૂરેપૂરી આશા છે, સંભાવના છે. એ કારણને જેવું દૂર કર્યું કે દુ:ખ વિલીન થઈ જશે. આપણા દુ:ખનું સ્મરણ કરો કે ખરેખર શું પીડા છે? પ્રત્યેક પીડામાં આપણે હાથે બનાવેલી જંજીરની કડી દેખાશે. એને ‘કર્મ’ કહીશું. એ કર્મની કડી આપણને રોજ બાંધ્યા કરે છે. પ્રતિક્ષણ બંધન ઉપર બંધન બંધાયે જ જાય છે અને એ બંધના દ્વારા મુકતજીવનની સંભાવના ઓછી થતી જાય છે. ક્રોધ, ધૃણા અને મનની કલ્પના કડીઓનું નિર્માણ કરે છે. આપણી અંદરના લુહાર ચોવીસે કલાક ધમધોકાર આવી કડીએ બનાવ્યા કરે છે. જાગૃતાવસ્થા તેમ જ નિદ્રાવસ્થામાં આ કાર્ય ચાલુ જ રહે છે. સ્વપ્નમાં પણ ક્રોધ, મારામારી, કાપાકાપી, હત્યા આદિ ચાલુ રહે છે. વેર, કડવાશને આપણે ભૂલી શકતા નથી. વરસો પહેલાં કોઈએ કરેલું અપમાન આપણે ભૂલી શકતા નથી. બલકે એવા પ્રસંગોને યાદ કરીને સ્વાદથી વાગોળતા, તેટલા જ ક્રોધ એ પ્રસંગ યાદ કરતા આજે પણ આવી જાય છે અને તે અપમાનનું શારીરિક કે માનસિક રીતે વેર લેવા મન તલપાપડ બની રહે છે. સૌથી મેટા પધી આપણે પોતે જ છીએ. વાસ્તવમાં આપણે કોઈને ખરેખર છરો ભેડ્યો કે નહિ તેના સવાલ નથી. તેથી કંઈ વિશેષ ફરક નથી પડતા. મનથી એ છડા ભેાંકવાની, કે.ઈને નુકસાન કર્યાની અથવા વેર વાળ્યાની પના કરી તેનાથી કર્મ તે બંધાઈ ચૂક્યું. એકમાં તો આદમી બહાર મળે છે, બીજામાં અંદર મરે છે. એ સૌંસાચ મરે છે કે નહિ તે મહત્ત્વપૂર્ણ નથી, પણ તમે તા જરૂર એને માર્યો જ—ભલે મનથી—તે મહત્ત્વપૂર્ણ છે. ńતી આવી કડીઓના મોટા પહાડ ખડકાઈ જાય ત્યારે એની નીરો દબાઈ– ચંપાઈને તરફડીએ, ચીસે પાડીએ, પણ છૂટકારો થતા નથી. કારણ કે પહાડ મેટ્રો જંગી અને આપણે એની પાસે નાના પી જઈને છીએ. જરા વિચારીએ કે આવડા મોટા પહાડ બન્યો શી રીતે? રોજ આપણે એકએક પત્થર બાંધવાની ક્રિયા ભાલુ રાખીએ તા એક દિવસ એ બાજો એટલા માટો થઈ પડે કે આપણે હાલીચાલી પણ ન શકીએ. આપણે આપણી ચારેબાજુ આવાં પત્થરોને લટકાવ્યા છે, અને એના ભાર તળે આપણું જીવન છૂંદાઈ રહ્યું છે. જે જીવન પુરષાર્થ કરીને પરમાત્મા બનવા સર્જાર્યું હતું, તે જ જીવન કર્મની કડીઓ દ્વારા પશુતામાં પરિણમ્યું. આપણી પાંખા કપાઈ ગઈ છે. જો નિર્ભર થઈ શકે તા વિશાળ વ્યામમાં ઉડવાની રંભાવના છે. આ કર્મના પહાડ ઉપર અંતિમ પત્થર પડે એટલે નર્ક નિર્માણ થાય છે. પણ આમાંથી બચાવનાર એક વસ્તુ છે અને તે આપણી ચેતના. એ એકલી ચેતના જો જાગે તે। આ બધા ભાર હટાવી શકે છે, અને તે જ મેાક્ષ છે. વ્યક્તિનાં અંતમાં ઘટનાઓનાં તાંતણા બનતા જ રહે છે, અને તેમાંથી એક મજબૂત દોરડું બની જાય છે. આ દોરાને આઘાત આપીને તેડવાનું છે, આપણી અંદર બની રહેલી ડીગ્મા તાડવાની છે, અને નવી કડીઓ ન બને તેની તકેદારી રાખવાની છે. અંદર પડેલા બીજ અંકુરિત ન બને તે જોવાનું છે. તે જ વ્યકિત નિર્માત્ર બની શકે. આ સ્થિતિને ભગવાન મહાવીરે નિર્જરા કહી છે. જો મનુષ્યમાં આ પ્રક્રિયા ઘટિત થાય તે તે ક્રમશ: દુ:ખમાંથી બહાર આવી શકે, પત્થોનાં કિલ્લામાંથી મુકત થાય, કડીનાનાં બંધન તૂટી જાય.. કડીઓનાં આવાં બંધનમાંથી મુક્તિ મેળવવી હોય ત કેન્દ્ર તરફ દષ્ટિ ફેરવા, જ્યારે આપણે તો માત્ર વસ્તુ તરફ જ જોયા કરીએ છીએ, અહીં જ ક્રાંતિ લાવવાની જરૂર છે. અપૂર્ણ ગુજરાતીમાં સંકલન કરનાર મૂળ હિંદી શ્રી પૂર્ણિમાબહેન પકવાસા આચાર્ય રજનીશજી તા. ૧૬-૭-૬૫ ‘તમે ફરિયાદ કર્યાં જ કા છે ?” (૧૯૬૪ના મે માસના ‘રીડર્સ ડાઈજેસ્ટ’માંથી સાભાર ઉષ્કૃત) લંડનમાં એક ઘરના ઓટલે એક નાની છેકરી તારો ચડાવીને બેઠી હતી અને હવામાં ગુસ્સો કાઢતી હતી. આજે તેની ચોથી વર્ષગાંઠ હતી, પણ કમનસીબે તેના માબાપને ભાડાના પૈસા કર્યાંથી કાઢવા તેની હંમેશની ચિંતામાં તે વાત છેક મેાડી સાંજ સુધી યાદ ન આવી, અને આનો તને બદલા વાળી આપીશું એવી શા આપતા માબાપના પશ્ચાત્તાપસૂચક શબ્દો તે છે.કરીના ધ્યાનમાં જ ન આવ્યા અને તે દુ:ખનો પાટલા માથે રાખીને ઊંધી ગઈ. દુનિયાની વર્ષગાંઠની બધી ભેટો મળત તોય તે પોતે એમ તો કબૂલ ન જ કરત કે હવે હું ખૂબ આનંદમાં છું અને પેલી વાત હું ભૂલી ગઈ છું. તે પોતે એક હૃદયદ્રાવક કહાણીની નાયિકા બની બેઠી હતી. અને પોતાના માબાપના દિલ ઉપર તેણે એક એવી મુંઝવણ પેદ કરી હતી કે જેથી ઘણા દિવસો સુધી તેની અનેક ભૂલો માટે તેના માબ પ તેને કશું જ કહી શકતા નહોતા. આ નાની છેકરી હજુ મારી નજર સમક્ષ સ્પષ્ટ દેખાય છે. ઘણું જૂનું છતાં ય હજા સ્પષ્ટ એવું એનું દુ:ખનું તીવ્ર સંવેદન મને સ્પર્શે છે. સાસ સાથે મારે કહેવું પડે છે કે તે હું પોતે જ હતી, વૈચારિક સ્વૈરવિહારની ક્ષણેા દરમિયાન હું મારી જાતને હજી મનાવી શકું છું કે મારી ઉપર દમદાટી કરવામાં આવી છે, મને કોઈ સમજતું નથી અથવા મારી કોઈ કદર નથી કરતું. તફાવત એટલો જ છે કે થોડે ઘણે અંશે હું હવે સમજણી થઈ છું. મારા મિત્રો, ખાસ કશા જ દેખીતા કારણ વગર જ્યારે દુ:ખી થઈને અતિશય ઉદાસ થાય છે. ત્યારે, તેમને પણ હું હવે સમજી શકું છું, સમજાવી શકું છું. “મને તમારી પાર્ટીમાં આમંત્રણ કેમ ન આપ્યું? હું તો તમારી ખાસ બહેનપણી છું. મને ઘણુ' દ:ખ લાગ્યું છે.” આમ સીધેસીધું કહેવા માટે ઘણુ નૈતિક બળ જોઈએ છે. (આના જવાબ કદાચ એટલા સરળ નીકળે કે મારી ફરિયાદ લુલી—પાંગળી થઈ જાય અને જોતજોતામાં ભૂલી જવાય.) આપણાંમાંનાં ઘણા, જાણે પેાતાના પ્રત્યે કેટલા અન્યાય થયો હોય તેવું મોઢું રાખીને ફરે છે. અને આપણે જેને વાંક માનતા હોઈએ તેને પોતાની ભૂલના ખ્યાલ પણ નથી હોતો, અને તે પોતાની ભૂલ કબૂલ પણ નથી કરતા તેથી આપણે તોબરો વધુ ને વધુ ચડતો જાય છે. વહેલાં કે મેડા, આપણે પણ ભૂલી જઈએ છીએ કે આપણને શું ખૂંચતું હતું અને ખાનગીમાં તો એમ પણ કબૂલ કરીએ છીએ કે આપણે ફકત એક ઉત્તમ લાગણીમય—ાવેશમય–માજ માણતા હતા. ફરિયાદો કરવાવાળા ગમે તે ઉંમરના હોઈ શકે છે. પણ હું માનું છું કે તે બધા નાનપણથી શરૂઆત કરે છે. Self-dramatisation માંથી-પોતાની જાત વિષે કલ્પનાઓ કર્યા કરવાના વલણમાંથી—કદાચ આવી મૂળ ઈચ્છા ઉત્પન્ન થતી હશે. અમારી નિશાળમાં એક છે!કરી એવી હતી કે તે આખા વર્ગમાં બધા તરફ તિરસ્કારથી જોતી હતી. અમારી મિત્રતાભરી છતાં કદાચ ખરા દિલની નહિ એવી) દરખાસ્તોને તે તરછોડતી હતી અને થોડા થોડા વખતે તે ઘરમાંથી ભાગી જતી. આને માટે એના વર્ગની અમે છોકરીઓને જવાબદાર ગણવામાં આવતી કે અમે તેના તરફ નિર્દયતાથી વર્તતા હતા, અમે તેને રમતમાં ભાગ લેવા નહાતા બોલાવતા, અમે તેના ઉપર દમદાટી પણ કરતા. આ બધા અન્યાયનો ભાગ માબાપની એકની એક માંએ ચડાવેલ છેકરી હતી. તેના માબાપના ઘણા વધુપડતા લાડને લીધે તે પેાતાની જાતને નિશાળની રોજની ધમાલમાં ગાઠવી નહોતી શકતી અને પોતાના વખાણ માટે તેને હંમેશાં અતિશય ઝંખના રહેતી હતી.
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy