________________
૨૦૬
પ્રબુદ્ધ જીવન
છે. જેની પાસે પાતાનું કાંઈ નથી તે શું મનુષ્ય છે? શું તમારું સ્વતંત્ર કાંઈ નથી ?
સાધના: સાધના સંગ્રહની જગ્યાએ વ્યકિત બનવા માટે છે. જે પોતાનાથી પેદા થયું નથી તે જ્ઞાન નથી, જ્ઞાનના ધાખા છે,ભ્રમ છે. એ સંપત્તિ નથી, સંગ્રહ છે. પેાતાની પાસે નથી તે બીજાથી પ્રભાવિત થાય છે. મારી અંદર સંપત્તિ શું છે? સંગ્રહ શું છે? એ સમજું તે સાધનાની શરૂઆત છે, અંદર દેખા દેખાઈ આવશે કે આપે કર્મ નહિ પરંતુ પ્રતિકર્મ કર્યાં છે. કર્મની ક્રિયા સ્વતંત્ર છે. મેાક્ષનો અર્થ ચેતનાની પરિપૂર્ણ સ્થિતિ, જે કોઈના પ્રભાવથી નહિ પરંતુ સ્વપ્રભાવથી પ્રકાશિત છે. કયા રસ્તા છે કે જેથી સુખ—આનંદ પ્રતિ ગતિ થાય, તમારી શુદ્ધ ચેતના તમારા જીવનને સંચાલિત કરવા શકિતમાન થાય ?
આચરણ, વિચાર અને ભાવના એ વ્યકિતત્વના ત્રણ ઢંગ છે. આ ત્રણેમાં આપણે સ્વતંત્ર કે પરતંત્ર બની શકીએ છીએ. સૌથી ઘેરું કેન્દ્ર ભાવનાનું છે; તેથી આછું ઘેરું વિચારનું અને તેથી આછું ઘેરું આચારનું છે. ભાવનાના સ્તર ઉપર ક્રાંતિ કરવાની છે. કદી એ અનુભવ કર્યો છે કે કયા ભાવ સ્વતંત્ર બનાવે છે અને કયા ભાવ પરતંત્ર બનાવે છે? ક્રોધ બાંધે છે,અક્રોધ બાંધતા નથી. ધૃણા બાંધે છે; કરુણા બાંધતી નથી. આકિત-રાગથી બંધાઉ છું; પ્રેમથી બંધાતા નથી.
કોઈ વ્યકિત પોતાના ચિત્તને એ રીતે કેળવે કે કોઈ પ્રતિ તેને ધૃણા ન હોય, રાગ ન હોય, તે વ્યકિત પ્રેમ કરશે. સંયમ માનવીને બાંધનારી બે વૃત્તિની વચ્ચે રહે છે, સંયમ કરશે. તે ઘૃણા અને માહ બંનેની વચ્ચે રહી પ્રેમ કરશે. વીણાના તાર બહુ ઢીલા હશે તે સંગીત નહિ ઊઠે, બહુ કઠણ હશે તે પણ સંગીત નહિ ઊઠે, તારની મધ્યમ સ્થિતિમાં સંગીત ઊઠે છે. જીવનના તાર પણ ન ઢીલા હાય, ન કઠણ હાય તો જીવનવીણામાંથી મધુર સંગીત, પેદા થાય છે. જીવનમાં ભાગ અને ત્યાગ બંને ભૂલ છે. ત્રીજો ખૂણા છે સંયમનેા. આગ્રહ ત્યાગ પર નહિ, સંયમ પર જોઈએ. ભાગથી રોગ અને ત્યાગથી વિરાગ પેદા થાય છે, જ્યારે સંયમથી વીતરાગતા પ્રગટે છે. એક ધનની પાછળ જાય છે, એક ધનને ત્યાગી તેનાથી દૂર ભાગે છે. તે બંનેની શ્રદ્ધા ધનમાં છે. સંયમ-ધનની વાસનાથી મુકત બનવામાં રહેલા છે. જેનાથી ભાગા છે તેનાથી મુકત થવાના નથી કેમકે તે પાછળ પડે છે. સંયમનો અર્થ સમજવો જરૂરી છે. ધૃણા—રાગ, ભાગ-ત્યાગ—આમ પ્રત્યેક ચીજમાં બે વિપરીત ભાવા છે. આ બે વિપરીત ભાવાની વચ્ચે સંયમ ઊભા છે.
એક સાધુ કહે, “હું ધનને સ્પર્શતા નથી, કારણ કે ધનને અડવામાં ગભરાટ છે. ધનમાં તેને વાસના—લીપ્સા છે. ધન અર્થહીન લાગવું જોઈએ. દુરાગ્રહ–સદાગ્રહ બંને બાંધે છે. નિરાગ્રહ સંયમ છે. જેના પ્રતિ રાગ છે ત્યાં વિરાગ નથી; વિરાગ છે ત્યાં રાગ નથી. રાગ શૂન્ય થવા જોઈએ. સંયમ–સૂક્ષ્મ વસ્તુ છે. તેનું પૂરું રૂપ સ્પષ્ટ થાય તો જ સાધના થઈ શકે છે.
ક્રોધ કરે તે ભૂલ કરે છે, ક્રોધ દબાવે તે પણ ભૂલ કરે છે. ક્રોધ ઊઠે ત્યારે તટસ્થ થઈ જાય, સંયમી થઈ જાય, પેાતાના ભાવાના દૃષ્ટા બને તો તે ભાવાના સંયમી બને છે. ભાવાના સંયમ આવશ્યક છે. પ્રત્યેક વ્યકિત પોતાના ભાવ કેટલા કમજોર છે તેનું એકાંતમાં બેસી નિરીક્ષણ કરે, તેને ઊઠવા દે, ચિત્તમાં જે સંકલિત થાય તેને માત્ર દેખે. ભાવના જગતમાં સંયમ કેળવવા માટે નિરીક્ષણને પ્રયોગ કરવા ઘટે છે.
તમારા વિચાર તમારા નથી, પરાયા છે, એકઠા કરેલા છે. જ્ઞાન જાણી શકે છે. વિચાર જ્ઞાનને અવરોધક છે. વિચાર બહારથી અંદર આવે છે, જયારે જ્ઞાન અંદરથી બહાર આવે છે.
તા. ૧૬-૧-૧૫
સુધી અંદરનું જ્ઞાન બહાર નહિ આવે. જ્ઞાન પોતાનું સ્વરૂપ છે, તેને ઉઘાડવું છે, જગાડવું છે. વિચારોના જગતથી શૂન્ય થવાનું છે. ભાવનું નિરીક્ષણ કરે તેા ભાવ સંયમમાં પરિણમે. વિચારનું તટસ્થ નિરીક્ષણ થાય તો વિચારને શૂન્ય બનાવી શકાય.
ઘરમાં પ્રકાશ હોય, લોકો જાગતા હોય તો ચાર પ્રવેશ કરી શંકતા નથી. જ્યારે અંદરની ચેતના જાગૃત હોય ત્યારે વિચારો પ્રવેશ કરી શકતા નથી. વિચારોનું નિરીક્ષણ કરાય તે વિચારશૂન્ય થવાય. કોઈ ઘડી કોઈ સમય અંદર ચાલતા વિચારોનું નિરીક્ષણ કરો. ક્ષણભર અંદર જોશાતા સન્નાટો લાગશે. સન્નાટો તે સાધના છે. આપણે વિચારોના આગમનને રોકવું છે. ચેતના જાગે તો વિચારોના પ્રવાહને શૂન્ય કરી દે.
વિચારનું ગમન બહારથી અંદર છે. જ્ઞાનનું ગમન અંદરથી બહાર છે. બહારના વિચારો જ્યાં સુધી અંદર જશે ત્યાં
આચરણ એ ભાવ અને વિચારોની સંયુકત પ્રક્રિયા છે. આચરણની શુદ્ધિ એ એની કસેાટી છે. જે આચરણ ભાવના સંયમને તોડે છે તે અશુદ્ધ આચરણ છે. જે આચરણ વિચારોના વેગને વધારે છે તે પણ અશુદ્ધ આચરણ છે.
ભાવને સંયમી કરે, વિચારોને શૂન્ય કરે તે તેનું આચરણ શુદ્ધ થાય. જીવનની વિસંગીતતા તે દુ:ખ. જીવનમાં સંગીત પેદા થાય તો બધું દુ:ખ નાશ પામે છે. હું જેની ચોરી કરું છું તેને ઓછું નુકસાન પહોંચાડું છું, પણ મને—મારા ભાવાને-કૃત્યોને વધારે નુકસાન પહેોંચાડું છું. બુધ્ધે સામે ગાળ ન આપી તે બુદ્ધને નુકસાન ન થયું. આ આચરની શુદ્ધિ છે.
એક સાધુ ગામથી જતો હતો. કોઈએ તેને સુવર્ણપાત્ર ભેટ આપ્યું. ચારે તે જોયું. તે સાધુની પાછળ ગામની બહાર ગયો. સાંજ પડતાં એક ખંડિયેર મકાનમાં સાધુ રાત રોકાવા થાભ્યો, ચાર પણ ભીંતની બીજી બાજુ લપાઈને બેઠો. તેના મનમાં વિચાર હતા કે સાધુ ઊંઘી જશે એટલે પાત્ર લઈને ભાગી જઈશ. સાધુને લાગ્યું, આને પાત્ર જોઈએ છે, એટલે તેણે ચાર હતા તે તરફ દીવાલની પેલી બાજુ પાત્ર ફેંકી દીધું. ચાર આશ્ચર્યચકિત બની ગયો ! તેણે અંદર આવવા રજા માંગી. અંદર આવી પૂછ્યું, “તમે સુવર્ણપાત્ર ફેકી કેમ દીધું ? ” સાધુએ શાંત ભાવે કહ્યું, “તારે પાત્ર જોઈતું હતું તો પછી તને તે માટે પ્રતીક્ષા કરાવવાનું પાપ હું શા માટે કરું?” “તમારી શાંતિ જોઈ હું મુગ્ધ બની ગયે। છું. આવી શાંતિ મને કયારે મળે? સાધુએ જવાબ આપ્યો, “અત્યારે જ!” ચારે પૂછ્યુ, “કેવી રીતે?” જવાબ મળ્યો, “જે કાર્ય તમારા વિચારો અને ભાવાને નુકસાન પહોંચાડે તે છોડી દો. અને જુએ કે ઊંડા આનંદનો અનુભવ તમને થશે.” જીવનમાં એટલા ખ્યાલ આવે કે જે ભાવોનું નિરીક્ષણ થાય, ઊઠતા વિચારોની શૂન્યતા થાય તેા તેનાથી આચારની શુદ્ધિ આવે છે. આ અંદરનું પરિણામ છે.
ભગવાન બુદ્ધના ‘પુણ’ નામના શિષ્યની શિક્ષા પૂરી થઈ એટલે બુદ્ધના આશ્રામમાંથી તે વિહાર કરી રહ્યો હતો. ત્યારે બુધ્ધે તેને પૂછ્યું, “અહીંથી જઈને હવે શું કરશેા ?” પુણે કહ્યું, “લોકોને ઉપદેશ આપીશ.” બુધ્ધે કહ્યું, “લાકો તે વખતે તમને ગાળા દેશે તો ?” “તા. તેમને ધન્યવાદ આપીશ કે તેઓ મને મારતા નથી.” શિષ્યે કહ્યું. બુદ્ધ: કહ્યું, “અને મારશે તે ?”
પુણે કહ્યું, ‘“મારશે તે પણ ધન્યવાદ આપીશ. કેમકે તેઓ મને મારી નાખતા તે। નથી ને !”
“પણ, મારી નાખશે તે ?”
“તા યે તેમને ધન્યવાદ દઈશ. કેમકે તેમણે જીવનથી છૂટકારો કરાવ્યો.”
બુદ્ધે કહ્યું, “તમે અભ્યાસને બરાબર પચાવ્યો છે. ઉપદેશક થવાની યોગ્યતા તમારામાં છે. જીવનની આવી સ્થિતિ તે જ જીવનનું સંગીત છે. સંપત્તિ પામે પણ જીવનનું સંગીત ખાવે છે તે બધું જ ખાવે છે. ભીતરનું સંગીત પ્રાપ્ત કર્યું છે તેના જીવનમાં વીણાના નાદ બજતા હોય છે.
(૧) ભાવના સંયમ, (૨) વિચારની શૂન્યતા, (૩) આચારની શુદ્ધિ,