________________
તા. ૧૬-૭-૬૫
પ્રબુદ્ધ જીવન
પી
અને ભાષાની દષ્ટિએ ગણીએ તો ૭૭ ગુજરાતી, ૧૧ હિન્દી અને ૫ ઈંગ્લીશ એમ ૯૩ સામયિકો થાય.
પુસ્તકાલય વિભાગમાં ગત વર્ષ દરમિયાન રૂા. ૧૦૮૩ની કિંમતના પુસ્તકો ખરીદવામાં આવ્યા હતા. પુસ્તકાલયને ચાલુ લાભ લેનારની સંખ્યા ૩૫૦ આસપાસની રહી છે.
ગત વર્ષ દરમિયાન આ પ્રવૃત્તિના સંચાલન પાછળ રૂ. ૭૮૬૫-૦૩નો ખર્ચ કરવામાં આવ્યો છે અને આવક રૂ. ૪૧૩૩-૨૬ની થઈ છે એટલે રૂા. ૩૭૭૧-૭૭ની ખોટ આવી છે. આગલા વર્ષોની ઊભી રહેલી ખોટ રૂ. ૪૫૦૦-૮૫ તેમાં ઉમેરાતાં આવક-જાવક ખાતે ખેટની રકમ રૂા. ૮૨૫૨-૬૨ની ઊભી રહી છે. આ વર્ષે વાચનાલય અને પુસ્તકાલયના નવનિર્માણમાં પણ હારેક રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને પુસ્તકો પણ સારી એવી સંખ્યામાં ખરીદવામાં આવ્યાં છે, એટલે ખાટ વધારે આવી છે. તો આવકજાવક ખાતે રૂા. ૮૨૫૨-૬૨ની ખેટની રકમ ઊભી રહે છે, અને આવતા વર્ષની જવાબદારી સાથે ગણતા એકંદર જવાબદારી ઘણી મોટી થતી હોઈ અમારું એવું સૂચન છે કે આગામી વર્ષમાં વાચનાલય અને પુસ્તકાલયના લાભાર્થે કોઈ સારું નાટક મેળવીને પ્રોગ્રામ ગોઠવો અને તે રીતે વાચનાલય અને પુસ્તકાલયની ખોટને નાબૂદ કરવી. ગત વર્ષ દરમિયાન યોજાયેલાં સંમેલન અને સન્માન સમારંભે
(૧) તા. ૩-૬-૬૪ મંગળવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા બીજી જૈન સંસ્થાઓના ઉપક્રમે શ્રીમાન શાહ કોયાં પ્રસાદ જૈનના પ્રમુખપણા નીચે ભારતના વડા પ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક જાહેર શેકસભા ગોવાળીઆ ટેન્ક ઉપર આવેલા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વ્યાખ્યાનસભા-હોલમાં યોજવામાં આવી હતી. * (૨) તા. ૨૦-૬-૬૪ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે સંધ તરફથી, સંઘના કાર્યાલયમાં “નહેરુના અવસાન પછીની ભારતની રાજકારણી પરિસ્થિતિ”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૩) તા. ૨૫-૭-૬૪ શનિવારના રોજ સાંજના સમયે “શારદાગ્રામ” નામના શિક્ષણ કેન્દ્રના સ્થાપક અને સંચાલક શિક્ષણાચાર્ય શ્રી મનસુખરામભાઈ જોબનપુત્રાનું “શારદાગ્રામ પાછળ રહેલી શૈક્ષણિક વિચારસરણીએ વિષય ઉપર સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૪શ્રી સતીશકમાર તથા શ્રી ઈ. પી. મેનન નામના બે સર્વોદયી યુવાન કાર્યકરોએ આશરે ૭૦૦૦ માઈલની શાંતિયાત્રા પુરી કરીને ૧૦મી સપ્ટેબરે મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. તેમનું, પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરી થઈ તેના બીજા જ દિવસે એટલે તા. ૧૧-૯-૬૪ ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બ્લવાટસ્કી લેજમાં જાહેર સન્માન યોજવામાં આવ્યું હતું.
(૫) પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરી થયા બાદ તા. ૧૨-૯-૬૪ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે સમગ્ર વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શોભાવનાર શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા તથા વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ સાથે સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો તથા સંઘના કેટલાક સ્વજનોનું સ્નેહમિલન સંઘ તરફથી શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને યોજવામાં આવ્યું હતું.
(૬) તા. ૨૧-૧૧-૬૪ શનિવારના રોજ સંધ તરફથી સાંજના સમયે મરીન લાઈન્સ ઉપર આવેલ “મનેહરમાં “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણ”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૭) તા. ૪ જાન્યુઆરી સોમવારના રોજ સાંજના ૬ વાગ્યે સંઘ તરફથી શ્રી વિમલાબહેન ઠકારને જાહેર વાર્તાલાપ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને યોજવામાં આવ્યો હતો.
(૮) તા. ૨૧ જાન્યુઆરી ગુરુવારે સાંજના ૬ વાગ્યે સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં-ભારત ઉપર ચીની આક્રમણ થયું ત્યારે એ અરસામાં નેફા વિસ્તારમાં જેમણે પ્રવાસ કર્યો હતો એવા અને આદિવાસી વિભાગમાં સેવાકાર્ય કરી રહેલાં પતિ-પત્ની શ્રી વસન્ત નારગોળકર અને શ્રીમતી કુસુમ તાઈને “નફા વિસ્તારના અનુભવે તેમ જ અહિંસક સંરક્ષણ વિચાર” એ વિષય ઉપર જાહેર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો.
(૯) તા. ૮મી જાન્યુઆરી શુક્રવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જેન યુવક સંઘ, ભારત જૈન મહામંડળ તથા સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના સંયુકત આશય નીચે સ્વ. નાથાલાલ પારેખના અવસાન પ્રત્યે શોક પ્રદર્શિત કરવા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એક શોકસભા બેલાવવામાં આવી હતી.
(૧૦) તા. ૨૩-૨-૬૫ મંગળવારના રોજ સાંજના ૬ વાગ્યે સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં હિમાલયમાં આલ્બરા ખાતે વર્ષોથી વસેલા જૂના કોંગ્રેસી કાર્યકર શ્રી શાન્તિલાલ ત્રિવેદીને “હિમાલય સાથે જોડાયેલી મારી જીવનયાત્રા”એ વિષય ઉપર એક જાહેર વાર્તા લાપ યોજવામાં આવ્યો હતે.
(૧૧) તા. ૬-૪-૬૫ મંગળવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરીનું નિવાસસ્થાન–ફ લચંદનિવાસ-માં જાણીતા ચિંતક અને વિવેચક શ્રી કિસનસિંહ ચાવડાને જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.
(૧૨) તા. ૧૦-૪-૬૫ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણની સમીક્ષા”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૧૩) સંધના સભ્ય શ્રી દામજીભાઈ વેલજી શાહ તથા શ્રી , ધીરૂભાઈ ગુલાબચંદ કાપડિયાને મહારાષ્ટ્ર સરકારે જે. પી. ની પદવીથી તાજેતરમાં વિભૂષિત કર્યા છે તેમનું સંઘ તરફથી અભિનંદન કરવા માટે તા. ૧૯-૬-૬૫ના રોજ મજીદબંદર ઉપર આવેલા ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડસ મરચન્ટસ એસોસીએશનના હૈલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખ સ્થાને સન્માન સંમેલન યોજવામાં આવ્યું હતું.
- સંઘ દ્વારા યોજાયેલાં પર્યટન (૧) તા. ૨૮ તથા ૨૯ માર્ચ ૬૪ શનિ-રવિ એમ બે દિવસ માટે કોસબાડ-બેરડી, જ્યાં શિક્ષણસંસ્થાઓ ચાલે છે તેના પરિચય માટે સંધ તરફથી સંધના સભ્યો તેમ જ તેમના કટંબીજનો માટે એક પર્યટન જવામાં આવ્યું હતું અને તે પર્યટન દરમિયાન તેની નજીક દહાણુમાં ચાલતા ભારતીય તાડગુડ શિલ્પભવનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
(૨) તા. ૧૫-૧૬ ઑગસ્ટ શનિ-રવિ એમ બે દિવસ માટે પૂના નજીક આવેલ ચિચવડ મુકામે જૈન વિદ્યાપ્રસારક મંડળ તરફથી કેટલીક શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે તેના પરિચય માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્ય તેમજ : તેમના કુટુંબીજનો માટે ચિચેવડ-પૂના જવા આવવા માટેનું એક . . પર્યટન યોજવામાં આવ્યું હતું.
(૩) તા. ૨૩-૨૪ જાન્યુઆરી ૧૯૬૫ શનિ-રવિ એમ બે દિવસ માટે વલસાડ તેમ જ તેની નજીકમાં જ આવેલ અતુલ પ્રોડકસ જવા આવવાનું એક પર્યટન સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજને માટે યોજવામાં આવ્યું હતું.
(૪) ૬ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી સુધી–એમ બાર દિવસ માટેનું કચ્છ-દર્શનનું એક પર્યટન સંધ તરફથી સંઘના સભ્યો તેમ જ તેમના કુટુંબીજને માટે યોજવામાં આવ્યું હતું.
.. વૈદ્યકીય રાહત " સંઘ તરફથી, વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા ભાઈ બહેનને ઔષધ તથા ઈજેકશને ખરીદી આપવામાં આવે છે. આ મદદ