SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રભુ જીવન પૂ. કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે ઊજવવામાં આવ્યા હતા. આ પ્રસંગ ઉપર અમદાવાદથી પંડિત સુખલાલજી ખાસ પધાર્યા હતા અલ્સે તેમણે આ સમારંભને અતિથિવિશેષ તરીકે શોભાવ્યા હતા. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના સ્વાગત પ્રવચનથી આ સમારંભના પ્રારભ થયા હતા અને ત્યાર બાદ પંડિત સુખલાલજીએ અતિથિવિષેશ તરીકેનું પ્રેરક પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી શ્રી પરમાનંદભાઈએ એક વિસ્તૃત નિવેદન કર્યું હતું, જેમાં ‘પ્રબુદ્ધ જીવન'ના સંપાદનકાર્ય પાછળ રહેલી તેમની ચેોક્કસ વિચારસરણી તેમણે રજૂ કરી હતી. ત્યાર બાદ અધ્યા પિકા શ્રી હીરાબહેન પાઠક, અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ જીવરાજ દોશી, મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન શ્રી શાન્તિલાલ હ. શાહ, પરિચય ટ્રસ્ટના મેનેજી ંગ ટ્રસ્ટી શ્રી. વાડીલાલ ડગલી, અમદાવાદવાસી શ્રી છેટાલાલ ત્રીકમલાલ પારેખ તથા સાંધના કોષાધ્યક્ષશ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી આ સર્વ મિત્રા યા મુરબ્બીઓએ પ્રાસંગિક વિવેચન કર્યાં હતાં અને છેવટે કાકાસાહેબ કાલેલકરે પ્રમુખસ્થાનેથી અત્યન્ત રોચક અને ઉદ્બોધક ઉપસંહાર કર્યો હતો. આ સર્વ વકતવ્યામાં પ્રબુદ્ધ જીવન અને પરમાનંદભાઈ પ્રત્યેના ઊંડા આદર અને સદ્ભાવ વ્યકત થતા હતા. (૩) તા. ૧૫મી નવેંબર રિવવારની સાંજે મરીન લાઈન્સ ઉપર આવેલા તારાબાઈ હાલમાં સંગીત નૃત્યના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો. આ પ્રસંગે પ્રારંભમાં આલ ઈન્ડિયા રેડીઓ, મુંબઈના જાણીતા કલાકાર શ્રી નીનુ મજુમદાર અને તેમનાં પત્ની શ્રી કૌમુદી મુનશીએ શાસ્ત્રીય તેમ જ . હળવું—બન્ને પ્રકારનું સુમધુર સંગીત રજુ કરીને શ્રોાતાઓના દિલનું રંજન કર્યું હતું અને ત્યાર બાદ ઝવેરી ભગિનીઓ–બહેન નયના, ૨જના, સુવર્ણ અને દર્શનાએ મણિપુરી પદ્ધતિના નૃત્યના વૈવિધ્યભર્યો કાર્યક્રમ રજૂ કરીને સૌ કોઈને અત્યંત આનંદમુગ્ધ બનાવ્યા હતા. (૪) તા. ૧૬મી નવેં’બર સાંજના સમયે શ્રી પ્રાણસુખલાલ મફતલાલ સ્વીમીંગ પુલ કાફેટેરિયામાં મુંબઈ પ્રાન્તિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સંઘના સભ્ય શ્રી ભવાનજી અરજણ ખીમજીના પ્રમુખસ્થાને એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સંઘના સભ્યો તથા આમંત્રિત મહેમાને મળીને આશરે ૪૦૦ ભાઈ બહેનોએ ભાગ લીધા હતા. આમ ‘પ્રબુદ્ધ જીવન’ રજત જ્યૂતી સમારોહને લગતા વિધ કાર્યક્રમ, ધારણા મુજબ પાર પડયો હતો. તેના આયોજનમાં રહેલી પ્રમાણબદ્ધતા અને સુરુચિયુકત વિવિધતાના કારણે અનેક ભાઈબહેના ખૂબ પ્રભાવિત બન્યાં હતાં. આ પ્રસંગે શ્રી વિનોબા ભાવે, શ્રી કેદારનાથજી, દાદા ધર્માધિકારી, શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રી ઉછરંગરાય ઢેબર, શ્રી મનુભાઈ પંચાળી, શ્રી મગનભાઈ દેસાઈ, શ્રી ઉમાશંકર જોશી, શ્રી રવિશંકર મ. રાવળ, મુનિ જિનવિજયજી, શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ, શ્રી હરભાઈ ત્રિવેદી વગેરે અનેક વિશિષ્ટ વ્યકિતઓ તરફથી સંખ્યાબંધ શુભેચ્છાના સંદેશાઓ પ્રાપ્ત થયા હતા. આ સમગ્ર સમારોહ અને સંદેશાઓની વિગત ૧૯૬૪ના નવેંબર ૧૬, ડીસેંબર ૧ તથા ડીસેંબર ૧૬મી તારીખ–એમ પ્રબુદ્ધ જીવનના ત્રણ અંકોમાં પૂરા વિસ્તારથી પ્રગટ કરવામાં આવી હતી. આ રીતે પ્રબુદ્ધ જીવન રજત જ્યન્તી સમારોહ સંઘ તેમ જ સંધના સભ્યો માટે એક ચિરસ્મરણીય પ્રસંગ બની ગયા છે. હવે ધની વિવિધ પ્રવૃત્તિઓનું અવલોકન કરીએ. સંધની ત્રણ વિશિષ્ટ પ્રવૃત્તિઓ ‘પ્રબુદ્ધ જીવન’ સંઘનું આ મુખપત્ર ઉત્તરોત્તર વધારે સુન્દર અને આકર્ષક બનતું જાય છે અને તેની કળા ઉત્તરોત્તર ખીલતી જાય છે. તેમાં પ્રગટ થતા ઉચ્ચ કોટિના અને જીવનદર્શનદાયી લેખ જૈન જૈનેતર સમાજમાં તા. ૧૬-૩-૬૫ સારી ચાહના પામ્યા છે. ગત વર્ષ દરમિયાન જૈન સમાજને લગતા પ્રશ્નોની પ્રબુદ્ધ જીવનમાં કરવામાં આવેલી આલેચના વિશાળ જૈન સમાજમાં ઓછે. વધતો ક્ષેાભ પેદા કરતી રહી છે અને વિચારજાગૃતિનું બળવાન નિમિત્ત બનતી રહી છે. આ રીતે વિશાળ સમાજનેવિશેષત: જૈન સમાજને—અંધશ્રાદ્ધામાંથી મુક્ત કરી, સંપ્રદાયના સંકુચિત વાડામાંથી બહાર કાઢી તેમાં વિચારજાગૃતિ નિર્માણ કરવાનું કાર્ય પ્રબુદ્ધ જીવન કરતું રહ્યું છે. પ્રબુદ્ધ જીવન આજે ગુજ રાતી સામયિક પત્રામાં એક મૌલિક ચિન્તન - પ્રેરક પત્ર તરીકે આગવું સ્થાન ધરાવે છે અને પ્રબુદ્ધ જીવનનું આવું ઘડતર કરવામાં આપણા પરમાનંદભાઈએ તેના તંત્રી અને સંપાદક તરીકે બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે એમ કહેવામાં જરા પણ અત્યુક્તિ નથી. પ્રબુદ્ધ જીવનની ગ્રાહકસંખ્યા વધતી જાય છે, પણ તેની ગતિ ધીમી છે. જે પ્રબુદ્ધ જીવનના ખરેખર પ્રશંસક છે—અને અમે ખાત્રીપૂર્વક માનીએ છીએ કે આ સંખ્યા નાની સુની નથી-તેઓ વ્યકિતદીઠ માત્ર પાંચ પાંચ ગ્રાહકો બનાવવાનું મનમાં લે તો પ્રબુદ્ધ જીવનના કેટલા બધા ફેલાવા થાય? અને આર્થિક ખેટ કેટલા પ્રમાણમાં જરૂર હળવી બને. સંઘના સભ્યોની તો આ ખાસ ફરજ છે. ગયા વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવનની રજતજયન્તી દરમિયાન ઉત્તરોત્તર સારા કાગળ ઉપર દળદાર અંકો કાઢવામાં આવ્યા હતા. તેના પરિણામે તેના સંચાલન પાછળ સારા પ્રમાણમાં ખોટ આવી છે. આડીટ થયેલા હિસાબ મુજબ પ્રબુદ્ધ જીવન ખાતે રૂા. ૩૯૧૦-૬૦ની આવક થઈ છે અને !, ૮૨૬૨-૮૧નો ખર્ચ થયા છે, પરિણામે રૂા. ૪૩૫૨-૨૧ની ખોટ આવેલ છે. જણાવતાં આનંદ થાય છે કે મે માસથી શરૂ થતા નવા વર્ષથી પ્રબુદ્ધ જીવન ન્યુસપ્રીન્ટ ઉપર છાપવાને બદલે વ્હાઈટ પ્રીન્ટીંગ પેપર ઉપર છાપવાનું શરૂ કર્યું છે, અને તેના લીધે પત્રના ઉઠાવ આકર્ષક બન્યો છે. પષણ વ્યાખ્યાનમાળા આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૩ સપ્ટેંબરથી તા. ૧૦ સપ્ટેંબર–એમ આઠ દિવસ માટે અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. શરૂઆતના છ દિવસની વ્યાખ્યાનસભાએ બ્લૅવાટ્કી લાજમાં અને પાછળના બે દિવસની વ્યાખ્યાનસભા ભારતીય વિદ્યાભવનમાં ગોઠવવામાં આવી હતી. નિયત કાર્યક્રમ મુજબ સર્વ વ્યાખ્યાતાઓ ઉપસ્થિત થયા હતા અને પોતપોતાના વિષયને તેમણે પૂરો ન્યાય આપ્યો હતા. પ્રા. ઝાલા આઠે દિવસની વ્યાખ્યાનરાભાઓમાં નિયમિત રીતે ઉપસ્થિત થયા હતા અને પ્રત્યેક વ્યાખ્યાન અંગે જરૂરી ટીકાટીપ્પણી કરીને પ્રમુખ તરીકેની જવાબદારી તેમણે પૂરી નિષ્ઠાથી અદા કરી હતી. આ માટે સંઘ તેમનો ખૂબ જ ઋણી છે. પંડિત સુખલાલજી આગળનાં વર્ષો માફક આ વખતે પણ પોતાની નાજુક તબિયતના કારણે ઉપસ્થિત થઈ શક્યા નહોતા. આ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાનવિષયોના વૈવિધ્યના કારણે તેમ જ પ્રભાવશાળી વ્યાખ્યાતાઓના કારણે દિન પ્રતિ દિન વધારે ને વધારે લાકપ્રિય બનતી રહી છે અને સભાસ્થાને શાતા ભાઈબહેનોની પ્રવાહબદ્ધ ઉપસ્થિતિના કારણે ઉભરાતાં રહ્યાં છે. આ વખતની વ્યાખ્યાનમાળા પાછળ સંઘને ૧૭૬૪-૪૫ના ખર્ચ થયો છે. શ્રી મ. મા. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય આ વાચનાલય અને પુસ્તાકાલયનો લાભ આસપાસ વસતા ભાઈબહેનો અને બાળકો પણ બહુ સારા પ્રમાણમાં લે છે. વાચનાલયમાં સરેરાશ ૧૨૫થી ૧૫૦ ભાઈઓ સામિયકો વાંચવા માટે દરરોજ સવાર સાંજ આવે છે. વાચનાલયમાં આવતા સામિયકોમાં ૭ દૈનિકો, ૨૭ સાપ્તાહિકો, ૮ પાક્ષિકો, ૪૬ માસિકો, ૧ ત્રિમાસિક અને ૪ વાર્ષિક એમ એકંદર ૯૩ સામયિકો આવે છે.
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy