________________
૪૮
પ્રબુદ્ધ જીવન
ઉત્સાહ તરી આવતા હતા. અમારી આંખોમાં ઊંઘનું ઘેન ભરાયેલું હતું. અમારામાંના કેટલાક તો પથારીવશ થઈ ગયા હતા. પરમાનંદભાઈ પણ એકાં ખાતા હતા. તેમને જોઈને મને એક રીતે દયા આવતી હતી, કારણ કે આખા કાર્યક્રમ પુરો થાય ત્યાર બાદ તેમણે અમારા નેતા તરીકે આ કાર્યક્રમ યોજનાર સંસ્થાના અને
કાર્યક્રમમાં ભાગ લેનાર બાળ-વિદ્યાર્થીઓના આભાર માનવાના
હતા. એટલે તેમને તે આાખર સુધી ફરજિયાત બેસી રહેવાનું જ હતું. ઠંડી પણ ઠીક પ્રમાણમાં હતી પણ તેનું તે સાલ ઓઢીને નિવારણ થઈ શકતું હતું. આખરે મધરાતે કાર્યક્રમ પૂરો થયો અને પરમાનંદભાઈએ સ્ટેજ ઉપર જઈને બાળવિદ્યાર્થીઓને ધન્યવાદ આપ્યા અને રાયણ જેવા દેશના એક ખુણે આવેલી પાઠશાળા · આવા સાંસ્કૃતિક કાર્યક્રમા યોજી શકે છે તે આપણા દેશ કેટલા આગળ વધી રહ્યો છે તેનું સૂચક છે એમ જણાવીને તે વિષે પોતાના આનંદ પ્રગટ કર્યા. અને અમારી પ્રવાસમંડળીના માનમાં આવા મનોરંજન કાર્યક્રમ યોજવા બદલ પાઠશાળાના કાર્યવાહકો અને શિક્ષક ભાઈબહેનના હાદિક આભાર માન્યો.
પછી તો જાણે કે કોઈ બંધનમાંથી છૂટયા હોઈએ એમ આખા દિવસના કાર્યક્રમોની હારમાળામાંથી મુક્તિ મેળવીને અમે સા ગાઢ નિદ્રાને આધીન થયા અને જોતજોતામાં પડેલી સવારે અને પૂર્વાકાશમાં ઉદય પામેલા સૂર્યે અમને બીછાનું છેાડવાની ફરજ પાડી.
સેમવાર તા. ૧૫-૨-૬૫ રાયણમાં અંતિમ દિવસ
અમે અમારા કચ્છના પ્રવાસ રાયણથી શરૂ કર્યો હતો. પ્રવા સના આજના છેલ્લા દિવસ રાયણમાં જ શાન્તિથી આરામમાં પસાર કરવાના અને મહિના લોકોને મળવાહળવામાં જ કાઢવાના હતા.
સવારનું ” નિત્યકર્મ અને ચા-નાસ્તા ધીમેં ધીમે પતાવ્યા બાદ સૌથી પહેલા કાર્યક્રમ અહિની ગ્રામ પંચાયતને મુલાકાત આપવાના હતા. કચ્છના અમો પ્રવાસ ગાઠવવામાં જેમણે અસાધારણ જહેમત ઉઠાવી હતી તે શ્રી મગનભાઈ અહિંના મૂળ વંતની અને અહિં ચાલતી સહકારી મંડળીના તેઓ ચેરમેન છે. તેમણે આ સહકારી મંડળીની પ્રવૃત્તિને અમને પૂરો ખ્યાલ આપ્યા.
આ વર્ગની આ એકજ મંડળી છે. સભ્યસંખ્યા ૪૫૫ની છે. મંડળીને હસ્તક ૩ ગામો છે. ત્યાર બાદ અમે પંચાયતની આશિમાં ગયા. પંચાયતની ભાવિ યોજનાઓમાં, આાગ્યકેન્દ્ર, મહિલા ગૃહઉદ્યોગ, કામદાર મંડળ, જાહેર પબ્લિક વર્ગ–પાકા જાજરૂઓ—ઓપન એર થીયેટર–ટેલીફોન વ્યવસ્થા અને કુટુંબ નિયોજન છે. ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શામજીભાઈ ઉર્ફે જખુભાએ સૌ સભ્યોનું સ્વાગત કર્યું અને રાયણને અમે મહાનુભાવાના દર્શનથી પાવન થયેલું સદ્ભાગી માન્યું... ત્યારબાદ શ્રી મગનભાઈએ પંચાયતની સમજ આપી કહ્યું “અમારી ગ્રામપંચાયતે લાખો રૂપિયાનાં કામ સરકારનાં અને પ્રજાના સહકારથી કર્યાં છે. અહિં જ્યાં આપણે બેઠા છીએ તે એક ધર્મશાળા હતી. આજે આ સુંદર અતિથિગૃહ છે. અમે બાલમંદિર ચલાવીએ છીએ. બાળકોને દૂધ પણ આપીએ છીએ. સંસ્કારકેન્દ્ર પણ ચલાવીએ છીએ. અમે ગામનાં હિતની વાતામાં રાજારી વાતો ભૂલી જઈએ છીએ.”
શ્રી પરમાનંદભાઈએ પંચાયત રાજ્ય અને ગ્રામ સહકારી મંડળી ઉપર બોલતાં અંતે કહ્યું “હું ઈચ્છું કે તમે આ રાયણ ગામને એક આદર્શ ગામડું Model Village−બનાવો.”
ત્યારબાદ અમારી મંડળીના તનસુખભાઈએ તેમની સ્વરચિત શાયરીમાં દામજીભાઈને અભિનંદન આપ્યાં, પરમાનંદભાઈને
તા. ૧-૭-૬૫
બાગબાન તરીકે ઓળખાવ્યા અને ગ્રામ પંચાયતની સુંદર કાર્યવાહી માટે આનંદ વ્યકત કર્યો.
મે પણ જણાવ્યું કે ‘મારું કામ આભાર પ્રદર્શિત કરવાનું છે. પણ એ માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આમ છતાંય સૌથી વિશેષ આભાર મારે દામજીભાઈનાં પત્ની- દેવકાબેનના માનવાના છે. અગર એમની સંમતિ અને સાથ ન હોત તો દામજીભાઈ પણ આ સાહસ ઉઠાવી ન શકત. આ સિવાય અમારી આખી યાત્રામાં બધી જ વ્યવસ્થા ઉપાડી લેનાર કર્મયોગી શ્રી મગનભાઈના જેટલા આભાર માનું એટલા ઓછા છે. આ સિવાય જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ત્યાં અમને પ્રેમના જ અનુભવ થયો છે. આ યાત્રાને અમારો અનુભવ ખૂબ સુખદ તેમ જ મીઠા છે. સ્મરણે હંમેશને માટે રહે એવા અમારો પ્રવાસ થયા છે. અહિંના મિત્રમંડળના પણ હું અમારા સંઘવતી આભાર માનું છું.
,,
આ પછી લીંબુનું પાણી સૌને આપવામાં આવ્યું. એનું પાન કરી અમારી મંડળી ઝવેરચંદભાઈનું મકાન જોવા ચાલી, રસ્તામાં મિત્રમંડળ મારફત ચાલતા દવાખાનાની મુલાકાત પણ લીધી. આ દવાખાનાને માસિક રૂા. ૫૦૦)ના ખર્ચ આવે છે. ડોકટર દરરોજ સાં નિયમિત આવે છે. દવાના દશ પૈસા લેવામાં આવે છે.
ત્યારબાદ અમે ઝવેરચંદભાઈના ઘેર ગયા.
ઝવેરચંદભાઈનું મકાન વિશાળ તેમ જ સ્વચ્છ હતું. રસોડામાં મગનચૂલા જોવામાં સૌને રસ પડયો. આ ચૂલાથી ઘરમાં ધૂમાડો થતો ં નથી. દિવાલ કાળી થતી નથી અને રસાઈને જોઈતી ગરમી મળી રહે છે. ઝવેરચંદભાઈનાં પત્ની અને બાળકો અહિં રહે છે તેમનાં પત્નીને ગામડાનું જીવન ગમે છે. મુંબઈ શહેરનું ધમાલિયું જીવન ગમતું નથી – ઝવેરરચંદભાઈની એક બેબી મુંબઈ રહે છે. તેમનાં પત્નીએ અસલ કચ્છી પેશાક – એઢણી – ઓઢી હતી. દામજીભાઈનાં કુટુંબમાં લાજનો બીલકુલ રિવાજ નથી, જેઠ – મોટેરા-નાનાં વહુ સાથે છૂટથી બોલે છે...અહિં પણ ફૂટ અને ઠંડાપીણાને ન્યાય આપવા પડયો.
ઝવેરચંદભાઈનાં ઘરેથી દામજીભાઈનાં ઘરે ગયા. આ એમનું મકાન તાજેતરમાં જ બંધાયેલું હતું એટલે બામ્બે ઢબનું હતું – ત્યાં થોડો સમય રોકાઈ તેમની સામે આવેલું તેમનાં મોટા ભાઈ ગાંગજીભાઈનું મકાન જોયું. ત્યાંથી અમે શ્રી કાનજીભાઈની જગ્યાએ જમવા ગયા. ભાજનમીને ઉતારે આરામ કરવા ગયા.
乖
૩ વાગ્યા અને મગનભાઈ તેડવા આવ્યા. વાડીએ શેરડીના રસ પીવા જવાનું હતું. કેટલાક બહેનો અને એક ભાઈ માંડવી શોપીંગ કરવા ગયા – બાકીના વાડી તરફ ચાલવા લાગ્યા – એ પહેલાં રસ્તામાં મગનભાઈનાં મકાનની પણ મુલાકાત લીધી.
મગનભાઈનાં પત્ની પંચાયતનાં સભ્ય છે અને અન્ય સામાજિક પ્રવૃત્તિમાં પણ રસ લે છે.
*
દોઢ બે માઈલની અમારી પદયાત્રા પછી અમે ધનજીભાઈની વાડીએ પહોંચ્યા. ત્યાં અમે ખેડૂત - જીવનનું અદ્ભુત દૃશ્ય જોયું. પાંચ ભાઈઓનું કુટુંબ એક જ રસોડે રહે – ઘરમાં વડીલની ઉમર ૧૦૨ વર્ષની. તેમને પાંચ છેકરા અને દરેકનાં ઘરે પણ પાંચ છે.કરા. ઘરમાં પાંચ છ ધોડિયા દેખાતાં હતાં. ખેતર – વાડી - ગાય ભેંસ—બળદો આ બધું જોઈને કોઈ એક ચિત્રપટ ઉપર અંકાયલું ચિત્ર જોતા હોઈએ એવું લાગતું હતું.
શેરડી પીલાઈ. પેટ ભરી ભરીને રસ પીવરાવવામાં આવ્યો. અમારા તનસુખભાઈ અને ભગુભાઈ વચ્ચે શેરડીનાં લગભગ બે ફટ લાંબા સાંઠાની સ્પર્ધા થઈ. તનસુખભાઈ આખા સાંઠો ચુસી જવામાં પહેલાં આવ્યા અને ભગુભાઈએ હાર કબૂલ કરી. અલબત્ત ત્યાર