________________
તા. ૧-૭-૬૫
પછી તનસુખભાઈને એમનાં દાંત સાફ કરવામાં થોડીક તકલીફ પડી—, પણ આ બધું જોવામાં અમને ખૂબ મઝા આવી.
અહીંથી પાછા વળતાં ફરી એક બીજી વાડીની મૂલાકાતે ગયા. ત્યાં ખાટલાઓ – ઢોલીઆએ ઢાળવામાં આવ્યાં હતાં. ચંદરવાએ બીછાવવામાં આવ્યાં હતાં. સુંદર સ્વચ્છ કપ – રકાબીમાં એલચીની સુવાસવાળી ચાહ લાવવામાં આવી. ચાહની જગ્યા તે નહોતી તો પણ અરધા અર। કપ લેવા પડયા આ વાડી ધનજીભાઈઈના વડીલ પુત્રની હતી.
હવે વાતેાના ગપ્પા મારતાં મારતાં, રસ્તામાં આવતાં ઝાડને, છોડને, પાકને, ઓળખતાં ઓળખતાં રસ્તો કપાઈ ગયો અને અમે ઉતારે આવી પહોંચ્યા. જમવાની ઈચ્છા ન હતી. છતાં રોટલા “ ખીચડી રાહ જોતા હતા એટલે થોડેક ન્યાય એને પણ આપવા પડયા.
હવે કચ્છમાં અમારી છેલ્લી રાત આવી ગઈ હતી. એ રાત
લંબાય તો કેવું સારું—આ ખ્યાલથી આખર જલસા તે કરી જ લેવા એ માટે પ્રથમ દિને સંગીતકાર જોષીએ જે સંગીતમસ્તીના અનુભવ કરાવ્યો હતો તે સંગીતમસ્તી માણવા અમે જોષીને બાલાવ્યા – તેઓ એમની મંડળી સાથે આવી ગયા–રાતના ૯ વાગે જલસો શરૂ થયો. શાસ્ત્રીય રાગા એક પછી એક છૂટવા લાગ્યા.
મીરાંના ભજન પણ ગવાયા–હવે ૯, લા, ૧૦ વાગવા આવ્યા પણ માંડવી ગયેલી ૩ બહેનો અને એક ભાઈની મંડળી હજુ પાછી ફરી ન હતી — તેની ચિંતા અમને જરા અસ્વસ્થ બનાવતી હતી, પણ થોડીવારમાં તેઓ આવી ગયા અને ચિંતાનું વાદળ ખસી ગયું. અને અંતે દુર્ગા રાગ ગવાયો. -
પર્યટન મંડળી તરફથી કરવામાં આવી :
રૂા. ૨૫૧.૦૦ પાઠશાળાને
અપૂર્ણ
પ્રબુદ્ધ જીવન
*
અંતિમ આભારવિધિ કરતાં રાયણ ગામને નીચે મુજબની ભેટ
રૂા. ૧૦૧.૦૦
ગ્રામપંચાયતને
રૂા. ૧૦૧.૦૦ સંગીતકાર જોષી – અને પાર્ટીને રૂા. ૫૧,૦૦
મહાજનને.
રૂા.
૫૧.૦૦ મનોરંજનમાં ભાગ લેનાર બાળ કલાકારોને ચીમનલાલ જેઠાલાલ શાહ
વિલાયતમાં ધ્યાધમ
ક્રૂરતાનિવારણના કાયદે ધારાસભા પાસે મંજૂર કરાવીને, હેન્રી બર્ગ શેરીમાં નિકળ્યો, તો એક ઘેાડાગાડીવાળા ઘેાડાને ચાબખા મારતા હતા, અને એણે કહ્યું, ‘આમ ચાબખા હવે ન મરાય, મારે તા ગુનો ગણાય.'
- બર્ગ એક દિવસ બસમાં બેસીને જાય છે ત્યાં એક ખાટકી વાહનની કારથી લટકતાં ને પીડાને લીધે આંખ ફાડતાં ઘેટાં ને વાછડાંને ગાડામાં ભરી લઈ જતા હતા તેને એણે જોયો, બર્ગ બસમાંથી ઉતરી પડયાને એણે ખાટકીને પકડયા, પણ તે કોરટમાં છૂટી ગયો.
વળી એ જ્યાં માથું ફાટી જાય. એવી દુર્ગંધ પ્રસરેલી હતી એવાં કતલખાનામાં જાય ને કતલ કરનારાની ક્રૂરતાના વિરોધ કરે; એટલે કોકે કતલ કરેલા ઢોરનાં આંતરડાં એના માથે માર્યાં, મેઢા ઉપરથી લાહી લૂઈ લઈને એ દવાવાળાની દુકાને ગયા ને કપડાં ઉપર પડેલા ડાઘ કઢાવી નાખ્યા. જનાવર પ્રત્યે ક્રૂરતા કરવા માટે અમેરિકામાં પહેલી શિક્ષા એણે એપ્રિલ માસમાં કરાવી.
જીવતા કાચબાના પગ વીંધી દોરીથી બાંધીને એને વહાણમાં નાંખીને લઈ જાય છે એમ બગે જોયું એટલે એણે વહાણના મુખી
તથા બીજા ખારવાને પકડાવ્યા, કોટે બર્ગના વિરુદ્ધ ફેોંસલે આપ્યો, પણ આગાસિઝ નામે વિજ્ઞાનીએ બર્ગનું ઉપરાણુ લીધું.
કુકડાંનાં પીંછા એ જીવતાં હોય ત્યાં ખેંચી કાઢતા એના અને દૂધવાળા દૂઝતાં ઢોર પર જુલમ કરતા એના પણ બર્ગે વિરોધ કર્યો,
બર્ગે કાયદો કાવ્યો ને લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરી, પણ પૈસાનું કામ પડે તેનું શું થાય? બર્ગની આગળ જે ધન હતું તે પૂરું પડે એમ નહાતું. વધારે પૈસા ક્યાંથી મળે એની ચિતામાં એ વ્યગ્ર થઈ ગયા, ત્યાં ન્યૂ યોર્કની ઈસ્પિતાલથી અને એક સંદેશા આવ્યા, ‘એક ભાઈ માંદા છે એને તમે કૃપા કરીને મળી જાઓ' બર્ગ ન્યૂ યૉર્ક ગયા ને ત્યાં મા, બાનાર્ડને મળ્યા, બાનાર્ડ કહે, ‘બર્ગભાઈ, તમારી વર્તમાનપત્રમાં બિન્દા થાય છે તે હું જોઉં છું. જંગલી જનાવર ઉપર પાર વિનાના જુલમ થાય છે તેનો હું સાક્ષી છું, એટલે તમારા કામ માટે થોડાક પૈસા મારે તમને આપવા છે તેને સ્વીકાર કરો.’ આ પછી થેડાક દિવસે બર્ગને ૧,૧૫,૦૦૦ ડૉલરનો ચેક મળ્યો. આના દાતા બાનાર્ડનો પાટું માનવા બર્ગ ઈસ્પિતાલે ગયો, ત્યાં તો એ મરી ગયા હતા.
આ પછી બર્ગને ઘણી આર્થિક સહાયતા મળી. આજકાલ ન્યુ યોર્ક શહેરની સસાયટી જ એક વર્ષમાં ૨,૫૦,૦૦૦ જનાવરની ભાળ કાઢે છે, અને પાંજરાપોળમાં લઈ જાય છે. ગારહમની શેરીઓ ઉપરથી રોજ ૪૫૦ ભૂલાં પડેલાં, માંદાં તથા ઘવાયેલાં જનાવરને સંભાળે છે અને અને ચેરી, ભૂખતરસ, ટાઢ, રોગ તથા અકસ્માતથી બચાવે છે. સાસાયટીની ઈસ્પિતાલમાં ન્યુ યોર્કનાં જનાવર વર્ષે ૬૩,૦૦૦ દિવસ સારવાર પામે છે. જે માણસ જેલમાં કે ઓચિંતા ઈસ્પિતાલમાં જાય એના પાળેલા પ્રાણી તથા ભારવાહી જનાવર પણ સાસાયટીને ભળાવાય
છે.
જનાવરની રક્ષાને નિમિત્તે ન્યુ યોર્કની સેસાયટી એક વર્ષમાં ૬૦૦૦ પાળેલાં પશુપક્ષીની દુકાન, ૫૦૦૦ કૂકડાની માર્કીટ, અને તબેલાનું નિરીક્ષણ કરે છે, ને જનાવર પ્રત્યે ક્રૂરતાના કેસની તપાસ કરે છે. ગારહમની સેાસાયટી ૪૫ અવેડામાં ઘોડા માટે પાણી ભરાવે છે ને ઉનાળામાં ૪૩ તાત્કાલિક અવેડા ભરાવે છે. એણે વિવિધ સેવાને નિમિત્તે ૧૯૪૦ માં પાંચ લાખ ડૉલરનું ખર્ચ કર્યું હતું.
ન્યુ યોર્કમાં છે એવી સોસાયટીએ યુનાઈટેડ સ્ટેટસમાં ૬૬૪ છે. તેમાં વર્ષે કેટલાય નવલાખ ડૉલર વપરાય છે ને કેટલાય નવ લાખ કલાકની મહેનત થાય છે. આ બધા એક હેન્રી બર્ગની દયા, સ્થિરતા ને દીર્ઘદષ્ટિનો પ્રતાપ છે.
બર્ગ ૧૮૬૪માં રશિયાથી અમેરિકા પાછા આવ્યા ત્યારથી તે ૧૮૮૮માં એનો દેહ પડયો ત્યાં લગી એણે ક્રુરતાનિવારણનું જ ક્ષમ કર્યું. એ કહેતા કે માણસ જનાવર ઉપર જુલમ કરે તેમાં જનાવર દુ:ખી થાય એ તો છે જ, પણ માણસ માણસ નથી રહેતે, ને પશુથી યે અધમ બની જાય છે.
જેમ જનાવર ઉપર તેમ જ છેકરાં ઉપર પણ જુલમ થાય.છે તેની પણ બર્ગને મન ચિન્તા હતી. મેરી એલન નામે કરીને એનાં પાલક માબાપ મારતાં હતાં તે શ્રીમતી વીલર જોઈ ગયાં, ને એ બર્ગ આગળ ગયાં. બર્ગે મેરીનાં માબાપ ઉપર કેસ માંડયો ને એને શિક્ષા કરાવી, પછી મેરી નામે વકીલ તથા જૅન ડી. રાઈટ નામે ડાક્ટર સાથે મળીને બર્ગે બાળદયાની અરજી ઘડી. આ અરજીરૂપી બીજમાંથી જગતમાં પહેલી બાળકપ્રત્યે ક્રૂરતા-નિવારિણી ન્યુયોર્કની સાસા
યટીની સ્થાપના થઈ.
* હેન્રી બર્ગ વિષે કહેવાય છે કે એણે ભલાઈના નવા પ્રકાર શોધી કાઢયા.
(ક્રમશ:)
* ડોનાલ્ડ કલરાસ - પીટી- કૃત 'લાઈવ્સ ઑફ ડેસ્ટિની (પ્રકાશક: અમેરિકન લાઈબ્રેરી) ઉપરથી.
દેસાઈ વાલજી ગોવિંદજી