________________
૪૬
છે. પ્રવર્તમાન વિચારોની વલણાની કાયાપલટ એ તેમની માગ છે. આ રીતે તેમને સમજવા અને તદનુસાર પોતના વિચાર, વાણી અને વર્તનને પલટવા-એમાં જ તેમના વ્યાખ્યાનશ્રાવણની સાર્થકતા રહેલી છે.
સમેતશખરની સમસ્યા: એક પરામ
સમેતશિખરની સમસ્યા અંગે આચાર્ય તુલસી જણાવે છે કે: “ તીર્થરાજ સમેતશિખર જૈન જગતનું પવિત્ર ઐતિહાસિક સ્થાન છે. તે અનેક તીર્થંકરો તથા મુનિઓની સાધનાભૂમિ તથા નિર્વાણભૂમિ છે. એવી માન્યતા છે કે વીશ તીર્થંકરોએ આ પુણ્યભૂમિ દ્વારા નિર્વાણ પ્રાપ્ત કરેલ છે.
પ્રભુખું જીવન
“ જે તપોભૂમિદ્રારા વીતરાગતા પ્રવાહિત થઈ હતી, એ જ ભૂમિના કારણે રાગદ્ર ષ વધે એ ચિન્તનીય છે. સમેતશિખરના વિષયમાં કેટલાએક મહિનાથી શ્વેતાંબર - દિગંબર સમાજમાં સંઘર્ષ ચાલી રહ્યો છે તેથી મનમાં ક્ષાભ થાય છે. એક બાજુ આપણે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે સર્વ જૈન સંપ્રદાયોમાં સદભાવના તથા મૈત્રી વધે અને બીજી બાજુએ માલૂમ પડે છે કે જૈન જગતના બે પ્રમુખ સંપ્રદાયામાં તંગદિલી વધી રહી છે.
“જૈન લોકો આ બાબતમાં વિશ્વાસ ધરાવે છે કે જ્યાં તંગદિલી વધે છે ત્યાં આપણે સત્યથી દૂર જતા હોઈએ છીએ. હું જોઉં હું છું કે આ તંગદિલીમાં લોકો વાસ્તવિકતાથી દૂર જઈ રહ્યા છે. આજના વૈજ્ઞાનિક જગતમાં સમસ્યા ઉકેલવાની અનેક પદ્ધતિ વિકસિત થઈ છે. વિરોધી વિચારધારાવાળા રાષ્ટ્રો પણ સંયુકત રાષ્ટ્ર સંઘના મંચ ઉપર પોતપોતાના વિવાદોના ઉકેલ લાવવાના પ્રયત્ન કરતા હોય છે. રાજનૈતિક લોકો જે એક સામાન્ય મંચ ઉપર બેસીને પોતાના મતભેદોને દૂર કરવાના પ્રયત્ન કરતા હોય તે એવું કયું કારણ છે કે ધાર્મિક લોકો એ મુજબ નથી કરી શકતા? હું વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં ફરીથી મારો વિચાર રજૂ કરવા ઈચ્છું છું કે જૈન જગતની પ્રમુખ વ્યકિતએ એક એવા સામાન્ય મંચની - મિલનભૂમિની–વાત વિચારે કે જે આંતરિક વિવાદને ઉકેલવામાં તથા બહારની સમસ્યાઓનો સામનો કરવામાં શકિતશાળી બને.
“સર્વ જૈન સંપ્રદાયોના પ્રતિનિધિ - સંગઠ્ઠનનો ઉપાય મેં એ માટે દર્શાવ્યો હતો કે નાના નાના પ્રશ્નો મહાન સંગઠ્ઠનમાં વિઘ્ન પેદા કરી ન શકે.
“અનેકાન્ત દષ્ટિને સિદ્ધાંતરૂપમાં માન્ય નહિ કરવાવાળા લોકો પણ સમજાવટની નીતિમાં વિશ્વાસ કરવા લાગ્યા છે. જૈન લોકો માટે તા એ એક સામાન્ય સિદ્ધાંત છે. કોરો સિદ્ધાંત જ નથી, આચારવ્યવહારમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. તેમના માટે સમજાવટની નીતિ વિવાદ પતાવવા માટે મુખ્ય પદ્ધતિ હોવી ઘટે. આજનું હિન્દુસ્તાન પહેલાંથી જ સંકટકાલીન સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આજના વખતમાં કોઈ પણ સમજદાર વ્યકિત અથવા તે સંસ્થા માટે એ ઉચિત નથી કે તે કોઈ નવું સંકટ ઊભું કરે. હું જૈન સમાજને એ પરામર્શ આપવાના પેાતાના વિશેષ અધિકાર માનું છું કે વસ્તુત: સમસ્યાને એ રીતે ઉકેલે કે જેથી કોઈ પક્ષની ઊંચી નીચીના, નાનપ–મોટપના પ્રશ્ન ન ઊઠે, બન્નેની સમાનતા તથા સ્વતંત્રતાની
રક્ષા થાય.
“સમગ્ર જૈન શાસનના ભલા માટે આમ કરવું તે હું નીતાન્ત આવશ્યક માનું છું. હું વિશ્વાસ રાખું છું કે જૈન શાસનની અખંડતાનું સ્વપ્ન ચિન્તવવાવાળા સર્વ લાક મારી ભાવનાને સાથ આપશે.’
આપણે આશા રાખીએ કે આચાર્ય તુલસીના આ પરામર્શના ગંભીરપણે વિચાર કરીને શ્વેતાંબર તથા દિગંબર પક્ષના આગેવાનો સમેતશિખરના પ્રશ્નનો જરૂરી વાટાઘાટો અને સમજાવટ દ્રારા સુખદ નિકાલ લાવે અને પરસ્પરના સદ્ભાવને પ્રતિષ્ઠિત કરે. જૈન શ્વે. કૅન્ફરન્સ ઉદ્યોગગૃહ અગે મળેલુ ચર્ચાપત્ર
તા. ૧૭-૬૫
એ મથાળા નીચે પ્રગટ થયેલ નોંધના અનુસંધાનમાં એ સંસ્થાની કાર્યવાહીમાંથી થોડા સમય પહેલાં નિવૃત્ત થયેલા શ્રી હીરાલાલ જુઠાભાઈ શાહ તરફથી એક પત્ર મળ્યા છે તેમાં ઉપર જણાવેલ મારી નોંધમાં રહેલ એક હકીકતદોષ તરફ ધ્યાન ખેંચતા તેમ જ ઉદ્યોગગૃહની કાર્યવાહીમાંથી તેમણે ગયા એપ્રિલ માસના પ્રારંભમાં આપેલા રાજીનામા સંબંધે ખુલાસા કરતાં તેઓ જણાવે છે કે:
“સદરહુ નોંધમાં આ પ્રમાણે લખાયું છે : ‘સમય જતાં નવા બંધારણ અનુસાર કરવામાં આવેલી ચૂંટણીમાં જૂના બન્ને મંત્રી જેમાંના શ્રી લીલાવતીબહેન એક હતા તેમને મંત્રી તરીકે ચૂંટવામાં ન આવ્યા. વધતી જતી ખટપટના પરિણામે ઘેાડા સમય પહેલાં શ્રી હીરાલાલ જૂઠાભાઈ શાહે અને શ્રી જસુમતીબહેન કાપડિયાએ રાજીનામું આપ્યું.’ આ લખાણથી એમ સમજાય કે શ્રી લીલાવતીબહેનને મંત્રીપદે ન લીધા તેથી ખટપટ ઊભી થઈ અને તે ખટપટના પરિણામે બે કમિટીસભ્યોએ રાજીનામાં આપ્યાં.
તા. ૧૬-૬-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં ‘ જૈન શ્વે. કૉન્ફરન્સ ઉદ્યોગગૃહ અને બંધારણની ૩૨ મી કલમનો અક્ષમ્ય દુરૂપયોગ ’
“બંધારણ અનુસાર નવી કમિટીની ચૂંટણી તા. ૧૩-૬-૬૪ના દિને થઈ અને હોદ્દેદારોની વરણી તા. ૧૬-૬-૬૪ની કારોબારી સિમતિમાં થઈ. આ સભામાં જૂના મંત્રીઓના સ્થાને નવા મંત્રી આવ્યા, જ્યારે મારું રાજીનામું તા. ૧૦-૪-૬૫ના રોજ અપાયું છે. આ બે વચ્ચે દશ મહિનાનો સમય ગયો. એ રીતે આ નોંધમાં જે લખાયું છે કે વધતી જતી ખટપટને અંગે એટલે કે કમિટીસભ્યો અને હાદ્દેદારો સાથેના મતભેદો કે ખટપટના કારણે મારૂં રાજીનામું હોવાનું સમજાવવાના ખોટા પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે ખરી રીતે મારે ઉદ્યોગગૃહની કમિટી સાથે કે હોદ્દેદારો સાથે કે ગૃહની કાર્યવાહી સાથે કોઈ પણ મતભેદ કે અસંતોષ હતા જ નહિ. પરંતુ મારા રાજીનામાનું ખરું કારણ તદન જુદું જ છે અને તે અંગત છે જેથી તમને જણાવી શકતા નથી.’
આના જવાબમાં જણાવવાનું કે શ્રી લીલાવતીબહેન જે ચૂંટણીના પરિણામે મંત્રીપદથી નિવૃત્ત થયા તે ચૂંટણી નવા બંધારણ અનુસાર તાજેતરમાં કરવામાં આવેલી ચૂંટણી નહોતી, પણ આશરે બાર મહિના પહેલાં જૂના બંધારણ નીચે કરવામાં આવેલી ચૂંટણી હતી એમ શ્રી હીરાલાલ શાહ જણાવે છે તે બરોબર છે અને આ રીતે મને મળેલી અધુરી માહિતીના પરિણામે મારા લખાણમાં હકીકતદોષ આવી ગયા છે અને એમ થતાં, શ્રી હીરાલાલ શાહ જણાવે છે તે મુજબ, શ્રી લીલાવતીબહેનના મંત્રી તરીકે નિવૃત્ત થવાની ઘટના સાથે શ્રી હીરાલાલ શાહના રાજીનામાને કોઈ જોડે એ સ્વાભાવિક છે, જ્યારે વસ્તુત: એ બે ઘટનાઓ વચ્ચે કોઈ તત્કાળ સીધા સંબંધ નથી. આ હકીકતદોષ માટે હું ખરેખર દિલગીર છું.
આમ છતાં એ હકીકત છે કે છેલ્લાં દોઢ બે વર્ષથી ઉદ્યોગગૃહના પ્રમુખ કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષ અને આંતરિક વીખવાદ ચાલી રહ્યો હતો અને ઉત્તરોત્તર વધતા જતા હતા. તેના અંતિમ તબકકે શ્રી જસુમતીબહેન સાથે શ્રી હીરાલાલ શાહે રાજીનામુ આપ્યું હતું. આ રાજીનામાને ઉદ્યોગગૃહમાં ચાલી રહેલા અને ઉત્તરોત્તર ઉગ્ર બનતા જતા સંઘર્ષ સાથે કશા જ સંબંધ નથી. એમ શ્રી હીરાલાલ શાહ જણાવે છે તે આજની પરિસ્થિતિના સંદર્ભમાં એકદમ ગળે ઉતરે તેવું નથી. આ રાજીનામાનું ખરું કારણ તદૃન જુદું છે અને તે અંગત છે જેથી તેઓ મને જણાવી નથી શકતા એમ શ્રી હીરાલાલ શાહ જણાવે છે, તેમના રાજીનામા સાથે વહી રહેલી વાતોના સંદર્ભમાં આ ‘અંગત ’ શબ્દ બહુ માભમ છે અને તે અંગેના તર્કો શમાવવાને બદલે ઉલટાનું ઉત્તેજિત કરે છે. ઉદ્યોગગૃહના પ્રમુખ શ્રી રતિલાલ ઉજમશી શાહ તરફથી મળેલા એક પત્રમાં ઉદ્યોગગૃહ સાથે જોડાયેલી સઘળી બાબતોની પૂરી જાચ કરવામાં આવે અને તે માટે જૈન આગેવાનાની એક તપાસ સમિતિ નીમવામાં આવે એવી ઈચ્છા દર્શાવવામાં આવી છે. આશા રાખીએ કે એ જાચ-તપાસ દ્વારા ઉદ્યોગગૃહ અંગે ચાલી રહેલી સાચી ખોટી અનેક વાતોનું નિરાકરણ થઈ જશે અને આજ ઊઠેલા વાવંટોળ શમી જશે.
પરમાનંદ