SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૧૫ પ્રબુદ્ધ જીવન . - ગ્રહ નહીં ધરાવનાર, ઈર્ષ્યા-રહિત હોય ત્યારે સંધાય-સંભાષા સંભવે છે. આવા પ્રતિવાદીની સાથે સંભાલ કે ચર્ચા કરતાં પરાજયની બીક રાખવી નહીં, અને તેને પરાજિત કરવામાં આનંદ ન માનો, પણ સ્વસ્થતાપૂર્વક પ્રશ્ન પૂછવા અને ઉત્તરો આપવા. પણ જો વિગૃહ્ય સંભાષામાં ભાગ લેવાનું હોય તે પોતાની અને પ્રતિવાદીની શકિત અને યોગ્યતાને વિચાર કરવો જોઈએ. પ્રતિવાદી પ્રવર કે પ્રત્યવર કે સમ હોઈ શકે, તેમ જ પરિષદ જેની સમક્ષ આ સંભાષા થાય છે તે પણ જ્ઞાનવતી હોય છે કે મૂઢ હોય. આ પ્રત્યેક સંજોગોમાં વાદીએ કઈ રીતે વર્તવું જેથી સારી છાપ પાડી શકે અને પ્રતિવાદીને હરાવી શકે કે મુંઝવી શકે કે તેને પ્રતિકુલ તેવી છાપ ઊભી કરી શકે, તેને માટે વ્યવહારુ સૂચન આપેલાં છે. લાંબા લાંબાં વાકયને પ્રયોગ કરીને કે અનેક અર્થવાળા શબ્દ પ્રયોગ કરીને કે તેની મશ્કરી ઉડાવીને કે તેની ભીરુતા ખુલ્લી પાડીને પ્રતિવાદીને હરાવી શકાય તે બતાવ્યું છે. સાથોસાથ સલાહ આપી છે કે વિગુહ્ય સંભાપામાં પણ કોઈએ ઔચિત્યનો ભંગ ન કરવો. અને ન્યાયવચનને જવાબ ન્યાયપૂર્વક આપવો, કલહથી હંમેશાં બચતા રહેવું. સંભાષા સંબંધી ૪૪ પદાર્થો ન્યાયવાય, પ્રતિજ્ઞા વગેરે—નું વિવેચન ચરકસંહિતામાં છે. સંભાષા અંગે ચરકસંહિતામાં જે પરંપરાનું પ્રતિબિંબ છે તે ન્યાયસૂત્રકારની પરંપરા કરતાં ભિન્ન અને બૌદ્ધ ઉપાયહાધ્ય જેવા ગ્રંથોની પરંપરાને વધારે મળતી જણાય છે. ચરકસંહિતામાં ન્યાયનું આટલું મહત્વ હોય તેનું આપણને આશ્ચર્ય થાય, પણ પોતાના પ્રમેયો જાણવા અને ચર્ચવાનાં સાધનોનું વિવેચન સામાન્ય રીતે બધાં જ શાસ્ત્ર કરે છે. વળી ભિષજો–દૌદ્યોની સભા મળતી હશે ત્યારે અથવા તે કોઈ ધનિક દર્દીના રોગનિદાન અંગે સંભાષા કરવાના પ્રસંગ આવતા હશે, જે વખતે પોતાનું કૌશલ બતાવવા અને પોતાના અભિપ્રાયની સ્થાપના કરવા માટે આ સંભાષા અંગેનાં સૂચને તેમને ઉપયોગી થઈ પડતાં હશે. સામાન્ય રીતે પ્રત્યેક શાસ્ત્રને પોતાનું પ્રમાણશાસ્ત્ર હોય છે. આ પરથી ખ્યાલ આવે છે કે સંભાષાવિધિ કે ચર્ચાને કેટલો રિવાજ હતો. પ્રાચીન કાળમાં વાદ કેટલા જીવન્ત હશે અને તેના સામાજિક રાજકીય વગેરે પરિણામે હોતા હશે એવું ઘણા ઉદાહરણ પરથી સમજાય છે. બીજી બાજુએ, સત્યાન્વેષણ અને પ્રાપ્તજ્ઞાનનાં સંરક્ષણ, પરિશોધન અને પરિપાક માટે પણ સંભાષા જરૂરી મનાતી. શ્રવણ, મનન અને નિદિધ્યાસનની ભલામણ પરથી જોઈ શકાય છે કે વેદવાકયની પરીક્ષા અને સમર્થન આવશ્યક મનાતાં હતાં. બુદ્ધ તે પોતાના શિષ્યોને કહ્યું હતું કે હું કહું છું તેથી સાચું ન માની લેવું; તમે પોતાને માટે દીપ સમાન બને અને પોતે પરીક્ષા કરો, પછી જ સ્વીકારો. આ વાત દરેક શાસ્ત્રકાર અને ચિંતકે સ્વીકારી છે. સામાન્ય રીતે એમ મનાય છે કે ભારતીય દર્શનને આધાર વેદ કે શબ્દપ્રમાણ ઉપર જ છે, પણ દર્શનના ગ્રંથોને અભ્યાસ કરતાં જણાય છે કે તર્કથી સિદ્ધાંતોની સ્થાપના થયેલી છે. તર્ક ઉપકારક ન હોત તો વેદ કે બુદ્ધના ઉપદેશ પરથી આટલા ભિન્ન મતે અસ્તિત્વમાં આવત નહીં. અને એમ પણ વ્યાવહારિક પ્રમાણોથી અગ્રાહ્ય તત્વોમાં જ શબ્દ પ્રમાણ અન્તિમ મનાય છે. ન્યાયસૂત્રે સંભાષા માટે ‘કથા’ શબ્દ વાપર્યો છે. કથ ‘કહેવું, સંભાષણ કરવું એ ધાતુ પરથી આ શબ્દ બનેલો છે. માનવ બીજા માનવ સાથે હોય ત્યારે તેને પોતાને મત વ્યકત કરવાની તક મળે છે, તેને તેમ કરવાની ઈચ્છા થાય છે. સામાજિક કે ધાર્મિક પ્રસંગોએ લોકો ભેગા મળતા હોય છે. ભારતમાં લોકો વીરપુરુષો અને સંતે વિષે વાત સાંભળવા પણ એકઠા થાય છે. આમ કથા શબ્દનો અર્થ જીવનચરિત્ર થયો. દા. ત. રામકથા. અને જે રીતે રને જીવનચરિત્ર કહેવામાં કે વાંચવામાં આવે છે તેને પણ કથા કહેવા લાગ્યા. વળી માણસ ભેગા મળે ત્યારે વિચારોની આપ લે કરે છે. ચર્ચા કરે છે; આમ વાદ કે શાસ્ત્રાર્થને માટે પણ કથા” શબ્દ વપરાતો થયો. અને દર્શન અને ન્યાયની પરિભાષામાં 'કથા શબ્દ ચર્ચા કે વાદના અર્થમાં જળવાઈ રહ્યો છે. જુઓ તાત્પર્ય ટીકા ૧.૨. ૧, પૃ. ૩૧૩ –કાશી સંસ્કૃત સીરીઝ). અપૂર્ણ એસતેર સેલમન પરિવર્તન–અભિમુખ આચાર્ય તુલસી બાલોતરા મર્યાદા મહોત્સવ શતાબ્દી સમારોહના અવસરે ઉપર અણુવ્રત્ત પ્રેરણા--દિવસના ઉપલામાં તેરાપંથી સંપ્રદાયના આચાર્ય તુલસીએ એક વિસ્તૃત્ત સંદેશ મોકલ્યો હતો. આ સંદેશામાં પરિવર્તનની પ્રક્રિયા અને આવશ્યકતા ઉપર તેમણે ખૂબ ભાર મૂકયો હતો. એક જૈન આચાર્ય પરિવર્તનના વિચારને આટલી પુષ્ટી આપે તે જરૂર આવકારપાત્ર ગણાય. તેમાં રહેલો મુખ્ય વિચાર ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો સુધી પહોંચે એ હેતુથી તેમના એ સંદેશ–પ્રવચનમાંથી અગત્યનો ભાગ તારવીને તેમ જ ટૂંકાવીને નીચે આપવામાં આવે છે. પરિવર્તન અણુવ્રતની વાત એવી દરેક વ્યકિત કરી શકે છે કે જેને તેને લગતા આદર્શોમાં નિષ્ઠા હોય. આમ હોવાથી હું દરેક નિષ્ઠાશીલ વ્યકિતને સાંભળવા સમજવા ઈચ્છું છું, પછી તે કોઈ રાજનીતિજ્ઞ હોય અથવા તો કોઈ ધર્માચાર્ય. હું જ માત્ર નહિ, અમારો આખે સમાજ તેવી વ્યકિતની વાત સાંભળવા–સમજવા ઈચ્છે છે. થોડાંક વર્ષો પહેલાં આ સ્થિતિ નહોતી. પણ આજે હું પ્રતિવર્ષ જોઈ રહ્યો છું કે લોકોના વિચારમાં તેમ જ વ્યવહારમાં પરિવર્તન ચાલી રહ્યું છે. આ પરિવર્તનને હું સુખદ માનું છું. હું જડતાને પક્ષપાતી નથી. મેં પોતે અનેક અપેક્ષિત પરિવર્તન કર્યા છે અને ભવિષ્યમાં એવાં જ પરિવર્તન નિર્માણ કરવાની ઈચ્છા ધરાવું છું. એટલું અવશ્ય છે કે પરિવર્તન પણ મને એ જ માન્ય છે કે જે મૂળની સુરક્ષા સાથે કરવામાં આવતું હોય. “હું સાધના અને જડતા વચ્ચે કોઈ સંબંધ જોતું નથી. સાધનાને તેજસ્વી બનાવવા માટે હું એ આવશ્યક સમજું છું કે, તેમાં નવા નવા ઉન્મેષ પ્રગટ થતા રહે. આ બાબત ધ્યાનમાં રાખવા સાથે, હું મારા સાધુ-સમુદાયમાં નવા નવા પ્રયોગ કરતો રહું છું. આ વર્ષે પણ જ્યારે પંચ-દિવસીય પ્રણિધાન કક્ષાની પ્રશિક્ષણ-શિબિર ચાલી, ત્યારે મેં જોયું કે, સાધુ-સાધ્વીઓ તેમાં ભારે રસ લઈ રહ્યાં છે. તેમાં પ્રત્યેક આવશ્યક પરિવર્તનની ક્ષમતા છે એ જોઈને હું આનંદનો અનુભવ કરું છું. પ્રશિક્ષણ શિબિરની સાથે સાથે સેવા તથા સાધનાને મહત્ત્વ આપવા માટે મેં બે વિશિષ્ટ કાર્યક્રમ સૌની સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. આજે એ અત્યંત આવશ્યક છે કે સાધુસમાજ માત્ર ઊઠવા, બેસવા તથા બલવાની સભ્યતા સુધી જ સીમિત ન રહે, પણ જીવનને ઊર્ધ્વગામી બનાવે તેવી પ્રત્યેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક તત્પરતા દાખવે. સાધના અન્ય માટે ત્યારે જ પ્રેરક બની શકે છે કે જયારે સાધકના જીવનમાંથી સાધનાના તેજલ્ફ લિંગ પ્રફ રિત થતા રહે. ' કેટલાક લોકો ધર્મને કેવળ પરલોકની વાત સમજે છે, પણ મારા ચિતનમાં એ ધર્મ જ નથી કે જે આપણા વર્તમાન જીવનને તેજસ્વી ને બનાવે. ઉમાસ્વાતિ વાચકે તે ત્યાં સુધી કહ્યું છે કે નિત-જવાન, ઘ, ar: કનોવિંer-રતિના” વિનિવૃત્ત-નારાનામિદંવ, મોતઃ 1મ્ | “જેમણે આંતરિક શત્રુઓ ઉપર વિજ્ય પ્રાપ્ત કરી લીધો છે તેમનો મોક્ષ આ જન્મમાં જ થઈ જાય છે.” કે મેં એક વાર એક મોટી સભામાં કહ્યું હતું કે, હું આપણા સમાજના લોકોને રૂઢિગ્રસ્ત જોવા ઈચ્છતા નથી. જે ધર્મ આપણા જીવનમાં પરિવર્તન કરી શકતા નથી, તે ધર્મ અધૂરો છે. હમણાં આ બાજુ હું આવી રહ્યો હતો એવામાં એક પત્રકારે મને પૂછયું કે, “આપ ધર્માચાર્ય છે કે સુધારક છે કે રાજનીતિજ્ઞ?” મેં જવાબ આપ્યો કે, “હું ધર્માચાર્ય તે છું જ, સાથે સાથે હું :
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy