________________
૪૨
પ્રબુદ્ધ જીવન
ની રજુઆત કરી છે, જેમાં બેમાંથી કોઈ પણ વિકલ્પ સ્વીકારતાં મુશ્કેલી જણાય.
ઉપનિષદોમાં કહ્યુ છે કે જનક કે અશ્વપતિ કૈકેય જેવા રાજાના દરબારમાં ચિંતકોને એકઠા કરી તેમની પાસે ચર્ચા કરાવવામાં આવી. ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને એટલા પ્રશ્નો પૂછ્યા કે યાજ્ઞવલ્ક્ય કહ્યુ કે હવે ન પૂછીશ. તારું માથું ક્યાંક પડી ન જાય—એટલે માથું ફાટી જાય તેવા અને તેટલા વિચાર તે કરતી હતી. ઉપનિષમાં આવી ચર્ચા--વિચારણાનાં અનેક ઉદાહરણ મળી આવે છે. નારદ અને સનત્કુમારની કથામાં કહ્યું' છે કે નારદે વાકોવાક્ય વગેરે વિદ્યાઆના અભ્યાસ કર્યો છે. વાકોવાય એટલે સંવાદ કે પ્રશ્ન અને ઉત્તર, અથવા સંભાષા (Dialectic).
બાદ્ધ પિટકોમાં બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેની, અને બુદ્ધ તથા તેમના શિષ્યો અને પરમતના ચિંતકો વચ્ચેની ચર્ચાનાં અનેક ઉદાહરણા મળે છે. બ્રહ્મજાલસુત્તમાં અનેક મતોનો ઉલ્લેખ છે અને એ જ રીતે જૈન આગમામાં પણ અનેક મતના પુરસ્કર્તાનો ઉલ્લેખ મળે છે, મજિઝનિકાયના ફૂલસચ્ચકસુતમાં સચ્ચક એવું અભિમાન કરે છે કે “મારી સામે ટકી શકે તેવા કોઈ શ્રામણ કે બ્રાહ્મણ હું જોતા નથી. મને જોતાં જ તેમને પરસેવો છૂટે છે, અરે મારી સામે તો મકાનોના જડ થાંભલા પણ ધ્રૂજી ઊઠે તો જીવતા જાગતા માણસનું તો પૂછવું જ શું ?” આ સચ્ચક પણ બુદ્ધની સામે ટકી શક્યા નહીં. પિટકોમાં ઘણી જગ્યાએ વર્ણ કે જ્ઞાતિ પર પ્રહારો મળે છે. મજિઝ નિકાયના અસ્સલાયન સુત્તમાં બુદ્ધ પૂછે છે કે બ્રાહ્મણે પ્રગટાવેલા અગ્નિ શું વધારે તેજ હાય છે અને શું વધારે ઉપયોગી હોય છે? એ જ રીતે વાસંશ્ર્વસુમાં કહ્યું છે કે બે વિદ્યાર્થીઓ જેમણે ઘણી વિદ્યાઓનો અભ્યાસ કરેલા તેમની વચ્ચે મતભેદ થયો કે માણસ જન્મથી બ્રાહ્મણ છેકે ચારિત્ર્યથી. તેઓ બુદ્ધ પાસે આવ્યા; બુધ્ધે તેમને સમજાવ્યું કે ગાયને ભેંસથી અલગ પાડતાં લિંગ—ચિહનો છે, પણ એક જ્ઞાતિને બીજી જ્ઞાતિથી અલગ પાડતાં ચિહન કોઈ દેખાતાં નથી. થાવત્થમાં ચર્ચા કે શાસ્ત્રાર્થીની પદ્ધતિનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. બુદ્ધના સમયમાં એવા કેટલાક તાર્કિક શ્રમણા હતા જે તર્કથી એમ સિદ્ધ કરી આપતા કે પાપ, પુણ્ય જેવું કશું નથી. માણસને મારવામાં કશું પાપ નથી, કારણ કે મરનાર માત્ર તેના શરીરનાં ઘટક તત્વોને અલગ કરી દે છે. એવા પણ કેટલાક તાર્કિકો હતા કે જે કોઈ મતમાં બંધાઈ જવા તૈયાર નહોતા અને એટલે તેમનું ખંડન કરવું સહેલું નહોતું. તેઓ અમરાવિક્ષેપકો કહેવાતા, કારણ કે અમરા માછલીની જેમ તેઓ પકડમાંથી સરકી જઈ શકતા. આવા તર્કથી કદાચ જનસમાજના વિચારો પર વિપરીત અસર થાય એ બીકથી બુદ્ધ વાદને ઉત્તેજન ન આપવાનું નક્કી કર્યું. છતાં પિટકોમાં વાદના ઘણા દાખલા મળી આવે છે અને બાદ્ધ સંપ્રદાયમાં તો બુદ્ધના વચનો પર ચર્ચા-વિચારણાને પરિણામે અનેક મતો અસ્તિત્વમાં આવ્યા એ જાણીતી વાત છે. બુદ્ધ પોતે પણ કહેતા કે હું કહું છું માટે નહીં, પણ તમને ઠીક લાગે તો જ કોઈપણ વાત સ્વીકારજો. બાદ્ધ વર્તુળામાં ન્યાયના ઘણા વિકાસ થયો છે એ હકીકત છે.
જૈન આગમ વાદ કે ચર્ચાના પ્રસંગાથી ખીચોખીચ ભરેલા છે. અંગા ઉપરાંત ‘પૂર્વ’ નામના ગ્રંથો હતા જે પાછળથી નષ્ટ થઈ ગયા, પણ આ ગ્રંથોની વિપસૂચિ સમવાયાંગ અને નન્દીસૂત્રમાં જળવાઈ રહી છે. તેના પરથી ખ્યાલ આવે છે કે આ પૂર્વમાં જૈન અને જૈનેત્તર સંપ્રદાયની દષ્ટિનું વિવેચન હૉ, અને મહાવીર અને અન્ય તીર્થિકો વચ્ચેના સંવાદો વર્ણવેલા હશે. સૂત્રકૃતાંગમાં આર્ય અદ્ય અને ગાશાળ વગેરે વચ્ચેના સંવાદોના અહેવાલા છે. ઉત્તરાધ્યયનના કેશી અને ગાતમનો સંવાદ જાણીતો છે, જેમાં પાર્શ્વ અને મહાવીરના સિદ્ધાતોને ચર્ચા દ્વારા સમન્વય કર્યો છે. આમ જૈન વર્તુલામાં વાદ કે સંવાદનું મહત્ત્વ ઘણું હશે એમ જણાય
તા. ૧-૭-૬૫
છે. બૃહત (૬૦.૩૫ થી) ભાષ્યમાં એમ પણ કહ્યું છે કે પ્રત્યેક તીર્થંકરની સાથે વાદી રહેતા અને વાદીઓને બીજા સાધુને વર્ષ તેવી સગવડ, ખારાક, વજ્ર વગેરેની પરવાનગી આપવામાં આવતી, જેથી તેમની બુદ્ધિ ખીલે અને તેઓ સારી છાપ પાડી શકે. આ બધું કર્યા પછી નામનું પ્રાયશ્ચિત કરવાનું રહેતું. શાસ્ત્રાર્થ અને વાદ ઉપર કોઈ પણ વિચારસરણીના કેટલા આધાર છે તેને ખ્યાલ આના પરથી આવી શકે છે. સ્થાનાંગસૂત્રમાં વાદ સંબંધી ઘણી માહિતી મળે છે. તેમાં વાદમાં પ્રતિવાદીને હરાવવામાં કે પરાજયમાંથી બચાવવા ઉપયોગી થઈ પડે તેવી યુકિતઓ વર્ણવી છે(સ્થાનાંગ સૂત્ર- ૫૧૨), તેમજ વાદદોષ ગણાવ્યા છે (સૂ. ૭૪૩). એ જ રીતે, ક્યા આપી હેતુના પ્રકાર બતાવ્યા છે (સૂ. ૩૩૮). બાદ્ધ પિટક અને જૈન આગમામાં કેવા પ્રશ્ન પૂછાય છે અને તેના કેવા ઉત્તર આપી શકાય તેનું પણ વિવેચન મળે છે. (સ્થાનાંગ સૂત્ર ૫૩૪). સ્થાનાંગસૂત્રમાં વાદ સંબંધી ઘણી સામગ્રી છે; પણ તેની પરિભાષા ન્યાયસૂત્ર વગેરે ગ્રંથાથી જુદી પડે છે. તેથી તે બીજી જ પપરાને અનુસરતું હોવું જોઈએ. વિશેષાવશ્યકમાંની મહાવીર અને ગણધરોની ચર્ચા જાણીતી છે. તેમાં ભિન્ન ભિન્ન મુદ્દાઓની મીમાંસા મળે છે—આત્મા, પુનર્જન્મ, જગતનું સાત્યત્ય વગેરે.
મહાભારત વગેરે ગ્રંથામાં લોકોને ચેતવ્યા છે કે એકલા તકે ન વાપરશે કે જેથી તમે વેદ કે આગમના ઉપદેશનો વિરોધ કરી બેસા અને વેદને નહીં માન્ય એવા મતો સ્વીકારતા થઈ જાઓ. મહાભારતના આદિપર્વમાં (૬૪.૩૩-૩૭) કહ્યું છે કે કાસ્યપના આશ્રમ ન્યાયમાં કુશળ એવા ઋષિઓથી ગુંજતા હતા. સભાપર્વમાં (૨.૫.૧) નારદમુનિને ન્યાયવિશારદ અને ન્યાયવાકયના ગુણદોષ જાણનાર તરીકે વર્ણવ્યા છે. જનક રાજાની પાસે સુલભા નામની સંન્યાસિની ચર્ચા કરવા આવે છે એ વાત પ્રસિદ્ધ છે (જુઓ શાન્તિપર્વ, ૩૦૮). જનક રાજા તેને જાસૂસ માની ઠપકો આપે છે, પણ સુલભા સ્વસ્થતાપૂર્વક વાણીના ગુણ વર્ણવે છે. અહીં વ્યવસ્થિત વચનનાં ઘણાં લક્ષણ વર્ણવેલાં મળે છે. સૌમ્ય, સંખ્યા (વિવેકજ્ઞાન), ક્રમ, નિર્ણય અને પ્રયોજન એ વચનનાં આવશ્યક ગુણા છે. વળી વચનમાં અસંગતિ કે આધિય કે ન્યૂનતા કે વ્યાકરણદોષ કે સંસ્કારનો અભાવ વગેરે ન હોવાં જોઈએ. ગુણદોષનું લાંબું વિવેચન સુલભાએ કર્યું અને એ દષ્ટિએ પોતાના વચનની પરીક્ષા કરવાનું જનક રાજાને કહ્યું, જેથી તેને ખાતરી થઈ જાય. ઉત્તમ વચન-ખાસ કરીને વાદમાં પ્રયોજાતું વચન અને તેનાં લક્ષણાની ચર્ચા એ સમયે થતી હશે તેનું પ્રતિબિંબ અહીં મળે છે. ગુણ-દોષનું આ વિવેચન નૈયાયિકોનાં નિગ્રહસ્થાનનાં વિવેચન સાથે સરખાવવા જેવું છે.
દર્શનયુગ પહેલાંના સાહિત્યમાં પણ વાદ વિશે સામગ્રી મળે છે તે બતાવે છે કે ભારતીયોને વાદના શોખ હતો. જે વાદા વાસ્તવમાં થતા તેમને આધારે તૈયાયિકોએ પોતાના ગ્રંથામાં વાદના પ્રકાર નિરૂપ્યા, તેમને ભેદ બતાવ્યો વગેરે. વાસ્તવમાં આ બધું વિવેચન પ્રચલિત વાદાના વર્ગીકરણમાંથી નીપજેલું છે અને પછી લોકો આ શાસ્રીય વર્ગીકરણને આધારે વાદનો પ્રકાર નક્કી કરવા લાગ્યા. લોકોને ઉત્તરોત્તર વાદની ઉપયોગિતા પણ વધારે ને વધારે સમજાતી ગઈ. ચરકસંહિતાના વિમાનસ્થાન અધ્યાય ૮માં જ્ઞાનપ્રાપ્તિ અને અધ્યયન-અધ્યાપનના પ્રકારો બતાવ્યા છે, અને તેના અનુસંધાનમાં સંભાષા કે ક્થાનું વિસ્તૃત વિવેચન કર્યું છે. એ જ વિદ્યા જાણનાર સાથે માણસ સંભાષા કરે તે તેના જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉત્સાહ વધે છે, એકાગ્રતાથી પરિકામ કરવાની ટેવ વધે છે, કુશળતા અને વકતૃત્વ શકિત ખીલે છે, સંશયા દૂર થાય છે અને સ્પર્ધા અને ધગશનું વાતાવરણ જામે છે. કેટલીક વાર કોઈ ગુરુએ આનંદમાં આવી કેટલાંક રહસ્ય કોઈ અન્તવાસીને બતાવ્યાં હોય તે પણ સંભાષાના ઉત્સાહમાં કયારેક બહાર આવે છે. માટે બુદ્ધિશાળી લોકો દ્ધિદા સાથેની સંભાષાને ઉત્તેજન આપવાના પ્રયત્ન કરે છે. સંભાષા બે પ્રકારની હોય છે– સંધાય મિત્રતાપૂર્વકની, અને વિગૃહ્ય સંભાષા, જેમાં જિગીષા—જયેચ્છા અને ઈર્ષ્યાનું પ્રમાણ ઘણુ હોય છે. પ્રતિવાદી વિદ્રાન, અક્રોધી, ચર્ચા કરી શકે તેવા, દુરા