SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રભુદું જીવન સુકી ધરતીનાં મીઠાં રવિવાર, તા. ૧૪–૨–૬૫ મુંદરા અમારા નિયત કાર્યક્રમ મુજબ હવે અમારે બપોરના ભાજન માટે ભુજપુર રોકાવાનું હતું, રસ્તામાં મુંદરા આવતું હતું, પણ ત્યાં રોકાવાનું અમારા કાર્યક્રમમાં નહોતું. આમ છતાં મુંદરા કચ્છનું એક બહુ જૂનું ગામ અને જાણીતું નગર છે, ત્યાં પણ ભવ્ય જિનમંદિરો છે. એટલે મુંદરા આવ્યું અને અમે બસ થોભાવી અને ત્યાંનાં મંદિરોનાં દર્શનાર્થે અમારી મંડળીએ મુંદરામાં પ્રવેશ કર્યો, એવામાં ત્યાંના આગેવાન જૈન ભાઈઓ મળ્યા અને તેમણે અમને હાર્દિક આવકાર આપ્યો. અહિંનું મુખ્ય મંદિર ભગવાન પાર્શ્વનાથનું છે. આ તેમ જ અન્ય મંદિરોનાં દર્શન કરી, તેનું ભવ્ય સ્થાપત્ય નિહાળી અમે ઊંડી પ્રસન્નતા અનુભવી. મુંદરામાં એ સમયે કચ્છના પ્રાથમિક શિક્ષણને લગતી એક શિબિર ચાલતી હતી. તે શિબિરના આયોજકોને અમારા— ખાસ કરીને પરમાનંદભાઈના—આગમનની ખબર પડતાં, તેમને અમારા દામજીભાઈ સાથે તે ભાઈએ તે શિબિરમાં લઈ ગયા. હું તેમની સાથે નહોતો ગયો પણ પરમાનંદભાઈ મારફત જાણ્યું કે, ત્યાંની તેમની અચાનક થયેલી ઉપસ્થિતિ અંગે શિબિરના પ્રમુખશ્રીએ ખૂબ આનંદ પ્રદર્શિત કર્યો અને તેમને એ પ્રસંગે કાંઈક બાલવાના આગ્રહ થતાં પરમાનંદભાઈએ એ શિબિર અંગે ઉપસ્થિત થયેલાં અને પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયલા કચ્છના શિક્ષક ભાઈઓ તથા બહેનોને આમ અચાનક મળવાનું બનતાં પોતાને થયેલા આનંદ વ્યકત કર્યો અને વિશેષમાં જણાવ્યું કે, “શિક્ષણ અને તેમાં પણ પ્રાથમિક શિક્ષણ મારા કોઈ અનુભવ કે અભ્યાસનો વિષય નથી. એમ છતાં આપણા દેશના ઉત્કર્ષ અને આબાદી સાથે પ્રજાશિક્ષણને સૌથી વધારે નિકટના સંબંધ છે. અને એમાં પણ પ્રાથમિક શિક્ષણ એ તે પાયાનું શિક્ષણ છે. આજે ભાષા અને શિક્ષણ અંગે આપણા દેશમાં તરેહતરેહના મતભેદો પ્રવર્તે છે. આપણા ગુજરાતમાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ આઠમા ધારણથી શરૂ કરવું કે પાંચમાં ધારણથી શરૂ કરવું એ મુદ્દો મોટા વિવાદનો વિષય બન્યો છે, પણ સદ્ભાગ્યે પ્રાથમિક શિક્ષણ અંગે આવા કોઈ ભાષાવિષયક મતભેદ નથી. તે તા બાળકની જે જન્મભાષા હોય અથવા તે પ્રાદેશિક ભાષા હોય તેમાં જ અપાવું જોઈએ એવા સર્વસ્વીકૃત વિચાર છે. આ પ્રાથમિક શિક્ષણ દ્વારા બાળકની કેળવણીના પાયા નંખાય છે અને એ શિક્ષણનાં વર્ષો દરમિયાન જે બીજો વવાય છે, જે સંસ્કારોનું સીંચન કરવામાં આવે છે તેના ભાવી જીવન ઘડવામાં અતિ મહત્ત્વનો ફાળો હોય છે. આ રીતે તમો શિક્ષક ભાઈબહેનેાની જવાબદારી પ્રજાઘડતરની દષ્ટિએ ઘણી મોટી છે. આ જવાબદારીની ગંભીરતા તમે પુરા અર્થમાં સમજો અને તમારી નીચે આવતાં બાળકો ભવિષ્યમાં ઉત્તમ કોટિના નાગરિક બને એવી તેમને તાલીમ આપે., તેમનામાં એવા ઉદાત્ત સંસ્કારો સીંચા અને તેમને સતત પ્રાણદાયી બને એવી શિક્ષણદીક્ષા આપે! એવી મારી તમને પ્રાર્થના છે.” આ રીતે પરમાનંદભાઈ પ્રાથમિક શિક્ષણ શિબિરમાં પાછળ રોકાયલા, પણ બાકીનાં ભાઈ-બહેનો તે બસમાં આરૂઢ થઈને ભુજપુર સાડાઅગિયાર વાગ્યા લગભગ પહોંચી ગયાં હતાં. અડધાએક કલાકમાં પાછળ રાખેલી મોટરમાં પરમાનંદભાઈ પણ અન્ય સાથીઓ સાથે ભુજપુર આવી પહોંચ્યા. ભુજપુર: પ્રજ્ઞાચક્ષુ . આણંદજીભાઈ આ ભુજપુર, અમારા સંઘના હજુ ગયા વર્ષે પ્રમુખસ્થાનેથી નિવૃત્ત થયેલા અને મારા મુરબ્બી શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીઆનું ગામ, એટલે કે તેઓ ત્યાંના મૂળ વતની અને મુંબઈ તા. ૧૬૨ ૯૫ સ્મરણા – ૭ જૈન યુવક સંઘના સભ્યોની કુટુંબ મંડળી ભુજપુર ગામ આવે એટલે ખીમજીભાઈના આનંદનો કોઈ પાર નહિ. તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આ પ્રવાસમાં અમારી સાથે જોડાઈ શકેલા નહિ પણ તેમનું દિલ તે અમારી સાથે જ હતું. અહિંની ભાજનવ્યવસ્થા તેમના તરફ્થી કરવામાં આવી હતી. ભુજપુર અમે પહોંચ્યા એટલે અહિંના જૈન ભાઈઓએ અને તેમના આગેવાન પ્રજ્ઞાચક્ષુ શ્રી આણંદજીભાઈએ અમારૂં ભાવભર્યું સ્વાગત કર્યું અને એક શાળાના મકાનમાં અમને ઉતાર્યા. ભાજન તૈયાર થવાને થોડી વાર હતી એટલે અહીંના આગેવાન ગૃહસ્થો સાથે પરિચય સાધવામાં અમે રોકાયા. વયોવૃદ્ધ શ્રી આણંદજીભાઈ આ બાજુના એક બહુ જૂના, જાણીતા અને એક અનુભવી કાર્યકર છે. ભદ્ર શ્વર તીર્થના તેઓ એક વહીવટદાર છે.- સામાજિક તેમ જ રાજકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી તેઓ સક્રિય રસ લઈ રહ્યા છે. પરમાનંદભાઈને પણ તેઓ પરોક્ષ રીતે ઠીક ઠીક જાણતા હતા. વર્ષો પહેલાં કદાચ તેઓ અમદાવાદ કે મુંબઈ બાજુએ તેમને મળેલા પણ ખરા. એટલે તેમની બન્ને વચ્ચે તો સમાન વયના નિકટ મિત્રા મળે એ રીતે ચર્ચાવાર્તા વહેતી થઈ. ‘પ્રબુદ્ધ જીવન’નાં તેઓ ગ્રાહક હોઈને તેમાં પ્રગટ થયેલા વિવાદાસ્પદ પ્રશ્નો યાદ કરી કરીને પરમાનંદભાઈને તેઓ એક પછી એક પ્રશ્ન પૂછતા જાય અને પરમાનંદભાઈ તેનું વિવરણ કરતા જાય. ચર્ચા દરમિયાન આણંદજીભાઈએ જણાવ્યું કે, “હું પ્રબુદ્ધ જીવન નિયમિત રીતે વાચું છું. તમે થોડા સમય પહેલાં ઉપધાન વિષે લખ્યું હતું તે આમ તે બરાબર હતું, પણ ઉપધાનમાં એક દિવસ ઉપવાસ અને બીજે દિવસ બેસણું એવા ક્રમ તમે જણાવ્યા હતા તે બરાબર નથી. બેસણાને બદલે એકાસણુ જોઈએ.” પરમાનંદભાઈએ પોતાની ભૂલ કબૂલ કરતાં તરત જ જણાવ્યું કે, “તમારી વાત બરોબર છે, એમ લખવામાં મારી ભુલ થઈ હતી.” આમ તેમણે અનેક બાબતે ચર્ચી અને ભૂતકાળનાં અનેક સ્મરણોની આપલે કરી, આણંદજીભાઈ સાથે અમારો આમ તે પહેલા જ પરિચય હતા પણ પાછળથી તેમના પુરુષાર્થ અને પરાક્રમની અનેક વાતો સાંભળી અને તેમના પ્રાણવાન વ્યકિતત્વની અમને કાંઈક ઝાંખી થઈ. પંડિત સુખલાલજીની માફક તેમણે પણ નાનપણમાં જ આંખો ગુમાવેલી, પણ તેથી હતાશ ન થતાં પેાતાનું ચિત્ત તેમણે ધાર્મિક અધ્યયન તરફ વાળ્યું અને જૈન ધર્મગ્રંથોની સારી જાણકારી તેમણે પ્રાપ્ત કરી. આને લીધે જ તેઓ ‘પંડિત આણંદજી’ ના નામથી જાણીતા છે. આમ છતાં તેમણે ધર્મશાસ્ત્રોના અધ્યયનથી સંતોષ માન્યો નથી. તેમની કુશાગ્ર બુદ્ધિએ અનેક વિષયોમાં રસ કેળવ્યો છે. સ્થાનિક જાહેર જીવનમાં તેઓ હ ંમેશા અગ્રસ્થાને રહ્યા છે. કોંગ્રેસના રાજકારણથી પણ તેઓ સારી રીતે ર'ગાયલા છે. આંખે દેખતા નથી એમ છતાં ચેાતરફ શું ચાલે છે તે તરફ તેમનું પૂરૂં ધ્યાન અને તકેદારી હોય છે. ખટપટની સામે ખટપટ ટકરાવી શકે તેવા એક તેઓ મુત્સદી હોવાનું મનાય છે. જેની સાથે તેમને સંબંધ હોય એવી સાર્વજનિક પ્રવૃત્તિઆમાં પોતાના ધાર્યા મુજબ જ થવું જોઈએ એવો આગ્રહ તે સેવતા હાય છે. આ બધું તેમના પરિચિત મિત્રા દ્વારા અમારા જાણવામાં આવ્યું અને તેમના વ્યકિતત્વ વિષે અમારૂં દિલ આદર– સભર બન્યું. આખરે ભાજન માટે સાદ પડયો અને બાજુએ આવેલી ધર્મશાળામાં અમે ગયા અને ભાજનસ્થાન ઉપર જમનારા સૌ પંકિતબંધ ગોઠવાઈ ગયા. આવા સામુદાયિક માણમાં સાધારણ રીતે લાંબી પાટલી ઉપર વ્યકિતદીઠ એક માટી થાળી અને પ્રવાહી દ્રવ્ય માટે એક બે વાડકા મૂકવાની પદ્ધતિ હોય છે, એને બદલે અહિં જમનાર
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy