SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૫ વ્યકિત દીઠ કાંસાની ત્રણ નાની થાળી અથવા તે કચાળામાં પીરસવાના રીવાજ અમારા જોવામાં આવ્યો. અમારી મંડળીનાં ભાઈબહેનેા અને એથી વધારે સંખ્યામાં ગામનાં ભાઈ બહેન-બધાંએ સાથે મળીને આનંદપૂર્વક શીરાપુરીનું ભાજન કર્યું. ભોજન બાદ થોડો સમય આરામ લેવાની ઈચ્છા તો થઈ પણ તે માટે સમય નહોતો. બપારના બે વાગ્યા હતા, હવે પછીના રૂકાવટના સ્થળે, બીદડા અમારે ત્રણ વાગ્યે પહોંચવું જ જોઈએ, કારણ કે ત્યાંના જૈન સમુદાય એ સમય આસપાસ અમને મળવાને એકઠો થવાના હતા. બીદડા: અધ્યાત્મનિષ્ઠ શ્રી વેલજીભાઈ આમ ભુજપુરથી સૌ ભાઈઓની રજા લઈ અમે ઉપડયા અને બીદડા ત્રણ વાગ્યા લગભગ પહોંચ્યા. બીદડામાં તાલુકા સરપંચ શ્રી કલ્યાણજીભાઈએ અમારા સંઘને આવકાર આપ્યો. અહિંના જૈન ઉપાાયમાં ગામ તરફથી અમારું જાહેર સન્માન ગોઠવવામાં આવ્યું હતું ત્યાં અમારી મંડળીને લઈ જવામાં આવી, પણ અમે જ્યારે ભુજપુરથી આ બાજુ આવવા નીકળેલા ત્યારે આણંદજીભાઈએ બીદડામાં વસતા અધ્યાત્મલક્ષી શ્રી વેલજીભાઈને મળવાનું પરમાનંદભાઈને ખાસ કહેલું. એટલે પરમાનંદભાઈ, હું, દામજીભાઈ વગેરે ચાર પાંચ સાથીઓ સાથેની મોટરમાં બેસીને બીદડા ગામની એક બાજુએ જરા દૂર એકાન્તમાં આવેલા તેમના નિવાસસ્થાને પહોંચ્યા. અહીં અમે પ્રવેશ કર્યો અને વેલજીભાઈને ખબર આપી એટલે તેઓ એકદમ મેડી ઉપરથી નીચે આવ્યા અને પરમાનંદભાઈ સાથે હાથમાં હાથ મેળવીને તેમણે જણાવ્યું કે, “અક્ષરદેહથી તમારો મને લાંબા સમયથી પરિચય હતા, પણ પ્રત્યક્ષ પરિચય નહોતા તે આજે થયા અને તેથી હું ખૂબ આનંદ અનુભવું છું.” આવા તેમના ઉમળકાભર્યા આવકારથી પ્રભાવિત બનીને અમે તેમના અભ્યાસખંડમાં દાખલ થયા અને એકમેકની નજીક ખુરશી ઉપર ગોઠવાયા. આ અભ્યાસખંડમાં વ્યવસ્થિત રીતે રાખવામાં આવેલી ચોપડીઓના કબાટો ચેાતરફ નજરે પડતા હતા, અને ‘Blessed are the pure in heart,' ‘One in All−All in One' એવાં સૂત્રે પણ લટકાવેલાં નજરે પડતાં હતાં. વેલજીભાઈની આજે ૬૫ વર્ષની ઉમ્મર છેઅને કેટલાંક સમયથી નિવૃત્તિ સ્વીકારીને અહિં સ્વાધ્યાયમાં તેઓ પોતાનો સમય પસાર કરે છે. પેાતાના નિવાસસ્થાનને તેમણે એક આશ્રામનું રૂપ આપ્યું છે અને તેથી જ આ સ્થળ ‘સાધનાકામ’ના નામથી ઓળખાય છે. શ્રી વેલજીભાઈએ યુવાવસ્થામાં કચ્છના રાવના જુલ્મ અને આપખુદી સામે સારી ઝુંબેશ ચલાવેલી અને પ્રજાજનોને જાગૃત કરવામાં, તેમને ઉન્નતિના માર્ગે લઈ જવામાં પોતાની શકિતને સારો ભાગ આપેલો. ધીમે ધીમે તેઓ તત્ત્વસાહિત્ય તરફ વળતા ગયા. ખાસ કરીને શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાન વિષે તેમનામાં ઊંડી અભિરુચિ પેદા થઈ અને શ્રી અરવિંદે ચીંધેલા માર્ગે તેમણે સારો આત્મવિકાસ સાધ્યો. તેમણે પોંડીચેરી ખાતે આવેલા અરવિંદ આશ્રમમાં પણ ઠીક સમયગાળેલા. આમ તેમની સાધના અને ચિન્તન ઉપર શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાનની ખૂબ જ અસર પડી છે. પણ આજે તેમનું વાંચન મનન કેવળ અરવિંદ સાહિત્ય કે તેમના તત્ત્વદર્શનથી સીમિત નથી. તેમના આ આશ્રમમાં તેમણે પૌર્વાત્ય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિષયને લગતું અતિ સમૃદ્ધ પુસ્તકાલય વસાવ્યું છે અને તત્ત્વરુચિ ધરાવતા સાધકો—અલબત્ત મર્યાદિત સંખ્યામાં—તેમની સાથે રહે છે, રહી શકે છે. તેમને મળતાં અને તેમની સાથે વાર્તાલાપ કરતાં અમે બધાંએ ખૂબ જ પ્રસન્નતા અનુભવી. કચ્છના આ ખુણે સાંસારિક બધી ઉપાધિએ અને આળપંપાળથી મુકત બનીને આવા એક ચિન્તક રહે છે અને જ્ઞાનોપાસના સાથે આત્મસાધના કરે છે એ જોઈ જાણીને અમે ભારે વિસ્મય અનુભવ્યું. તેમના અભ્યાસ તો ત્રણ અંગ્રેજી સુધીના છે, પણ સતત વાંચન તેમ જ પ્રબુદ્ધ જીવન ૩૯ જ્ઞાનાપાસના દ્વારા તેમણે અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ મેળવ્યું છે. આ આશ્રમમાં આજે સાત આઠ ભાઈ–બહેનો રહે છે. ધ્યાન, પ્રાર્થના, અભ્યાસ, જ્ઞાનચર્ચા—એ જ અહિંની મુખ્ય પ્રવૃત્તિ છે. બહારની દુનિયાની વાતોથી અહિનું શાન્ત વાતાવરણ ક્ષુબ્ધ ન બને તેથી, તેમના કહેવા મુજબ, અહીં સમાચારપત્રો પણ મંગાવવામાં આવતાં નથી. વેલજીભાઈ સાથે અમે અડધોએક કલાક ગાળ્યા. તેમને મળતાં અને તેમના આશ્રામનું વાતાવરણ અનુભવતાં અમને બે ડિ એમ થયું કે, આજ અહિં જ રહી જઈએ અને સાંજ તથા રાત્રી તેમની સાથે તત્ત્વચર્ચામાં માણીએ. પણ એમ મનસ્વીપણે વર્તવાનું અમારા માટે શકય નહાતું. ઉપાકાયમાં ગામલોકો—સંખ્યાબંધ ભાઈ બહેના— અમારી રાહ જોઈને બેઠા હતા. એટલે અહિં વધારે ખોટી થવાનું અમારા માટે શકય જ નહેાનું. પરિણામે વેલજીભાઈ સાથેની વાતો અધૂરી રાખીને અમે તેમની રજા લીધી અને ત્યાંથી રવાના થયા. વેલજીભાઈએ અમને—ખાસ કરીને પરમાનંદભાઇને—જ્યારે પણ મન થાય ત્યારે તેમની સાથે આશ્રમમાં એકાદ અઠવાડિયું ગાળવા આમત્રણ આપ્યું અને એ આમંત્રણના “જ્યારે પણ હવે ફરીથી કચ્છ આવવાનું બનશે ત્યારે આપની સાથે થોડો સમય ગાળવાના નિરધાર કરીને આવીશ–” એમ જણાવીને પરમાનંદભાઈએ સાભાર સ્વીકાર કર્યો. શ્રી પરમાનંદભાઈનું પ્રાસંગિક પ્રવચન અમે મારતી મોટરે ઉપાશ્રયમાં પહોંચ્યા. ઉપાશ્રયનો આખો ખંડ ગામલોકોથી– મોટા ભાગે જૈન ભાઈબહેનો અને બાળકોથીચીકાર ભરાઈ ગયો હતો. એક ખુણે જૈન શ્વે. મૂ. સંપ્રદાયના મુનિશ્રી પાટ ઉપર બીરાજયા હતા. મધ્યભાગમાં અમે જ્યાં બેઠાં હતા ત્યાં એક બાજુએ શ્વે. મૂ. સંપ્રદાયની પાંચ સાત સાધ્વીઓ અમને કુતુહલપૂર્વક નિહાળતી પોતપાતાના આસન ઉપર બેઠી હતી. અમે તો આ માનવમંડળી જોઈને ચકિત જ થઈ ગયા. અમારા પ્રવાસ દરમિયાન અમારૂં સ્વાગત કરવા માટે આટલી મોટી માનવમંડળી આજ સુધી અન્યત્ર અમે જોઈ ન હતી. આ મંડળીમાંના આગેવાન તાલુકા સરપંચ શ્રી કલ્યાણજીભાઈએ અમારૂં મધુર શબ્દોમાં સ્વાગત કર્યું અને શ્રી પરમાનંદભાઈને ટૂંકો પરિચય રજુ કર્યો. શ્રી પરમાનંદભાઈએ અમારી પ્રવાસી મંડળીનું આવું ભવ્ય સ્વાગત કરવા બદલ બીદડાવાસી ભાઈ બહેનનો ખૂબ ખૂબ આભાર માન્યો, મુંબઈ જૈન યુવક સંઘની વિવિધ પ્રવૃત્તિઓના ટૂંકાણમાં ખ્યાલ આપ્યો, અને આગળ ચાલતાં જણાવ્યું કે, “ભદ્રં શ્વર તીર્થમાં એક દિવસ અને બે રાત ગાળીને, અમે આ બાજુ આવ્યા છીએ. એટલે અમારૂ દિલ ભદ્રેશ્વરની ભવ્યતાનાં સ્મરણાથી ભરેલું છે અને આંખા સામે હજુ ભદ્રેશ્વર જ દેખાયા કરે છે. એટલે અહિં આ પ્રસંગે ભદ્રેશ્વર અંગે મારા મનમાં ઉઠતા વિચારો અથવા તે તરંગા રજુ કરવાની મનમાં ઈચ્છા થઈ આવે છે. આ ભદ્રેશ્વર તીર્થ આપણા જૈન પૂર્વજોએ આપણને આપેલા કેવા અમૂલ્ય વારસા છે? તેમણે આપણા માટે કેવું ભવ્ય સ્થાન નિર્માણ કર્યું છે કે જ્યાં આવીને અને બે પાંચ દિવસ રહીને ચાલુ જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ આપણે ભૂલી જઈ શકીએ અને ચાલુ વ્યવસાયી જીવનમાં જે દુર્લભ છે એવો શુદ્ધ નિર્મળ આનંદ અને મનની સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીએ? ભદ્રેશ્વરના મંદિરમાં ઠીક ઠીક સમય પસાર કર્યો અને એક પ્રકારના સતત આનંદરોમાંચ અનુભવ્યો, તેના એક ખૂણેથી બીજે ખૂણે એમ ચારે બાજુએથી એ મંદિર મે બારીકાઈથી નિહાળ્યું. જાણે કે કોઈ ઊંડી ગુફામાં પ્રવેશ કરતા હોઈએ એમ એક કમાનની પાછળ બીજી અને તેની પાછળ ત્રીજી કમાન અને તે પાછળ ચેાથી કમાન અને દૂરદૂર મૂળનાયક મહાવીર સ્વામીની ભાવવાહી મૂર્તિનાં આપણને દર્શન થાયએવું ગૂઢતાભર્યું તેનું પ્રવેશનિર્માણ છે. રાત્રીના સમયે કે જ્યારે ખૂણેખૂણે પ્રગટાવેલા હાંડીના દીવાના આછા અને સ્થિર—અસ્થિર પ્રકાશમાં ભમતીની અને ર'ગમંડપની ફરસબંધી ચમકયા કરતી હોય છે અને આસપાસ જે કાંઈ હોય તેને પ્રતિબિંબિત કરતી હોય છે ત્યારે આ ગૂઢતાની આપણા મન ઉપર કોઈ જુદી જ છાપ પડે છે. જાણે કે કોઈ ગંધર્વલાકની દુનિયામાં વિચરતા હોઈએ એવા ભાવ આપણા મન ઉપર ઊઠે છે. “આપણને આપણા જૈન પૂર્વજો તરફથી મળેલા વારસામાં આવાં અનેક તીર્થોનો સમાવેશ થાય છે અને પ્રત્યેક સ્થળ અપૂર્વ શાન્તિ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy