SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ૬૬૫ અમર સ ંદેશ (પંડિત જવાહરલાલ નહેરુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગુરુવાર, તા ૨૭-૫-૬૫ને દિને વિલેપારલે ખાતે, સરલા સર્જન સભાખંડમાં, શ્રી ઉછરંગરાય ન. ઢેબરના અધ્યક્ષપદ નીચે યાજાયેલી સર્વપક્ષીય જાહેર સભામાં અપિત કરેલ અંજલિ-લેખ) હું પંચતત્ત્વનું પૂતળું છું, ને ‘અમૃતસ્ય પુત્ર' પણ છું. અમરધામની યાત્રાને ટાણે, હું મારાં પંચતત્ત્વોનું વિસર્જન કરીશ : ને ત્યારે તમે અશ્રુ ઢાળશા મા, કે શાકથી વિહ્વલ બનશે મા. મારે કાજે શો મા, કે મારા પર પુષ્પની અંજિલ મારા દેહ સમીપ દીપ પ્રગટાવશે મા, કે ધૂપદાની ધરા મા : ઢોળશો મા; મારી અસ્થિયાત્રા કાઢશો મા, કે મારો જધ્વનિ કરશો મા : મારા વિલય બાદ મારી પ્રતિમાની પૂજા કરશે નહીં, કે મારી મૂર્તિઓ બનાવી આરતી ઉતારશો નહી. : સભાગૃહોમાં એકત્ર થઈ મારી પ્રશસ્તિ રચશે મા; કે મંદિર, મસ્જિદ કે ગિરજાઘરમાં મારા આત્માની શાંતિ અને સાત્વના કાજે પ્રાર્થના પણ કરશે. મા: કારણ, મારી યાત્રા તે જ મારી પ્રાર્થના હતી. હંસની પાંખોનો અવિરત ઉડ્ડયન પ્રયાસ તે જ મારી શાંતિ હતી. ધરતીના કણ કણ સાથેનું મારું આલિંગન અને માનવાના મન મન સાથેનું મારું સ્પંદન તે જ મારી સાત્વના હતી. અમરલોકના દેવાનો દૂત બની હું મર્ત્યલાકમાં ઊતર્યો હતો. અને આજે, મૃત્યુલોકનો પૂર્ણ માનવ બની, હું દેવલાક તરફ ચાલી નીસર્યો છું. પ્રત્યેક મર્ત્ય અંશમાં અમર્ત્યતાની ઊંડી ઝંખના અને અભીપ્સા નિહિત છે. મારી અમરતા અને શાશ્ર્વતતા, તે તો મારાં સૂક્ષ્મ ચિંતન અને દર્શન છે: હું મરીને જીવવા ચાહું છું: પરંતુ તે મારાં ચિત્રો, મૂતિઓ, સ્તૂપો કે સ્મારકો દ્વારા નહીં : હું તમને છેડવા ઈચ્છતો નથી. હું તો તમારી સમસ્ત સૃષ્ટિમાં ઓતપ્રોત થઈ જવા ચાહું છું. તમને વળગીને જ રહેવા માગું છું. પ્રભુ જીવન તમારા પ્રસ્તાવો, પ્રશસ્તિઓ કે કવિતાદ્નારા પણ ` નહીં. મરીને કે અદશ્ય થઈને પણ અને તમારા આત્મહંસાની ધવલ પાંખાની ગતિ થવા ઝંખું છું: મારી સિદ્ધિઓનાં શિખરો પર, કે ભૂલોની ભૂલભૂલામણીમાં, તમે અટવાશે નહીં. અને કદિ તમે અટવાએ તો, મારા વિચારોના વાયુમંડલમાં અટવાજો : હતું તો કેવલ મારા અણુવ્યકત વિચારો દ્વારા, અમૂર્ત શબ્દોદ્રારા અને અસ્પષ્ટ ભાવના દ્વારા જ અમર અને અક્ષરજીવન ચાહું છું. શિલાલેખો કે સ્મરણસ્તૂપો પર નહીં, કિંતુ તમારા હૃદયની ધમણીમાં, તમારી નસનસમાં અને તમારા પ્રત્યેક રકતબિંદુ દ્વારા ભવિષ્યમાં જન્મનાર નૂતન પેઢીઓમાં અવતીર્ણ થવા તલખું છું: અને તેથી, તમે મને અમર કરવા ચાહો તો, અને કિંચિત સત્કારવા યે ચાહે તો, અને કદિ મને પોતીકો બનાવવા ઈચ્છે તો, મારા વિચાર, ચિંતન, મનન, દર્શન, સ્વપન અને કલ્પન દ્રારા જ મને અમર કરો! રતુભાઈ દેસાઈ અવિન—અમૃત (એલ ઈન્ડિયા રેડિયા—અમદાવાદના સૌજન્યથી) (છંદ—વસંતતિલકા) શું દેવના મુગટના સહુ રત્ન ખૂટાં કે લઈ ગયા અમ ‘જવાહર’ લાડીલાને ? સ્વર્ગ ગયા, પણ તમારું હિયું હરેં ત્યાં? કે મૃત્યુ બાદ રટતા અહીં જન્મ લેવા ? કંગાલ કો પંડિતની ભણી મીટ માંડતી આંખા સહે ઝળકતી ત્યહિ સ્વર્ગ–શેભા ? દેવાંગનાનું સુરિ ગીત સાંભળો કે કો આર્તા આત્ સુણીને તલસા ધરાને ? આ દેશ માત્ર નહિ, વિશ્ર્વ બધું ય વ્હાલુંવ્હાલું હતું, પણ ઘડિક મહિં વિસારી સર્વ" દઈ અગમપંથ લઈ લીધા શું? શું આ પથે કંઈ નવું સત લાધવાનું ? શું દેશ - વિશ્વ નહિ કેવળ, કિન્તુ દેવે સર્જેલ સૌ – જનમ – મૃત્યુ પ્રદેશ - એયે સૌ ચાહવા કોઈ વિશાળતમ પ્રેમથે વળ્યા છે ? જ્યોતિ હતા, અવ થયા રખિયા છતાંયે ના તેજ આપનું જરી પણ ઝંખવાણું ! રાતું ગુલાબ ખરતું ગયું તેય એની મીઠી સુવાસ - લહરી કદી ના વિલાઈ ! જે જીંદગી અવિરત કામથી સીંચાઈ એના પે મરણને નવજન્મ દીધો ! ૐ મૃત્યુ થાય બડભાગી ગ્રહી તમાન પામ્યું. સ્વયમ્ અવનિ-અમૃતશું અમૂલ્ય ! ગીતા પરીખ ભૂલ-સુધાર પ્રબુદ્ધ જીવનના ગયા અંકમાં ‘સવાર’ એ મથાળા નીચેના કાવ્યની ૧૪મી પંકિત ‘નિત્ય ધરતી અવતાર ’ છે તેના સ્થાને ‘નિત્ય ધરા ધરતી અવતાર' એમ વાંચવું.
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy