________________
તા. ૧૬-૬-૧૫
પ્રબુદ્ધ જીવન
૩૫
ત્યારે તેને કાર્યવાહક સમિતિ પુરી ગંભીરતાથી વિચાર કરે છે અને તેવા સભ્યને લવાજમ ભરી જવા માટે બેત્રણ વાર યાદ આપવામાં આવે છે અને એમ છતાં પણ જેનું વાર્ષિક લવાજમ ભરવામાં ન જ આવે તેવા સભ્યને નિરૂપાયે કાર્યવાહક સમિતિ રદ કરે છે. | શ્રી લીલાવતીબહેનનું લવાજમ ૧૯૬૫ના માર્ગની આંખર સુધીમાં ભરાયું નહોતું અને પછીના અઠવાડિયામાં જ ઉદ્યોગગૃહની કાર્યવાહક સમિતિની સભા બોલાવવામાં આવે છે, અને તેમાં લીલાવતીબહેન ઉદ્યોગગૃહના સભ્ય તરીકે રદ થઈ ચૂક્યા છે એમ સ્વીકારીને તેમને નિમંત્રણ મોકલવામાં આવ્યું નથી એમ સંસ્થાના પ્રમુખ તેમને જણાવે છે, અને તેમની સાથે ચર્ચા કરતાં તેઓ પોતાના બચા- વમાં સંસ્થાના ટાઈપ કરેલા બંધારણના ૩૨મા નિયમનું પૂર્વવાકય નીચેના શબ્દોમાં હોવાનું રજૂ કરે છે -
કઈ સભ્યને સભ્યપદ ઉપરથી કયા સંગમાં રદ થયાને પાત્ર ગણાશે ?”
જ્યારે મારા મૂળ લખી આપેલા બંધારણના પ્રસ્તુત નિયમનું પૂર્વવાકય નીચે મુજબનું હતું
: “કોઈ સભ્ય સભ્યપદ ઉપરથી કયા સંગામાં રદ થવાને પાત્ર ગણાશે?” - આ બંને વાકયમાં રહેલા શબ્દોને તફાવત ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. એકમાં “સભ્યને શબ્દ છે, જ્યારે બીજામાં ‘સભ્ય શબ્દ છે. એકમાં “થયાને પાત્ર છે, જ્યારે બીજામાં ‘થવાને પાત્ર છે.” વ્યાકરણની રીતે વિચારતાં ‘સભ્યને ખોટું જ છે; વાકયના કર્તા તરીકે ‘સભ્ય’ શબ્દ જ ત્યાં હોવું જોઈએ. આવી જ રીતે અન્ય બંધારણમાં હોય છે તેમ અહિં પણ “રદ થયાને પાત્ર’ નહિ પણ દ થવાને પાત્ર’ જ હોવું જોઈએ. આ બન્ને ભૂલે નકલ ઉતારનાર ટાઈપ કરનારની ગલતનું પરિણામ છે. મૂળ સાથે નક્લને સરખાવી હતી તે આવી ભૂલ રહેવા પામત નહિ. આમ છતાં આ ભૂલભરેલી મને પ્રમાણભૂત ગણીને સંસ્થાના પ્રમુખશ્રીએ સંસ્થાનું વર્ષ પૂરું થવા દરમિયાન લવાજમ નહિ ભરવાના કારણે શ્રી લીલાવતીબહેનને સંસ્થાના સભ્ય તરીકે રદબાતલ ગણી નાખ્યા છે. પ્રસ્તુત નિયમના પૂર્વવાક્યના શબ્દો, ઉદ્યોગગૃહના પ્રમુખ સૂચવે છે તે મુજબના હોય તે પણ, સંસ્થાના પ્રમુખને કોઈ પણ સભ્યને સંસ્થામાંથી રદબાતલ ગણી લેવાનું અને તે મુજબ વર્તવાનો અધિકાર હોઈ ન શકે. આવું કોઈ પણ પગલું ભરતાં પહેલાં, સાધારણ સભ્યતાની દષ્ટિએ અપેક્ષિત હતું કે, તેમણે કાર્યવાહક સમિતિ આગળ લીલાવતીબહેનની બાબત રીતસર રજૂ કરવી જોઈતી હતી અને કાર્યવાહક સમિતિ જે નિર્ણય લે તે મુજબ તેને અમલ કરવો જોઈ હતા. અને આ બાબત કોઈ એક સાધારણ વ્યકિતને લગતી નહોતી. જેમની સાથે વર્ષો સુધી બેસીને પોતે ઉદ્યોગગૃહને વિકસાવ્યું છે . અને જેમની એક સામાજિક કાર્યકર્તા તરીકે જૈન સમાજમાં ઘણી માટી પ્રતિષ્ઠા છે એવાં લીલાવતીબહેનને લગતી. આ બાબત છે. લીલાવતીબહેનને સંસ્થામાંથી સદાને માટે દૂર કેમ કરી શકાય તેની જાણે કે રાહ જોવાતી હોય અને વખતસર લવાજમ ન ભરાયાની તક સામે દેખાણી કે ઝડપી લેવામાં આવી હોય એવું કઢંગુ આ વર્તન દેખાય છે. કાર્યકર્તાઓ વચ્ચેની અંગત અથડામણ કઈ હદ સુધી જાય છે એનું આ એક સૂચક દાસ્ત છે. એક પ્રતિષ્ઠાપાત્ર સભ્ય સામે બંધારણને આથી વધારે મોટો દુરૂપયોગ કલ્પી શકાતું નથી.
આ પ્રકરણ આ રીતે અહિ રજૂ કરતાં હું બહુ દુ:ખ અનુભવું છું, કારણ કે આ પ્રકરણમાં સંડોવાયેલ પ્રત્યેક વ્યકિત સાથે મારો અંગત સ્નેહસંબંધ છે. લીલાવતીબહેન સામે લેવાયેલ આ પગલાના અનૈચિત્ય તરફ શ્રી કાતિલાલ ઈશ્વરલાલને જાતે મળીને મેં ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ સંસ્થાના મંત્રી તથા પ્રમુખશ્રીનું
પણ મેં આ બાબત તરફ ધ્યાન ખેંર હતું, પણ ભૂલ સુધારી લેવા માટે કોઈ જરા પણ ગતિમાન થવા ઈચ્છતું નથી એમ સ્પષ્ટપણે લાગવાથી આ બાબતે જાહેર જનતા સમક્ષ રજુ કરવાનું મને જરૂરી લાગ્યું છે. આશા રાખું છું કે જે સમાજ સાથે આ ઉદ્યોગગૃહને સીધો સંબંધ છે તે જૈન સમાજના અગ્રેસર શ્રી લીલાવતી બહેનને કરવામાં આવેલા આ અન્યાયભર્યા અપમાનનું પરિમાર્જન કરવા તત્પર થશે, એટલું જ નહિ પણ, કેવળ મનસ્વીપણે ચાલી રહેલા ઉદ્યોગગૃહના વહીવટને વ્યવસ્થિત આકાર આપીને સમાજોપયોગી આ સંસ્થાને વધારે ને વધારે જર્જરિત થતી અટકાવશે. ભાષા અંગે કોંગ્રેસ કારોબારીને ઠરાવ
કેંગ્રેસની કારોબારીમાં લાંબી ચર્ચા વિચારણાના પરિણામે તા. ૨-૬-૬૫ ના રોજ દેશની ભાષાનીતિ અંગે નીચે મુજબની ભૂમિકા અથવા તે પાયે સૂચવતે ઠરાવ નકકી કરવામાં આવેલ છે :
૧. પ્રજાશિક્ષણ અંગે વિચારવામાં આવેલી પ્રાદેશિક ભાષા, અંગ્રેજી અને હિંદી (અને જ્યાં હિંદી પ્રાદેશિક ભાષામાં હોય ત્યાં ભારતની ૧૪ મુખ્ય ભાષાઓમાંની કોઈ પણ એક ભાષા) - આવી ત્રિભાષી યોજના પોતાના શૈક્ષણિક અભ્યાસક્રમમાં દાખલ કરવાનું, યુનિવર્સિટીની કક્ષા સુધી તેને વિસ્તારવાનું અને તેને કડક રીતે લાગુ પાડવાનું દરેક રાજ્ય માટે ફરજિયાત બનશે.
૨. યુનિયન પબલીક સર્વીસીઝ કમીશન (યુ. પી. એસ. સી.) ની પરીક્ષા અંગ્રેજીમાં, હિંદીમાં અને બંધારણના આઠમાં શીડયુલમાં જણાવવામાં આવેલી બીજી રાષ્ટ્રીય ભાષાઓમાં લેવામાં આવશે. આ પ્રબંધને જેમ બને તેમ જલદથી–expeditiously અમલી બનાવવા માટે સર્વ પ્રકારનાં પગલાં હાથ ધરવામાં આવશે. -
૩. યુ. પી. એસ. સી. ની પરીક્ષાઓમાં હિંદી તથા અંગ્રેજીમાં ફરજ્યિાત પ્રશ્નપત્રો મૂકવામાં આવશે અને જે ઉમેદવારનું યુ. પી. એસ. સી. ની પરીક્ષાઓ માટે હિંદી માધ્યમ હશે તેના માટે શિડયુલમાંની કોઈ પણ એક ભાષાને પ્રશ્નપત્ર મૂકવામાં આવશે.
૪. ઉપરના હેતુઓ બર લાવવા માટે:(ક) દરેક રાજ્યની પ્રાદેશિક ભાષા જેમ બને તેમ જદિથી રાજયવહીવટનું માધ્યમ બનશે તેમ જ યુનિવર્સિટીનું પણ
શિક્ષણ માધ્યમ બનશે. (ખ) હિંદી શિખવવાનું ધારણ શાળાકક્ષાના શિક્ષણમાં તેમ જ
યુનિવર્સિટી કક્ષાના શિક્ષણમાં ઉત્તરોત્તર વધારે ને વધારે ઊંચું
બનાવવામાં આવશે. (ગ) અંગ્રેજી, જેણે અતિ મહત્ત્વનો ભાગ ભજવવાને છે એવી
એક ભાષા તરીકે શિખવવાનું ચાલુ રાખવામાં આવશે. ૫. કેન્દ્રની સરકારની નક્કર વહીવટી ભાપા બની શકે અને આખા દેશ માટે કડીભાષા બની શકે તે માટે હિંદીના વિકાસ માટે અને તેના વધતા જતા ઉપયોગ માટે એક શ્રેણીબદ્ધ કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે તેમ જ તેને તત્કાલ અમલ કરવામાં આવશે.
૬, બીજી રાષ્ટ્રીય ભાષાઓના વિકાસ માટે પણ ચોક્કસ કાર્યક્રમ તૈયાર કરવામાં તેમ જ તેને અમલ કરવામાં આવશે.”
કેંગ્રેસકારોબારીના આ ઠરાવને તેમાં જરૂરી સુધારા વધારા કરીને એક ખરડાનું રૂપ આપવામાં આવશે અને પાર્લામેન્ટની આગામી બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી તેને એક બીલના આકારમાં રજૂ કરવામાં આવશે. દેશની એકતા અને સુલેહશાંતિને ડોળી નાખનારા ભાષાના પ્રશ્ન અંગેને ઉપરને ઠરાવ રાજ્યના મુખ્ય પ્રધાનોને દિલ્હીમાં એકઠા કરીને તેમ જ તેમની સાથે સારા પ્રમાણમાં ચર્ચામસલત ર્યા પછી, કરવામાં આવ્યો છે. જો કે ઠરાવ સાથે સંબંધ ધરાવતી અનેક મહત્વની બાબતે હજુ સ્પષ્ટ કરવાની બાકી રહે છે.