________________
તા. ૧
-૧૫
પ્રબુદ્ધ જીવન
વખતે જ ન કથાઓમાં જેમનું નામ અગ્રસ્થાને છે એવા આજન્મ બ્રહ્મચારી વિજ્ય શેઠ અને વિજય શેઠાણીએ અહિ દીક્ષાવ્રત અંગીકાર કર્યું હતું. આ કેવળ દંતકથા છે. તેને ઐતિહાસિક આધાર નથી. એમ છતાં આ તીર્થના ગૌરવમાં તીર્થ સાથે જોડાયેલી આ દંતકથા ખૂબ વધારો કરે છે.
- ભદ્રેશ્વરનું પહેલાનું નામ ભદ્રાવતી હતું. સંવત ૭૯૮ની સાલમાં તે નામ ફેરવીને ભદ્રેશ્વર કરવામાં આવ્યું. આ પહેલાની ભદ્રાવતી અને પછીનું ભદ્રેશ્વર બહુ પુરાણી નગરી છે અને તે અંગે ઉપર જણાવેલ દંતકથાના કાળથી માંડીને આજ સુધીના ઈતિહાસકાળમાં છુટાછવાયા જ્યાં ત્યાં ઉલ્લેખ જોવામાં આવે છે, પણ સમયાન્તરે તેરમી સદીમાં થયેલા મહાન પરોપકારી જગડુશાહના સમયથી ભદ્ર
શ્વર વસતિના મંદિરનો કડિબંધ ઈતિહાસ ઉપલબ્ધ છે. તેમણે સંવત ૧૩૧૫માં જે ભયંકર દુષ્કાળ પડયે ત્યારે રાજા તથા તેના સારાયે મુલકને અન્નવસ્ત્ર પૂરાં પાડયાં હતાં. વાઘેલાઓ પાસેથી જગડુશાહે વેરાવટને લીધે ભદ્રેશ્વર પોતાને કબજે રાખ્યું એ સમયે તેમણે આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો એમ કહેવાય છે અને તે સમયથી “જગડુશાહના વસતિનાં દહેરા” એ નામથી જાણીતાં છે. શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરનાર પણ આ જગડુશાહ જ છે. - સમય જતાં આ તીર્થને અવારનવાર જીર્ણોદ્ધાર અને રીપેરકામ થતું રહ્યું છે અને તેમાં સુધારાવધારા પણ થતા રહ્યા છે. માંડવીના યતિ ખેતવિજયજી, ભુજપુરના યતિ સુમતિસાગરજી, કચ્છના મહારાવ દેશળજી બાવા તથા માંડવીનાં મીઠીબહેનનાં નામ વિ. સં. ૧૯૨૧ થી ૧૯૫૦ દરમિયાન કરવામાં આવેલા નવમા જિર્ણોદ્ધાર સાથે જોડાયેલાં છે.
આ તીર્થ અઢી લાખ ચોરસ ફીટ જેટલી જગ્યા રોકે છે. આને બાવન જિનાલય તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વચ્ચે મુખ્ય મંદિર છે જેમાં મૂળનાયકના સ્થાને ભગવાન મહાવીર સ્વામીની ભાવવાહી પ્રતિમા છે અને તેની આસપાસ બાવન દેરીઓ છે. આમાંની પચ્ચીસમી દેરી અથવા જિનાલયમાં ઉપર જણાવેલ ભગવાન પાર્શ્વનાથની શ્યામ આરસની ભવ્ય પ્રતિમા બિરાજે છે. આ સમગ્ર જિનાલયમાં રંગમંડપ, પૂજામંડપ તથા પ્રાર્થનામંડપ છે. દર વર્ષે ફાગણ સુદ ૩-૪-૫ ના દિવસે અહીં તીર્થની વર્ષગાંઠ નિમિત્તે મોટો મેળો ભરાય છે. - આ ભદ્રેશ્વર અથવા વસહી તીર્થના મંદિરનું સ્વ. રામસિંહજી કા. રાઠોડ રચિત “કચ્છનું સંસ્કૃતિદર્શન’ એ ગ્રંથમાં આપેલું વર્ણન મંદિરની ભવ્ય રચના સમજવામાં ઉપયોગી થશે એમ સમજીને નીચે ઉધૂત કરવું ઉચિત ધાર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે –
વસહીના દેરાસરમાં મૂળ દરવાજામાંથી પ્રવેશતાં સામે જ ચેકમાં મંદિરને ફરતી ‘નવી ફેશનની આંખ આંજી નાખે એવા આકરા રંગમાં રંગેલા પ્રવેશ દ્વારો સહિતની નાની દિવાલ દેખાય છે. આ પ્રવેશદ્વાર પરનાં, વિવિધ વાજિત્રે વગાડતા જૂથનાં પૂતળાં અને ત્યાંથી આગળ આરસના સુન્દર શિલાતળ પરથી ચાલતાં મુખ્ય મંદિર પરના દ્વાર પર બેસાડેલાં એવાં જ બસ્ટો (અર્ધ-પ્રતિમાઓ) તેમ જ ચિનાઈ માટીની આધુનિક લાદીઓ-ટાઈલ્સ જેના ઉપર ચડવામાં એવી છે એવી ભીતિ જોતાં એક પ્રકારની સૂગ ચડે છે અને અક્ષમ્ય અવી વર્ણસંકરતા જોતાં ગ્લાનિ થાય છે તથા આપણી રસવૃત્તિને આઘાત પહોંચે છે. (આ સંબંધમાં એમ જણાવવામાં આવે છે કે, તે સમયના ત્યાંના કાર્યકરોના તથા સહાનુભૂતિ દેખાડીને મંદિરને જેવા આવેલા કેપ્ટન મેકમડે અને મિસિસ મેકમેન્ડેનાં બો–અર્ધપ્રતિમાઓ છે.) અને હવે આવ્યા તે મંદિરને અંદર ભાગ પણ જરા જોઈ ત્યાંથી પાછા વળવાની ઈચ્છા થાય છે. પણ મુખ્ય મંદિરના પ્રવેશદ્વારમાં આવતાં સ્તબ્ધ થઈ આપણે થોભી જઈએ છીએ. અહિ જ આપણને મંદિરની ભવ્યતા અને ઉત્તમ માંડણીનું ભાન થાય છે. અહીંથી નાની દેરીઓની ભમતી અને પછીના ખુલ્લા ચેકની વચ્ચે આવેલા મુખ્ય જિનમંદિરના ગભારામાંની, સ્થંભની એકની અંદર એક એમ ગોઠવાઈ રહેલી બનતી દેખાતી બારીઓ ( Arches - કમાના) વચ્ચે, ઉપરના ઊંડાણમાં, ચાવીશમાં તીર્થંકર મહાતીર્થ મહાવીર સ્વામીની કરુણાળુ મૂર્તિ જણાય છે. જેમનામાં શ્રદ્ધા છે, ભકિત છે, તેમને ઉન્નત ભાવમય બનાવી, અને બીજાઓને પણ મલીનતામાંથી જીવનની ઉચ્ચ ભૂમિકા પર જવા માર્મિક સૂચન કરતી, એ સોપાનોણી પર થઈ ઊંચે ચડવા પ્રેરતી મહાપ્રભુની પ્રતિમા અજબ આકર્ષણ કરે છે.
તાપભની પ્રતિમા અજબ આકર્ષત કરે છે. અહીંથી સડસડાટ ઊંચે ચડી મુખ્ય મંદિરમાં આપણે પહોંચીએ છીએ એટલે ત્યાંનું નિર્મળ વાતાવરણ આહાદક લાગે છે; અને ત્યાંની શોભા તથા આકર્ષણ સાત્વિક ભાવો પ્રેરે છે. મંદિરની પ્રદક્ષિણા કરતાં “નવી ફેશન”ના “રીપેરથી બચેલા ઘેડા સ્તંભ પરની
અસ્તવ્યસ્ત રહેલી કોતરણી અને મંદિરની ફરતી થેડી શિલ્પસમૃદ્ધિમાંની યક્ષિણીઓ અને પુતળીઓ, તથા કંદોરા પરની કિનારીઓ પરની માનવી અને પ્રાણીની આકૃતિઓ ભાવમય તથા પ્રેરક લાગે છે. સ્તંભની હારમાળાની યોજના, મુખ્ય મંદિરની ફરતા થોડો ખુલ્લો ચેક, નાની દેરીઓ અને તેની પડાળીઓ તથા મુખ્ય મંદિર સામેના પ્રવેશદ્વાર પરને પ્રાર્થનામંડપ– સર્વ દ્રારા મંદિરના આયોજનની ઉત્કૃષ્ટતા સમજાય છે. બીજા માળના આ પ્રાર્થનામંડપમાંથી, સામે ગભારામાં સપ્રમાણ ગોઠવાઈ સંપૂર્ણપણે દેખાતી મુખ્ય મંદિરમાંની મૃતિનાં દર્શન જેવી રીતે તળિયેથી જ થાય છે તેવી જ રીતે અહિ પ્રવેશદ્વાર પરના બીજા માળ ઉપરથી પણ થાય છે. અહીંના સ્થાપત્યની આ વિશિષ્ટતા છે.
આ મંદિરની માંડણી આબુ ઉપરનાં દેલવાડાનાં જૈન મંદિરો સાથે સરખાવાય છે. આ મંદિરમાં જુદે જુદે સ્થળે સ્તંભે વગેરે પર સંવત ૧૨૨૩-૩૨-૩૫ તથા સંવત ૧૩૨૩ અને ૧૩૫૮ ના શિલાલેખો આવેલા છે. એ ઘણા ખરા ઘસાઈ ગયેલા છે, અને તેમને અ બરાબર કળી શકાતું નથી. પણ જુદી જુદી વ્યકિતઓએ અર્પણ કરેલા ભાગના એ સ્મરણલેખ હોય એવું જણાય છે. દહેરાની પાછલી પરસાળમાં એક લાંબો શિલાલેખ છે. તેમાંથી ‘સંવત ૧૧૩૪ના વૈશાખ સુદી પૂર્ણિમા” એટલું ઉકેલી શકાય છે અને બીજું એવું થોડું વંચાય છે કે, શ્રીમાળ ગચ્છના કોઈ જૈને દહેરૂં સમરાવ્યું તથા કંઈ ભેટ કરી હતી. મંદિરમાંની પાર્શ્વનાથ અને શાંતિનાથની મૂર્તિઓ ઉપર સં. ૧૨૩૨ ની સાલે નધેિલી છે.” ભદ્રેશ્વર તીર્થને લગતી આ વિગતે તેની પ્રાચીનતા, ભવ્યતા તથા ઐતિહાસિકતા સમજવા માટે ઉપયોગી થશે એમ સમજીને આ વર્ણનમાં અન્તર્ગત કરી છે.
અહિ અમારે આખો દિવસ અને રાત રહેવાનું હતું. એટલે પ્રાત:કાર્ય અમે શાન્તિથી પતાવ્યું, ચા નાસ્તો કર્યો, સ્નાનાદિ કિયા પતાવીને અમે મંદિરમાં દર્શન કરવા માટે ગયા. કેટલાંક ભાઈબહેને પૂજા કરવામાં જોડાયા. આ મંદિરના ખૂણે ખૂણે અમે ફરીવળ્યા અને તેની સમગ્ર રચના જોઈને અમે આનંદમગ્ન બન્યા. મુખ્ય મંદિરના ઘુમ્મટમાં નેમનાથનું ચરિત્ર અજંટાની શૈલીથી આલેખવામાં આવ્યું છે. મંદિરમાં પ્રવેશતાં બન્ને બાજુએ તેમ જ પ્રાર્થનામંડપમાં ભગવાન મહાવીરના જીવનપ્રસંગે અને શત્રુંજ્ય, ગીરનાર, પાવાપુરી, સમેતશિખર, હસ્તિનાપુર, તાલધ્વજગિરિ, રાણકપુર, તારંગા, વગેરે તીર્થોના આરસ ઉપર ઉપસાવેલા સચિન પટી નિહાળતાં અમે અત્યન્ત આનંદપ્રભાવિત બન્યા. આમ બે અઢી કલાક અમે આ મંદિરને બારીકાઈથી નિહાળવા પાછળ ગાયા. - આ તીર્થને વહીવટ કરનાર પેઢીનું નામ શેઠ વર્ધમાન કલ્યાણજી છે. અહીં કચ્છના જુદા જુદા ગામના સંદેની તેમ જ જૈન સમાજની સામુદાયિક ધર્મશાળાઓ છે. અહિં એક મોટો સુવ્યવસ્થિત ભજનશાળા ચાલે છે. અહિં વાચનાલય તેમ જ પુસ્તકાલય પણ છે.
અમે દેવદર્શન કરી ભેજનશાળામાં જન્મ્યા અને પછી થોડીવાર આરામ કર્યો. પછી સાંજના ભદ્રેશ્વરને આજુબાજને વિસ્તાર જેવા ગયા. તીર્થના વ્યવસ્થાપક શ્રી શશિકાંતભાઈ અમારી સાથે હતા એટલે તેમની પાસેથી અમને ભદ્રશ્વરને ઈતિહાસ જાણવા મળ્યા.
મંદિરથી થોડે જ દૂર ૬,૫૦૦ ગેરન પાણી રહી શકે એવી ટાંકી જોઈ. આ ટાંકી રૂ. ૪૦ હજારને ખર્ચે કરાવવામાં આવી છે. ટાંકી નીચે કુવે છે. અને મશીનથી પાણીને ટાંકીમાં ચઢાવવામાં આવે છે. આ ટાંકી સ્વ. વોરા લક્ષ્મીચંદ માણેકચંદ મંદ્રાવાલાના મરણાર્થે તેમનાં ધર્મપત્નીએ યાત્રાળુઓની પાણીની સગવડ માટે બનાવરાવી છે.
આ કુવાની થોડે જ દૂર જગડુશાહે બંધાવેલ કુવે નજરે પડે છે. કુવાના અવશેષો આજે ય દેખાય છે. ૨૦ ફ ટી સળંગ પત્થરની શીલાએ આજે પણ જોવા મળે છે.
ભદ્રેશ્વર તીર્થની ડાબી બાજુએ એક જનું ખંડેર જોયું. ખંડેર અંદર ઘણું ઉતરી ગયું છે. આ ખંડેરને આપણા આચાર્યો મંદિર તરીકે ઓળખાવે છે. જ્યારે ઘણા લોકો આને જગડુશાહને મહેલ પણ કહે છે. ખંડેરની પડખે એક પ્રાચીન દુદાવાવ પણ જોઈ.
ભદ્રેશ્વરમાં સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં લેવાનું હોય છે. એટલે નિયમને આધિન થઈ સાયંભૂજન કર્યું. ફરવાનું તો હજુ ચાલુ જ હતું એટલે અમે કેટલાક ભદ્ર સ્વર ગામ જોવા ગયા. ગામ નાનું હતું. કેટલાંય મકાન બીસ્માર હાલતમાં હતાં. ગામમાં બે મોટા મકાને ધ્યાન ખેંચતા હતા. આમાંનું એક કઈ ભાટીયા ગૃહસ્થનું છે, જ્યારે બીજું નામદાર આગાખાને તેમના