________________
૨૮
પ્રબુદ્ધ જીવન
એ અવલાકન
“ સમાજ દર્પણ 7
(લેખક : ડૉ. સુમન્ત મહેતા, સંપાદક બહેન રત્ના પ્રભુદાસ પટવારી, પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ, કિંમત રૂ. ૮)
ગુજરાતના ચિન્તક, લેખક તેમજ એક અગ્રગણ્ય સમાજસેવક ડૉ. સુમન્ત મહેતાને આજેકોણ નથી જાણતું? તેમનો જન્મ ૧૮૭૬ની સાલમાં થયો એ હિસાબે આજે તેમની ઉંમર ૮૯ વર્ષની થવા આવી. તેમણે ૪૪ વર્ષની ઉંમરે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયક્વાડની નોકરી છોડી ત્યાર પછી તા આજ સુધીના જીવનનો ઘણા મોટો ભાગ એકધારી સમાજસેવા પાછળ જ તેમણે વ્યતીત કર્યો. વૃદ્ધાવસ્થાનું સવિશેષ આક્રમણ થતાં પાછળનાં વર્ષો તેમણે લગભગ નિવૃત્ત બનીને અમદાવાદમાં ગાળેલાં. છેલ્લાં બે ત્રણ વર્ષથી ડા. સુમત તથા સૌ. શારદાબહેન અમદાવાદનું ઘર સંકેલીને પોતાના એક યા બીજા પુત્ર સાથે નાગપુર અથવા તો મુંબઈ રહે છે.
‘સમાજદર્પણ’, છેલ્લા ૬૦ વર્ષ દરમિયાન ભિન્ન ભિન્ન વિષયો ઉપર ડૉ. સુમન્તે લખેલાં સંખ્યાબંધ લેખા અને ટીપણામાંથી બહેન રત્નાબહેન પ્રભુદાસ પટવારીએ તારવેલા અને સરખા ક્વેલા લેખોનો સંગ્રહ છે. આ લેખસંગ્રહ દ્વારા કેટલીક અવનવી ઐતિહાસિક વિગતો અને અનેક વિશિષ્ટ વ્યકિતઓનાં રેખાચિત્રો તેમ જ અંગત જીવનના ચિત્રવિચિત્ર અનુભવ આપણને જાણવા મળે છે. પરદેશમાં રહીને જેમણે ભારતની આઝાદીને લક્ષમાં રાખીને પ્રચારલક્ષી કાર્ય કર્યું હતું પણ આજે જેમનું સ્મરણ ૬રના ભૂતકાળમાં લુપ્તપ્રાય બની ગયું છે. તેવા વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, સરદારસિંહજી રાણા, શામજી કૃષ્ણવર્મા, માદામ કામા જેવી વ્યકિતઓ, તે તે વ્યકિતઓને લગતા લેખા દ્રારા જાણે કે, આપણી સામે ફરીને જીવતી થાય છે અને આધુનિક કાળ દરમિયાન લુપ્ત થયેલી વ્યકિતએ રામનારાયણ પાઠક, કે. ટી. શાહ, બળવન્તરાય ક્લ્યાણજી ઠાકોર અને એવી બીજી અનેક વ્યક્તિઓનાં સ્મરણો એકદમ તાજાં થાય છે. આ લેખ દ્વારા લેખકના લાંબા અર્થસભર જીવનની પણ ઝાંખી થાય છે અને તેમના વિષે આપણું દિલ આદરપ્રભાવિત બને છે. આવા ઉપયોગી લેખસંગ્રહ ગુજરાતી સમાજ આગળ રજુ કરવા માટે બહેન રત્નાને હાર્દિક ધન્યવાદ ઘટે છે.
16
**
જીવન–સંભારણા
(લેખિકા : શ્રી શારદાબહેન મહેતા; પ્રાપ્તિસ્થાન : પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ. વડોદર, કિંમત રૂ, ૨-૫૦)
સ્વ. ગોકુલદાસ રાયચુરાના તંત્રીપણા નીચે પ્રગટ થતા ગુજરાતી માસિક ‘શારદા’ માં આજથી લંગભગ ૩૦ વર્ષ પહેલાં સૌ. શારદા" બહેને લખેલાં પોતાનાં બાલ્યકાળથી માંડીને લગભગ ૧૯૩૩-૩૪ સુધીના આત્મજીવનનાં સ્મરણેા ક્રમશ: પ્રગટ થયાં હતાં. તે સ્મરણપ્રકરણેને આ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ રીતે ગુજરાતના સામાજિક તેમ જ શૈક્ષણિક જીવનના ઘડતરમાં તેમને. અતિ મહત્ત્વનો ફાળો છે તેવાં શ્રી શારદાબહેનની જીવનકથા—અનુભવથા આ પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે.
શારદાબહેનનો જન્મ ૧૮૮૨ની સાલમાં થયો. આજે તેમની ઉમ્મર ૮૩ વર્ષની છે. તેમનાં મોટાં બહેન વિદ્યાબહેન ૧૮૯૩-ની સાલમાં ગુજરાતી બેનેમાં સૌથી પહેલાં મેટ્રીક થયાં હતાં. તે પહેલાં તેમનું જાણીતા સમાજસુધારક અને સાક્ષર શ્રી રમણભાઈ મહીપતરામ સાથે લગ્ન થયું હતું. શારદાબહેન ૧૮૯૭માં મેટ્રીક થયાં હતાં અને ૧૮૯૮માં તેમનું ડૉ. સુમત મહેતા સાથે લગ્ન થયું હતું. વિદ્યાબહેનનું વિદ્યાર્થીજીવન ગૃહસ્થાશ્રમ અને બાળઉછેરનાં અનિવાર્ય
તા. ૧૬૯૫
રોકાણના કારણે ચુંથાતું રહ્યું હતું અને પરિણામે વિદ્યાબહેન તથા શારદાબહેન એક સાથે ૧૯૦૧ની સાલમાં ગુજરાતી બહેનોમાં સૌથી પહેલાં મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયાં હતાં અને એ કારણે આ બહેન ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી પારવિનાનાં અભિનંદનો અને ધન્યવાદનો વરસાદ વરસ્યો હતા.
આ પુસ્તકમાં, જ્યારે આપણા દેશમાં કન્યાકેળવણીનો પ્રારંભ થયો હતો અને કન્યાઓને આગળ ભણાવવા સામે ભારે વિરોધ પ્રવર્તતા હતા એ દિવસોની સામાજિક પરિસ્થિતિનું તેમ જ ત્યાર બાદ બનતી આવેલી અનેક સામાજિક ઘટનાઓનું તેમ જ તેના ઘડતરમાં ડૉ. સુમન્તના સહયોગમાં શારદાબહેને જે મહત્ત્વનો ભાગ ભજવ્યા હતા તેનું ભારે પ્રેરક વર્ણન વાંચવા મળે છે. આ રીતે આ પુસ્તકમાંથી બન્નેના સહજીવનની પણ અનેક રસપ્રદ વિગતો આપણને સુલભ બને છે. આખું પુસ્તક વાંચતાં આપણી સામે એક ભવ્ય સન્નારીનું અત્યંત સુભગ અને પ્રભાવશાળી ચિત્ર ખડું થાય છે. આજની અને હવે પછીની પેઢીને સતત પ્રેરણા મળ્યા કરે એવા તેમના પૂર્વ સેવાયોગ અને વિરલ તપશ્ચર્યા છે.
આ પુસ્તક ઈ. સ. ૧૯૩૮ની સાલનું પ્રકાશન છે અને તેમાં લગભગ ૧૯૩૩ ની સાલ સુધીની જીવના નિરુપાયલી છે. ત્યાર પછીનાં વર્ષા ભારતના ઈતિહાસમાં એટલા જ બલકે વધારે મહત્ત્વનાં પસાર થયાં છે અને તે ઈતિહાસના આ બન્ને-શારદાબહેન અને ડૉ. સુમન્ત—સાક્ષી છે. આ ગાળાનાં સ્મરણો પણ તેમના હાથે લખાયાં હોત તો કેવું સારું થાત એવા વિચાર સહજપણે મનમાં આવે છે, પણ હવે તે એટલાં બધાં જર્જરિત થઈ ગયા છે કે, તેમના વિષે આવી આશાને બહુ સ્થાન નથી. સંસ્કારતી જેવાં આ વયોવૃદ્ધ યુગલને આપણા વંદન હો, તેમનું અવશેષ જીવન આતંક વિનાનું નિરામય સુખશાન્તિભર્યું બની રહો એવી આપણી પ્રાર્થના હા જેમને સૌરાષ્ટ્ર ગુજરાતના આજ સુધીના સામાજિક ઈતિહાસમાં સ છે તેમના માટે આ પુરતક અતિ ઉપયોગી અને માર્ગદર્શક છે.
સુકી ધરતીનાં મીઠાં સ્મરણા-૬
શનિવાર, તા. ૧૩-૨-૬૫
ભદ્રેશ્વર,
(સુકી ધરતીનાં મીઠાં સ્મરણા' ની લેખમાળાના છેલ્લા હફનાની છેવટની પંકિતઓમાં ‘શુદ નવમીના ચંદ્ર’એમ છપાયું છે તેના સ્થાને ‘શુદ બારસનો ચંદ્ર એમ વાંચવું. તંત્રી)
ગઈ કાલે રાત્રે ૧૧ વાગ્યા લગભગ અમે ભદ્રેશ્વરના તીર્થમાં • પ્રવેશ કર્યો ત્યારે એક તો અમે ખૂબ થાકેલા હતા અને બીજું રાત્રીના અંધકાર ચેતરફ પથરાયલા હતા. એટલે પ્રવેશદ્રાર આગળ મુકાયલી પેટ્રે મેકસના અજવાળા દ્વારા એટલું જ જોઈ શક્યા હતા કે અમેં કોઈ ભવ્ય સ્થાનમાં દાખલ થયા છીએ. પણ જ્યારે સવારે ઊઠયા અને જે મેડીબંધ મકાનમાં અમને ઉતારો આપવામાં આવ્યો હતો તેમાંથી બહાર ચોગાનમાં આવ્યા અને દેવવિમાન જેવા ભવ્ય મંદિર સમક્ષ અમે આવીને ઊભા રહ્યા ત્યારે આ તીર્થની આ ભવ્ય જિનાલયની—અલૌકિકતાના અમને ખ્યાલ આવ્યો અને આ પ્રાચીન તીર્થના આ રીતે દર્શન થવા બદલ અમે જીવનની ધન્યતા અનુભવી.
ખરી રીતે ભદ્રે શ્વર નામ બાજુએ આવેલા એક નાના સરખા ગામડાનું છે અને આ તીર્થનું નામ ‘વસહી’ છે. પણ બહારના લોકો આ તીર્થને મોટા ભાગે ભદ્રેશ્વર નામથી ઓળખે છે એટલે આપણે પણ આ તીર્થના ‘ભદ્રેશ્વર’ નામથી ઉલ્લેખ કરીશું.
આ ભદ્રે શ્વર કચ્છના મુદ્રા તાલુકાની સરહદ ઉપર અને દરિયા કિનારેથી બે માઈલ દૂર આવ્યું છે. આ તીર્થના ઈતિહાસ ઘણા જૂના છે અને દ તકથા તો એમ કહે છે કે વિક્રમ સંવત પહેલાં લગભગ પાંચ સદી પૂર્વે અને ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણ પછી તેર વર્ષે ભદ્રાવતી નગરીના તે વખતતા રાજા સિદ્ધસેનની સહાનુભૂતિ અને સહાયથી ભદ્રાવતીના શ્રી દેવચંદ્ર શ્રાવકે ભૂમિશાધન કરી આ તીર્થનું શિલારોપણ કર્યું હતું. અને ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૪૫ વર્ષે કપિલ કેવળીએ ભગવાન પાર્શ્વનાથની મૂર્તિની અહિં પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રતિષ્ઠામહોત્સવ