________________
તા. ૧-૬-૧૫
પ્રભુપ્ત જીવન
સમેતશિખરના પ્રશ્ન
✩
તા. ૧૨-૫-૬૫ના સંદેશમાં નીચે મુજબ સમાચાર પ્રગટ થયાછે:શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અગ્રણી શેઠશ્રી કસ્તુરભાઈએ આજે સમેતશીખરજી અંગે દિગંબર જૈન ભાઈઓ તરફથી જે આંદાલન અને દેખાવા નવી દિલ્હીમાં થઈ રહ્યા છે તે અંગે આણંદજી કલ્યાણજીની પેઢીનું મંતવ્ય વ્યકત કરતા અખબારી પરિષદમાં નીચે મુજબ જણાવ્યું હતું :
“આ કરાર અંગે દિગંબર જૈનાના વિરોધ શે! છે તેની અમને જાણ નથી, જો તેઓ આ અંગે કોઈ વાતચીત કે ચર્ચા કરવા માંગતા હાયતા તેમ કરવા અમે તૈયાર છીએ પણ અમને એવું કાંઈ જણાવ્યું નથી. બિહાર સરકારને જણાવ્યું હોય તો તેની માહિતી નથી, ઉલટું આ કરાર થયા ત્યારે કેટલાક દિગંબર જૈન ભાઈઓએ અભિનંદનના તાર કરેલા હતા.
"
આ વિરોધ કરી દેવસ્થાનાની આવક મેળવવાના દિગંબરોના હેતુ હોઈ શકે ખરો? એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “હરગીઝ નહિ, આવા તેમનો હેતુ હોઈ શકે જ નહિ. ’
તેમણે એમ પણ જણાવ્યું કે, “જે સમિતિ નિમાઈ છે તેમાં પાંચ સભ્યો છે. ૩ સભ્યો આણંદજી કલ્યાણજીની પેઢીના અને ૨ સભ્યો બિહાર સરકારના. એ બે સભ્યામાં બિહાર સરકાર દિગંબર જૈનોના પ્રતિનિધિ નીમે એવી વાત હતી.”
તેમણે સમેતશિખર અંગેના નિવેદનમાં એમ પણ જણાવ્યું કે, “આ પહાડ આણંદજી કલ્યાણજીની પેઢીએ રૂા. ૩ગા લાખમાં ખરીદ્યો હતા અને માસિક રૂા. ૫૦૦ ભાડું પણ આપતા હતા. આથી ફોરેસ્ટ એક્ટ પસાર થતાં બિહાર સરકારે જંગલની જમીન કબજે કરી, પણ પારસનાથ ટેકરીના જંગલો જરૂરી હતા. કેમકે એ સ્થળની પવિત્રતા જાળવવા પેઢીએ આ જગ્યા ખરીદી હતી. આ જંગલની વ્યવસ્થા માટે પાંચ સભ્યોની કમિટિ નિમાઈ છે. આવકના ૬૦ ટકા પેઢીને અને ૪૦ ટકા બિહાર સરકારને મળનાર છે.”
અંતમાં તેમણે જણાવ્યું કે, “આ નવા કરાર દિગંબર ભાઈઓના કોઈ હક્ક ઉપર તરાપ મારતા નથી, અને તેના કોઈ પણ હક્ક આ કરારડી ઓછા થતા નથી.
સમેતિશખર અંગેના એકરારનામાના પ્રશ્ન એવા કોઈ વિચિત્ર છે કે તે અંગે શ્વેતાંબર વિભાગના લાકોને એમ લાગે છે કે સમેતશિખરના પ્રશ્ન બિહાર સરકાર અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયનું પ્રતિનિધિત્ત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચેના - કેવળ પહાડની જમીનદારીને જ છે અને તેમાં દિગંબર જૈન સમુદાયને દખલગીરી કરવાને કોઈ સ્થાન કે આવકાશ જ નથી, જ્યારે દિગંબર જૈન સમુદાયને એમ લાગે છે કે સમેતશિખર તીર્થ એ ઉભયમાન્ય તીર્થ છે અને તેથી તે તીર્થને લગતા હુંકકોના જયાં જયાં ઉલ્લેખ કરવાના હોય ત્યાં ત્યાં માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક જ નહિ પણ દિગંબર સમુદાયના પણ સાથે સાથે ઉલ્લેખ થવા જ જોઈએ, જ્યારે પ્રસ્તુત એકરારનામામાં, જાણે કે દિગંબર સમાજને આ તીર્થ સાથે કશી લેવાદેવા ન હોય એ રીતે, દિગંબર સમુદાયને કશા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, અને આ રીતે તીર્થ અંગેના દિગંબર સમુદાયના હકકોનો આડકતરો ઈનકાર કરવામાં આવ્યા છે. આ હકીકતને દિગંબર સમાજ પેાતાને એક મહાન અન્યાય સમાન લેખે છે. અને આવું એકરારનામું એના એ રૂપમાં ચાલુ રહે તો ભવિષ્યમાં કોઈ પણ સમયે દિગંબરોના તીર્થને લગતા હકકોના શ્વેતાંબર સમુદાય સદન્તર ઈનકાર કરી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય એવા તેઓ ભય સેવે છે. આના જવાબમાં શેઠ કસ્તુરભાઈ જણાવે છે કે તેમને આજ સુધીમાં જે કાંઈ હકકો મળ્યા હોય તે અબાધિત રહે છે અને એમ જણાવીને
૨૭
✩
તેઓ એમ સૂચવે છે કે, આ બાબત અંગે દિગંબર પક્ષે કશું કરવા વિચારવાપણુ' રહેતું નથી. અને સાથે સાથે એમ આશ્વાસન આપે છે કે તેમને આ સંબંધમાં જે કાંઈ કહેવાનું હાય તે તેઓ જણાવે અને તે ઉપર યોગ્ય ધ્યાન આપવામાં આવશે.
શ્રી કસ્તુરભાઈના નિવેદનનાં જવાબમાં ભારતવર્ષીય દિગમ્બર જૈન તીર્થક્ષેત્ર સમિતિના મંત્રી શ્રી ચંદુલાલ કસ્તુરચંદે એક નિવેદન બહાર પાડયું છે જે નીચે મુજબ છે:–
“પાર્શ્વનાથ ટેકરીઓના સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજી અને બિહાર સરકાર વચ્ચે થયેલા કરાર સંબંધમાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ બોલાવેલી પત્રકાર પરિષદને અહેવાલ મે જોયા છે.
“અનાદિ કાળથી દિગંબર જૈનો આ પવિત્ર તીર્થ ઉપર સમાન હક્ક અને પૂજા કરવાના ખાસ અધિકારો ભોગવતા આવ્યા છે, જેના ઉપર પ્રીવિ કાઉન્સીલના ચૂકાદાઓની પણ મહાર મળી છે. શેઠ આણંદજી કલ્યાણજીએ હમણા કરેલા કરાર આ હક્કની સંપૂર્ણ અવગણના કરેછે,અને આ તીર્થ ઉપર જાણે માત્ર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈનોનો જ હકક હોય એ પાયા ઉપર એ કરારો ઘડવામાં આવ્યા છે. બિહાર સરકારે દિગંબર જૈનાને ખાત્રી આપેલી કે દિગંબર જૈનોની સંમતિ મેળવ્યા વિના કોઈ કરારો કરવામાં નહિ આવે, આમ છતાં બિહાર સરકારે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈના સાથે એકપક્ષી કરાર કર્યા છે. આ જાણીને દિગંબર જૈને આશ્ચર્યમાં ડૂબી ગયા છે અને તેમને સખત આઘાત થયો છે.
“દિગંબર જૈનાને મુંબઈ અને કલકત્તાના આગેવાન કાયદાના નિષ્ણાત સલાહકારો તરફથી સલાહ મળી છે કે આ કરાર દિગંબર જૈનોના હક્કો ઉપર ગંભીર તરાપ મારે છે, અને જો આ કરારને એના એ સ્વરૂપમાં કાયમ રહેવા દેવામાં આવે તો ભવિષ્યમાં કદાચ એવી પરિસ્થિતિ સર્જાય કે ન્યાયાલયોના અનેક ચૂકાદાઓથી સ્થાપિત અને પ્રમાણભુત થયેલા દિગંબરોના હક્કો ભયમાં મૂકાઈ જશે. “ દિગંબર જૈનામાં ઉહાપોહ જાગ્યો છે તેનાં કારણો સ્પષ્ટ હોવા છતાં શેઠ કસ્તુરભાઈ તે કેમ નથી સમજી શકતા એ એક આશ્ચર્ય છે. શેઠ કસ્તુરભાઈ કહે છે કે, “આમાં દિગંબર જૈનાના હકક કર્યાં. જોખમાયા છે તે તેઓ મને સમજાવે, અવિધિસર (lnformaly) અમેએ આ બાબત તેમને જણાવી છે અને તેમના પ્રત્યાઘાતની રાહ જોઈએ છીએ. દિગંબર જૈને ન્યાયી અને વ્યાજબી સમાધાન માટે હ ંમેશા આતુર રહ્યા છે. આમ છતાં મારે કહેવું જોઈએ કે જો આ પ્રશ્નના યોગ્ય અને ન્યાયી નિવેડો લાવવામાં નહિં આવે તો જે હકકો અમે આદિકાળથી ભાગવતા આવ્યા છીએ તે હકકો જાળવી રાખવા અને તેના રક્ષણ માટે જે કઈ શકય પગલાં લેવાની જરૂર જણાશે તે લીધા સિવાય બીજો કોઈ અમારે માટે માર્ગ રહેશે નહિ.”
આ નિવેદન ઉપરથી જણાય છે કે, દિગમ્બરભાઈ તરફથી તેઓ શું માગે છે તેની જાણ શેઠશ્રી કસ્તુરભાઈને કરવામાં આવી છે અને તેમના જવાબની રાહ જોવાય છે. અને તેઓ ન્યૂયી અને વ્યાજબી સમાધાન માટે આતુર છે.
આપણે આશા રાખીએ કે સમેતિશખર તીર્થ અંગે ઊભયપક્ષની માન્યતાને અને તેમાંથી ફલિત થતા ઊભયના સમાન હકકોનો પ્રમાણિકપણે સ્વીકાર કરવામાં આવે અને શ્વેતાંબર કે દિગંબરોના અલગ અલગ હકકો ઉપર નહિ પણ જૈન સમાજની એકતા અને સંગઠ્ઠન ઉપર ખરો ભાર મૂકવામાં આવે અને તે ખાતર જરૂરી હોય તેટલું જતું કરવાની પ્રત્યેક પક્ષ તૈયારી દાખવે. આપણે આશા રાખીએ કે આવી ઉદારતાપૂર્વક આ પ્રશ્નને હાથ ધરવામાં આવે કે જેથી સર્વ સંધર્ષ ટળી જાય અને સમાધાન સહજ શક્ય બને. પરમાનંદ