SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રભુ જીવન સ્વસ્થતા મેળવવા માટે કામના કરવા લાગે છે. અંધકારનો અનુભવ “ થતાં જ પ્રકાશની તૃષા જન્મે છે.” એક સહયાત્રીએ પૂછ્યું, “જો અપૂર્ણતાના અનુભવ થવા લાગે તો એથી શું થાય ? એમણે એ યાત્રીની સામે જોયું અને કહ્યું કે, “જ્યારે કોઈને તૃષાનો અનુભવ થાય છે ત્યારે શું થાય છે? શું તરત જ પાણીની શોધ નથી બની જતી ? એવી જ રીતે અપૂર્ણતાના અનુભવ પૂર્ણતાની તૃષા અને ખાજ બની જાય છે. તે સમયે જીવનમાં ગન્તવ્ય આવે છે અને આપણે નિશ્ચિત જગ્યાએ પહોંચવાના પ્રારંભ કરીએ ર્કોએ. ગન્તવ્યશૂન્ય જીવન ભાગ છે, જયારે ગન્તવ્યયુકત જીવન યોગ બની જાય છે. ભાગનું જીવન એ સરોવરનું જીવન છે. તે કયાંય જતું નથી. તે માત્ર સૂકાઈ જાય છે અને સમાપ્ત થઈ જાય છે. યોગમય જીવન સરિતાનું જીવન છે. તે સાગરની તરફ સતત ગતિ કરે છે. સરિતા બનો અને સાગરની તરફ પ્રયાણ કરો. કેવળ એ જ રીતે સાર્થકતા પ્રાપ્ત થશે. સરોવર પેાતાનામાં જ જીવે છે. તે યાત્રા નથી. એને ક્યાંય પહોંચવાનું કે કંઈ જ બનવાનું નથી. સરિતા પોતાનામાં જ નથી જીવતી. એ તે પોતાના અતિક્રમણને માટે જીવે છે, તે પોતાનાથી પાર જવા માટે જીવે છે, તે પેાતાનાથી અતૃપ્ત છે, અને પોતાની સીમાઓની પાર જઈ અસીમ બનવાની એને આકાંક્ષા છે. એવી જ આકાંક્ષા મનુષ્યમાં સ્વયંની અખૂર્ણતાની જાણકારીમાંથી ઉત્પન્ન થાય છે. અપૂર્ણતાનો અનુભવ કરવા એ મનુષ્યનું સૌથી મોટું સાભાગ્ય છે, કેમકે એની દ્વારા જ પૂર્ણતાની તરફ પ્રથમ પગલું ભરી શકાય છે.” સવાર થઈ ગઈ છે. અમે એક નદી કિનારા પર છીએ. માછીમારો માછલીઓ પકડી રહ્યા છે. કેટલીક પકડાઈ ગયેલી માછલીએ જમીન પર તરફડે છે. આચાર્યશ્રીએ કહ્યું કે, “જેવી રીતે પાણીની બહાર માછલીઓ તરફડિયાં મારે છે તેવી જ રીતે મનુષ્ય પરમાત્માને માટે બહાર તરફડિયાં મારે છે. 33 પછી અમે પાછા ફરતા હતા. કોઈએ પૂછ્યું, “આપણાં દુ:ખોનું કારણ શું છે ? તેઓ બોલ્યા, “ ‘દુ:ખા’ ન કહો, ‘દુ:ખ’ નું બાલા. કેમકે વસ્તુત: અનેક દુ:ખ નથી, પણ એક જ દુ:ખ છે. પરમાત્માની બહાર હોવું એ જ આપણા એક માત્ર સંતાપ છે. આ વસ્તુનું આપણને ધ્યાન નથી રહેતું. દુ:ખોની ભીડમાં આપણે મૂળ ‘દુ:ખ’ને ભૂલી જઈએ છીએ. અને પછી ‘દુ:ખ’માંથી જ અનેક દુ:ખો ઉત્પન્ન થાય છે. પરમાત્માથી દૂર હોવું એ જ મૂળ દુ:ખ છે. બાકીના બધા દુ:ખા તો એની જ સંતિત છે. જેમ કોઈ મનુષ્ય વૃક્ષના મૂળને કાપ્યા વગર માત્ર એની શાખાપ્રશાખાઓને જ કાપતો રહે અને આશા રાખે કે વૃક્ષ નાશ પામી જશે, એવી જ ભૂલ દુ:ખને ભૂલીને દુ:ખાને દૂર કરવાનો પ્રયાસ વ્યકિત પણ કરે છે." કરનાર હું સાંભળતી હતી. મને લાગ્યું કે આ નાના નાના વાકયસમુચ્ચયામાં પણ કેટલું તથ્ય સમાયું છે! શું સાચે જ આપણે પાણીની બહાર પડેલ માછલીઓની જેમ તરફડિયાં મારી રહ્યા નથી? અને આ વિચારની એ જ ક્ષણે મેં આખા જગતને માછલીની માફક તરફડિયા મારતું જોયું. તેઓ મને વિચારમાં પડેલી જોઈ બોલ્યા, “વિચાર શું કરવાના છે? મનુષ્ય એવી માછલી છે જે સાગરના જળથી વિયુકત બનીને બહાર રેતી પર તરફડે છે તે એ માછીમાર પણ એ જ છે કે જે એને આ રીતે તરફડાવે છે. માણસ માછલી પણ છે અને માછીમાર પણ છે. આપણે જ આપણાં દુ:ખ અને બંધનનું કારણ છીએ. આ જ આપણી સ્વતંત્રતા અને મુકિતની આશા અને સંભાવના છે. આપણે જે દિવસે નિશ્ચય કરીએ તે જ દિવસે પરમાત્મા સાથે ફરી જોડાઈ શકીએ છીએ. આપણે જ સંકલ્પથી દૂર છીએ અને આપણે જ સંકલ્પની નિકટ જઈ શકીએ છીએ. મનુષ્યની પરતંત્રતામાં જ એની સ્વતંત્રતા છૂપાયેલી પડી છે. મૂળ હિંદી: સુ. શ્રી કાંતિદેવી અનુવાદક : કુ. શારદાબહેન ગોરડિયા, પી. એચ. ડી. (‘જૈન જગત માંથી સાભાર ઉષ્કૃત અને અનુવાદિત ) તા. ૧-૬-૬૫ વિલાયતમાં વ્યાધમ આ શીર્ષક વાંચીને કેટલાકને એમ થાય કે વિલાયત કેવું ને દયાધર્મ કેવા. પણ વાત એમ છે કે વિલાયતમાં જેટલા ધર્મ પળાય છે તેટલા ચેતનવંત છે, એટલે તેમાંથી નવી ડાળી ફ ટતી જાય છે, પણ આપણા જૈનના દયાધર્મ મુવા વાંકે જીવે છે, એટલે છેલ્લાં સે - બસા વર્ષમાં કોઈ જૈને દયાધર્મ વિષે કાંઈ નવા વિચાર કે નવી પ્રવૃત્તિ કરી હોય એમ જણાતું નથી. વંશપરંપરાએ જે લોકો શાકાહારી છે એવા જૈન તથા હિન્દુના ઘરમાં માંસાહાર પ્રવેશ કર્યો છે એ સૌ જાણે છે, પણ આને લીધે કોઈ સાધુ કે શ્રાવકના જીવ બળ્યો હોય, ને એણે આ અવળા પ્રવાહને રોકવાના પ્રયત્ન કર્યો હોય તો આપણને ખબર નથી. એક મુંબઈની જીવદયામંડળી‘શાકાહાર વિ. માંસાહાર, વિષે વિદ્યાર્થી ઓ પાસે નિબંધ લખાવે છે ને એને ઈનામ આપે છે તે બહુ સારી વાત છે, પણ એને પ્રેરણા વિલાયતથી મળેલ છે. જનાવર ઉપર કંઈક જાતના જુલમ થાય છે, પણ એ જુલમ કરનારાને રોકવા પ્રયત્ન કરવા જોઈએ ને એવા પ્રયત્ન ન કરીએ તો એ જુલમને રૂડો જાણ્યો ગણાય એનું આપણને ભાન નથી. પણ વિલાયતમાં જનાવર પ્રત્યેની ક્રૂરતા રોકનારી રોયલ સોસાયટી (આર. એસ. પી. સી. એ. )ની સ્થાપના ૧૮૨૪માં જૂનની સોળમીએ થઈ એને આજ લગભગ દેઢસો વર્ષ થઈ ગયાં. આ સાસાયટીને દેણાં બહુ થઈ ગયાં, એટલે એના સ્થાપક તથા માનધની મંત્રી રેવરંડ આર્થર બ્રૂ મને જેઈલમાં લઈ ગયા અને બીજા જણને મંત્રીપદ આપ્યું હતું. સોસાયટીમાં એક લેાર્ડ અસ્કિન હતા એણે એક દિવસ જોયું તો એક દુષ્ટ માણસ ઘેાડાને મારતો હતો, તેને એ કહે, ‘કેમ ઘેાડાને મારો છે?’ ‘ઘોડો મારો છે, એને મારે જે કરવું હોય તે કરું, દુષ્ટ બોલ્યો, ‘ઠીક છે,’ લાર્ડ અસ્કિન કહે, ‘અને મારું જે હોય તેને મારે જે કરવું હોય તે કરું. આ સેાટી મારી છે.' એમ કહીને અસ્કિને દુષ્ટને સાટી મારી. લગભગ નેવું વર્ષ પહેલાં અમેરિકામાં ન્યૂયૉર્ક શહેરમાં બે ગલઢા ધાડા ટ્રામગાડી ખેંચતા હતા, પણ ગાડી કેમે ય હાલે નહિ, કેમ કે તેમાં છડિયાં બહુ ભર્યાં હતાં. ગાડીવાળાએ ઘોડાને ચાબૂક માર્યા. ઘોડાએ જોર કર્યું પણ તોય ગાડી ચસી નહિ. ઘેાડા ઉપર પાછા ચાબુક પડ્યા ત્યાં તો એક ઊંચા પડછંદ પુરુષ ત્યાં આવી ચડ્યો. એને ગડી ઉપર ચડવું નહોતું, પણ એ કહે, ‘ વધારાનાં છડિયાં ગાડી ઉપરથી ઉતરી જાય, આટલા ભાર ઘેાડા ન તાણી શકે. ગાડીવાળા કે છડિયાં કેઈએ એની વાત માની નહિ. એટલે ” એ એક એક છડિયાને ઝાલીને નીચે ઉતારવા મંડયો. એક જણે ગાળ કાઢી ને હાથ ઉગામ્યો અને આ પુરુષે ઉપાડીને બરફ ઉપર ફગવી દીધા. એટલે લોકોએ હેનરી બર્ગ, ગાંડા બર્ગ, ‘અદકપાંસળિયા ’ બર્ગને ધન્યવાદ આપતાં ત્રણવાર મુક્તકંઠે હિપ હિપ હુરે જયઘોષ કર્યાં. હેનરી બર્ગને અબ્રાહમ લિંકને રશિયા એલચી લેખે મેલ્યા હતા. ત્યાં એણે એક જણને ગધેડાને ફટકારતા જોયા, એટલે એણે તરત વાંધા લીધા. તે દિવસે એને પેાતાના કર્તવ્યની કલ્પના આવી, અને અમેરિકા પાછા ગયા પછી એણે જનાવર પ્રત્યે ક્રૂરતા - નિવારિણી અમેરિકન સેાસાયટીની સ્થાપના કરી. આમાં જૉન જેકબ એસ્ટર, જેઈમ્સ. જે. રૂઝવેલ્ટ, સી. વી. એસ. રૂઝવેલ્ટ વગેરે એના સાથી હતા; એની સહાયતાથી હેનરી બર્ગે ક્રૂરતા - નિવારણનો કાયદો ન્યૂયોર્ક રાજ્યની વિધાનસભા આગળ મંજૂર કરાવ્યો. ( ક્રમશ ) દેસાઇ વાલજી ગાવિન્દ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy