SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૫ પ્રભુ જીવન આચાયશ્રી રજનીશજીના સાન્નિધ્યમાં રાત ખૂબ અંધારી છે. અમે બધા ચૂપ બેઠા છીએ. આચાર્યશ્રીની સાથે ચૂપચાપ બેસવામાં પણ એક અનુભવ અને આનંદ સમાયેલા છે. એમની સમીપમાં ઘણી યે વાર એવા અનુભવ થાય છે કે જાણે માનમાં પણ તેઓ કંઈક કહે છે. એમને આ વિષે પૂછ્યું પણ હતું—તેઓ હસવા લાગ્યા અને પછી બાલ્યા, “સત્યને ઉચ્ચારવા માટે કોઈપણ શબ્દ સમર્થ નથી. એ તો માન દ્વારા જ કહી શકાય છે. કદાચ સૈાન થવાની આપણને સમજણ પ્રાપ્ત થાય તો રહસ્યના અનંત દ્વાર ખૂલી જાય છે. મનુષ્યની એ જ માટી પીડા છે કે તે માન રહેવાનું—બનવાનું—ભૂલી ગયો છે. આ ભૂલને કારણે જ પ્રકૃતિ સાથેના એના સમસ્ત સંબંધ વિચ્છિન્ન થઈ ગયો છે. પ્રકૃતિની પાસે તો મૈાન સિવાય અન્ય કોઈ ભાષા નથી અને જે એ ભાષાને ભૂલી જાય તે સ્વાભાવિક રીતે પ્રકૃતિથી દૂર થઈ જવાના. અને પ્રકૃતિથી દૂર થઈ જવું એ જ તો મોટી પીડા છે. પછી તે ચૂપ થઈ ગયા. એમની સાથે અમે પણ ચૂપ બની ગયા. રાત્રીના પ્રભાવથી અમે પ્રભાવિત બનવા લાગ્યા. હવા બારીબારણાને હલાવી રહી છે અને તમરાંનું સંગીત સંભળાઈ રહ્યું છે. અમે સજાગ છીએ અને માન છીએ. અમે એ માનમાં પોતાને પીગળી જતા અનુભવીએ છીએ. ભીતરમાં કંઈક વિલીન થઈ જતું લાગે છે. એ માન અમને બાષ્પીભૂત કરી રહ્યુ છે. ત્યાં તે રા બાલ્યા, “હુંપણાના ભાવ જયારે ગલિત થાય છે ત્યારે જ માન પ્રાપ્ત થાય છે. એ વિલીન થાય પછી જ પ્રકૃતિ સાથે મિલન અને સંવાદ શક્ય બને છે." કોઈએ પૂછ્યું.-- “માન કેવી રીતે થવાય ?” એમણે ઉત્તરમાં કહ્યું : “બસ થઈ જાઓ. બહુ મોટી વિધિ અને નિયમોની જરૂર નથી. ચારે તરફ જે થઈ રહ્યું છે તે સજાગ બનીને જુઓ, જે સંભળાઈ રહ્ય છે તે સાક્ષીભાવથી સાંભળેા. સંવેદના પ્રતિ પૂરતા સભાન થાઓ, પરન્તુ પ્રતિક્રિયા ન થવા દો. પ્રતિક્રિયાવિહીન શૂન્ય જાગૃતિથી માન સહજપણે નિષ્પન્ન થાય છે.' થોડીવાર પછી તે કહેવા લાગ્યા, “માત્ર વાણીના વણઉપયોગને જ હું માન નથી કહેતા. વાણીના નહિ પણ વિચારના સવાલ છે. વાણી તો ગાણ છે, તેનું મૂળ કેન્દ્ર તે વિચાર છે. મનમાં વિચ ૨ ચાલતા હોય અને વાણી બંધ હોય તો પણ એ માન નથી. જયારે મનમાં વિચારોની તાંત્રિક પરંપરા ન હોય તો ભલેને વાણીથી પ્રયુકત હોય તો પણ તે માન છે. જેવી રીતે કોઈ ભાજન ન કરે પણ ભાજનના ભાગને જ વિચાર કર્યા કરે તો તેને હું ઉપવાસ નહીં કહ્યું. અને એવું પણ બને કે કોઈ ભાજન લે પણ એમાં ભાગવૃત્તિ કે ભાગેચ્છા ન હોય તે। . તે ઉપવાસ જ છે. આમ અસલ વાત હમેશાં આંતરિક જ છે ઔપચારિક નહીં." હું સાંભળું છુંકે ‘મૂળ વસ્તુ તો હમેશાં આંતરિક જ છે, આપચારિક નહીં, અને મને એમની અનેક આંતરસૂઝાનું સ્મરણ થઈ આવે છે. એમના જીવનદર્શનમાં આ સૂઝ ખૂબ જ આધારભૂત થઈ છે. એમના ભાર હંમેશા વૃત્તિઓ પર જ હોય છે, બાહ્યાંગ નહીં. વળી બાહ્ય વર્તન-પરિવર્તનને બદલે એમનો આગ્રહ હંમેશા અંતરની ક્રાંતિને વિષે જ હોય છે. ઔપચારિકતા વધી જતાં સમસ્ત ધર્માં નષ્ટ થઈ ગયા છે. સારની એ ભીડમાં જ સારતત્ત્વ ખાવાઈ જાય છે અને એક દિવસ આપણને ભાન થાય છે કે આપણા હાથમાં કેવળ રાખ જ રહી છે, જયારે અગ્નિ તે કયારના ય તિરોહિત થઈ ગયો છે. એક પરિચિત વ્યકિત આવી. એમણે કેટલાંક ફ્ લા આચાર્યશીને ભેટ આપ્યા. તે ફ્ લા સુંદર છે. આચાર્યશ્રીએ કહ્યુ કે, “ફ લા કેટલાં સુંદર છે? પરંતુ મિત્ર, તમે એને તોડીને સારું કામ નથી કર્યું. જે સૈાદર્યને પ્રેમ કરે તે ફલાને ડાળીઓ પરથી તાડવામાં અસમર્થ બને. તોડવાથી જીવંત મૃત થઈ ગયા અને જીવંતને મૃત કરવાથી વધુ સુંદર બીજું કંઈ જ નથી. હિંસા મોટામાં મેટી કુરુપતા છે, અને અહિંસા સર્વથી મોટું સૌંદર્ય છે.” કોઈએ પૂછ્યું, “આપણે ક્ લે ને પ્રેમ કરીએ છીએ, એટલા માટે તે તેને તોડીએ છીએ.” તેઓ બાલ્યા, “ પ્રેમ અને ફલાને તોડવાની ક્રિયામાં વિરોધ છે. ફ્ લા વિષે પ્રેમ હોય તો કોઈ એને તોડી જ કેમ શકે? એને તોડ (all ૨૫ ✩ વાની ક્રિયા પ્રેમનું નહિ પણ ક્રૂરતાનું પ્રતિક છે. એ તે આપણી અધિકારલિપ્સા છે. જે કંઈ આપણને સુંદર લાગે છે એના માલિક બનવાની આપણે ઈચ્છા રાખીએ છીએ. પછી ભલેને એ અધિકાર પ્રાપ્ત કરવામાં એ અભિપ્સિત વસ્તુ જ નષ્ટ થઈ જાય. આ વસ્તુ માત્ર ક્લાની બાબતમાં જ નહીં, પણ આપણા સમસ્ત જીવનવ્યવહારમાં પણ એટલી જ સત્ય છે. માનવીય સંબંધમાં પણ આપણે એમ જ કરીએ છીએ. જેમને આપણે પ્રેમ કરીએ છીએ એમની સાથે પણ આપણે આવી જ ક્રૂરતા આચરીએ છીએ. ત્યાં પણ ધિકાર મેળવવાના અને એનું આરોપણ કરવાને જ પ્રયાસ થાય છે. ત્યાં પણ ફ્ લો તોડી નાખવામાં આવે છે અને જીવનની ડાળીઓ આ લેવા—ઝાપટવામાં જ અકાળે નષ્ટ થઈ જાય છે.' કેટલાક સમય વ્યતીત થયા પછી એમણે કહ્યું, “જયાં પ્રેમ છે ત્યાં અધિકાર અને બંધન નથી હોતાં. પ્રેમ તોડતો નથી પણ જોડે છે. પ્રેમ મારતા નથી, પણ જીવાડે છે. વળી પ્રેમ બાંધતો નથી, પણ મુકત કરે છે. ફ્ લા માટે જો પ્રેમ હોય તો સ્વયં ફ્ લા જેવા બની જાઓ. પરંતુ એમને તોડીને એમના માલિક ન બનો. પ્રેમ માત્ર આપવાનું જ જાણે છે. માંગવાની ભાષા એને અપરિચિત છે. છીનવી લેવાની ભાષાને તે ત્યાં સવાલ જ કયાં રહ્યો? અને યાદ રાખા કે આ બધું હું સંપૂર્ણ જીવન વિષે કહી રહ્યો છું. જે આ સત્યને નથી પિછાન તે પ્રેમના ઓઠા હેઠળ પોતાની ક્રૂરતા અને હિંસાને જ પોષતો હોય છે. એના એ કહેવાતા પ્રેમમાં એની ઘૃણા જ છૂપાયેલી હોય છે અને એમના સાંદર્યની વ્યાખ્યામાં ઊંડે ઊંડે કુરુપતા જ સમાયેલી હોય છે.” આ સાંભળીને અમે વિચારમાં પડી ગયા. એમણે અમારા કેટલાક ઊંડા ઘાને સ્પર્શ કર્યો. તેઓ હસ્યા અને બોલ્યા, “વિચારો નહીં; જુઓ. વિચારવાથી મનુષ્ય સચ્ચાઈથી દૂર ચાલ્યા જાય છે. વિચાર એ તો પોતાનાથી જ દૂર થવાની, પોતાની જાતથી જ બચવાની તરકીબ છે. સારું ! એ જ છે કે હું જે કહી રહ્યો છું એની સચ્ચાઈના જાતે જ અનુભવ કરો. પોતાના પ્રેમને ઉઘાડો અને જુઓ કે મેં જે કહ્યુ તે સાચું છે કે નહિ ?” એકવાર અમે સાથે મુસાફરી કરતા હતા. જે મુસાફરોનું સ્ટેશન આવતું તેઓ પોતાના ઊતરવાના સ્થાન પહેલાં જ ગાડીમાંથી ઊતરવા માટે પોતાના સામાન તૈયાર કરી લેતા હતા. આચાર્યશ્રીએ કહ્યુ, “જુઓ, આ સાધારણ યાત્રામાં પણ યાત્રીએ કેટલા સજાગ છે? પરંતુ જીવનની મહાયાત્રામાં આપણી સજાગતા જરા પણ હોતી નથી. ન તો ગન્તવ્ય સ્થાનની ખબર હોય છે કે ન કોઈ પૂર્વતૈયારીની ! મૃત્યુ જયારે આપણને જીવનથી અલગ કરે છે ત્યારે આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. એ વખતે આપણને ભાન થાય છે કે મૃત્યુ પણ છે અને એને માટે આપણે પૂર્વતૈયારી કરવાની આવશ્યકતા હતી.” મેં પૂછ્યું, “ અમે પૂર્વતૈયારીરૂપે શું કરીએ ?’ $ તેઓ બાલ્યા, “પ્રથમ તો એ જ જાણવાની અને યાદ રાખવાની જરૂર છે કે જીવન એક યાત્રા છે. આપણે કોઈક બિંદુથી ચાલી રહ્યા છીએ અને કોઈક અમુક બિંદુએ પહોંચવાનું છે. આપણું હોવું એ જ તો વિકાસ છે, આપણે પૂર્ણ છીએ નહિ પણ પૂર્ણ થવાનું છે. પૂર્ણતાને માટે ન તો કોઈ વિકાસ છે ન તો કોઈ યાત્રા છે. બધા જ વિકાસ અને બધી જ યાત્રા સંપૂર્ણતાને માટે છે. આપણે યાત્રામાં છીએ એ જાણકારીનો અર્થ જ એ છે કે આપણે અપૂર્ણ છીએ. આપણી આ અપૂર્ણતાને ધ્યાનમાં રાખીએ. આપણી આ અપૂર્ણતાઓના વિચાર કરવાથી અપૂર્ણતાનું ભાન જાગ્રત થાય છે અને અપૂર્ણતાનું એ ભાન પૂર્ણતાની અભીપ્સાને ઉત્પન્ન કરે છે, જે જાણે છે કે તે અપૂર્ણ છે તે પૂર્ણ થવાની આકાંક્ષાથી વ્યાકુળ બને છે, જે અનુભવ કરે છે કે તે અસ્વસ્થ છે, તે સ્વાભાવિકપણે જ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy