SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૬૫ - સવાર રોજ ઊઠું ને નવી સવાર અહો કશે નિત નવ સંચાર ! રોજ. એ જ પૃથ્વીની ગતિ એ જ ને એ જ દિશ ઊગમણી, પ્રભાતના આ છલકાયે એ જ રંગ - ઊજવણી; પણ ઝીલનારે અંતર જાગે નિત કે અભિનવ ઉદ્ગાર ..રોજ, શિશુ - સુકોમળ હાસ્ય સરીખ પીઉં પ્રથમ પ્રકાશ, પંખીગણને સૂરે સૂરે ઊંડે ઉર - ઉલ્લાસ; ઝાકળને જળ નાહી નવશે - નિત્ય ધરતી અવતાર રોજ ઊઠું ને નવી સવાર, નવ - પરિચિતશી એ જ જીંદગી પ્રભાતને ઉષ્મા અણસાર તમય પંથે પડેલે માન. ઈંદ્રિયયુકત સુખભેગને અંતે માનવીને આત્મા, અગર કહો તે એનાં અંગોપાંગ, રોજ રોજ નવું જીવન પામ્યા જ કરે છે, નવી તાકાત મેળવ્યા જ કરે છે, અને એની પ્રજ્ઞા જીવનને ઊર્ધ્વગામી બનાવવા મથ્યા જ કરે છે. બધા જ સ્મરણીય બનાવો, મળસ્કે અને પ્રભાતની હવામાં જ બને છે એમ પણ હું તે કહી નાખું. વેદમાં કહ્યું છે: “પ્રજ્ઞા જાગે રોજ પ્રભાતે, જાગે સૌ ચતુરાઈ.” શું કલા, કે શું કવિતા, કે માનવીની પ્રત્યેક ઊર્ધ્વગામી, સ્મરણીય, સુંદર પ્રવૃત્તિા એ ટાણે જ જન્મ ધરે છે. બધા જ કવિઓ ને બધા જ સુભટ્ટો, મેગ્નનની પેઠે, પ્રભામંડળનાં જ સંતાન છે અને સૂર્યોદયકાળે જ પોતાની સુરાવલિ રેલે છે. અને જેની પ્રવૃત્તિ સૂર્યની હોડે ગતિ કર્યા કરે છે, તેને તે સમગ્ર દિવસ બ્રાહ્મકાળ જેવો જ બની રહે છે. ઘડિયાળે ભલેને ગમે તેવી ટક ટક કરે, માણસે ભલેને ગમે તે રીતે વર્તે કે બેલે - બધું ગૌણ છે. હું જાગી જાઉંમારા અંતરમાં અજવાળાં થાય એટલે સવાર પડી ગયેલી સમજવાની. નિદ્રાને નિવારવ.ને યત્ન એનું નામ જ નૈતિક સુધારણા. કોઈ પણ માણસ દિવસભરની પ્રવૃત્તિને બરાબર હિસાબ કે અહેવાલ આપી. નથી શકો, તેનું કારણ જ એ, કે માળે આખો દિ ઉદયા કરતે હોય છે. એમ તે, ગણતરીબાજ તો પાકો હોય. નિદ્રાને ગલબે ને હોત, તો તો કંઈક કરી પણ બતાવ્યું હોત. એમ તો લાખે માણસે, સ્થૂળ કામ કરવાજોગા તે જાગ્રત જ હોય છે. પણ લાખમાં એકાદ જ સાચી, જ્ઞાનમય પ્રવૃત્તિ કરવાગે સજાગ હોય, અને કરોડમાં એકાદ એટલે જાગ્રત હોય કે સાચી કવિત્વમય, દૈવી પ્રવૃત્તિને આત્મસાત કરે. જાગવું” એટલે જ ચેતના. ને સાચું કહું? હજુ મેં ખરેખર જાગતું હોય એવો એક માણસ દીઠો નથી. તેને મળે પણ હોત, તો હું તેને શી રીતે માં બતાવી શકત? તેની સાથે મારાથી આંખે આંખ મેળવાત કેમ કરીને? જાગતા રહેવાની અને ફરી ફરીને જાગ્યા કરવાની કળા આપણે શીખવી ઘટે; અને તે સ્થળ સાધન વડે નહિ, પણ પ્રભાતની ચિરતન અપેક્ષા વડે. રાતના ઘેર અંધારામાં, અને પૂરેપૂરી સુષુપ્તિમાં પણ એ પ્રભાત આપણે સંગાથ નથી તજનું. માનવી માત્ર ખરેખર પુરૂષ પ્રયત્ન વડે જીવનને ઉન્નત બનાવી જ શકે છે એ હું જાણું છું, અને એ ભાન જ મને સતત સંકે કરે છે–નિરંતર ચેતન આપ્યા કરે એવી સમજદારી એ એક જ છે. એકાદું ચિત્ર દોરવું, કે એકાદ પ્રતિમાં કંડારવી એ રીતે સૌંદર્યની સાધના કરવી એ સિદ્ધિ ઠીક છે, સારી છે. પણ જે વાતાવરણ અને સુષ્ટિ આપણે આસપાસ નિહાળીએ છીએ તેનું નકશીકામ, તેનું ચિત્રકામ સિદ્ધ કરવાની આવડત એ તે અતિ મહાન ઋદ્ધિ છે; અને બરાબર વિચારીએ, તો એ તાકાત આપસામાં રહેલી જ છે. ‘દિવસને ય, ઉજાળવે એ જ સર્વોત્તમ કામ છે. સર્વોચ્ચ આત્મનિરીક્ષણ અને ઝીણવટભરી ચકાસણી, આત્માની ઉચ્ચ કક્ષાની કસોટીમાં પાર ઉતરે • એ પ્રકારે માનવીએ પોતાનું જીવન ગોઠવવું ઘટે - જીવનની નાનામાં નાની ઘટના પણ એ જ ધરણે રચવી ઘટે. એમ આપણે ન કરીએ અગર નીચી પાયરીએ ઊતરીએ, તો આત્માને અવાજ આપણને કર્તવ્યશીલતાને સીધા મારગ બતાવી શકે. યા નિશા સર્વ ભૂતાનામ્ તસ્યામ્ જાગ્રતિ સંચમી યસ્યામ્ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્ય મુને : // આ ગીતાક (બીજો અધ્યાય) જ અહીં વિગતવાર, પવિમાં માનસ સમજે એ પ્રકારે આપેલ છે. અનુવાદક. ગીતા પરીખ સવાર પડે ને કુદરત હસતી મલકતી જાણે હાક મારતી લાગે - જીવન જીવે તે મારા જેવું જીવ, સાદાઈનું, નિર્દોષતાનું, રાવ નિસર્ગીય. અસલી ગ્રીકોને હતી તેટલી મુગ્ધતા મને પ્રભામંડળ પરત્વે છે. સવારે વહેલે ઊઠી જાઉં, સરોવરમાં કાયા બળી કાઢ્યું. એક પ્રકારે તારાસ્નાન જ, ધર્માજ્ઞા અનુસારનું. અને સાચ્ચે, એના જેવી ઉત્તમ બીજી તે કઈ ચીજ હોય? કહે છે કે ચીનના ચીંગથાંગ રાજાની સ્નાનકૂંડી પર નીચેનું સૂત્ર કોતરેલું હતું: “જેરોજ નવા અવતાર ધારણ કરતો જા. આજે કર, કાલે કર, રોજ કર, હંમેશાં કર.” મને તો આ વાત, બરાબર સમજાય છે. સવાર પડે કે હંમેશ જૂના જમાનાનું સ્મરણ નવેસર તાજું થાય છે. મળસ્કે, બ્રહ્મમુહુ એક મચ્છર મારા ખંડમાં આમતેમ ફરે, જાણે ગેબી રીતે, અગમ્ય રીતે, અદશ્ય ભાવે ફરે અને ગુણગુણ ગુણગુણ કરે, તે જાણે અસલના યુગનું એકાદું રણશિગું કોઈ મહાવીરના ગુણગાનની સુરાવલિ કાઢી રહ્યું હોય તેવા ભાસ આપે. જાણે હોમરના આત્માની શાંતિ અર્થે શ્લેકો ભણાતા હોય તેવી સુરાવલિ, હેમરનાં બંને મહાકાવ્ય ઈલિયડ ને ઓડીસીના સંમિશ્રણ સમી, પિતાના હર્ષશાકને વાચા આપતી ! એમાં કંઈક દૈવી નાદ ગુંજ લાગતે અને તે બહુરત્ના વસુંધરા - બહુફલા વસુંધરા - એવી સતત યાદ આપ્યા જ કરતે હોય, મનાઈહુકમ મળે ત્યાં સુધી અવિરત ! દિવસભર સર્વોત્તમ કાળ તે બ્રાહ્યપ્રહર - મળસ્કે. જાગી જવાને ખરે કાળ જ એ, એ વેળા આપણામાં ઓછામાં ઓછું ઘેન હોય, ઓછામાં ઓછું ઊંઘરેટાપણું હોય. આપણી કાયામાનું કઈક તત્ત્વ રાતને દહાડો - સમગ્રભાવે ઘેર્યા કરતું હોય છે તે એ વેળા જાગતું હોય છે. જે દિવસે આપણને આપણા આત્મા નિદ્રામુકત ન કરે, આપણા નેકર જ આપણને ઢંઢેળીને જગાડે, એ દિવસ નકામે નિરૂપયોગી, એળે ગયો સમજ. અંદરના અવાજે પ્રગટાવેલી આગલા દિવસ કરતાં નવી જ તાકાતને નવી જ મહેચ્છા , અને સાથે સાથે કોઈક સ્વર્ગીય સંગીતની તરંગલીલાઓ આપણને ન જગાડે, કોઈક નવી, અપૂર્વ પરિમલ હવાને ભરી દેતી આપણને ન ઢ ઢોળે - તો તે ખલાસ ! અને એ જ છે અંધકારનું સાર્થકત્ત્વએની વરદ મહત્ત, એનું પ્રાબલ્ય - પ્રકાશ જેવું જ, જરાય ઊતરતું નહિ. આગલા, ને બગાડેલા દિવસ કરતાં પછીના દિવસ ખરેખર વધારે પવિત્ર, વધારે ચેતનભર્યો, વધારે પ્રકાશમય ઊગે જ છે - એવું ન માનનારો માનવી જીવનથી હારેલે સમજવે, અધોગામી અને ૨૧ અમૃતલાલ નાણાવટી ગીતા પરીખ અને થેરે. વિષયસૂચિ પયગમ્બર જરથુત્ર સવાર આચાર્યશ્રી રજનીશજીના સાન્નિધ્યમાં વિલાયતમાં દયધર્મ સમેતશિખરને પ્રશ્ન બે અવલોકન સુકી ધરતીનાં મીઠાં સ્મરણો શ્રી ક્રાંતિદેવી વાલજી ગોવિદજી દેસાઈ પરમાનંદ ચીમનલાલ જેઠાલાલ શાહ ૨૮
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy