________________
Qo
૩૦
અનુયાયીઓ માટે બંધાવેલ છે.
આજે આ ગામમાં મુસ્લિમ કોમમાં એક લગ્ન હતાં. નવદંપતીને વળાવવામાં આવતા હતા. અમે એ જોવા ઊભા રહ્યા. કન્યાએ લાજ કાઢી હતી અને એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી હતી. વરરાજાએ માથે પાઘડી અને હાથમાં તલવાર ધારણ કરી હતી. જાણે કોઈ રજપુતનાં લગ્ન ન હોય એવા વેશપરિધાન આ મુસ્લિમ વરરાજાનો હતો. વરઘોડાની આગળ એક છોકરો આજુબાજુ લાઈનમાં ઊભા રહેલા સૌને બીડી વહેંચતો હતો. આપણે ત્યાં સત્કારસમારંભ પ્રસંગે જેમ આઈસક્રીમ આપી આપણે સંતાષ અનુભવીએ—આનંદ અનુભવીએ એટલે જ સંતોષ અને આનંદ આ છેકરાના મોઢા ઉપર દેખાતા હતા. આમ અમે ભદ્રેશ્વર ગામમાં એક મુસ્લિમ યુગલના લગ્ન—સત્કાર-સમારંભમાં જઈ આવ્યાનાં આનંદ સાથે અમારા ઉતારા ભણી પાછા ફર્યા.
અમે પાછા ફર્યા એ દરમિયાન સૂર્યાસ્ત થઈ ચૂક્યા હતા અને રાત્રીનું સામ્રાજ્ય ચોતરફ સ્થપાઈ ચૂક્યું હતું. આકાશમાં શુદ તેરસના ચંદ્રમા ચોતરફ પોતાનું વિપુલ તેજ પૃથ્વી ઉપર પાથરી રહ્યો હતો. મંદિરમાં ખુણેખુણે હાંડીઓમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને તેના શીતલ પ્રકાશમાં મંદિરે કોઈ નવું જરૂપ ધારણ કર્યું હતું. પ્રાર્થનામંડપમાં ભાવના શરૂ થઈ ચૂકી હતી. અમે બધાં મંદિરમાં ગયાં અને સમૂહભાવનામાં જોડાયાં. અમે પહોંચ્યા ત્યારે મંદિરના ભાજક હારમેનિયમ વગાડી રહ્યો હતો તથા અન્ય કોઈ ભાઈ તબલા ઉપર પોતાના હાથ અજમાવી રહ્યા હતા અને ભદ્રેશ્વરના મેનેજર શશિકાન્તભાઈનાં પત્ની, ચાલુ નિયમ મુજબ, મધુર કંઠ વડે ભજન ગાઈ રહ્યાં હતાં. અમારી મંડળીના કસ્તુરભાઈ આ ગાયકમંડળીમાં જોડાયા અને તેમણે પણગાવા—ગવરાવવાનું શરૂ કર્યું. યાત્રાળુ ભાઈ-બહેનો પ્રાર્થનામંડપમાં ઊભરાતા ગયા અને ગાનતાન અને તબલાથી પ્રાર્થનામંડપ ગાજવા લાગ્યા, કોઈ પદ્, ભજન, કે સ્તવન પુરુ થાય અને ઝાંઝ-કલબલિયા વગાડવાનું શરૂ થાય અને તબલાના તાલ સાથે તેની હરીફાઈ ચાલે અને તેની રમઝટમાં બધાં ડોલવાઝુલવા લાગે, અમારા કસ્તુરભાઈ પણ પુરા તાનમાં આવી ગયા. પહેલાં તેમણે તબલા ઉપરની અને પછી હારમેનિયમ ઉપરની પોતાની કુશળતાના ખ્યાલ આપ્યો. સાથે સાથે તેઓ એક પછી એક ભજન ગાતા જાય અને ગવરાવતા જાય, અને પાછી કલબલિયાની રમઝટ ચાલે, ગાવામાં અમારામાંના નીરૂબહેન અને બીજી બહેનો પણ જોડાઈ. વાતાવરણ, ભકિત અને સંગીત વડે તરબાળ બની ગયું. સમય સડસડાટ વહેવા લાગ્યો. રાત્રીના આઠ, સાડા આઠ, નવ વાગ્યા, નવથી પણ આગળ
ચાલ્યું, એટલે
ત્યાંના નિયામક
જે હોઈ હશે.
તેણે ‘હવે આર
તીના સમય થઈ
ગયા છે’એમ
જાહેર કરીને આ
જામેલા જલસા
હવે બંધ કરવાનું સૂચન કર્યું. ગાનતાન બંધ
થયાં. આરતી
અને
મંગળ
દીવાના ઘીની
બાલી શરૂ થઈ.
ભકિત રસ ના
મત વાતા
પ્રબુદ્ધ જીવન
વરણમાં આ ઘાન બોલી
ખૂબ બેસુરી
તા. ૧૬-૫
લાગી. પણ આ તો હ ંમેશના વ્યવહાર રહ્યો. ઘીની બોલી એ મંદિરની આવકનું મોટું સાધન—એ તે બોલાવી જ જોઈએ. સૌથી વધારે ઘી બાલના આરતી અને મંગળ દીવા ઉતાર્યાં. મંદિરના દીવા ઓલવાવા લાગ્યાં. અમે બધાં મંદિરમાંથી બહાર નીકળ્યાં અને અમારા નિવાસસ્થાનના મેટા. હાલમાં એકઠાં થયાં. ભાવનાની આટલી બધી મસ્તી અનુભવ્યા બાદ તરતજ આરામ કરવાનું સુવાનું બને જ કેમ ? અમારી મંડળી એક ભાઈઓનાં અને બીજા બહેનોનાં એમ બે જૂથમાં વહેંચાઈ ગઈ, અને અન્તકડીની રમત શરૂ થઈ. ભાઈઓ-બહેનો વચ્ચે ભારે હરીફાઈ મંડાણી. એકની સામે બીજી, બીજી સામે ત્રીજી એમ કાવ્યપંકિતઓની અતૂટ ધારા વહેવા લાગી. એમાં વળી કોઈ તો લલકારીને ગાવા માંડે, કોઈ સીનેમાનાં ગીતો સંભળાવે, મીરાનાં પદો અને કબીરના દુહાઓ પણ રજુ થાય. સારઠી દુહાઓ પણ ટપકી પડે. આમ કોઈ કોઈથી ગાંજે નહિ. હવે તો બાર બાગ્યા. સવારે વહેલા ઊઠી તૈયાર થઈને આગળ ચાલવાનું હતું, એટલે હવે આ રમતને ‘ડ્રામાં લઈ જવા સિવાય બીજો વિકલ્પ ન રહ્યો. રાત્રીના બાકીના સમય અમે ગાઢ નિદ્રામાં પસાર કર્યો.
સવારના ઊઠયા. નિત્યકર્મ તથા નાસ્તો પતાવ્યા. કેટલાંક સ્નાન કરીને મંદિરમાં પૂજા કરવા ગયાં. બાકીના પણ બધાં મંદિરમાં ગયાં અને સૌએ મંદિરને ફરી ફરીને નિહાળી લીધું. મંદિરની રચના-સ્થાપત્ય એટલું બધું મનોહર છે કે તેને ફરી ફરીને જોતાં, નિહાળતાં આંખો થાકતી નહોતી અને મન કંટાળતું નહોતું.
નીકળતી વખતે, અહિંની ભાજનશાળાના અમે પૂરો લાભ લીધા હતા તેથી, તે ખાતામાં અમારી મંડળી તરફથી અમારે ઠીક ઠીક રકમ ભરવી જોઈએ એમ અમને લાગ્યું. અહીં જણાવવું જરૂરી છે કે, આ પ્રવાસ દરમિયાન જે જે સંસ્થાઓના અમે લાભ લીધે હોય ત્યાં ત્યાં અમારે કાંઈને કાંઈ કમ આપવી જોઈએ, એમ વિચારીને અમારી અંદર અંદર આશરે રૂ. ૧૧૨૧ના ફાળા અમે એકઠો કર્યો હતો. આ ફાળામાંથી અન્યત્ર અમે કાંઈ ને કાંઈ રકમ આપતા આવ્યા હતા અને અહિં પણ અમે ૨૫૧ ભાજનશાળામાં અને ૫૧ સ્ટાફ ફંડમાં નોંધાવ્યા.
આ રીતે ભદ્રેશ્વર તીર્થમાં બે રાત અને એક દિવસ ગાળીને તા. ૧૪મીને સવારે આશરે નવ વાગ્યે ભુજપુર તરફ આગળ ચાલ્યા. આખા પ્રવાસ દરમિયાન ભદ્રેશ્વર તીર્થમાં અમે સૌથી વધારે આનંદ, પ્રસન્નતા અનુભવી અને તેમાં પણ આગળની રાત્રે મંદિરની
અંદર ભાવ
નામાં જે સમય
ગાળ્યા તેની
અમે સર્વના ચિત્ત ૫ ૨ જ દિ ભૂંસાય એવી
ન
છા પ ૫ ડી
ગઈ. આ રીતે
ભદ્રેશ્વ ૨
તીર્થની યાત્રા
અમારા માટે
ચિ ૨ સ્મ રણીય
બની ગ ઈ.
ભદ્ર શ્વર તીર્થને
પુન:પુ ન પ્રણામ કરીને અમે આગળ પ્રયાણ કર્યું.
* અપૂર્ણ ચીમનલાલ જેઠાલાલ શાહ
ભદ્રેશ્વર તીર્થનું ભવ્ય જિનાલય
માલક! શ્રી મુંબઇ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક:,શ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, સુખ—૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,