________________
૨
દેવીઓની પૂજા થતી હતી. જરથુત્રનો જન્મ ઈરાની પંચાંગના પહેલો મહિના ફરવરદીનના છઠ્ઠા દિવસે ખારદાદ ૩ ના દિવસે થયો હતો. તે દિવસે તું ખુશનુમા હતી. એના પિતાનું નામ પૌરૂશલ્પ અને માતાનું નામ દુગ્ધા હતું. કહેવાય છે કે એમની માતા દુગ્ધા જ્યારે પંદર વર્ષની કુમારી હતી ત્યારે એના શરીર
માંથી એક પ્રકારની તેજસ્વી જ્યોતિ નીકળવા લાગી. વહેમી લોકો અને મેલીવિદ્યાના ધર્મગુરુઓએ માની લીધું કે આ તે અપશુક્ત છે. એમણે દુગ્ધાના પિતા હિમઉને સલાહ આપી કે તેના કટુંબ અને દેશ ઉપર પડનારી આફતમાંથી બચવા માટે દુગ્ધાને મારી નાખવી. હિમઉર્જા ઈરાનમાં તહેરાનના અગ્નિખૂણામાં આવેલા ‘રઘ” (જેને “રએ” પણ કહે છે) શહેરમાં રહેતા હતા. એ શહેર આજે તો ખંડેરની હાલતમાં છે. હિમવે પોતાની દિકરીને મારી ન નાંખતાં દૂર અરાક ભૂમિ ઉપર મોકલી દીધી. એ જમીનનો માલિક ઉમરાવ પઈતિરસ્પ હતા, અને તેનું ઘર પહાડમાંથી નીકળતી દરેંજી નદીના કિનારા ઉપર હતું. પઈતિરક્ષ્પના પુત્ર પૌરૂષસ્પ સાથે દુગ્ધોના વિવાહ થયા અને એનાથી જથ્થુત્રનો જન્મ થયો. (મર્હુમ પારસી વિદ્રાન ડા. સર જીવણજી મોદીના અભિપ્રાય પ્રમાણે ઈસ્વીસન પૂર્વે સાતમી શતાબ્દીમાં આજરબૈજાનમાં ઉમિયા સરોવરના કિનારા ઉપર આવેલા ઉરૂમિયા શહેરથી બાર માઈલ દૂર આવેલા આમવી ગામમાં જરથ્થુત્રનો જન્મ થયો હતા. પરન્તુ પારસીઓમાં સર્વસાધારણ અભિપ્રાય એ છે કે ઈસ્વીસન પૂર્વે છ હજારની સાલમાં રએ શહેરમાં જરથ્રુસ્રનો જન્મ થયો હતો. ગ્રીક સાહિત્યમાં પણ એ જ હકીકત આપેલી છે. જરભુત્રના પછી જથુત્રી ધર્મના જે સર્વોચ્ચ ધર્મોપદેશક હોય તે જરભુત્રં તેમ કહેવાતો. પાછળથી તેમ” શબ્દ ઊડી ગયો અને માત્ર જથ્થુત્ર રહી ગયો, જેમ આદ્ય શંકાચાર્યની ગાદી ઉપર જે આવે તે શંકરાચાર્ય કહેવાય છે, તેવી રીતે અનેક જરથ્થુત્ર થઈ ગયા એવા પણ એક અભિપ્રાય છે.)
પ્રમુદ્ધ જીવન
સામાન્ય રીતે બાળક જન્મે છે કે તરત રડવાનું શરૂ કરે છે, પણ કહેવાય છે કે જરભુત્ર જન્મ્યા ત્યારે તે હસતા હતા.
જેમ શ્રીકૃષ્ણની બાળલીલાઓની અનેક ચમત્કારી દંતકથાઓ પ્રચલિત છે તેમ જરભુત્રની બાબતમાં પણ છે. જરથુત્રનો જન્મ થતાં જ દુષ્ટજના ડરી ગયા. એમના ધર્મગુરુ જાદુગર દરાસરાબ હતા.
(૧) દુષ્ટનાએ લાકડાં સળગાવ્યા અને તેમાં બાળ જરશુશ્ર્વને સુવડાવી દીધો. પણ જેમ પ્રલ્હાદને લાલચોળ તપાવેલા લાહાંભ સાથે ભેટાડયા પણ તેના એક વાળ પણ વાંકો નહોતો થયો તેમ બાળક જરભુત્ત્ર પણ આગમાં લાટવા લાગ્યા, જાણે ગુલાબની. શય્યા.
(૨) વળી એક વખત દુષ્ટો બાળ જરથ્રુસ્ત્રને તેની મા પાસેથી ચોરીછૂપીથી ઉઠાવી ગયા અને ગેરજ સમયે ગાયોને પાછા વળવા ટાણે રસ્તા ઉપર મૂકી દીધો, જેથી ગાયોના પગ નીચે ડાઈ તે મરી જાય. પણ એક સફેદ ગાયે એ બાળકની રક્ષા કરી. એણે પોતાના ચાર પગા વચ્ચે એ બાળકને સુરક્ષિત રાખ્યું અને બધી ગાયો ચાલી ગઈ ત્યાં સુધી તે એ પ્રમાણે જ ઊભી રહી. દુગ્ધા બશે શોધતી ત્યાં આવી પહોંચી અને તેણે બાળકને ઉઠાવી લીધું.
(૩) એ જ પ્રમાણે એક વખત દુષ્ટોએ બાળક જરશુશ્ત્રને ઘોડાઓને આવવા જવાના માર્ગમાં વચ્ચે મૂકી દીધા. ત્યારે ગાયની જેમ એક ઘેાડાએ એનું રક્ષણ કર્યું.
(૪) વળી એકવાર બાળક જરભુશ્ર્વને જંગલમાં લઈ ગયા, અને ત્યાં જંગલી પશુઓના બચ્ચાંઓને મારી નાખી તેની વચમાં તેને સુવડાવી દીધા. એવી મતલબથી કે જ્યારે એ પશુએ આવશે
૩. ખોરદાદને માટે અવસ્તાની શબ્દ હઉર્વતાત છે. ઉર્વ= સર્વ + તાત = ત્વ, અથવા સર્વત્વ, સંપૂર્ણત્વ, સર્વોચ્ચ શિખરે પહોંચેલું.
તા. ૧ ૧૯૫
ત્યારે પાતાનાં બચ્ચાંઓને મારી નાંખેલા જોઈ ગુસ્સે થઈ બાળક જરભુત્રને પણ મારી નાખશે. પણ એ પશુઓના પગ ત્યાંથી થોડે જ દૂર જમીન ઉપર ચોંટી ગયા, આગળ વધી ન શક્યા. જરમુત્રના માતાપિતા તેને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા અને બાળકને ઉઠાવી લીધું. આ સમય દરમિયાન બે બકરીઓએ પેાતાનું દૂધ એ બાળકને પીવડાવ્યું હતું.
(૫) એક વખત દરાસરોબ સીધા જરથુશ્ત્રના પારણા પાસે પહેોંચ્યા અને તેને મારી નાખવા માટે ખંજર લઈ હાથ ઊંચા કર્યાં, પરંતુ એના હાથ કાયમને માટે એમ અક્કડ જ રહી ગયો. લીધે તે પછી તે જમતા ત્યારે બકરાંની જેમ ખાતો હતો.
ના
(૬) એક વખત બાળક જરશુશ્ત્ર માંદો પડયો તો માતાપિતાએ મુખ્ય ધર્મગુરુની સલાહ લીધી. ધર્મગુરુને થયું આ સારો મોકો મળી ગયો છે, અને તેને અંત લાવવાની ઈચ્છાથી તે દવા તૈયાર કરી જરથ્થુત્રની પાસે ગયો. જરથુશ્ત્ર દવામાં ભેળવેલું ઝેર પારખી લીધું અને દવા ફગાવી દીધી. ( જરથ્રુથ્વી ધર્મના કેટલાક વિદ્વાનો આ બધી ચમત્કારકથાઆને રૂપક કથાઓ માને છે અને તેની પાછળ રહેલા ગૂઢ રહસ્યને સમજાવવાની કોશીષ કરે છે. એમના કહેવાનો સાર એ છે કે જથ્થુત્રં દૈવી સંપદનું પ્રતિક છે અને વિરોધીઓ આસુરીસંપદના પ્રતિક છે. દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિઓ વચ્ચે હમેશાં ઝઘડા ચાલ્યા કરે છે અને તે દૈવી વૃત્તિના વિજય થાય છે. ગૌ-ગાયનો અર્થ પૃથ્વી પણ થાય છે. પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરી ભગવાન પાસે મદદ માટે જાય છે. બીજા પણ ગૌ ના અનેક અર્થ થાય છે. ગૌ રૂપી પૃથ્વી માતા બધાનું રક્ષણ કરે છે, બધાંને પાળે પોષે છે. જંગલી પશુ એ કામ, ક્રોધ, લાભ વગેરે દુષ્ટ વૃત્તિઓનું પ્રતીક છે. )
જરભુત્રના જીવનની બીજી પણ અનેક ચમત્કારી ઘટનાઓ વર્ણવવામાં આવે છે.
જ્યારે જથ્થુત્ર સાત વર્ષના થયા ત્યારે તેમને બુરજીન કુસ નામે એક વિદ્રાન પાસે ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું. જ્યારે તે પંદર વર્ષના થયા ત્યારે તેમના પિતા પૌરૂષસ્તે પોતાની મિલકત બધા બાળકોને વહેંચી દેવાનો નિર્ણય કર્યો. જ્યારે જરભુત્રને પોતાની પસંદગી જણાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ઘરમાં જે એક પવિત્ર કમરબંધ હતા તેને જ પસંદ કર્યો અને બીજી બધી
વસ્તુઓનો ઈન્કાર કર્યો. એને એમ લાગ્યું કે આ કમરબંધ પોતાની પાસે હશે તો પોતાને ખુદાનું કામ કરવાની શકિત પ્રાપ્ત થશે.૪
પંદર વરસની ઉંમર સુધી જરથ્થુત્ર પિતાના ઘરમાં રહ્યા. ત્યાં સુધીમાં એમના જે અભ્યાસ થવાનો હતો તે થઈ ગયો. પછી તો જેમ બુદ્ધ, ઈશુ, મોહમ્મદ વગેરેના જીવનમાં બન્યુ હતું તેમ એમના જીવનમાં પણ થયું. વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા અને ભગવાનના સાક્ષાત્કાર કરવાની ઈચ્છાથી એમણે પિતાનું ઘર તજ્યું અને મહાન તત્વજ્ઞ માગી (મધવન) પાસે વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પંદર વર્ષ તે રહ્યા. ત્રીસ વરસની ઉંમર પછી ઉદરન પહાડ ઉપર એકાન્તમાં મનન કરવા માટે તેઓ ગયા. ત્યાં ધ્યાન મનનાદિમાં એમણે દસ વર્ષ ગાળ્યા અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. ચાલીસ વર્ષની ઉમરે તે ત્યાંથી પાછા ફર્યા. ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે “વિળ વામિ તે વતુ: વશ્ય મેચોમૈશ્વરમ્ ।”
૪. આ ધ્યાનમાં રાખવાની વાત છે કે પારસીઓમાં નવજાતની એટલે કે જનોઈની જેમ કમર પર કસ્તી પહેરવાના સંસ્કાર થાય છે. કુરતીના સંસ્કાર કરવાની ઉમર સાતથી પંદર વર્ષ સુધીની કહેવામાં આવી છે. પંદર વર્ષ પહેલાં આ સંસ્કાર થઈ જવા જોઈએ. આ કમરબંધ-કસ્તી-નો રિવાજ જરથ્થુત્રની પણ પહેલાંથી ચાલ્યો આવે છે. જરથુથ્વી ધર્મમાં જીવનને યુદ્ધની ઉપમા આપ વામાં આવી છે, એટલે આ કમરબંધ એ એક યોદ્ધાનું પ્રતિક છે.