________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૬૫.
છે. અહિં એક જ બાબતની ચોકી કરવાની–જાપ્તો રાખવાની રહેશે અને તે એ કે પરદેશમાં નિકાસ કરવા માટે પેદા કરવામાં આવેલે માલ ચોરી છુપીથી દેશમાં દાખલ થવા ન પામે. આ પ્રકા- રન ફ્રી ટ્રેડ ઝોન કંડલા બંદર અને ગાંધી ધામ વચ્ચે ૩ર૦ એકરને નક્કી કરવામાં આવ્યો છે. ચીનના કિનારે હોંગકોંગ આવું ફ્રી પોર્ટ છે. ઘણું ખરું સેંઘાઈ અને સિંગાપોર પણ આવા ફ્રી પાર્ટ છે. અમે આ ફ્રી ટ્રેડ ઝેન જે. આ ૩૨૦ એકરના ઝોનના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે. (૧) નાના કદના ઉદ્યોગો માટેના વિભાગના ૧૦૩ પ્લટ કરવામાં આવ્યા છે, જેમાંના ૨૨ પ્લોટ આ ઝોનના ઉદ્ઘાટન સમયે જ નોંધાઈ ગયા છે. (૨) મધ્યમ કદના ઉદ્યોગો માટેના વિભાગના ૮૬ પ્લેટમાંથી ર૬ પ્લેટ નોંધાઈ ચૂક્યા છે. (૩) મેટા ઉદ્યોગ માટેના વિભાગના પ્લોટમાં હજાર સુધી એક પ્લોટ નોંધાયા નથી. પણ સમય જતાં અને સરકારની નીતિ વધારે ચોક્કસ થતાં આ પ્લોટો પણ ધીમે ધીમે નોંધાઈ જશે એવી આશા રહે છે. આ કંડલા પટને પૂરો ઉપયોગ થાય એટલા માટે આ ફી ટ્રેડ ઝોન ઉભે. કરવામાં આવ્યા છે. આ ઝોન ઉપર આવતાં પહેલાં અમે થર્મલ સ્ટીમ પાવર સ્ટેશન પણ જોયું કે જ્યાંથી આખા કરછને વીજળી પુરી પાડવામાં આવે છે. આ ફ્રી ટ્રેડ ઝોન ઉપર હજુ બહુ ઓછા કારખાનાં ઉભા કરવામાં આવ્યા છે, પણ આવતા દશ વર્ષમાં બ્રેડ ગેજ રેલ્વેલાઈનની સગવડ ઉભી થવા બાદ આ વિભાગ પૂર બહારમાં ખીલી ઉઠશે અને ચીનના કિનારે હોંગ કોંગનું જે સ્થાન છે તેમ ભારતના કિનારે કંડલા આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગનું એક મેટું મથક બની જશે અને કચ્છ પણ કંડલા બંદર તથા ફ્રી ટ્રેડ ઝેનનું નિર્માણ થવાને કારણે ખુબ આબાદ થશે એવી આશા સેવવામાં આવે છે. ફી ટ્રેડ ઝોનની આ વિગતો અહિંના અધિકારી સાથે વાત કરતાં અમારા જાણવામાં આવી.
પાછા ગાંધીધામ અને ભદ્રશ્વર તરફ પ્રયાણ આમ કંડલા ફ્રી ટ્રેઈડ ઝોનમાં ભવિષ્યમાં એક મોટા ધાગિક
શહેર જોવાના સ્વપ્ન સાથે અમે ગાંધીધામ તરફ પાછા ફર્યા ત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અને હવે દિવસને ઉકળાટ શમી ગયો હતો તથા ઠંડો પવન આહૂલાદક લાગતો હતો. પાછા અમે ગાંધીધામ અમારા ઊતારે પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી, ખૂબ થાક લાગ્યો હતો. થાકની સાથે ભૂખ પણ લાગી હતી એટલે સવારવાળી મારવાડી લૉજમાં સૌ ખીચડી ભેગા થયા. રાતને અમારો મુકામ ભદ્રેશ્વરમાં હતો એટલે ગાંધીધામનાં નવા મિત્રોની અમે વિદાય લીધી – પણ તે પહેલાં તેમની સાથે અગાશીમાં એક મિલન ગોઠવવામાં આવ્યું અને ચર્ચા કરતાં અમે જાણી શકયા કે ગાંધીધામમાં એક જૈન મિત્રમંડળ ચાલે છે અને અહીં જૈનેની વસ્તી લગભગ પાંચસેની છે. ગાંધીધામની વસ્તી પચાસ હજારની છે. પ્રજા પંચરંગી છે. અહિના જેમાં સંપ્રદાયનાં કોઈ ભેદભાવ નથી. અહિ એક દેરાસર અને ઉપાશ્રય પણ છે. અહિના જેને સ્થાનકવાસી સાધુ આવ્યા હોય તો તેમનું વ્યાખ્યાન સાંભળવા જાય અને દેરાવાસી સાધુ આવ્યા હોય તે તેમનું ય વ્યાખ્યાન સાંભળવા જાય – સમારંભે પણ સાથે જ ઉજવાય. મિત્રમંડળ એક પુસ્તકાલય પણ ચલાવે છે. - ઠંડા પીણાને ન્યાય આપી, અમે અગાશીમાંથી અમારા બીસ્તર પાટલા ઉતાર્યા અને બસના છાપરામાં ચઢાવ્યા ત્યારે અમે સૈનિકની અદાથી કામ કરતા હોઈએ એવું અભિમાન લીધું – અને જાણે કોઈ ગઢ જીતીને જતા હોઈએ એ રીતે બસમાં અમે અમારું સ્થાન લીધું. ભદ્રવરની ક૯૫ના કરતાં, ઝોકા ખાતાં, ચારેય બાજુ ઘોર અંધારાનું દર્શન કરતાં - ભદ્રેશ્વર તીર્થનાં દરવાજામાં પ્રવેશ્યા ત્યારે રાતના ૧૧ વાગી ગયા હતાં. સારું હતું કે સુંદર ગાદલા - તકીઆ - રજાઈ પાથરીને અમારા માટે તૈયાર રાખવામાં આવ્યા હતા, એટલે જતાં વેંત અમે નિદ્રાદેવીને શરણે થઈ ગયા. આકાશમાં શુદ નવમીને ચંદ્ર ભૂતળ ઉપર પોતાનું ધવલ તેજ વરસાવી રહ્યો હતો પણ તે જોવા-માણવાનો કોઈનામાં અત્યારે ઉત્સાહ નહોતો. અપૂર્ણ
ચીમનલાલ જેઠાલાલ શાહ
ST TT
TE
શ્રી જમનાદાસભાઈનાં મકાનની અગાસીમાં પર્યટક-મંડળીના સભ્ય
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબ—૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ. મુંબઈ.