________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૧૫
અક્ષરો કોતરવામાં આવ્યા છે. આ અક્ષરો છે ‘ ખમ્મા ’. ખરેખર આ બે અક્ષરોમાં પંડિતજી પ્રત્યેની પ્રજાજનોની ઊંડા સ્નેહની લાગણી વ્યકત થાય છે.
ગાંધીધામ
અમે આદિપુર વટાવીને ગાંધીધામ પહોંચ્યા ત્યારે લગભગ એક વાગવા આવ્યો હતો. કચ્છની આ વિશાળ વસાહત તદ્દન નવી છે અને તે ત્રણ વિભાગમાં વહેંચાયલી છે અને ઘણા મોટા ક્ષેત્રફળને આવરે છે: (૧) કોઈ પણ શહેરના પરા જેવું આદિપુર જે ખાનગી રહેઠાણાનું મથક છે, (૨) ગાંધીધામ જે વ્યાપાર વ્યવસાયનું મથક છે, (૩) કંડલા બંદર અને કંડલા ફ્રી ટ્રેડ ઝોન જ્યાં નવું બંદર ઊભું કરવામાં આવ્યું છે અને તેની નજીકના પ્રદેશ નવા ઉદ્યોગો અંગે કારખાનાંઓ ઊભા કરવા માટે અલાયદા નક્કી કરવામાં આવ્યા છે.
અમારા ઉતરવાની વ્યવસ્થા ગાંધીધામમાં આવેલા ચેમ્બર ઓફ કોમર્સના મકાનમાં – ખાસ કરીને તાડપત્રી અને ચંદરવાથી ઢાંકેલી અગાસીમાં—કરવામાં આવી હતી. આજ સુધી અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અમારા રહેવા ખાવા વગેરેની વ્યવસ્થા જાણે કે બાદશાહી આકારની હતી. અહિં એવી કોઈ સગવડ સુલભ નહોતી. ગાંધીધામમાં થોડાંક જૈન કુટુંબો વસેલાં છે. તેમના આગેવાન શ્રી નાગશી ધારશી શેઠિયા અને અન્ય જૈન બંધુઓએ અમે ચેમ્બર ઑફ કોમર્સના મકાન પાસે પહોંચ્યા એટલે, અમને આવકાર આપ્યો. ત્યાર બાદ અગાસી ઉપર સામાન ચઢાવીને અમે જરાક સ્થિર થયા અને પછી થોડે દૂર આવેલી એક મારવાડીની લાજમાં જઈને ભાજનકાર્ય પતાવ્યું અને પાછા અમારા નિવાસસ્થાને આવીને થાડો સમય આરામ કર્યો.
ગાંધીધામની રચના એક અદ્યતન નગર જેવી છે. મોટા પહેાળા રસ્તાઓ, દુકાન અને એકસપોર્ટ - ઈમ્પોર્ટની આફિસા, હાર્ટેલા અને સિનેમાઓ. આ શહેર પચરંગી દેખાય છે. આ શહેર સિંધના નિર્વાસિતાને વસાવવાના હેતુથી ઊભું કરવામાં આવ્યું છે પણ કંડલાને ફ્રી ટ્રેડ પોર્ટ બનાવવામાં આવેલું હોઈને તે બંદરના વિકાસ સાથે ગાંધીધામના પણ વિકાસ થવાના એ આશાએ ભારતના અન્ય ભાગની અનેક પેઢીઓએ અહિં થાણાં નાંખ્યાં છે અને એ રીતે ગાંધીધામ જીવતું, જાગતું અને નવા પ્રાણથી ધબકતું નગર લાગે છે. કચ્છના આજ સુધી જોયેલાં શહેરો અને ગામડાંથી ગાંધીધામની ભાત જુદા જ પ્રકારની માલૂમ પડે છે.
ગાંધીધામ અંગે અમને જણાવવામાં આવ્યું કે ગાંધીધામના વિકાસમાં ભાઈ પ્રતાપ દયાળના સૌથી વધારે ફાળા છે. અમીર કુટુંબમાં ઉછરેલા આ ગૃહસ્થે રાત-દિવસ સતત મહેનત કરીને ગાંધીધામના બાંધકામમાં વિકાસમાં પોતાના પ્રાણ પૂર્યો હતા. ગાંધીધામની વસ્તી તેમને ‘અજો' અને ‘અદા' તરીકે બીરદાવતી હતી. પણ ગ્રહોના કોઈ ક્રૂર બળાના ભાઈ પ્રતાપ આજે ભાગ બની ગયા છે; અને શારીરિક યાતના ભાગવી રહ્યા છે. આમ છતાં ગાંધીધામ માટે કંડલા માટે, કચ્છ માટે તેમણે જે કાંઈ કર્યું છે તે કદિ કોઈ ભૂલી શકે
તેમ નથી.
આ ગાંધીધામમાં રાત્રિ ગાળીને બીજે દિવસે સવારે ભદ્રેશ્વર જવું—આવા કાર્યક્રમ અમે વિચારેલા હતા. પણ અહિંની ટાંચી સગવડ જોતાં ભદ્રેશ્વર જેઅહીંથી ૨૦ માઈલ દૂર હતું ત્યાં રાત્રે જ પહોંચી જવું એવા અમે નિર્ણય કર્યો અને તે અંગેની ગાઠવણ કરવા માટે અમારા કચ્છના આખા પ્રવાસના જેમણે પ્રબંધ કર્યો હતો તે શ્રી મગનભાઈને અમારી સાથેની મોટરમાં ભદ્રેશ્વર ભણી રવાના કર્યા.
કંડલા
બપારના ત્રણ વાગવા આવ્યા હતા. હવે અમારે કંડલા બંદર જોવા જવાનું હતું. આ અંગે આગળથી કરેલી ગોઠવણ મુજબ ગાંધીધામમાં રહેતા ભાઈશ્રી પ્રભુલાલ સંઘવી અમને કંડલા બંદર દેખાડવા માટે તથા ફી ટ્રેડ ઝોનના ખ્યાલ આપવા માટે આવી. પહોંચ્યા હતા. બંદર ઉપર પહોંચ્યા એટલે અમારી રાહ જોતા પાર્ટ ઑફિસર શ્રી ગુપ્તા અમને મળ્યા અને એક મોટા હાલમાં લઈ ગયા અને ત્યાં મૂકેલા ચાર્ટસ - નકશાઓ—તથા કંડલાની બહુ નાના સ્કેલ
૧૯
ઉપરની રચના દાખવતા એક પટ દ્વારા તેમણે એમને કંડલા બંદરની · ભવ્ય રચનાનો ખ્યાલ આપ્યો.
ત્યાર બાદ ત્રણ કે ચાર માળ ઉપર જ્યાં રડારની ગોઠવણ છે ત્યાં અમને લઈ જવામાં આવ્યા અને રડારની રચના અમને પ્રત્યક્ષ દેખાડી તથા સમજાવી. આ અમારામાંના લગભગ સર્વ કોઈ માટે પહેલા જ અનુભવ હતો. રડાર વિષે કાંઈક વાંચેલું ખરૂં, પણ તેના રહસ્યના આજે જ ખરો ખ્યાલ આવ્યો. આ રડારની કેબીનમાં ટેલિવિઝનના ધારણે આસપાસના અમુક વિસ્તારમાં કઈ સ્ટીમર કર્યાં ઊભી છે અને કઈ દિશાએ જઈ રહી છે તેનો ખ્યાલ આવે છે. આ જાતે જૉવાથી જ બરોબર સમજી શકાય તેમ છે.
ત્યાર બાદ તેઓ અમને કંડલા બંદરમાં જે ડૉકસ ઉપર સ્ટીમરોલાંગરે છે તે વિભાગ તરફ લઈ ગયા. કચ્છના અખાતમાં કંડલાની ખાડીના પશ્ચિમ કિનારા ઉપર આ બંદર આવ્યું છે. આજે અહિં ચાર બર્થ ઉભા કરવામાં આવ્યા છે. બર્થ એટલે એક સ્ટીમરને ઉભી રહેવા પૂરતા બાંધેલા કીનારો. અહિં મોટી મોટી સ્ટીમરો ભરતીના વખતે આવીને ઉભી રહે એટલું પાણીનું ઊંડાણ છે. આ બંદરના માસ્ટર પ્લાનમાં આવા કુલ ૩૦ બર્થ ઉભા કરવાનું વિચારાયું છે. જેમ વ્યાપાર અને સ્ટીમરોની અવરજવર વધતી જશે તેમ નવા નવા બર્થ ઉભા કરવામાં આવશે. આજે ૧૫ લાખ ટન માલની વાર્ષિક હેરફેર થાય છે, અને મોટા ભાગે અહિં સરકારી માલની આયાતનિકાસ થાય છે. સામાન્ય વ્યાપારીઓના માલ હજુ અહિં બહુ ઓછા ઊતરે છે. આજે કંડલાને ભારતના બીજા ભાગ સાથે પાલણપુર મારફત જોડતી મીટરગેજ રેલ્વેલાઈન છે. વિરમગામ ધ્રાંગધ્રા મારફત કંડલાને જોડનારી બ્રૅ ડગ જની લાઈન નાંખવાનુ શરૂ થયું છે, પણ તેની પ્રગતિ બહુ ધીમી છે. આ લાઈન નંખાયા બાદ કંડલાનું આખા ભારત સાથે જોડાણ થશે અને પરિણામે કંડલા ના વ્યાપાર વ્યવહાર બહોળા પ્રમાણમાં વધશે એવી આશા રાખવામાં આવે છે. અમે આ બર્થની બાજુએ પસાર થતાં એક મોટી સ્ટીમરમાંથી કીનારા ઉપર જળપ્રવાહની માફક ઠલવાતા ઘઉંના મેટો ટેકરો જોયો. સ્ટીમરમાંથી ઘઉં કીનારા ઉપર ઠલવાતા હતા અને ઑટોમેટીક યંત્રથી કોથળામાં ભરાતા જતા હતા અને કોથળા પણ એ જ પ્રમાણે શિવાતા જતા હતા. આવી જ રીતે અહિં કેરોસીન, પેટ્રોલ વગેરે પણ મોટા પ્રમાણમાં ઉતારવામાં તેમ જ સંગ્રહવામાં આવે છે. આમ કંડલા બંદરનું નિર્માણ ભારત સરકારની એક મોટી સિદ્ધિ છે. જે જોઈને અમે સૌ ગૌરવાન્વિત બન્યા.
:
કંડલા ફ્રી ટ્રેડ ઝોન'
આ કંડલા બંદરની વિશેષતા તે સાથે જોડાયલા ફી ટ્રેડ ઝોનના કારણે છે. આ ફ઼ી ટ્રેડ ઝોન આપણા દેશ માટે તદૃન નવા વિચાર અને નવું સાહસ છે. ફ્રી ટ્રેડ ઝોન એટલે બંદર પાસેના એક એવા વિસ્તાર કે જેને કસ્ટમની જગાત કે આયાત - નિકાસનાં બંધનો લાગુ પડતાં નથી. અહિં જે કાંઈ કાચા માલ ઉતરે તે ઉપર કોઈ જગાત લેવામાં ન આવે અને એ જ કાચા માલ અહિં જ સ્ટોર થાય, તેમાંથી નવા માલ પેદા થાય, તે પાછે પેક થાય અને પરદેશ પાછા ચઢે તેને કોઈ એકસાઈઝ ડયુટી કે નિકાસને લગતી જગાત લાગુ ન પડે. આ રીતે સાંધી પડતરના પરદેશ જતો માલ દુનિયાની બજારોની હરીફાઈમાં ઊભા રહી શકે. - આ છે ક઼ી ટ્રેડ ઝોન પાછળનો આશય. આ ઝાનમાં નખાતા ઉદ્યોગ અંગે બે શરત બંધનકર્તા છે. (૧) અહિં બનાવવામાં આવતી વસ્તુની દેશમાં અન્યત્ર ઉત્પન્ન થતી એ જ વસ્તુ સાથે અઘટિત હરિફાઈ—unfair competitionથવી ન જોઈએ. (૨) અહિં ઉદ્યોગનું સાહસ ખેડનારે પોતાની પેદાશની એછામાં ઓછી ૫૦ ટકા ભારત બહાર નિકાસ કરવાની બાંહ્યધરી આપવી જોઈએ. આ વ્યવસાય અંગે દેશમાં જાતજાતના કાગળિયા કરવા પડે છે—આ કાગળિયા કરવાપણું-documentationઅહિં ઓછામાં ઓછું કરવું પડે એવા પ્રબંધ કરવામાં આવ્યો