________________
૨૦૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૫
રાખતા હતા. શારીરિક જીવન પરથી ઊંચે ચઢીને પરસ્પર ઉપયોગી બનવાની આ વૃત્તિ ગૃહસ્થજીવન માટે અનુકરણીય છે.
શ્રી દિલીપભાઈના ધર્મપત્ની શકુન્તલાબહેન તો એક સેવાપરાયણ મહિલા છે. કોઈના પણ ઘરમાં કંઈ પણ સંકટ આવે કે તુરત તેઓ ત્યાં પહોંચી જાય, રસોઈ કરે અને જે મહિલા હોય તે એને પોતાને હાથે જમાડીને આશ્વાસન આપે. મન્દિર વગેરે ધર્મસ્થાનમાં જતી વખતે બાળકોને પણ પિતાની સાથે લઈ જતા અને ઘરમાં આવનાર દરેક વ્યકિતનો આતિથ્ય-સત્કાર કરતા. એમના પડોશીઓ બહાર જતી વખતે પોતાના બાળકોને એમની સંભાળ નીચે રાખી નિશ્ચિત બનતા હતા. બંનેના આ સંસ્કારી વાતાવરણનું આકર્ષણ એટલું બધું હતું કે કોઈ પડોશી એમને સહવાસ છોડી જવાની ઈચ્છા જ નહોતું કરતું.
આના અનુસંધાનમાં એક અનુભવેલી ઘટના આપવી અપ્રસ્તુત નહીં લેખાય. સને ૧૯૬૨ના ડિસેમ્બર મહિનામાં હું શ્વાસરોગથી પીડાઈને કાશીથી ત્રણ માઈલ દૂર એક નિસર્ગોપચાર ચિકિત્સાલયમાં ચિકિત્સા કરવા ગયેલા. ત્યાં દિલીપભાઈ કોઈ કોઈ વાર મારી ખબર કાઢવા આવતા. એક દિવસ એમણે મને કહ્યું, “શાસ્ત્રીજી, અહીંયા તમારી સારવાર બરાબર નથી થતી. આવા ચિકિસકના હાથે મરવા કરતાં કોઈ સારા ચિકિત્સકના હાથે મરવું સારું.” મને એમની આ વાત એકદમ ગળે ઉતરી ગઈ અને હું સુરત ત્યાંથી ચાલી આવ્યો. પછી બહાર માંદાને ખાવાલાયક યોગ્ય ખેરાકની તરત સગવડ ન થવાથી પાંચ દિવસ સુધી તેમણે પિતાને ત્યાં આગ્રહપૂર્વક જમાડયો. આ બનાવમાં એમની કરુણાભરી પ્રેમલ વૃત્તિના દર્શન થાય છે.
અજાતશત્રુ અને સત્યરામર્શદાતા શ્રી દિલીપભાઈને સ્વભાવ સંયમપૂર્ણ તથા સંકોચશીલ હતું. તેઓ કોઈને ઘેર ભાગ્યે જ જતા. પણ, કોઈની પણ માંદગીની વાત સાંભળતાં જ તેમને ત્યાં ગયા વિના રહેતા નહીં; અને સહૃદયતાથી એમને દરેક રીતે આશ્વાસન આપવાને પ્રયત્ન કરતા. આ જ રીતે તેઓ કાર્યાલયમાં પણ પોતાનું કામ કરવા ઉપરાંત બીજી નકામી વાતોમાં કદી પણ ધ્યાન આપતા નહીં. એમની આ તટસ્થવૃત્તિને લીધે ઘણા લોકો પિતાની વ્યકિતગત અને કૌટુંબિક સમસ્યાઓ લઈને એમની પાસે જતા. તેમને તે ધ્યાનથી સાંભળતા અને સામેની વ્યકિતનું પૂરેપૂરું સમાધાન કરતા. પિતાના આ શુદ્ધ વ્યવહારથી એમણે અનેક વ્યકિતઓના મનમાં સત્યરામર્શદાતાના રૂપમાં સ્થાન મેળવી લીધું છે.
નિયમિતતાની દષ્ટિએ તો તેઓ એક અનુકરણીય કાર્યકર્તા હતા. દરરોજ કાર્યાલયને વખત થતાં જ તેઓ વખતસર ત્યાં પહોંચી જતા. એમને જોઈને લોકો અનુમાન કરતા કે હવે દસ વાગ્યા છે. પોતાની આ નિયમિતતા, કામ તરફની પ્રામાણિકતા, તટસ્થવૃત્તિ અને સત્યરામર્શલક્ષી વૃત્તિના કારણે તેઓ પોતાના વિભાગમાં અજાતશત્રુ લેખાતા હતા.
પ્રશાસન પ્રતિ ઉપેક્ષા આમ જોવા જઈએ તે એમની તન્દુરસ્તી ઘણી સારી હતી. એમની ઉંમર ૫૩ વર્ષની થવા છતાં લોકો એવું જ ધારતા કે તેઓ ૪૦ વર્ષના છે. એમના ચાલવામાં અને કામ કરવામાં સ્કુતિ દષ્ટિગોચર થતી. તેઓ જાતે પણ ઘણીવાર કહેતા કે હું બસે વરસ જીવવાન છું. એમના કુટુંબની દષ્ટિએ જોઈએ તો એમના પિતાજીનું આયુષ્ય લાંબુ હતું. એમના મોટા ભાઈ ૮૬ વર્ષના હોવા છતાં પૂરેપૂરા તન્દુરસ્ત છે. આથી એમની બાબતમાં કોઈને કલ્પના પણ નહોતી કે તેઓ જલદી અમને બધાને છોડીને ચાલ્યા જશે. આવી વ્યકિત ૧૦-૧૫ વર્ષ સુધી સર્વ સેવા સંઘ પ્રકાશનમાં રહેતા તો એક નવું ચેતનાપ્રદ વાતાવરણ સર્જાત. એમનામાં પ્રશાસનની શકિત હોવા છતાં પણ તેઓ જાણીબૂઝીને પ્રશાસનના કામથી દૂર રહેતા હતા. પ્રશાસન તરફ આથી વધારે ઉપેક્ષા બીજી કઈ હોઈ શકે! જ્યારે સિરોહી સ્ટેટમાં પ્રથમવાર લેકમંત્રીમંડળ બનાવવાનું નક્કી થયું ત્યારે શ્રી દિલીપભાઈ સમક્ષ સિરોહી સ્ટેટના મંત્રીમંડ
ળમાં એક મંત્રી તરીકેને ભાર સંભાળવાને પ્રસ્તાવ મુકવામાં આવેલે, અને તેઓ એ પ્રતિ ઉપેક્ષા દર્શાવીને સાધના કરવા પાંદીચેરી આશ્રમ ચાલ્યા ગયેલા.
પ્રશાસન તરફ ઉપેક્ષા રાખવાવાળા લોકો દેશમાં બહુ જ જજ સંખ્યામાં હોય છે. પણ આ પ્રસંગનાં સંદર્ભમાં આપણને સર્વને પરિચિત એવા શ્રી દાદા ધર્માધિકારી અંગે ઉલ્લેખ કરવો અસંગત નહીં ગણાય. દેશને સ્વતંત્રતા મળ્યા પછી શ્રી વલ્લભભાઈએ અને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી એ. જવાહરલાલ નેહરુએ દાદા ધર્માધિકારીને મધ્ય ભારતના મુખ્ય મંત્રીપદને ભાર સંભાળવા આગ્રહપૂર્વક વિનંતી કરેલી. દાદામાં પ્રશાસનની શકિત હોવા છતાં પણ, તેમણે આ બન્નેની વિનંતીને સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કરે.
અંતિમ સમય ૧૨મી સપ્ટેમ્બર '૬૪ એટલે કે ભાદરવા સુદ છઠ ને શનિવારથી એમની અનિદ્રાની ફરિયાદ શરૂ થઈ. સતત ૨૦-૨૫ દિવસ સુધી તેમની ઓફિસમાંની ગેરહાજરીથી અમે બધાં ચિંતાતુર હતા. હું એમને ઘેર જ આવતા રહે. બંને પતિ-પત્નીએ મને કોઈ એક દિવસે એમને ત્યાં ભજન કરવાને માટે આગ્રહ કર્યો. મેં એમને જણાવ્યું કે “હું કેટલાક મહિનાથી અનાજ લેતો નથી, પરંતુ આપને આગ્રહ છે તે ભાદરવા અમાવાસ્યા પછી કોઈક દિવસ આપને ત્યાં આવી જઈશ.” પિતાની નાદુરસ્ત તબિયતને કારણે શ્રી દિલીપભાઈએ આસો સુદ એકમને દિવસે સવારે ફરીથી પોતાને
ત્યાં જમવા આવવાનું યાદ કરાવવા શ્રી વેણીભાઈને મોકલ્યા. એ જ દિવસથી એમણે કાર્યાલયમાં આવવાનું શરૂ કરેલું. અનિદ્રાની ફરિયાદ હોવા છતાં પણ આસો સુદ એકમથી કારતક સુદ દશમ સુધી તેઓ કાર્યાલયમાં નિયમિત આવતા રહ્યા. આ દરમિયાન તેઓ જૈન પરમ્પરાની દષ્ટિથી પ્રાર્થના વખતે નીચેની પ્રાકૃતની ગાથાઓ બોલતા હતા:
सिद्धाणं बुद्धाणं । पारगयाणं परंपरगयाणं लोअग्गमुवगयाणं नमो सया सव्वसिधांणं जो देवाण वि देवो, जं देवा पंजलि नमसंति तं देवदेवमहिअं, सिरसा वंदे महावीर इक्को वि नमुक्कारो जिणवरवसहस्स बध्दमाणस्स संसारसागराओ तारेइ, नरं वा नारि वा ।।
આની સાથે ભગવાન પાર્શ્વનાથની ઉપાસનાના રૂપમાં “ઉવસગ ગહર” અને એક મંત્રનો પણ પાઠ કરતા હતા. ઈહ લોકથી મહાપ્રસ્થાન કરતાં પહેલાં એમણે બધા સમય પ્રેમમૂર્તિ ઈશુના જીવનનું સંશોધન કર્યું હતું, જેનો અનુવાદ તેમણે પોતે જ કર્યો છે. આવા સત્પષ કારતક સુદ અગિયારસને સેમવારે પ્રાત:કાલે ૫ વાગે, કોઈની પણ સેવા લીધા વગર સ્વસ્થ હાલતમાં
એકાએક હૃદય બંધ પડવાથી હસતા હસતા ચાલ્યા ગયા. હવે તે તેઓ પોતાના સગુણાના રૂપમાં આપણે માટે સ્મૃતિ-શેષ બન્યા છે.
શ્રી દિલપભાઈના સ્વર્ગવાસથી શકુન્તલાબહેન પર તો દુ:ખને પહાડ જ તૂટી પડયો. એમની પાછળ ત્રણ દિવસ સુધી કાશીમાં તેઓ રહ્યાં તે દરમિયાન તે બહેન જે વિલાપ કરતાં રહ્યાં તેથી બધા દુ:ખી હતા. એટલે સુધી કે નાના બાળકો પણ પિતાના માતાપિતાને પૂછતા કે કાકી આ રુદન કયારે બંધ કરશે? બહેનના કાશીથી વિદાય થવાના થોડા સમય પહેલાં હું દાદા ધર્માધિકારીને એમની પાસે લઈ ગયો. દાદા પણ એમને એ વિલાપ સાંભળી વ્યાકુળ બની ગયા. થોડીવાર ચૂપ રહીને એમણે આશ્વાસનના રૂપમાં શકુન્તલાબહેનને કહ્યું: “એમની ઈશ્વર પર નિષ્ઠા જીવનભર રહી, હવે આપણે એ જ ઈશ્વરનિષ્ઠાથી એમના જીવનને અનુરૂપ કામ કરવું જોઈએ. જે બનવાનું હતું તે બની ગયું. એટલું જ દુ:ખ છે કે તેઓ આપણી વચ્ચેથી જલદી ચાલી ગયા.” અનુવાદ:
મૂળ હિન્દી: ડે, શારદાબહેન ગોરડિયા
પંડિત મહેન્દ્રકુમાર શાસ્ત્રી