________________
1965
प्रबुद्ध
REGD. No. B-4266.
વાર્ષિક લવાજમ શ, ૪
પ્રબુદ્ધ જૈન'તુ નસ સ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૭
મુંબઇ, જાન્યુઆરી ૧, ૧૯૯૫, શુક્રવાર આફ્રિકા માટે શિલિગ ૮
તત્રી; પરમાનંદકુંવરજી કાપડિયા
પ્રકી નોંધ
એક વિશેષ શુભેચ્છાપત્ર
પૂજ્ય કેદારનાથજી તરફથી ‘પ્રબુદ્ધ જીવન અંગે નીચેનો પત્ર મળ્યા છે :શ્રી પરમાનંદભાઈ
સવિનય નમસ્કાર. વિશેષ વિનંતિ કે રજત જયંતી ઉત્સવ અંગેનું આમંત્રણ મને યથાસમય મળ્યું હતું; પરંતુ મારી તબિયત બહાર જવા લાયક નહિ હોવાના કારણે સમારંભમાં ઉપસ્થિત થઈ ન શક્યા. તા પછી સમારંભના નિમિત્તે સંદેશ આપવા આવશ્યક હતો. એ પણ હું ભૂલી ગયો. આજકાલ મારી સ્મરણશકિત મંદ થઈ ગઈ છે. આપે ટેલીફોન કરીને મને સંદેશા અંગે યાદ આપી હતી. મેં સંદેશા મોકલવાનું કબૂલ કરેલું. એમ છતાં તે પણ હું ભૂલી ગયો. થાડા દિવસ બાદ પ્રબુદ્ધ જીવનનો અંક મળતાં યાદ આવી ગયું. મારી આ ગલતી અંગે હું શું લખું? આપની ક્ષમા ચાહું છું.
‘પ્રબુદ્ધ જીવન ’ના દરેક અંક હું ઘણુંખરું વાંચું છું. આપના લેખ તો વિશેષ ધ્યાનપૂર્વક વાંચતા હોઉં છું. કારણ કે આપના અંગે મારા મનમાં કોઈ વિશેષ પ્રકારના સદ્ભાવ રહ્યો છે. દરેક મહત્ત્વના વિષય ઉપર આપ ખૂબ સૂક્ષ્મતાપૂર્વક તથા ઊંડાણથી વિચાર કરી છે. આપની પૃથક્કરણપદ્ધતિ સરસ છે. સાથે સાથે આપનામાં સરળતા તથા સ્પષ્ટતા પણ છે. આ બધી બાબતો મને ખૂબ ગમે છે. ‘ પ્રબુદ્ધ જીવન’કોઈ ઉદાત્ત હેતુથી ચલાવવામાં આવે છે, જેથી આપણા સામાજિક, રાજકીય, ધાર્મિક વિચારોમાં કંઈક કર્યું ત્વ આવે. આજે આની અત્યંત જરૂર છે. ‘ પ્રબુદ્ધ જીવન ને ઉચ્ચ હેતુ સાધ્ય બને એ જ પ્રાર્થના છે.
શુભેચ્છક કેદારનાથ આ પત્રને હું એક ઈશ્વરી અનુગ્રહ સમાન લેખું છું. બધું પતી ગયા બાદ મળેલું એક અણધાર્યું શુભેચ્છાપ્રતીક
જીવન
શ્રી મુબઇ જૈન યુવક સ’ઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નસ્લ ૨૦ પૈસા
જેમ પ્રબુદ્ધ જીવન રજત જ્યન્તી સમારોહ અંગેની તેમ જ તે નિમિત્તે કરવામાં આવેલા ફાળાને લગતી છેવટની વિગતો પ્રાદ્ધ જીવન'ના ગતાંકમાં પ્રગટ થઈ ચૂકયા બાદ પૂજ્ય કેદારનાથજી તરફથી અણધાર્યો શુભેચ્છાસંદેશ મળ્યો તેમ એક શુભેચ્છક મિત્ર શ્રી જ્યવદન તખ્તાવાળા જેમના ઘણા મોટા ઉદ્યોગવ્યવસાય છે અને જે પરિચય ટ્રસ્ટના એક ટ્રસ્ટી છે તેમના તરફ્થી તાજેતરમાં રૂ. ૧૫૦ ના ચૂક મળ્યો છે. તેમની સાથે નવા પરિચય અને એકાદ વર્ષથી તેઓ ‘પ્રબુદ્ધ જીવન’ના ગ્રાહક બન્યા છે. આવી વ્યકિત તરફથી બધું પતી ગયા બાદ આમ અણધાર્યો ચેક આવે તે હકીકત સવિશેષ ઉલ્લેખનીય બને છે. આમ કંઈક આપવું હતું અને અપાતાં રહી ગયું છે એમ વિચારતા હજુ કેટલાક મિત્રો અને શુભેચ્છકો છે. તેઓ ઉપરના દાખલાથી પ્રેરિત બનીને કંઈ ને કંઈ રકમ મેાલશે તે તે સવિશેષ આવકારપ્રદ બનશે.
તા. ક. આ નોંધ છપાઈ રહી છે એ દરમિયાન શ્રી રામુ પંડિત તરફથી સંઘના ફાળામાં રૂા. ૫૧નો ચેક મળ્યો છે તથા શ્રી પૂર્ણિમાબહેન પકવાસાએ રૂ. ૨૫ નોંધાવ્યા છે, જે માટે તેમન આભાર માનવામાં આવે છે. વિનોબાજીના અનન્ય સેવક વલ્લભસ્વામીના દેહવિલય
ઊંડા ખેદ સાથે જણાવવાનું કે, ગત ડિસેમ્બરની આઠમી તારીખે અગ્રગણ્ય સર્વોદય કાર્યકર્તા શ્રી વલ્લભસ્વામીનું સીકંદ્રાબાદ ખાતે ગાંધી હાસ્પિટલમાં હૃદયરોગના આક્રમણના પરિણામે અવસાન થયું છે. અવસાન વખતે તેમની ઉમ્મર ૫૮ વર્ષની હતી. તેઓ મૂળ ઓલપાડ તાલુકાના—-ગુજરાતના વતની હતા. ૧૫મા વર્ષે તેઓ વિનાબા પાસે ગયેલા ત્યારથી તે આજ સુધી મોટા ભાગે વિનોબાજીના સાન્નિધ્યમાં અને તેમના પ્રમુખ અનુયાયી તરીકે તેમણે જીવન વ્યતીત કર્યું હતું. સર્વસેવા સંઘના તેઓ ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. વિનોબાજીની ભૂદાનગ્રામદાનપ્રવૃત્તિમાં તેમણે ખૂબ મહત્ત્વના ફાળા આપ્યા હતા. તેએ વિનાબાજીની પદયાત્રામાં ઘણા સમય સાથે રહ્યા હતા. છેલ્લાં થોડાંક વર્ષથી તેઓ બેગ્લારમાં રહીને વિનોબાજીનું જ કાર્ય કરતા હતા. શિવાજી ભાવે તેમના વિષે જણાવે છે કે, “સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે, ગુરુભકતશિષ્યો ગુરુની સામે તા વિનમ્ર હોય છે, પણ ગુરુભકિતના અહંકાર બીજાની સામે એમને ઉડ બનાવી મૂકે છે. વલ્લભસ્વામી ગુરુભકત હતા, પણ ગુરુભકિતનો અહંકાર તેમનામાં લેશમાત્ર નહોતા. તેઓ હમેશાં કોઈ પણ વ્યકિત સાથે વિનીતભાવથી જ વર્તતા રહ્યા. એમના એ વિનીતભાવ બાલસુલભ સહજ વિનીતભાવ હતા. એમણે એક વાર કહેલું કે, “મારા મનમાં દરેક વ્યકિત માટે સમાદર રહે છે, કારણ કે હું દરેકમાં હિરરૂપ જોવાની કોશિષ કરૂ છું. “દૂર આન હંસી હર ગાન સુશી દૂર થવત અમીરી। એમને જોઈને આવા ખ્યાલ આવતો. પરંતુ અમીરીની મસ્તી તેમનામાં નહોતી. ગરીબીની અમીરી તેમનામાં ભારોભાર ભરી છે એમ જણાતું.” આમ વલ્લભસ્વામી દેશને સાંપડતા રહેલા સાત્વિક સેવકોની પરપરામાંના એક હતા. તેમના અકાળ મૃત્યુએ સર્વોદય કાર્યકરોની હરોળમાં જલ્દિ ન પુરાય એવું ભંગાણ પાડયું છે. આવી કાળના ગર્તમાં વિલીન થયેલી માનવવિભૂતિને આપણાં અનેક વંદન હો! સ્વ. નાથાલાલ પારેખ જેમનામાં ઉદારતા, કરુણા અને નમ્રતાનો સુંદર સમન્વય હતો
તા. ૨૭-૧૨-૬૪ની મધ્યરાત્રીએ આપણે એક એવા સજ્જન ઉદાર મનના માનવીને ગુમાવ્યો કે જેની જોડના માનવી આજે મળવા મુશ્કેલ છે. આ છે શ્રી નાથાલાલ પારેખ. કેટલાક સમયથી તેઓ હ્રદયરોગના અવારનવાર આક્રમણથી પીડાતા હતા. આખરે એ જ વ્યાધિના પરિણામે તેઓ ૫૬ વર્ષની ઉમ્મરે આપણને એકા· એક છેાડીને ચાલી ગયા. તેમના મુંબઈની કેટલીયે સંસ્થાઓ સાથે ઉપકારક સંબંધ હતા. તેમના સૌથી ગાઢ સંબંધ મુંબઈની કાગ્રેસ