________________
આધવેશન લાવ્યું જેના પ્રમુખ સાહ્ન શ્રેયાંશપ્રસાદજી બન્યા. સાદજીની આ સંસ્થા પ્રતિ મમતા વધી; ત્યારથી આજ સુધી સંસ્થાને તેમને અને તેમના પરિવારનો સહયોગ અને માર્ગદર્શન બરાબર મળતાં રહ્યાં છે. હૈદ્રાબાદમાં ભાઉસા'બ શ્રી કુંદનમલજી ફિરોદિયા પ્રમુખ બન્યા. આ અધિવેશનમાં સૌને લાગ્યું કે સંસ્થાના વિચારાના પ્રચાર માટે માસિક પ્રગટ કરવું જરૂરી છે. પરિણામે શ્રી જમનાલાલજી જૈનના તંત્રીપદે “જૈન જગત” માસિક શરૂ થયું જે આજ સુધી શ્રી રિષભદાસજ રાંકાના તંત્રીપદે પ્રગટ થઈ રહ્યું છે. શ્રી. ફિરદિયાજીને ત્યારથી મંડળ પ્રતિ પ્રેમભાવ જળવાઈ રહ્યો છે અને તેમની સલાહ હંમેશા મંડળને ઉપયોગી બની છે. “જૈન જગત” અત્યારે પૂનાથી નીકળે છે. સંપાદનનું કામ શ્રી રોકાણ કરે છે, પરંતુ તેની બધી વ્યવસ્થા શ્રી કનકમલજી મુણોત કરે છે, તેઓ અત્યંત વ્યવસ્થિત અને ઉત્સાહી કાર્યકર્તા છે. શ્રી કિસનલાલજી શર્માની સેવાઓ પણ “જૈન જગત’ને વિશેષ ઉપયોગી બની રહી છે.
ખ્યાવરનું અધિવેશન તેની રીતે અનેખું જ થયું. તેના પ્રમુખ પ્રસિદ્ધ પત્રકાર શ્રી અમૃતલાલ શેઠ હતા, જે ઘણુ પુરૂષાથી, કર્મઠ, અને સાહસિક હતા. તેઓએ પ્રથમવાર ફાળો કરીને, મંડળને આર્થિક દૃષ્ટિએ સ્વાવલંબી બનાવવાની દિશામાં પ્રયત્ન કર્યો. આ અધિવેશનમાં શ્રી તારાચંદ કે હારીને શ્રી ચિરંજીલાલજી સાથે વિશેષ સંપક થયો અને તેઓ મંડળના સક્રિય કાર્યકર્તા બન્યા.
ધીમે ધીમે શ્રી ચિરંજીલાલજીએ પોતાનું વર્તુળ વધારવા માંડયું. વર્ધામાં શ્રી રિષભદાસજી રાંકા રહેતા હતા. તેમને પણ તેઓએ આકર્ષિત કર્યા. શ્રી સુગનચંદ્રજી લુણાવત, આર. પી. કાલે, ખુશાલચંદજી ખજાનચી, પુનમચંદજી બાંડિયા વગેરેને પણ મંડળના સક્રિય કાર્ય કર્તાઓ બનાવવામાં તેમને પ્રયત્ન મુખ્ય છે.
શેઠ શ્રી રાજમલજી લાલવાણ શુભ કાર્યોમાં સદા આગળ પડતા રહ્યા છે. તેઓ મંડળના પ્રમુખ બન્યા તે પહેલાં પણ શ્રી ચિરંજીલાલજીને તેમની સાથે સારો સંપક હતા અને તેથી મંડળના કોઈ પણ કામમાં તેમને સાથ મળતો રહેતા હતા. મંડળને માટે સને ૧૯૪૮ નું વર્ષ ઘણું ક્રાન્તિકારી નીવડયું. આ વર્ષમાં બે અધિવેશન થયા, એક ખ્યાવરમાં અને બીજું જામનેરમાં. બીજું ખ્યાવરના પ્રમુખ શેઠ શ્રી અમૃતલાલ દલપતભાઈ, જ્યારે જામનેરના
અધિવેશનનું પ્રમુખપદ દીર્ધ તપસ્વિની શાંતાબાઈ રાનીવાળાએ શોભાવ્યું હતું. મંડળના કાર્યકર્તાઓ તથા જનતાની ઘણી મોટી સંખ્યામાં હાજરી હતી. મંડળનું કાય કેવી રીતે વિસ્તૃત કરવામાં આવે તે બાબતમાં પુષ્કળ ચર્ચા થઈ. આ અધિવેશને શ્રી ફકીરચંદજી જૈન તથા નથમલજી લુંકડ જેવા નવા કાર્યકર્તાઓ આપ્યા. મંડળના કાર્યને વેગ મળે તે માટે કાર્યાધ્યક્ષની વૈજના બનાવવામાં આવી અને શેઠ શ્રી રાજમલજી કાર્યાધ્યક્ષ બન્યા. ત્યાર બાદ મંડળના કાર્યને વેગ મળતો રહ્યો મહાસ અને મુરારના અધિવેશનમાં વેગ ઘણું વધારે વૃદ્ધિ પામ્યો. શ્રી રિષભદાસજી રાંકા અને તેમના સાથીઓએ જુદા જુદા દેશમાં પ્રવાસ શરૂ કર્યો. “જૈન જગત”ની સાથે સાથે મ ડળે પ્રકાશન કાર્ય પણ શરૂ કર્યું. શ્રી ચિરંજીલાલજી સત્સાહિત્યને મુક્ત પ્રચાર કરવાની ઉંડી ભાવના ધરાવે છે. તે કારણે તેઓ પિતાના પૈસા વડે પુસ્તકો છપાવીને આપતા હતા, પરંતુ જ્યારે મંડળે પ્રકાશનનું વ્યવસ્થિત કાર્ય શરૂ કર્યું અને તે માટે દાતાઓ પાસેથી દાન મળવા લાગ્યું, ત્યારે ત્રણ ચાર મણકાઓ શરૂ કરવામાં આવ્યા અને હજારોની સંખ્યામાં પુસ્તકે વેચાવા લાગ્યા. મંડળે વીસેક જેટલાં પુસ્તકો પ્રકાશિત કર્યા જેની જૈનોમાં જ નહી, પરંતુ હિન્દી સાહિત્યમાં પણ ખ્યાતિ થવા પામી. કેટલાંક પુસ્તકે તો શાળાઓ અને કોલેજોનાં પાઠ્યક્રમમાં પણ દાખલ થયાં છે. મંડળને સારા લેખકોને સાથ મળ્યજેમાં વિનોબા ભાવે, મહાત્મા ભગવાનદીનજી, પં. સુખલાલજી, પં. બેચરદાસજી દોશી, શ્રી રિષભદાસજ રાંકા, ડે. જગદીશળંદ્રજી જૈન અને ડે. હીરાલાલજી મુખ્ય છે. ‘જૈન જગત’ તથા પ્રકાશનનું કાર્ય શ્રી જમનાલાલજી જૈને ઘણા પરિશ્રમ વડે તથા લાગણીથી કર્યું.
મુરાર અધિવેશનના પ્રમુખ સાદૂ શ્રી શાંતિપ્રસાદજી હતા અને ઉદ્ધાટન કર્તા શ્રી કમલનયન બજાજ, આ અધિવેશન બાદ, પ્રચાર વ્યાપક પ્રમાણમાં થઈ શકે તે માટે સાદજીએ સ્ટેશન વેગન નવું ખરીદ કરીને આપ્યું. આ સગવડતા મળતાં કાર્યકર્તાઓએ દેશના જુદા જુદા ભાગોમાં પ્રવાસ કર્યો અને મંડળનું કાર્યક્ષેત્ર ઘણું વધવા પામ્યું. આ અધિવેશન પછી ચાંદવડમાં શેઠ શ્રી રાજમલજી તથા બુલદાનોમાં શ્રી. તારાચંદ કેકારીનાં પ્રમુખપદે અધિવેશન થયાં, બુલદાના અધિવેશનનું ઉદ્ધાટન પ્રસિદ્ધ દાનવીર શેઠ શ્રી સોહનલાલજી દુગડે કર્યું. ત્યાર