SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ “ જૈન યંગ મેન્સ એસોસીએશન”નું પ્રથમ અધિવેશન રાયબહાદુર લાલા સુલતાનસિ ંહજી રસ દિલ્હીવાળાના પ્રમુખપદે ભરાયું. શ્રી બાક્ષુલાલજી વકીલ, મુરાદાબાદ અને શ્રી સુલતાનસિ ંહજી વકીલ, મેરઢ તેના મત્રી હતા. પ્રકાશિત નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ' કે, ‘જાતિ અથવા આમ્નાય (સંપ્રદાય, પંચ)ના ભેદભાવ ગૌણ કરીને, સારાયે જૈન સમાજમાં પારસ્પરિક સંબંધતે પ્રચાર કરવા તે એસોસીએશનને ઉદ્દેશ છે.’ ધીમે ધીમે આ સંસ્થામાં યુઝર્ગો પણ દાખલ થવા લાગ્યાં; તેથી દશ વર્ષ બાદ, જ॰પુર અધિવેશનમાં તેનું નામ એલ સન્ડિયા જૈન એસોસીએશન' અથવા “ભારત જૈન મહાભડળ' રાખવામાં આયું. ત્યાં સુધી દિગમ્બર-વેતામ્બર સમાજના કાર્યકર્તાઓએ સાથે મળીને કામ કર્યુ હતુ. સભાપતિના સ્થાને અજિતપ્રસાજી જૈન-લખનૌ, શેઠ માણેકચંદ્ર, જે પી.--મુંબઇ, ગુલાબચંદજી તદ્ભા, જયપુર-વગેરે સજ્જતા રહ્યા હતા. જયપુર અધિવેશન બાદ, આ સ ંસ્થાનુ વતુ ળ વિશાળ થઇ ગયું અને સને ૧૯૩૬ માં વર્ધા એફીસ આવી. ત્યાં સુધી બેરિસ્ટર જે. એલ. જૈની, ચપતરાયજી જૈન, પ્રા. કે. ટી. શાહ, મણુક દજી વકીલ-ખંડવા. બ્ર. શિતલપ્રસાદ, સૂરજમલજી જૈન હરદા . વાડીલાલ માતીલાલ શાહ તથાશે અચલસંહજી, વગેરે આ સંસ્થાના પ્રમુખ થયા જેઓ ક્રાન્તિકારી અને પ્રગતિશીલ વિચારક હતા. મ`ડળના મંત્રી મહીપુરનિવાસી માસ્ટર ચેતનદાસજી સને ૧૯૩૭ સુધી રહ્યા. તેઓ ધણા ઉત્સાહ અને ઉંડી ભાવના સાથે કાય કરતા રહ્યા. મંડળના કાર્યકર્તાએ ઇચ્છતા હતા કે સમાજમાં એકતા અને પ્રેમભાવ વધે અને સામ્પ્રદાયિકતાના કારણે થતા ઝગડાઓ બંધ થાય. આગેવાન નેતાએ, કા કર્તા અને વિચારકાએ ત્યાગ, તમન્ના અને સેવાએ વડે મ`ડળને સમાજોપયોગી સંસ્થા બનાવવાના પ્રયાસ કર્યાં, પરંતુ તે સમય એવા હતા કે એકતાનું કાર્ય વિશેષરૂપે આગળ વધી શકયું નહી. અંગ્રેજ સરકાર દરેક વગ અને ક્ષેત્રમાં ભાગલા પાડે અને રાજ્ય કરોની નીતિ કામમાં લઇ રહી હતી. સમાજના ધના ઢય વ્યાપારી તથા વકીલ વગેરે અગ્રેન્નેના સમક હતા. તેઓ તેમનુ શાસન ૬ રહે તેમાં જ લાભ માનતા હતા. પરંપરાગત સાપ્રદાયિક સંસ્કારો પ્રબળ હતા. * નાના વર્તુળમાં જે પ્રતિષ્ઠા અને કીતિ પ્રાપ્ત થઇ શકતી હતી તે વ્યાપક અને વિશાળ ક્ષેત્રમાં મેળવવામાં મુશ્કેલી પડતી હતી. પરસ્પરના ઝધડાએ ચાલુ રહેવામાં કેટલાંક લેાકાના સ્વાર્થ સધાતા હતા અને તેથી સામ્પ્ર દાયિકતાનું જોર વિશેષ જળવાઇ રહ્યું હતુ.. આમ છતાં .પણ મંડળના કાર્યકર્તાએ નિરાશ થયા વિના કામ કરતા રહ્યા. જ્યારે શ્રી જે. એલ. જૈની સાહેબને અન્ત - સમય આવ્યા, ત્યારે તેઓએ મડળને શ્રી ચિર જીલાલજી બડજાતેને સોંપીને કહ્યું કે, મારી થાપણ તમે સંભાળા, કોઇ ને કોઇ દિવસે સમાજમાં વિવેક જાગૃત થશે. ઝઘડાએને ભૂલીને પરસ્પર પ્રેમ અને સગદ્બેનની ભાવના સમાજમાં જાગૃત થશે, ત્યારે આ સંસ્થાની . ઉપયેાગિતા સમજાશે અને સમાજ તેને અપનાવીને, તેના દ્વારા સમાજશ્રેય સાધવા પ્રયત્ન કરશે.' સને ૧૯૩૭ માં શ્રી ચિર લાલજી મ`ડળના કા કર્તાઓને વર્ષાં લાવ્યા અને તેમનું કામ કરવા લાગ્યા. આ કાર્યને તે પેાતાના જીવનનું મુખ્ય કાર્ય સમજીને ભાવના સાથે તન, મન અને ધનથી કાય કરવામાં એતપ્રેત બની ગયા. આમ પણ શ્રી ચિર લાલજી આશાવાન અને વ્યવહારચતુર વ્યક્તિ છે; પરંતુ તેમનામાં સંસ્થા માટે પણ બીજા પર મેજો નાખવાની કે ભીખ માગવાની વૃત્તિ ન હેાવાથી, તે પેાતાની પાસેથી તથા મિત્રેા પાસેથી લઇને સસ્થાનુ ખેંચ ચલાવવા લાગ્યા. સંભવ છે કે તે સંસ્થાની આર્થિક પરિસ્થિતિ સમાજ પાસે રજુ કરીને, પૈસા માટે માગણી કરત તો સમાજ તરફથી સહયોગ મળત. પરન્તુ આ બાબતમાં તેમના સ્વભાવ અત્યંત સાચશીલ રહ્યો. તેઓએ શરૂઆતથી ત્રણ ચાર સમાર ંભે બહુ જ ઓછા ખર્ચે અને સાદાપૃથી કર્યાં. તેમના હ ંમેશા એ પ્રયત્ન હતા કે સમાજના સાથીઓના સાથ મેળવવામાં આવે જેથી સસ્થા કા ક્ષમ બને. તેઓએ અધિકારપદની જવાબદારીઓ સાથી ઉપર નાખી અને પોતે પાછળ રહ્યા, કાઇ પણ જાતના અધિકારપદ વિના જ કામ કરવાનુ તેઓએ પસંદ કર્યુ. તેઓએ શેઠ શ્રી રાજમલજી લાલવાણીને સહયેગ સંસ્થાના પ્રમુખ તરીકે મેળવી લીધેા હતે. સને ૧૯૪૫ થી સંસ્થાની સ્થિતિમાં નવું પરિવર્તન આવ્યુ., ગાડરવાડૅમાં ડે. હીરાલાલજી જૈનના પ્રમુખપદે મેળાવડા થયા. લોકોમાં સસ્થા માટે આણું વધ્યું. સને ૧૯૪૬ માં ટારસીના ભાઇએ પાતાને ત્યાં
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy