________________
તા. ૧૬-૩-૬૦
પ્રભુ જીવન
પ્રકી નોંધ
ભાઈ ભાનુશંકર યાજ્ઞિકને ધન્યવાદ
તાજેતરમાં જ મુંબઈ શહેરના આગેવાન નાગરિક અને વ્યાપારી શ્રી રતિલાલ મૂળજી ગાંધીની મુંબઇની વિભાગીય ક્રાંગ્રેસ સમિતિના પ્રમુખસ્થાને વરણી થઇ હતી. મુ ંબઇના કૉંગ્રેસી તંત્ર સાથે તેમના મનને મેળ નહિ મળવાથી તેમણે થાડા દિવસે પહેલાં રાજીનામુ આપ્યું હતું. આ જગ્યાએ કૉંગ્રેસના વર્ષોંજીના કાર્યાંકર શ્રી ભાનુશ ંકર યાજ્ઞિકની સર્વાનુમતે તા. ૧૨-૩-૬૦ ના રાજ ચૂંટણી કરવામાં આવી છે. .આજના સમયમાં આવાં વિશિષ્ટ સ્થાના ઉપર લાગવગથી, સમાજનાં વિશિષ્ટ મેાભાના કારણે અથવા તે શ્રી અને શક્તિના સુયેાગના પરિણામે, એક યા ખીજી વ્યક્તિ ચૂંટાય છે. કેવળ એકધારી સેવા અને સ ંસ્થાગત નિષ્ઠા કોઇ એક વ્યક્તિને ભાગ્યેજ આવા વિશિષ્ટ સ્થાન ઉપર આરૂઢ કરાવી શકે છે. આવી પરિસ્થિતિમાં ભાઈ ભાનુશ ંકર યાજ્ઞિકની આ સ્થાન માટે થયેલી વરણી ખાસ ધ્યાન ખેંચે તેવી છે, કારણ કે કેંગ્રેસની અને તે દ્વારા મુંબઇના વિશાળ જનસમાજની વર્ષે†ભરની તેમની સેવાએ અને કાંગ્રેસ વિષેની અપૂર્વ નિષ્ઠાએ જ, જે પરંપરાને સ્વ. નરીમાન, સ્વ. ભુલાભાઈ દેસાઈ અને આજના અન્ન સચિવ શ્રી એસ. કે. પાટીલે વર્ષોં સુધી પ્રમુખસ્થાને આવીને શેાભાવી છે તેવી ભવ્ય પરંપરાવાળી ખુરશી ઉપર તેમને નિયુકત કર્યાં છે. આ સ્થાન સુધી પહેાંચવા માટે શ્રીમન્તાઇ, યુનિવર્સિ ટી-ભદ્યુતર કે લાગવગ–આવું કાઇ તેમને અવલંબન હતું જ નહિ. જે હતુ. તે એક યા બીજા ક્ષેત્રે તેમણે કરેલી સેવા. રાષ્ટ્રીય આન્દોલનના દરેક તબક્કે તેમણે જેલવાસ સ્વીકાર્યાં હતા. મુંબઇની મ્યુનિસીપલ કારપેરેશનમાં તે ધણાં વર્ષ સુધી સભ્ય હતા. મુ’બની ‘સી' વાડ તાલુકા કોંગ્રેસ સમિતિના ઘણા સમય સુધી તેઓ પ્રમુખ હતા. ૧૯૪૭થી મુબઇની વિધાન સભાના તેઓ સભ્ય છે. મુંબઇની વિભાગીય ક્રાંગ્રેસ સમિતિના છેલ્લા પાંચ વર્ષથી તેઓ મંત્રી હોવા ઉપરાંત, મુંબઇની અનેક સામાજિક કે શૈક્ષણિક સ`સ્થા તથા ટ્રેડ યુનીયને સાથે તેઓ સંકળાયલા છે. આવી એક વ્યક્તિની દર્દી અને અનેકવિધ સેવાની, મુંબઇની વિભાગીય કેંગ્રેસ સમિતિના અધ્યક્ષ સ્થાન ઉપરની નિયુકિત દ્વારા, કદર થાય તે એક પ્રશસ્ય અને આનંદ જનક ઘટના છે. આ માટે ભાઈ ભાનુંશંકરને અનેક ધન્યવાદ તથા અભિનન્દન ધરે. છે. આવા નમ્ર, વિનીત પ્રજાસેવકની ઉત્તરાત્તર ઉન્નતિ થાય અને આપણા દેશને તેમની સેવા તેમ જ શક્તિઓને વિશેષ અને વિશેષ લાભ મળતેમાં રહે અને એ માટે તેમને દી આયુષ્ય અને નર આરોગ્ય પ્રાપ્ત થાય એવી પ્રાથના છે.. મુંબઈ પ્રદેશનું આગામી વિભાજન અંગેની ગુંચાની સુખદ નિકાલ
મુંબઈ પ્રદેશનું વિભાજન ધાર્યાં કરતાં એક મહીના માડુ થશે, પણ તે વિભાજનનેભૂત રૂપ આપવામાં જે કેટલીક 'ગુ'ચે હતી—ખાસ કરીને વિભાજન અ ંગે નવા ઉભાં થતા ગુજરાત રાજ્યની ખાધની નકકર પુરાંત ધરાવતા મુંબઈ રાજ્યે શી રીતે અને કયા ધારણે પૂરવણી કરવી એને લગતી જે ગુંચ છેલ્લા દિવસમાં ઉભી થઈ હતી તે બધી ગુ ંચાને પરસ્પરને સાષકારક ઉકેલ આવી ગયો છે એ સુખદ અને આનંદજનક છે. આ સમજુતી સત્તાનિષ્ટ પક્ષના આગેવાન વચ્ચે થઇ છે. તેને લગતા કાનુની ખરા મુઇ વિધાનસભામાં રજુ થઇ ચુકયા છે, અને દિલ્હીની ધારાસભામાં ચર્ચાવાના છે. આ પ્રમાણેના જરૂરી ક્રિયાંકાંડમાથી પસાર થયા બાદ અને તે ખરા ઉપર રાષ્ટ્રપતિની સહી થયા ખાદ તે અમલી થયે ગણાશે. 'આપણે આશા રાખીએ અન્ય પક્ષના આગેવાને આ ખરડાની ચર્ચા કરતાં, આજે જે આ
સરપ
પ્રશ્ન અંગે સુખદ અને મધુર વાતાવરણ પેદા થયું છે તે વાતાવરણને જરા પણ કલુષિત થવા નહિ દે અને પ્રજાજને પણ લેવાયલા નિણયાને અન્તઃકરણથી આવકારશે, કાઇ પણ નિણુ યની વિગત અંગે અનુકુળ–પ્રતિકુળ બન્ને પ્રકારની ચર્ચા વિચારણા સ'ભવી શકે છે, પણુ વિભાજન જ્યારે અમલી બનવાના સમય સામે આવીને ઉભો રહ્યો છે ત્યારે જે કાંઇ નક્કી થયુ' છે એ હવે બન્ને પ્રદેશ માટે છેવટનુ છે એમ સૌ કાઇએ સ્વીકારી લેવુ ઘટે છે.
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં નવી રાજ્યરચના વિષે લેાકામાં ભારે ઉત્તેજન અને ઉત્સાહ જોવામાં આવે છે અને તે અ ંગે તરેહ તરેહની આશા સેવાઇ રહી છે. આ ઉત્તેજના અને આશાઓ જેમના હાથમાં નવા રાજ્યનાં સૂત્રેા આવવાના છે તેમની જવાબદારીઓને વધારે ગંભીર બનાવે છે. ભાષા, વહીવટ વગેરે અ ંગે નવી રીતરશા વિચારાઇ ચર્ચાઇ રહી છે. ગાંધીજી આમ તો ભારતના છે, એમ છતાં પણ, ગુજરાતને તેમણે પેાતાની કમભૂમિ બનાવેલી હાઇને, ગુજરાતના તે સવિશેષ છે. તા આપણે ગુજરાતને એવુ બનાવીએ – તેમાંથી લાંચ રૂશ્વતને મૂળમાંથી નાબુદ કરીએ, ત ંત્રને પુરૂ' કાર્યક્ષમ બનાવીએ, અને ભૂલાઇ ગયેલી સાદાઈને પુન: પ્રતિષ્ટિત કરીએ-કે જેથી જે રામરાજયની ગાંધીજી સતત કલ્પના કર્યાં કરતા હતા તે રામરાજ્ય આપણે ત્યાં મૂર્તિમંત બને—આવી આપણા ઊંડા ક્લિની પ્રાથના હે અને તનુરૂપ આપણા પ્રયત્ન અને પુરૂષાથ હૈ!
પરમાનદ
શ્રી. મુંબઈ જૈન યુવક સધ વાર્ષિક સામાન્ય સભા
પ્રિય ભાઇ બહેન,
સવિનય વિજ્ઞપ્તિ કે મુંબઇ ` જૈન યુવક સંધની વાર્ષિક સામાન્ય સભા તાં. ૨૧-૩-૬૦ સેામવારના રોજ ૫ વાગ્યે સ ંધના કાર્યાલય (૪૫૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩ ) માં મળશે, જ્યારે નીચે મુજબ કામકાજ હાથ ધરવામાં આવશે.
(૧) સંધના અંધારણમાં સુધારા કરવા અંગે કાર્યવાહક સમિતિની
નીચે મુજબની ભલામણેા વિષે નિષ્ણુય કરવાઃ(અ) કલમ ૯ ની શરૂઆતમાં જે ‘દરેક માગશર માસમાં’
શબ્દો છે તેને બદલે વહીવટી વર્ષની શરૂઆતના છ માસની અંદર ' એમ સુધારવું.
(બ) સ`ધની અસાધારણ સભા ખેલાવવા માટેના રીકવીઝીશન’
અંગેની કલમ ૧૭ તથા ૧૮ (ગ) માં ઓછામાં ઓછા અગિયાર સભ્યાની સહીવાળા પત્ર' એમ છે તેને બદલે ઓછામાં ઓછા પચ્ચીસ સભ્યાની સહીવાળેા પત્ર’એમ સુધારવું અને ૧૮ (ગ) માં ‘પંદર દિવસની અંદર એમ શબ્દો છે તેને બદલે ‘એક ભાસની અંદર’એમ સુધારવું. - (ક) સંધના બંધારણમાં નીચે મુજબની કલમ ઉમેરવીઃ
‘કોઇ કારણસર ચાલુ નિયમ મુજબ નવી કાય વાહક સમિતિની ચૂંટણી કરવામાં વિલંબ થયેા હાય હતા જ્યાં સુધી નવી કાયવાહક સમિતિન ચૂટાય ત્યાં સુધી ચાલુ કાર્યવાહક સમિતિ કામ કરશે અને તેનું કામ બંધારણપુરઃસર ગણાશે.'
(૨) ગત વર્ષ'ના વૃત્તાન્ત તથા ઍડિટ થયેલા, હિસાબ મંજુરી
માટે રજુ કરવામાં આવશે.