________________
૧૭૦
પ્રબુદ્ધ
ભારત જૈન મહામ`ડળની આજ સુધીની કાર્યવાહીની રૂપરેખા એક સ્વતંત્ર પત્રિકારૂપે પ્રમુદ્ધ જીવનના ગતાંકમાં અન્તગત કરવામાં આવી હતી. હીરક મહોત્સવ અને અધિવેશન અ ંગે જરૂરી તૈયારી ચાલી રહી છે. સ્વાગત સમિતિના સભ્યનું લવાજમ રૂા. ૧૦ રાખવામાં આવ્યુ છે, અને જે વ્યકિત રૂ!. ૧-૧ ભરે તેને સ્વાગત સમિતિના ઉપપ્રમુખ ગણવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્વાગત સમિતિના ઉપપ્રમુખ અને સભ્યાનાં નામ તેધાઈ રહ્યાં છે. જે જૈન સમાજની એકતા અને સંગર્ડ્ઝનનું મહત્વ સ્વીકારતા હોય, તે સર્વ જૈન ભાઇ બહેનેાને સ્વાગત સમિતિના સભ્ય બનવા પ્રાથના છે.
હીરક મહૅત્સવ તથા માંડળના અધિવેશનને “ગતાં પ્રસ ંગાના કાયક્રમ એક જ દિવસના ગેાઠવવામાં આવનાર છે. આ માટે સુન્દરાબાઇ હૉલ નક્કી કરવામાં આવેલ છે. જાન્યુઆરી માસની ૩ મી તારીખે સવારના ૯ વાગ્યે ભારત જૈન મહામડળના હી મહેાસવ ઉજવવામાં આવશે. એ જ દિવસે બપોરે ર વાગ્યે મડળન ખુલ્લુ અધિવેશન ભરવામાં આવશે. રાત્રીના – સમય હવે પછી જાહેર કરવામાં આવશે – સ્વાગત સમિતિના સભ્ય અને અધિવેશનના પ્રતિનિધિ માટે મનેર જક કાર્યક્રમ ગેહવવામાં આવશે. આ પ્રસંગ ઉપર ભારત જૈન મહામ`ડળ તરફથી એક સુન્દર સાવેનીમંડળના ઇતિહાસ અને અનેક મનનીય લેખેાથી ભરપુર એવી એક સચિત્ર પુસ્તિકા – પ્રગટ કરવામાં આવનાર છે. ભારત જૈન મહામંડળના આ અનુપમ અવસરમાં જોડાવા, ભાગ લેવા, અને તાથી બનતા કાળેા આપવા જૈન સમાજનાં પ્રગતિશીલ ભાષ બહેનને નગ્ન અભ્યના છે.
ચાર તી‘કર્’
આ નામનું એક સુન્દર અને સુશ્લિષ્ટ પ્રકાશન ગત વર્ષ દરમિયાન શ્રી. રસિકલાલ ડાહ્યાભઈ કારા તથા તેમના લઘુ બધુ શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કારા તરફથી, આગળના વર્ષે જેમનુ મેટર અકસ્માતથી અકાળ અને એકાએક અવસાન નીપજ્યું હતું તેવા તેમના. નાના ભાઇ શ્રી. જગમેાહનદાસ ડાહ્યાભાઇ કારાના સ્મરણમાં, કરવામાં આવ્યું છે. તેનું પ્રાપ્તિસ્થાન છે ગુજર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ, અને તેની કીંમત છે રૂા. ૧-૫૦.
આ પુસ્તકની અંદર ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરના જીવનને લગતા–૫. સુખલાલજીએ લખેલા-મૌલિક અને સ્વતંત્ર ચિન્તનપૂર્ણ લેખાને સંગ્રહ કરવામાં આવ્યા છે. જૈને ચાવીશ તીથ"કરની પરંપરામાં માને છે. આમાં ઇતિહાસ તથા સશોધનની દૃષ્ટિએ આ ચાર તીથ કરાતુ સૌથી વધારે મહત્વ છે. સૌથી પહેલા તીય કર ઋષભદેવના શ્રીમદ્ ભાગવતમાં પણ વિસ્તારથી ઉલ્લેખ આવે છે અને તેથી તેએ આખી આðજાતિના ઉપાસ્યદેવ હાય એમ લાગે છે. વળી ભગવાન ઋષભદેવ માનવ સંસ્કૃતિ અને સભ્યતાના ઉગમસ્થાન રૂપ છે અને તેથી, જ્યારે જૈનધમ ના પ્રધાન સુર, આજે જે રીતે સમજવામાં આવે છે તે રીતે, નિવૃત્તિધમના છે, ત્યારે ઋષભદેવનું ચરિત્ર પદે પદે પ્રવૃત્તિ ધમાઁની પ્રરૂપણા કરતું લાગે છે. આ કૈયડા એક ચિન્તનના વિષય બને છે. બાવીશમા તીર્થકર ભગવાન નાંમનાથ શ્રી કૃષ્ણના સમકાલીન માત્ર નહિ પણ અત્યન્ત નજીકના સગા હાઈને બન્નેની તુલનાત્મક સમાલેચના એક રસપ્રદ વિષય બને છે. ત્રેવીશમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના ચાતુર્યંમ ધર્માંમાં ખુદ્દ અને મહાવીરની ભિન્ન ભિન્ન વિચારસરણીનાં મૂળ રહેલાં છે અને તેથી તેમનું અસાધારણ ઐતિહાસિક મહત્વ છે. અને ભગવાન મહાવીર જૈનાના ચરમ તીર્થંકર છે, તેમની ઐતિહાસિકતા સંવ`સ્વીકૃત છે, તેમના જીવનની વિગતે સૌથી વધારે સુપ્રાપ્ય છે, યુદ્ધના તે સમકાલીન છે. તેમના અને શ્રી કૃષ્ણના ચરિત્રમાં અનેક પ્રકારનું ચમકાર સામ્ય રહેલુ છે, વળી તેમના ચરિત્ર સાથે જોડાયલા ગર્ભાપહરણના
FIRQU_J_415555 "> !
જી વન
તા. ૧-૪-૬
અને એ રીતે એ માતાના પ્રસગ એક ભારે ચર્ચાસ્પદ વિષય બનેલા છે. આમ આ ચારે તીથંકરાના ચરિત્રમાં અનેક ચવાયેાગ્ય, વિચારવાયાગ્ય મુદ્દાએ આપણને પ્રાપ્ત થાય છે. આ સ મુદ્દાની પડિતજીએ પોતાના નિધામાં ભારે સુન્દર, રેચક અને માદક છણાવટ કરી છે. તેમનું ચિત્તન કેટલું વિશદ, પર પરામુકત, નિર્ભય અને મૌલિક છે તેનું આ નિબંધના વાંચન દ્વારા આપણને સુભગ દર્શન પ્રાપ્ત થાય છે.
આ પુસ્તકમાં પડિતજીના નીચે મુજબના લેખો સÁહેત કરવામાં આવ્યા છેઃ (૧) ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર, (ર) ભગવાન તેમિનાથ અને કૃષ્ણ, (૩) ભગવાન પાર્શ્વનાથ વારસા, (૪) દીતપરવી મહાવીર, (૫) ધર્માવીર મહાવીર અને કાઁવીર કૃષ્ણ, (૬) ભગવાન મહાવીર, (૭) ભગવાન મહાવીરનું જીવન (૮) ભગવાન મહાવીરને મંગળ વારસા, (૯) ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનુ રહસ્ય, (૧૦) વીરપરંપરાનું અખ`ડ પ્રતિનિધિત્વ. જેમને આ પ્રમુખ તીથ કરાનાં ચરિત્ર દ્વારા જૈન ધર્મીનુ બહાદ' સમજવાની આકાંક્ષા હોય તેમને આ પુસ્તક આદ્યન્ત વાંચી જવા ભલામણ છે. ભારતીય તત્ત્વવિદ્યા ’
મહારાજા સયાજીરાવ ગાયકવાડ પારિતોષિક વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ પડિત સુખલાલજીએ ૧૯૫૭ના ફેબ્રુઆરી માસની ૨૧ ૦.૨૭ તારીખ સુધી વડોદરા ખાતે કાલેજ બીડી’ગના સેન્ટ્રલ હૉલમાં. ભારતીય વિદ્યા' ઉપર પાંચ વ્યાખ્યાન આપ્યાં હતાં, અને તે બદલ તેમને રૂા. ૫૧૦૦ નું પારિતૅાષિક આપવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય તરફથી પ્રગટ કરવામાં આવ્યાં છે અને તેની શ. ૩-૫૦ કીમત રાખવામાં આવી છે.
દન સાહિત્યના ક્ષેત્રમાં આ એક વિશિષ્ટ કાટિનું પ્રકાશન છે. ભારતીય વિદ્યાના વિષયને પાંચ વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યેા છે : (૧) તત્ત્વવિદ્યા, તેના પ્રારંભ અને તેના વિષયા ં ( જગત, જીવ, ઈશ્વર), કાય કારણુભાવ-તત્ત્વજ્ઞાનના પાયા અને પ્રમાણુશકિતની મર્યાદા, (૩) જગત-અચેતન તત્ત્વ, ૪) જીવ ચેતનતત્ત્વ, (૫) ઇશ્વરતત્ત્વ. અને આ દરેક વિભાગને અનુન્નક્ષીને એક એક વ્યાખ્યાન આપવામાં આવ્યું છે. આ રીતે આ પાંચ વ્યાખ્યા દ્વારા સમગ્ર દર્શનશાસ્ત્રના આપણુતે અત્યન્ત મિતાક્ષરી એવા નીચોડ મળે છે, જેઓ દશ નક્શાસ્ત્રના અભ્યાસી હોય તેમના માટે આ પુસ્તક એક સુન્દર વિહ ંગાવલોકનની ગરજ સારે તેવુ છે. જેમને દર્શનશાસ્ત્રને અભ્યાસ કરવા હાય તેમના માટે આ પુસ્તક પાઠયપુસ્તકની ગરજ સારે તેવુ છે. કેઇ પણ નિષ્ણાત ગુરૂની મદદ વડે જે કોઇ વ્યકિત આ પુસ્તકનું આદ્યન્ત પરિશીલન કરશે તેને દશ નશાસ્ત્રનું હાર્દ જરૂર પ્રાપ્ત થશે. આ પુતક અનભિજ્ઞ સામાન્ય વાચક માટે નથી, કારણ કે વસ્તુવિષયને જેમ બને તેમ ટુ કાણુમાં અને છતાં વિશદ રીતે સમજાવવાના હેતુથી વસ્તુવિષયના નિરૂપણમાં દાર્શનિક પરિભાષાનો છુટથી ઉપયોગ કરવામાં આવ્યું છે, જે સમજવામાં સામાન્ય વાચકને જ્યાં ત્યાં મુશ્કેલી નડવાનો સંભવ છે.
પતિજીના આજ સુધીનાં લખાણેમાં તેમ જ નિરૂપણામાં આ નિરૂપણ ઉત્તમ કોટિનુ છે; શૈલી પ્રસાદપૂર્ણ છે; કિશારલાલભાઇની શૈલીને ઘણે અંશે મળતી છે. પાંડિતજીના સમગ્ર ચિન્તનમાં સમન્વયના અંશ એકદમ તરી આવે છે. પ્રસ્તુત ગ્રંથ તેમની સમન્વયાત્મક—નિષ્પક્ષ અને શાસ્ત્રીય દૃષ્ટિના ઉત્તમ નમુનો છે. તત્ત્વજ્ઞાનના ચાલુ પરામશ કરવા માટે આ પુસ્તક હાથપોથી - hand-book –જેવું છે. આવાં અ`ધન વ્યાખ્યાને આપવા માટે પંડિતજીને દશ નસિક વિકૢજ્જનાનાં અનેક અભિનન્દન ઘટે છે. પરમાનંદ