SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ R TET - તા. ૧-૧-૬૦ * મ બુદ્ધ જીવન મહત્ત્વ વિનાની બની જાય છે. આથી માનવતાની ઉપેક્ષા થાય છે એમ કહેવું ઉચિત નથી. કારણ કે કોઈને ય ખભે બેસીને ભાર કરવાની ઈચ્છા જૈન સાધુના દિલમાં હોતી નથી. વળી આ ડોળી ઉચકનારાઓને પરાણે વેઠમાં લાવવામાં આવતા નથી. જેઓ શ્રમજીવીઓ છે તેમને સંતોષકારક મહેનતાણું આપીને રોકવામાં આવે છે. જે જબરજસ્તીથી આ કામ લેવામાં આવતું હોય તે માનવતાની દૃષ્ટિએ અવશ્ય ટીકાપાત્ર લેખાય. બાકી જે સંદર્ભમાં આ વાત કરવામાં આવી છે તે બરાબર નથી. | ત્રીજી વાત ડાળીની અપેક્ષાએ ઠેકાણુગાડી અને સાઈકલ રીક્ષા વધુ અહિંસક છે એમ કહેવામાં આવી છે. પરંતુ આ દલીલ કરતી વખતે એ વાત ભૂલાઈ ગઈ છે કે વિહારના માર્ગે મુંબઈના માર્ગો જેવા હોતા નથી. લાંબા વિહારમાં કાચા, ધૂળીઆ, ખાડા ટેકરાવાળા ભાગે આવે છે. વચ્ચે નાના મોટા ગરનાળાઓ અને પૂલ ઓળંગવાના હોય છે. એક માસથી ચાલતી ઠેલણ- ગાડી કે રીક્ષા એ વખતે શું કરશે ? કાચા ધૂળીઆ રસ્તા ૫ર રીક્ષા ચલાવનારના આંતરડા કેટલા ઉંચા થાય અને બેસનારની "હાલત શું થાય એ પણ વિચારવા જેવું છે. જીવહિંસાને ચલે ખ્યાલ પગે ચાલતાં રહી શકે તેટલે ચોકકસ, માર્ગ પર અને , તે ઝડપી ગતિએ ચાલતી બાબાગાડી કે રીક્ષાથી સચવા સહેલો નથી. પરંતુ ખાસ લક્ષમાં લેવા જેવી બાબત તો એ છે કે સાઈકલ રીક્ષાને ઉપયોગ શરૂ થતાં એ ઓળી એટલે નિર્દોષ અને અતિ મર્યાદિત નહિ રહી શકે. આ સાધનો ઉપયોગ શેખથી થાય છે કે બીમારી જેવા કારણોસર થાય છે તે કળવાનું પણ મુશ્કેલ બનશે. બીજા નવા સવાલે પણ એમાંથી ઉભા થયા સિવાય નહિ રહે. - આ મંતવ્યો પછી રખે કોઈ એમ માને કે યુગને અનુરૂપ પરિવર્તન સાધુ સમાચારીમાં થવું જ ન જોઇએ. અલબત્ત, જે સમાચારીથી જૈન સાધુની, સમાજ અને ધર્મની હાંસી, જૈન જૈનેતર વર્ગમાં થતી હોય તેમાં વિચાર અને વિવેકપૂર્વકનું પરિવર્તન જરૂરી છે, પણ ડાળીને પ્રશ્ન સાવ નજી અને શ્રમણ વગને સ્પર્શ તે છે.” . જે ચાલે છે તે બરોબર છે એવા વળણથી પ્રેરાઈને લખાયેલ ઉપરના ચર્ચાપત્રના જવાબરૂપે મારી મૂળ નેધમાં જે વિચારે દર્શાવ્યા છે તેમાં ખાસ કાંઈ ઉમેરવા, જેવું રહેતું નથી. જૈન સાધુનું સમગ્ર આચારધોરણ નકકી કરવામાં જૈન સાધુના નિર્વાહ અંગે સમાજ ઉપર બને તેટલે ઓછો આર્થિક બોજો પડે એ બાબત હંમેશા ખાસ લક્ષ્ય ઉપર રાખવામાં આવી છે, અને તેથી આ સંબ ધમાં આર્થિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે યોગ્ય નથી એ શ્રી સારાભાઇની સમજણ બરોબર નથી. વૃદ્ધ અને અપંગ સાધુઓએ માણસની મદદ લઈને પણ પિતાને વિહાર ચાલુ રાખે તેને બદલે કોઈ પણ ગ્ય સ્થળે વૃદ્ધ અને અપંગ એવા જૈન સાધુએ પોતાનું જીવન વ્યતીત કરવું એ વધારે યોગ્ય છે એમ જો શ્રી સારાભાઈએ પ્રતિપાદન કર્યું હોત તે તે યુકિતસંગત લાગત, પણ જો આવા સાધુ માટે વિહાર આવશ્યક અને અનિવાર્ય છે એમ માનવામાં આવતું હોય તે, આવા વિહાર માટે જે - કાંઈ અવલંબન લેવામાં આવતું હોય તે અવલંબન બને તેટલું એાછું ખરચાળ, બને તેટલું ઓછું હિંસાત્મક અને સાથે સાથે સભ્યતાના પ્રચલિત ખ્યાલ સાથે બને તેટલું વધારે સુસંગત હોવું જોઈએ. આ ત્રણ બાબતોને સંયુકતપણે વિચાર કરતાં આજે જે ચાર ચાર માણસ એક અપંગ અને વૃદ્ધ સાધુને સ્થળાન્તર કરાવે છે તેના સ્થાને આમ એક માણસની મદદથી સ્થાનાન્તર થઈ શકે એ પ્રબંધ શરૂ કરવાની જરૂર છે અને આવા પ્રબંધની વિચારણુ કરતાં વૃદ્ધ અને અપંગ સાધુને બેસાડીને ફેરવી શકાય એવા વાહનને ઉપગ ધ્યાન ઉપર આવે છે, પછી તે ઠેલણગાડી હોય, સાઈકલ રીક્ષા હોય કે જૈન સાધુના આચાર સાથે બંધ બેસે એવું જે કોઈ વાહન હોય તેને ઉપયોગ : વિચારી શકાય છે. .. - શ્રી. સારાભાઇએ એક વિશેષ દલીલ એ આશયની કરી છે કે આવી સગવડ આપવાથી સાધુને પિતાના આચારમાં વધારે શિથિલ બનવાનું પ્રલોભન ઉભું થશે. આ દલીલ એટલા માટે છે બરાબર નથી કે એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે : જૈન સાધુને ડાળને ઉપયોગ કરવો પડે તે જ તેના આચારની શિથિલતા છે, પણ શરીરની વિકલતાના કારણે આ શિથિલતા આ અથવા તે અપવાદને આપણે ક્ષમ્ય ગણીએ છીએ. હવે ચાર છે અથવા આઠ. માણસની ડાળીના ઉપયોગને બદલે એક માણસથી ફેરવી ફેરવી શકાય તેવા વાહનને આપણે તેમને ઉપયોગ કરવાનું, કહીએ છીએ તે તે માત્ર સાધનની ફેરબદલી સૂચવીએ છીએ, તેની સગવડમાં આપણે કોઈ વધારે સૂચવતા નથી અને એ સાધનનો ઉપયોગ સ્થળ સ્થળના સંઘની સંમતિ અને દેખરેખ નીચે થવાનો છે તેથી સૂચિત ફેરફાર અંગે સારાભાઇની ચિન્તા અસ્થાને છે. જે બાબત બહુ જાણીતી છે તેને અહિં પ્રસિદ્ધ કરવામાં. વાંધા જેવું નથી લાગતું અને તે બાબત એ છે કે કેટલાક સમય પહેલાં સ્થાનકવાસી સમાજના વૃદ્ધસ્થવિર મુનિશ્રી નાનચંદ્રજીને અમદાવાદ ખાતે પહેલી વાર મળવાનું બનેલું ત્યારે વૃદ્ધ અને અપંગ જૈન સાધુઓને ડોળામાં બેસાડીને વિહાર કરાવવામાં આવે છે તે બાબતમાં ઉપર જણાવેલી રીતે ફેરફાર કરવાની અગત્ય ઉપર તેમણે મારું ખાસ ધ્યાન ખેંચ્યું હતું, અને તે વિષે મને.' લખવા ખાસ કહ્યું હતું. તે પ્રસંગે તેમણે આ સંબંધમાં મને જે કહેલું તે તે વખતે મને યોગ્ય અને આવશ્યક લાગેલું અને તે આજે પણ તે એટલું જ યોગ્ય અને આવશ્યક લાગે છે. ભારત જૈન મહામંડળને આગામી હીરક મહોત્સવ અને ૩૫મું અધિવેશન , ભારત જૈન મહામંડળ એક કાળજીની જૈન સંસ્થા છે. તેનું આજ સુધીનું કાર્ય એટલું સધન કે વ્યાપક નથી, પણ લાંબા યા ટુંકા ગાળે અધિવેશન ભરીને તેમ જ ગાળે ગાળે છુટાં છવાયાં કામ કરીને તે ૬૦ વર્ષ જેટલા લાંબા કાળાવધિ સુધી ટકી રહેલ છે તે તેની નાનીસુની વિશેષતા નથી. અખિલ ભારતને જૈન સમાજ તેને કાર્યપ્રદેશ છે અને ભિન્ન ભિન્ન ફિરકાઓના જૈને વચ્ચે એકતાની-સંગઠ્ઠનની ભાવના ઉભી કરવી, કેળવવી એ તેનું મુખ્ય ધ્યેય છે. કેટલાંક વર્ષથી “જૈન જગત’ નામનું , હિંદી મહાસક આ સંસ્થા તરફથી ચલાવવામાં આવે છે અને ... પ્રસ્તુત માસિકના નામ સાથે “જૈન” શબ્દ જોડાયેલું હોવા છતાં , તેની નીતિ અને લેખસામગ્રી સાંપ્રદાયિકતાના ભાવથી સર્વથા મુકત હોય છે. મહાત્મા ભગવાનદીનજી, કેદારનાથજી, વિનોબાજી . : વગેરે ચિન્તનપરાયણ લેખકોને આ માસિકને સહકાર છે અને આ શ્રી રિષભદાસજી રાંકા આ માસિકના સંપાદક છે: ' , આ ભારત જૈન મહામંડળ જાન્યુઆરી માસની ૩૧મી તારીખે પિતાને હીરક મહોત્સવ ઉજવે છે અને સાથે સાથે પિતાનું ૩૬મું અધિવેશન ભરે છે. આ માટે સ્વાગત સમિતિ ઉપસ્થિત છે કરવામાં આવી છે, અને તેને પ્રમુખસ્થાને ઇન્ડિયન મરચન્ટ્સ ચેંબરના પ્રમુખ, જાણીતા ઉદ્યોગપતિ અને હિંગ'બર સમાજના આગેવાન શ્રી લાલચંદ હીરાચંદની નિયુક્તિ કરવામાં આવી છે. હીરક મહોત્સવનું ઉદ્ધાટન કરવાનું મુંબઈ પ્રદેશના રાજ્યપાલ શ્રીપ્રકાશે કબુલ કર્યું છે અને તેનું પ્રમુખસ્થાન તેમ જ અધિ. સર વેશનનું પ્રમુખસ્થાન અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને દિગબર સમાજના સુપ્રસિદ્ધ આગેવાન સાહ શાન્તિપ્રસાદજી જૈન શોભાવનાર છે. આ ભારત જૈન મહામંડળની મુંબઇ ખાતે કેટલાક સમયથી એક શાખા શરૂ કરવામાં આવી છે, જેના સાહૂ શ્રેયાંસપ્રસાદ જૈન પ્રમુખ છે.
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy