SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮. કાશીવિશ્વેશ્વરમાં એમ એ પ્રસ`ગે એ શ્રી હરિ એકાદશ-એકાદશ નવ-ઉપનિષદાની કથા કરે છે; કાંચનગંગાને ધાટે નવ ઉષાસ્તાત્રે ગવરાવે છે . તે ચન્દ્રગાયત્રી ઉચ્ચારે છે; બદ્રિકારમાં હિમાલયને અનન્તદન કરાવે છે; હસ્તિનાપુરમાં ગ ંગાધાટે શકપ્રવર્તી ધર્મોરાજા નિજનવીન ધ યુગને કાજે ધમસ્મૃતિ વિસ્તારે છે: એવી એવી આ મહાગ્રન્થમાં વિશેષતા છે. * જીવન આ ‘હરિસંહિતાનું પ્રકાશન ત્રણ ભાગમાં વહેંચાયલુ છે, જેના પહેલા ભાગનું પ્રકાશન જવાહરલાલ નહેરૂના હાથે ઉપર્યું કત સમારંભમાં કરવામાં આવ્યું હતું. આ ત્રણ ભાગની છુટક કીંમત અનુક્રમે શ. ૧૦, ૧૦, ૮ રાખવામાં આવી છે અને આખા સેટની ક`મત રૂા. ૨૫ રાખવામાં આવી છે. પ્રાપ્તિસ્થાન છે કુમાર · કાર્યાલય લિ. રાયપુર, અમદાવાદ ૧. આ ગ્રંથ કવિ ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવેલ છે; જેના મેનેજીંગ ટ્રસ્ટી છે. શ્રી. પ્રભુદાસ બાલુભાઇ પટવારી, આ ટ્રસ્ટ તરફથી પ્રસ્તુત સમારંભ પ્રસંગે ‘હરિસ’હિતા-પ્રકાશન-ઉદ્ઘાટન સ્મરણિકા' એ નામની એક સુન્દર પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. આ પુસ્તિકામાં અપાપક અનન્તરાય રાવળે કરેલી કવિશ્રીનાં જીવન અને સાહિત્ય અંગેની ટુંક પણ સાહિ ને સુન્દર આલેચના સાથે કવિશ્રીની અનેક તસ્વીરને સંકલિત કરવામાં આવી છે. કવિશ્રીનાં પ્રકાશાની વિગતવાર યાદી પણ છેવટે તેમાં આપી છે. પ્રસ્તુત સમારભ ગુજરાત વિદ્યાપીઠના વિશાળ ચોગાનમાં ગેાઠવવામાં આવ્યેા હતા. આ પ્રસ ંગે કવિશ્રીને ઉ`ડી ભાવસરી અંજલી આપતાં વિવિધ વ્યાખ્યાના ચૈગ્ય વ્યકિત તરફથી, કરવામાં આવ્યા હતાં જેના વિગતવાર ઉલ્લેખ માટે અહિં અવકાશ નથી, આમ છતાં પણ એ પ્રાસગિક વ્યાખ્યાના અહિં ખાસ ઉલ્લેખનીય લાગે છે. એ સુવિદ્રિત છે કે કવિશ્રી ન્હાનાલાલ જેવા રસ અને સંસ્કારના પ્રેમી હતા એવાજ તે રાષ્ટ્રપ્રેમી હતા, અને તેથી જ્યારે ગાંધીજીએ રાષ્ટ્રના સ્વાત ંત્ર્ય સંગ્રામમાં જોડાવાની ગુજરાત સૌરાષ્ટ્રની વિશિષ્ટ વ્યકિતઓને હાકલ કરી ત્યારે, કવિશ્રી ન્હાનાલાલ સરકારી તેકરીને ત્યાગ કરીને ૧૯૨૧માં અમદાવાદ ચાલી આવ્યા અને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. એ કાળે એવી આશા સેવાતી હતી કે સમયના વહેવા સાથે કવિશ્રી ગાંધીજીના એક ઉત્કૃષ્ટ કાટિના સાથી અને સહકા કર્યાં નીવડશે. પણ વિધિને એ અભીષ્ટ નહિ હાય ! ' એ દિવસે માં અમદાવાદ ખાતે ભરાયલા કોંગ્રેસ-અધિવેશનમાં એક એવી ઘટના બની કે જેતે કવિશ્રીના આળા મને પોતાના અંગત અપમાન સમ લેખી અને પરિણામે ગાંધીજી. તથા વલ્લભભાઇ અને કવિશ્રી વચ્ચે એક અભેદ્ય દીવાલ જેવા મનાભેદ પેદા થયે. જે પછી કદિ સધાયેા જ નહિ. આ ઘટના ધ્યાનમાં રાખીને, પ્રસ્તુત સમારંભ પ્રસ ંગે ગુજરાત વિદ્યાપીઠના મહામાત્ર અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી. મગનભાઇ દેસાઇએ. બીજી બાબતો રજુ કરવા સાથે જણાવ્યું હતું, કે : ‘આ પ્રસંગની હજી એક અપૂર્વતા છે, જે માર્ગે અહિં આ કહેવાની તક લેવી જોઇએ, આપણા કવિશ્રી કાવ્યમણિ હતા, એટલું જ નહિ પણ, તે રાષ્ટ્રવીર હતા. ૧૯૨૦માં ગાંધીજીએ આઝાદીના જંગના નાદ જગાવ્યે ત્યારે, તે સુણનારમાં તે એક અનેાખા હતા. તે વખતે તેમને સંબધ આ ગુજરાત વિદ્યાપી સાથે થયા હતા, કે જેના ચોકમાં આજે એમની પુણ્યસ્મૃતિરૂપ ગ્રંથપ્રકાશનાથે આપણે એકઠા મળ્યા. છીએ. દૈવસયાગ એવા કે, એ સંબંધ ઇષ્ટરૂપે નં કૃત્યો, કવિહૃદય ઉપર આને ઊ ંડો આધાત થયા હતા. એ 'ધા કાળબળે રૂઝાતા હતા. અને સુખની વાત એ છે કે, આજે કવિશ્રીની સ્મારક સમિતિએ એ બ્રાની રૂઝની પૂર્ણાહુતિ સમુ` મિલન અહિં યાત્રુ છે,, એમ મારૂ મન સાક્ષી પુરે છે. ગુજરાત વિદ્યાપીઠ હંમેશ કવિશ્રીનું કાવ્યગુણજ્ઞ રહેલુ છે. તેમના તા. ૧-૧-૬૦ અનુપમ કાવ્યની પ્રસાદી તેણે તૈયાર કરાવેલી વાંચનમાળાઓમાં સધરીને પાતે અને તે માળાઓ ધન્ય થઇ છે. કવિશ્રીની સ્મારક સમિતિએ હરિસ'હિતા'-પ્રકાશન સમારંભ વિદ્યાપીઠના ચોકમાં યેજી અમને જે બહુમાન આપ્યુ છે, તેને માટે, ગુજરાત વિદ્યાપીઠના એક કાર્યકર્તા તરીકે, હુ' સમિતિનું અભિનન્દન કરૂં છું. અને સ્વતંત્ર ભારતના પરંતપ્રધાન જેમાં પધાર્યાં છે, તેવા આપણી કવિશ્રીના સત્કારના આ અપૂર્વ અવસરે આ ચેકમાં મળવાનું પસંદ કરીને અમને કઇંક સેવા કરવાની જે નાનકડી તક આપી, તે માટે સૌને આભાર માનું છું.” આ વકતવ્ય ઉદાત્ત વાણીને એક સુન્દર નમુનેા છે. આ જ પ્રસ ંગે જવાહરલાલ નહેરૂએ કવિશ્રીને અલિ આપતાં અન્ય બાબતેાની સરખામણીમાં સાહિત્યનું આપણા જીવનમાં શું સ્થાન છે એ મુદ્દા અંગે જણાવ્યુ હતુ કે – “ દેશની પ્રગતિ અને વિકાસ માટે આપણે પંચવર્ષીય યાજનાએ ઘડીએ છીએ અને કારખાનાં, મીલે, અને અન્ય ઉદ્યોગે ઉભા કરવા ઉપર ભાર મૂકીએ છીએ. આ બધુ આવશ્યક જરૂર છે. એથી એમ સમજવાની ભૂલ કરવી ન જોઇએ કે કારખાનાં અને મીલાની ચીમની એ જ માત્ર જીવન અને પ્રગતિને સાર છે. એ માટે તે સાહિત્ય અને કવિતા તરફ પણ જોવું જોઇએ; કારણ કે સાહિત્યનું પણ જીવનમાં એટલું જ મહત્વનું સ્થાન છે. દેશને ઝડપી પ્રગતિપથે લઈ જવા તરફ આપણું ધ્યાન હેાય તે જરૂરી છે. પરંતુ સાહિત્ય તરફ નજર ન રાખીએ તે। જીવનનું ત્રાજવું એક તરફ વધુ નીચું ઢળી જશે અને તેથી જ આપણે ભાષા ઉપર અને ભાષાઓના વિકાસ ઉપર ભાર મૂકવા જોઇએ. વળી ભાષા અને સાહિત્યના પશુ આમજનતા સાથે સબંધ હોવા જોઇએ અને આમજનતાના હૃદય સુધી એ પહોંચવા જોઇએ.” આવે! સુન્દર અને ભન્ય સમારંભ યાજવા બદલ, હર સંહિતા' જેવા મહાકાવ્યનું પ્રકાશન હાથ ધરવા બદલ અને સમારંભ પ્રસ ંગે કવિ ન્હાનાલાલ સાથેનાં અનેક સ્મરણાને પુનર્જીવિત કરે એવા સ્મરણિકા તૈયાર કરવા બદલ મહાકવિ શ્રી ન્હાનાલાલ સ્મારક સમિતિને અનેક ધન્યવાદ ઘટે છે. હરિસંહિતા'ના એક યુગધી સૂતના ખેાલ સાથે આપણે આ નોંધ પૂરી કરીએ. આવે છે ગેબ ભેદી હિરવર જગતે લોકકલ્યાણુ કાજે, આનંદો વિશ્વવાસી, અખિલ જગત્ છે. લાકકલ્યાણ મેળે.’ વૃદ્ધે પગ સાધુએ અને ડાળી વિહાર 'પ્રબુદ્ધ જીવન'ના તા. ૧-૧-૫૯ ના અંકમાં ઉપરાંત શિષ ક નીચે પ્રગટ થયેલા વિચારો વાંચીને શ્રી સારાભાઇ એન્. શાહે નીચે મુજબનું એક ચર્ચાપત્ર માકહ્યુ છે : ડૅાળીના પ્રશ્ન વિશે એક વાત બરાબર સમજી લેવી જોએ કે જૈન સાધુએ એને ઉપયેગ વૃદ્ધાવસ્થા કે બીમારી વિગેરે કારણાસર કરે છે. એક સ્થળે લાંખ સમય સ્થિર રહી ન શકાય એ દૃષ્ટિએ કરે છે. ધર્માંના લાભાલાભની દૃષ્ટિથી કરે છે. અનિવાય હોય ત્યારે જ ઉદાસીન વૃત્તિથી કરે છે. વ્હોળીના પ્રશ્નને આર્થિક દૃષ્ટિએ જોવાનું ઠીક નથી, કારણ કે તેના ઉપયાગ બહુ જૂજ પ્રમાણુમાં અને અચાલતા થાય છે, તેમાંય જ્યારે સાધુના પાવિહારના વિકલ્પ તરીકે, સાધુની કડક સમાચારીને ધ્યાનમાં લઇને થતા હોય ત્યારે આર્થિક સવાલ, રૂપીઆ, આના, પાઇનું ગણિત ગૌણ બની જાય છે. જૈન મુનિને ચાર ચાર માણસા ઉપાડે એ આજની માનવતાની દૃષ્ટિએ – રબ્બર ટાયરવાળી નાની સરખી ગાડીમાં એક માણસ ખેંચી જાય તેની સરખામણીએ – ધણુ* વધારે અરૂચિકર લાગે છે,” સંભવ છે કે એમ લાગતું હોય, પરંતુ જે સંજોગેામાં અને જે દૃષ્ટિથી એને ઉપયોગ થાય છે. તે દૃષ્ટિથી વિચારતાં આ વાત
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy