SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૬૦ વામાં આવે કે અમુક સ્ટેશને ઊભી ન રાખવામાં આવે તે ઉપવાસ, રજા ન મંજૂર કરવામાં આવે તે ઉપવાસ, કાષ્ટ મિત્રને સજામાંથી મુકત ન કરવામાં આવે તે- ઉપવાસ, એવા એવા “અનેક ક્ષુલ્લક કારણાસર ઉપવાસ કરવામાં આવે છે. એટલે ઉપવાસની ક્રિયામાં જો કાંઇ સાત્વિકતા કે ધાર્મિક દૃષ્ટિ અગર સામા માણસની નૈતિક ઉન્નતિની કે હૃદય પલટાની ભાવના હાય તો પણ આવાં ત્રાગાંથી એ હાસ્યજનક, ઉપેક્ષાને ચેાગ્ય અને કેટલીક વખત તિરસ્કારને પાત્ર બને છે. એક નવીન પ્રકારની ઉપવાસની પ્રથા થાડા વખતથી દાખલ થઇ છે, તેને શુદ્ધિપ્રયાગ’ કહેવામાં આવે છે. એમાં થાડે અંશે પોતાની ચિત્તની શુદ્ધિને પણ હેતુ હાય છે. પરન્તુ માટે ભાગે સામા પક્ષની શુદ્ધિ કરાવ વાના હેતુ હોય છે. કાંગ્રેસના વહીવટમાં અને રાજ્યના અધિકારીઓમાં ગેરરીતિ, દૂષણા લાંચરૂસ્વત, લાગવગ, સન્નાલાભ દાખલ થયાં છે એવું લાગવાથી શુદ્ધિપ્રયાગ' આદરવામાં આવે છે, અલબત્ત આમાં પેતાના ચિત્તની શુદ્ધિને તે પ્રશ્ન નથી, પરન્તુ અમુક પ્રતિષ્ઠિત ગણાતા માણસ કે માણસો આ જાતના શુદ્ધિપ્રયોગ તે અંગે ઉપવાસ આદરે તો પરિણામે ક્રાંગ્રેસમાં મનાયલી અશુદ્ધિ દૂર થાય એવું માનવામાં આવે છે, કાન્ગ્રેસના કારભારમાં જે અશુદ્ધિ કે દૂષણા દાખલ થયેલાં મનાય છે તે દૂષણા માટેના જે જવાબદાર માણસે હાય છે તેમને તે આ ઉપવાસની લેશ માત્ર અસર થતી નથી તંત્ર તે। જેમ ચાલે છે તેમજ ચાલ્યા કરે છે. કદાચ કાઇ જવાબદાર કેન્ગ્રેસ નેતા એવા પ્રતિષ્ઠિત માણુસના દેહકષ્ટની દયા કે અનુકમ્પાથી પ્રેરાઇ તેમને ઉપવાસ છે।ડવાનું સમજાવે ' અને એ જાતની અશુદ્ધિ દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવશે એવેના દિલાસ આપે-જે કેવળ • અથહીન દિલાસા રાય છે—તે ઉપવાસ ખેડવામાં આવે છે, પરન્તુ અમારૂ માનવુ' એવું છે કે આ એક પ્રકારનુ ત્રાણુ જ છે. પોતાના પગ ઉપર કે કપાળે ચાકુના ઘા કરી પૈસા માગનાર કારના ત્રાગામાં ને આમાં બહુ ફેર અમને લાગતા નથી, “ અમને દેહકષ્ટ સહેન કરવાનું તમારાથી સહન ન થાય, તમને અમારે માટે લાગણી હાય, તે અમે જે માગીએ છીએ તે અમલમાં મૂકા, નહી. તેમાં અમારૂ દેહકષ્ટ ચાલુ રહેશે. ''. એ જ આવા ઉપવાસના અથ છે. એવા ઉપવાસને રૂપાળા ધાર્મિક અને આધ્યાત્મિક જણાતા શબ્દોથી અલ’કારિક ભાષામાં વવવામાં આવે તેથી એ ત્રાગુ' મટી જતું નથી, પ્રબુદ્ધ જીવન પાંચથી સાત ધારણમાં પણ અંગ્રેજી દાખલ કરવું કે નહીં એ વિશે મતભેદ હોય, ત્રે બાળા ઉપર નાહકના ખાજો છે એવા મત પણ ધરાવાય, એ અંગ્રેજીતેા મેહ છે અને અ ંગ્રેજીના ચલણુને લ બાવવાનો પ્રયાગ છે એવા અભિપ્રાય પણ દર્શાવાય, પરન્તુ એમાં ‘અશુદ્ધિ' કયાં છે અને કાની છે તે સમજવું બહુ મુશ્કેલ છે અને અશુદ્ધિ ન હોય તે એને માટે ‘શુદ્ધિપ્રયાગ' શા માટે તે સમજવું એથી પણુ મુશ્કેલ છે. આ બધા ‘ શુદ્ધિપ્રયાગ ‘અને ઉપવાસ તથા તેને અંગેના પ્રાથનાના પ્રયાગમાં અમને જે સહુથી વિશેષ વાંધાભરેલુ લાગે છે તે એ અંગેની જાહેરાત અને પ્રચાર છે. જો આ જાતના શુદ્ધિપ્રયોગ અને તેને અંગેના ઉપવાસની આવશ્યકતા જાતી હાય અને તે સફળ પ્રયાગ તરીકે ગણાતા હાય તેા તે ખાનગીમાં, કાઇને પણ જણાવ્યા વિના, છાપામાં જાહેરાત કર્યાં વિના એકાન્તમાં કરવાના પ્રયાગ હાવા જોઇએ. એ પ્રયોગ કરતા અગાઉ છાપામાં જાહેરાત થાય, ઉપવાસ દરમિયાન ખુલેટિના બહાર પડે, તબિયતના—-વજન ઉતર્યાના વગેરેના હેવાલ છાપામાં આવે અને ઉપવાસના નિશ્ચિત સમયને અ ંતે કાષ્ઠ પ્રધાન કે નેતા' હાજર રહે, તેની હાજરીમાં અને તેને હાથે પારણાં કરવામાં આવે એ બધુ ધાંધલ છે, મિથ્યાચાર છે. ઢાંગ છે અને માત્ર પેાતાની ૨૨૩ મહત્તા દર્શાવવાના પ્રયાગ છે એવું અમારૂ' માનવુ` છે. અમારે નમ્ર મત એવા છે કે ઉપવાસનો આ અનિષ્ટ અંતિરેક અટકાવવા માટે ‘ આભરણાંત ' ઉપવાસ કરવાનુ જણાવનારને અપધાતની કોશીષ કરનારને જે અન્ય કાયદાએ ક્રમાવી છે તે સજા કરવી જોઇએ. ગટ્ટુલાલ ગાપીલાલ. ધ્ ‘જ્યાતિષ ર'માંથી . સાભાર ઉધ્ધત ગુજરાતનું નનિર્માણ શ્રી. ગગનવિહારી મહેતાનું વ્યાખ્યાન શ્રી મુંબઇ જૈન યુવક સંધના ઉપક્રમે ચાલુ માર્ચ માસની ૫ મી તારીખે સાંજે મુંબઇ ખાતે ચોપાટી ઉપર આવેલા પ્રાણસુખલાલ મફતલાલ સ્વીમીંગ બાથના કાફેટેરિયામાં સધના સભ્યાને એક ભેજનસમારંભ ગોઠવવામાં આવ્યા હતા. આ ભાજન— સમાર ભના પ્રસ ંગે અમેરિકા ખાતેના ભારતના ભૂતપૂર્વ એલચી શ્રી. ગગનવિહારી મહેતાને અતિથિવિશેષ તરીકે નિમ ંત્રવામાં આવ્યા હતા. આ ભોજનસમાર`ભમાં શ્રી. ગગનવિહારી મહેતા સાથે તેમના પત્નિ શ્રી. સૌદામિનીબહેન મહેતા, મુખ પ્રદેશના મદ્યનિષેધમંત્રી શ્રી. રતુભાઇ અદાણી, મુંબઇના મુખ્ય સેશન્સ `ઝઝ શ્રી. રતિલાલ ભાઇચંદ મહેતા, શેઠ રામજી હંસરાજ કામાણી, શેઠે રામજી શામજી વિરાણી, શ્રી. મોહનલાલ મહેતા, (સાપાન), સૌ. લાભુબહેન મહેતા, શેઠે કાંતિલાલ ઇશ્વરલાલ, શ્રી. નવનીત સી. ઝવેરી, શ્રી. ભાનુશ કર યાજ્ઞિક, શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહ, શ્રી, કુસુમબહેન મોતીચંદ્ શાહ, શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા, શ્રી. ખીમજી ભાણુ ભુજપુરિયા, શ્રી. લીલાવતીબહેન. દેવીદાસ, શ્રી. રતિલાલ ચીમનલાલ કારી, શ્રી. ચીમનલાલ જેઠાલાલ શાહ, શ્રી. જી. ડી. દફ્તરી, શ્રી. જીવરાજ ભાણજી શાહ, શ્રી, જસુમતીબહેન કાપડિયા શ્રી. ધીરજલાલ ધનજીભાઇ શાહ, વગેરે ૧૫૦ ભાઇબહેનેાએ ભાંગ લીધા હતા. શરૂઆતમાં સંધના પ્રમુખશ્રી ખીમજીભાઇ ભુજપુરિયાએ સબ તરફથી મુખ્ય મહેમાન શ્રી ગગનવિહારી મહેતાનુ અને અન્ય મહેમાનાનુ સ્વાગત કર્યું...... હંતુ, શ્રીભુજપુરિયાએ એ એક વર્ષના ગાળા પછી સંધ તરફથી આવે! સમૂહ ભોજનને કાર્યક્રમ યેાજવામાં આવ્યો છે તેને નિર્દેશ કરી, સંધની પ્રવૃત્તિઓના પરિચય આપ્યા હતા અને અતિથિવિશેષ શ્રી. ગગનવિહારી મહેતાના સંધ સાથેના જૂના સંબંધને યાદ કર્યાં હતા. અતિથિવિશેષ શ્રી. ગગનવિહારી મહેતાએ સધે આપેલા નિયંત્રણ માટે આભાર માન્યા હતા અને સધ સાથેના પેાતાનાં સંસ્મરણા રજૂ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે “ આજના આ પ્રસંગે મને માન. આપવામાં આવ્યું છે. તે સાથે ‘ગુજરાતના નવનિર્માંણુ' વિશે ખેલવાની જવાબદારી પણ આપી છે. આ વિશે અમદાવાદમાં ૯ મી જાન્યુઆરીએ ગુજરાતી વેપારીઓના અધિવેશનના ઉદ્ઘાટન પ્રસ ંગે મેં ગુજરાતના નવનિર્માણ વિશે જે કંઇ કહ્યુ હતુ. તેથી વિશેષ મારે કશુ કહેવાનું નથી. એટલે જેમણે મારૂં એ ભાષણું સાંભળ્યુ કે વાંચ્યું હશે. તેઓને કદાચ નિરાશ થવાનુ થશે, પણ એ માટે જવાબદારી મારી નથી, પણ મને અહિં લાવનાર શ્રીપરમાનંદભાઇની છે. તેમણે કહ્યું કે “ ગુજરાતના નવા રાજ્યની રચના પહેલી મેથી થવાની છે. આવુ નવુ રાજ્ય કરવું યાગ્ય છે કે નહિ અને એવા બીજા પ્રશ્નોની ચર્ચા કરવી. હવે વ્યર્થ છે. અત્યારે તે આપણું કર્તવ્ય શુ' છે તેને જ આપણે હવે વિચાર કરવા જોઇએ. ગુજરાતનુ નવનિર્માણ થવાનું છે એટલે કાઇ નવુ ગુજરાત
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy